Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

6 March 2019

માનવ સિદ્ધિ પુરોગામીઓના ખભા ઉપર ઉભી છે

માનવ સિદ્ધિ પુરોગામીઓના ખભા ઉપર ઉભી છે 
-----------------------------------------------------------------
                            માનવી ને કોઈ સિદ્ધિ કે વિશેષતા સિદ્ધ થાય ત્યારે તેને એમ લાગે છે કે આ મારી  બુદ્ધિ ,આવડત અને હુશિયારી ને લીધે છે ,મારા  પુરુષાર્થનો પ્રભાવ છે ,આપબળ થકી લાભેલી મારી અંગત સંપત્તિ છે -પરંતુ તે અર્ધ સત્ય છે ,કારણકે વ્યક્તિની કાબેલિયત પુરોગામીઓના ખભા ઉપર ઉભેલી છે , તેથી શોધો અને વર્તમાન આધુનિક ઉપકરણોની સહાય વિના કોઈ વિકાસ સંભવતો નથી ,અને  તેને  ભૂલીને તમે પોતાની બુદ્ધિ પ્રતિભાને પીઠબળ આપી શકતા નથી .   
               અભ્યાસ ,પ્રયત્ન , ધ્યેય ,સંશોધન  કરતી વખતે ઇતિહાસ અને સત્ય હકીકતોનો સહારો કાચા  મુસદા તરીકે  લેવાય છે . તે વખતે તમે તેના ઋણ ને ભૂલી શકતા નથી કે બાજુમાં મૂકી શકતાનથી, વિષયનું વિસ્તારીકરણ સત્ય નિષ્ઠા વિના ખોખલું અને બિન પાયાદાર ગણાય  અને તેથી મારો  સ્પષ્ટ  મત છે કે વ્યક્તિ ઉપર જાણે અજાણે  બીજાઓનું તે તે વિષયો; બાબત  ,વધતું કે ઓછું ઋણ રહેવાનું ; વ્યક્તિનો વિકાસ ,જ્ઞાન પોતાની એકલાની અંગત સંપત્તિ  કોઈ ભલે ગણે તેમ છતાં તેમાં બીજાઓની સફળતાઓનો સાથ હોય જ છે  ;હાલ ની આધુનિક યંત્રણાઓ હોય ,પ્રાદેશિક ,સામાજિક ,રાજકીય  કે ધાર્મિક  કોઈપણ ઘટકો હોય તેમાં અગાઉ ની વાતોના ઉદાહરણો યાદ કરીને અપાય છે. એકલા અભ્યાસુનું  માત્ર જ્ઞાન કામ લાગતું નથી ,જ્ઞાન અને સમજ પણ તેને આખરે તો  ટીકા ,વિવાદ ,ચર્ચાઓ અને તે અંગે પોતાના મંતવ્યને ,મતમતાંતરો ને  સત્ય સાબિત કરવા  ઉદાહરણો , પુરાવાઓ રજૂ કરવા પડે છે  !   માનવી પોતાના ઉદ્દેશ, હેતુ  સિદ્ધ કરવા પોતાની બુદ્ધિ ,અનુભવ ,સમજ અને આવડત  હોવા છતાં આખરે તે પુરોગામીના ખભા ઉપર ઉભો છે .  વર્તમાન યુગમાં પણ  પુરોગામીઓનું યોગદાન અદ્વિત્ય અને અનમોલ  હોવાથી તેનો ઉલ્લેખ  કરાય છે  ,કશુંક નવું કરવા માટે કે કોઈપણ નવ ઉત્થાન માટે  જૂનું તો તપાસવું જ પડે ,તો જ નવીનતા આવે  જેને ખોજ પણ કહી  શકાય 
                  શોધ ,ખોજ માનવીના એક્લ  મન ની  ઉપલબ્ધી ન કહેવાય પણ  સહિયારું  નૂતન સર્જન કહેવાય ; ટેક્નિકલ યુગમાં  આગળ  વધતો માનવી વર્તમાનને અનુરૂપ  અથવા તેનાથી સાવ ભિન્ન  તોરીલુ ,મિજાજી  કશું ઉભું કરવાનો  આગ્રહ  હંમેશા રાખે છે  તે  તેને  નવસર્જન થકી પ્રતિભા ખીલવાની માટે અભિનંદીય  ક્રિયા ગણાવે છે ;  એકલી પ્રતિભા ગમે તેટલી ઉત્તુંગ હોય પણ  મિશ્રિત છે.  નહી તો તે અધૂરી  છે  આ સનાતન  સત્ય છે -બીજા ઉપર નું અવલંબન રાખી આગળ  વધવું તે પ્રાકૃતિક નિયમ છે ;  એમાં ખોટું પણ નથી ; માત્ર આવડત ના ગુણગાન ગાઈને યશ પોતા  માથે લઈ લેવો તે અધૂરપ ની નિશાની ગણાય .
---------------------------------------------------------------------------- જિતેન્દ્ર  પાઢ /રાહલે /મોરિસવિલ  સિટી /નોર્થ કેરોલિના /અમેરિકા / તા -૨/૩/૨૦૧૯

31 October 2018

પથ્થર પણ ખુદા થઇ જાય છે, કેવળ શીશ ઝૂકયાની વાત છે...



પથ્થર પણ ખુદા થઇ જાય છે,
કેવળ શીશ ઝૂકયાની વાત છે...
એક સોપારી ગણેશ કહેવાય છે,
કેવળ શ્રદ્ધા ઉગ્યાની વાત છે...
હરેક ક્ષણમાં જીવન ભરાય છે,
કેવળ ભીતરે પૂગ્યાની વાત છે...
એજ બાગ પણ વેરાન જણાય છે,
કેવળ સનમ રૂઠયાની વાત છે...
નરી આંખે દેખ્યું ક્યાં મનાય છે?
કેવળ વિશ્વાસ તુટયાની વાત છે....
ક્ષણ ભરમાં સુલેહ થઇ જાય છે,
કેવળ જીદ મૂક્યાની વાત છે...
આનંદ મોતીનો ક્યાં હોય છે?
કેવળ સાગરે ડુબ્યાની વાત છે...
દર્દ હોય કે આનંદ કેમ કહેવું?
કેવળ આંખ ચૂવ્યાની વાત છે...
વહી ધનુષ વહી બાણ, પણ છતાં,
કાબે અર્જુન લૂંટિયાની વાત છે...
શું સંસાર કે શું સન્યાસ,
કેવળ ઈચ્છાઓ છૂટ્યાની વાત છે....

નવું વર્ષ નવાં સંકલ્પો શિક્ષણ સેતુ ઈ - મેગેઝિન







ચાલ ગરબડ જરા ગ્રંથોમા કરી જોઇએ,

ચાલ ગરબડ જરા
ગ્રંથોમા કરી જોઇએ,
રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ લખી જોઈએ..!
ફરક શું પડશે એમાં 
એમની મહાનતા ને,
ચાલ ને અદલાબદલી ઉપરવાળાની કરી જોઈએ....
અઝાન પછી મંદિર ને
દેવળે દેવાય,
ને મસ્જીદમાં આરતી અલ્લાહની કરી જોઈએ...,
મૂર્તિં આગળ મહોમ્મદની પછી,
થોડા ચાલીસા પયગમ્બરના કરી જોઈએ...!
શયન-મંગળા મસ્જીદને સોંપી,
નમાઝ કૃષ્ણના નામની
પઢી જોઈએ...,
જ્યાં ન હોય કોઇ બંધન ને ફતવા,
ચાલને એવો કોઇ ધર્મ જીવી લઈએ...!
ચાલ ગરબડ જરા ગ્રંથોમાં કરી જોઇએ,
રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ લખી જોઈએ...!!!


ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ ને એમની ૧૪૩ મી જન્મજયંતીએ શત શત નમન.



ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ ને એમની ૧૪૩ મી જન્મજયંતીએ શત શત નમન.
રજવાડા નવા ઊભા થઈ ગયા,
સરદાર તમે પાછા આવોને.
કોઈ દલિત નેતા, ને કોઈ છે ઓબીસી,
આદીવાસી,સવર્ણ તો કોઈ પાટીદાર,
ચોકા રચે છે અહી લોકશાહી લજવવા ,
કર્તવ્યો ભૂલીને સહુ માંગે અધિકાર.
આ હૂંસાતૂંસીમાં સમાજના ટુકડા થઈ ગયા,
સરદાર તમે પાછા આવોને.
રજવાડા નવા ઊભા થઈ ગયા,
સરદાર તમે પાછા આવોને.
કોઈ કાશ્મીર માંગે, કોઈ માંગે બોડોલેન્ડ,
કોઈ બુંદેલખંડ માંગે,તો કોઈ ગોરખાલેન્ડ,
કોઈ મરાઠી માણુષ થઈ ધમકીઓ આપે,
સહુ ભૂલી ગયા ભારત છે અવર મધરલેન્ડ.
સહુ દેશદાઝ વતનપ્રેમથી સૂકા થઈ ગયા,
સરદાર તમે પાછા આવોને.
રજવાડા નવા ઊભા થઈ ગયા,
સરદાર તમે પાછા આવોને !
🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏
બીજા શું કરે છે તે સામું ન જોવું. પણ મારી શી ફરજ છે, તે વિચારનાર અને જીવનમાં ઉતારનાર મહાન બને છે. –
*સરદાર પટેલ*🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏

9 September 2018

શિક્ષકનો ઋણભાર

શિક્ષકનો ઋણભાર

બી. જે. મેડિકલ કૉલેજના મેડિસિન વિભાગના વડા અને સિનિયર પ્રૉફેસર ડૉ.સી.સી. ડામોરસાહેબનો સવારનો રાઉન્ડ ચાલુ હતો. તેમની સાથે રહેલા જુનિયર રેસિડન્ટ્સ, સિનિયર રેસિડન્ટ્સ, પોસ્ટ-ગ્રૅજ્યુએટ સ્ટુડન્ટ્‍સ, આસિસસ્ટન્ટ પ્રૉફેસર વગેરે મનમાં ગભરાઈ રહ્યા હતા. ડૉ. ડામોરસાહેબનું જ્ઞાન અને અનુભવ એટલાં વિશાળ હતાં કે કોઈ પણ ડૉક્ટરને રાઉન્ડમાં પ્રશ્ન પૂછીને ગભરાવી નાખતા. છતાં પણ તેમના રાઉન્ડમાં અઢળક શીખવા મળતું. તેથી બધા જ ડૉક્ટરો તેમના રાઉન્ડમાં જોડાવા તત્પર રહેતા.
બીજે માળે મેઈલ મૅડિકલ વૉર્ડમાં રાઉન્ડ ચાલુ હતો. ત્રીજા ખાટલે આવતાં સાહેબ અટકીને દર્દીને તાકી રહ્યા.
બ્યાસી વર્ષના કાકા, વધેલી દાઢી છતાં ભવ્ય કપાળ, વાળના ઠેકાણાં નહીં, ફાટી ગયેલાં કપડાં છતાં સારા ઘરના બુઝુર્ગ લાગતા હતા. જૂનું પણ સોનું તો સોનું જ છે, તેમ આ લઘરવઘર વૃદ્ધ પણ તેમના ચહેરા ઉપરના તેજ ઉપરથી વિદ્વાન લાગતા હતા. સાહેબે તેની હિસ્ટ્રી રેસિડન્ટ ડૉક્ટરને પૂછી.
‘સાહેબ, આમનું નામ છે કૃપાશંકર ત્રિવેદી, ઉંમર છે બ્યાસી વર્ષ, દાહોદ બાજુના ગામડામાં બહાર રઝળતા મળી આવેલ છે. આવ્યા ત્યારે સખત તાવ અને ન્યુમોનિયાથી ખમખમી ગયા હતા. વ્યવસાયે શિક્ષક હતા, ચોવીસ વર્ષ પહેલાં નિવૃત્ત થયા. શાળા પ્રાઈવેટ ટ્રસ્ટની હોવાથી પેન્શનની જોગવાઈ ન હતી, તેથી આવકનું સાધન કાંઈ ન હોવાથી ગામડામાં માગી ભીખીને ગુજરાન ચલાવી રહ્યા હતા.’ રેસિડન્ટ ડૉક્ટરે એકીશ્વાસે તમામ હિસ્ટ્રી વાંચી સંભળાવી.
‘તેમના કુટુંબમાં કોઈ નથી?’ ડામોરસાહેબ પ્રશ્ન પૂછીને ભૂતકાળમાં ડૂબી ગયા. વર્ષો પહેલાંના દાહોદની બાજુના રામપુરા ગામમાં રહેતું ગરીબ આદિવાસી કુટુંબ તેમની નજર સામે તરવરી ઊઠ્યું. બાપ દારૂડિયો હોવાથી જુવાન ઉંમરે લીવર ફેઈલ થતાં ગુજરી જવાથી માતા દિવાળીબહેન ઉપર તેમના એકના એક દીકરા ચકાના ભણતા અને ગુજરાનો ભાર આવી પડ્યો. રસ્તાની સાફસફાઈ અને લોકોનાં કપડાં-વાસણ કરી માંડમાંડ દિવાળીબહેન ગુજારો કરતાં. તેનાં દીકરાનું નામ હતું ચતુરભાઈ ચીમનભાઈ ડામોર પણ ગામમાં બધા તેને ચકો જ કહેતા હતા.
ચકાભાઈ ભણવામાં હોશિયાર હતા. બારમા ધોરણમાં બૉર્ડમાં બાણું ટકા સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ હતા. પણ હવે દિવાળીબહેનથી કામ થતું નહીં, તેથી તે ચકાને ભણવાનું બંધ કરીને પોતાના કામમાં જોતરાઈ જવાનો આગ્રહ કરતાં હતાં.
ચકાભાઈ તેની શાળાના તમામ શિક્ષકોના પ્રિય હતા, પણ કૃપાશંકર ત્રિવેદીની કૃપા તેની ઉપર સૌથી વધારે હતી. ચકાને મેરીટ લિસ્ટ પ્રમાણે બી. જે. મેડિકલ કૉલેજમાં એડમિશન મળતું હતું, પણ માતાના આગ્રહથી તે દ્વિધામાં પડી ગયો. ત્રિવેદીસાહેબને ખબર પડતાં તે પોતે ચકાને ઘેર દિવાળીબહેને મનાવવા આવ્યા.
આદિવાસી વિસ્તારમાં બ્રાહ્મણસાહેબને આવેલા જોઈ તમામ વસ્તી ટોળે વળી ચકાને ઘેર આવી.
‘બહેન, તમે ચકાને મેડિકલમાં ભણાવી ડૉક્ટર બનાવો.’ ત્રિવેદીસાહેબે કહ્યું.
‘સાહેબ, હવે મારાથી કામ થતું નથી. તેથી ચકાને મેડિકલમાં ભણાવવાના પૈસા લાવું ક્યાંથી ?’ દિવાળીબહેને પોતાની વ્યથા ઠાલવી.
‘બહેન, તેની ચિંતા ના કરો. હું બનતી મદદ કરતો રહીશ, અને ચકાને તેની મેરીટ ઉપર સ્કોલરશિપ અપાવી દઈશ.’ ત્રિવેદીસાહેબે વિશ્વાસપૂર્વક કહ્યું.
સાચે જ ત્રિવેદીસાહેબે ચકાને સ્કૉલરશિપ અપાવી, તેના રહેવા, ખાવાપીવાનો પ્રબંધ કરી આપ્યો. વચ્ચે વચ્ચે દિવાળીબહેનને પણ મદદ કરતા રહ્યા.
ચકાભાઈ ભણીગણીને એમ.ડી. થઈ બી.જે. મેડિકલ કૉલેજમાં જ આસિ. પ્રૉફેસર બન્યા ને બીજે જ વર્ષે દિવાળીબહેને અંતિમ વિદાય લીધી ત્યારે કહેતાં ગયાં ‘બેટા, ત્રિવેદીસાહેબને લીધે જ તું આટલો મોટો સાહેબ થયો છે, નહિતર તું પણ રોડ સાફ કરતો હોત. તેનું ૠણ ભૂલતો નહીં.’
વર્ષોનાં વહાણાં વાયાં ને ચકાભાઈ બની ગયા ડૉ. સી.સી. ડામોરસાહેબ, પ્રોફેસર ઑફ મેડિસિન. સમય પણ કેવા ખેલ ખેલે છે? આજે વર્ષો પછી ત્રિવેદીસાહેબ મળ્યા પણ કેવી હાલતમાં ? ડામોરસાહેબથી હાયકારો નીકળી ગયો.
અચાનક રેસિડન્ટ ડૉક્ટરના જવાબથી સાહેબ પાછા વર્તમાનમાં આવી ગયા.
‘સાહેબ, આમનાં પત્નીનું ગયા વર્ષે અવસાન થવાથી એકલા જ છે. એક દીકરો હતો. તે ભણી ગણી ડૉક્ટર બનીને અમેરિકા ગયો ને ત્યાંની ગોરી મૅડમને પરણી ઈન્ડિયા અને મા-બાપને સાવ ભૂલી જ ગયો. ઘરનું ભાડું છ મહિના સુધી ન ભરવાથી તેમને ફૂટપાથ પર લાવી દીધા.’
‘સારું સારું, તેની સારામાં સારી સારવાર કરજો. તેમને ખાવાપીવામાં તકલીફ ના પડવી જોઈએ. કપડાં પણ ફાટેલાં છે, લો આ હજાર રૂપિયા, બે જોડી કપડાં અને બીજી કોઈ જરૂરિયાત માટે’ કહીને ડામોરસાહેબે રૂપિયા તેના રેસિડન્ટને આપ્યા. બધાને નવાઈ લાગતી હતી, સાહેબને આ બ્રાહ્મણ સાથે શું સંબંધ હશે ? ‘કેટલાક સંબંધોને બધા ક્યાં સમજી શકે છે ?’
સાંજે પાંચ વાગે સાહેબનો વૉર્ડમાં ફોન આવ્યો, ‘ત્રીજા ખાટલાના દર્દીને કેમ છે ?’ સિસ્ટર ગભરાઈ ગયાં. તેણે બધા રેસિડન્ટ ડૉક્ટરોને કોલ કરી બોલાવી લીધા, બધા સમજી ગયા સાહેબ આ દર્દી માટે ગમે ત્યારે આવી શકે છે, તેથી ખૂબ જ ચીવટથી ઘનિષ્ટ સારવારમાં લાગી ગયા.
ડામોરસાહેબની મહેનત અને સ્ટાફની ઘનિષ્ટ સારવારથી ત્રિવેદીકાકા છ દિવસમાં સારા થઈ ગયા. ત્રિવેદીકાકાએ સાંભળ્યું હતું કે ડૉક્ટરો બહુ સેવાભાવી અને માયાળુ હોય છે, પણ આ ડામોરસાહેબ, આટલી બધી માયા કેમ રાખે છે, તે સમજાતું ન હતું.
‘સાહેબ, આ ત્રિવેદીકાકાને રજા આપીશું તો તે જશે ક્યાં ? તેને તો કુટુંબ કે ઘર કંઈ જ નથી.’ રેસિડન્ટે મૂંઝવણ બતાવી. ડામોરસાહેબે બીજા દિવસે રજા આપવાનું કહ્યું.
બીજા દિવસે સવારે ડામોરસાહેબનાં પત્ની, ગાડી અને ડ્રાઈવર સાથે અગિયાર વાગે સિવિલમાં આવી ગયાં. ત્રિવેદીકાકાને રજા આપી. ડામોરસાહેબ પોતે હાથ પકડી બહાર લઈ જવા લાગ્યા. તેની પાછળ આખો સ્ટાફ મદદ કરવા દોડ્યો. ત્રિવેદીકાકા શરમથી પાણી પાણી થઈ ગયા, આખો વૉર્ડ વિચારી રહ્યો હતો આ ગરીબ બ્રાહ્મણ નસીબદાર છે, પણ તેમને ક્યાં ખબર હતી, ડામોરસાહેબ તેમનું ઋણ ઉતારી રહ્યા છે.
ત્રિવેદીકાકા વિચારી રહ્યા, આવડા મોટા અમદાવાદમાં હું કઈ ફૂટપાથ પર રહીશ, ભીખ માંગવા ક્યાં બેસીશ, અહીં તો પોલીસ બહુ હેરાન કરે છે. કદાચ એટલે જ સાહેબ વૃદ્ધાશ્રમમાં વ્યવસ્થા કરતા લાગે છે.
નીચે ગાડીમાં બેસતાં ત્રિવેદીકાકા હજુ ક્યાં જવાનું છે, તે સમજી શકતા ન હતા. તેમણે પૂછ્યું, ‘ડૉક્ટરસાહેબ, આપની ગાડીમાં મારે ક્યાં જવાનું છે ?’
અત્યાર સુધી રોકી રાખેલું રહસ્ય ડામોરસાહેબે ધીમેથી ખુલ્લું કર્યું, ‘માસ્તરસાહેબ, આપને યાદ છે, ત્રીસ વરસ પહેલાં ચકા નામના આદિવાસી છોકરાને તમે મદદ કરી ડૉક્ટર બનાવ્યો હતો. હવે તેને આ ઋણનો ભાર ઉતારવાની તક તો આપો. તમારે હવે મને સાહેબ નહીં, ચકો જ કહેવાનું છે. તમારે હવે અમારે ઘેર જ રહેવાનું છે.’ ચકાને યાદ કરતાં ત્રિવેદીસાહેબ રડી પડ્યા, ‘અરે, ચકા તું, આટલો મોટો સાહેબ બની ગયો છે ?’ તેમ કહી ગળે લગાડી દીધો.
ઋણનો ભાર ઊતરતાં ડામોરસાહેબ હલકાફૂલ થઈ ગયા. એકલવ્યએ તેનો અંગૂઠો ગુરુ દ્રોણને અર્પણ કર્યો, તેના કરતાં પણ તે વધારે આનંદ અનુભવતા હતા.
ઉપર વૉર્ડમાંથી ડૉક્ટર્સ સિસ્ટર્સ અને દર્દીઓ ગુરુશિષ્યનું અજોડ મિલન જોઈ રહ્યાં. એશિયાની સૌથી મોટી હૉસ્પિટલના પ્રૉફેસર પહેલી વખત ભિખારી દર્દીને પોતાની ગાડીમાં બેસાડી ઘેર લઈ જતા હતા.
(સંપર્ક : ગુંજન હૉસ્પિટલ, મિરઝાપુર ચોકી સામે, અમદવાદ – ૩૯૦ ૦૦૧, ફોન : (૦૭૯) ૨૫૬૨૨૦૭)
– ડૉ. હર્ષદભાઈ વી. કામદાર
સાભાર - કમલેશ દવે, રીડ ગુજરાતી 

હકારાત્મક અભિગમ – શ્રધ્ધા ને સીમાડા

મેક્ફાર્લેન્ડમાં પ્રિમરોઝ નામનું ડે-કેર અને ફર્સ્ટ ગ્રેડ સુધીની સ્કૂલ જેમાં મારી પૌત્રી અને પૌત્ર ભણે. ખુબ સરસ સ્કૂલ અને અત્યંત પ્રેમાળ ટીચરો. વાત છે ૨૦૧૦ના સમયની. તે સમયે અમે વિઝિટર વિસા પર એટલાન્ટા આવતા–જતા રહેતા અને ત્યારે ક્યારેક અમારે પણ બાળકોને સ્કૂલે લેવા મુકવા જવાનો યોગ થતો. આવા અવાર નવાર યોગના લીધે હવે તો ટીચર્સ પણ અમને ઓળખવા માંડ્યા હતા.
    અમારો પરિવાર જૈન એટલે જ્યારે અમેરિકા આવવાનું થાય ત્યારે અમે મહુડી દર્શન કરીને નિકળતા. જો કે મહુડીના ઘંટાકર્ણ મહાવીર પર કોને શ્રધ્ધા નહી હોય?  જૈન અને જૈનેતર પણ હવે તો મહુડીના દર્શને આવતા થયા છે. મહુડીનો પ્રસાદ કહો કે આશીર્વાદ સમી રક્ષા પોટલી તો અમારે અવશ્ય અમેરિકા સૌ માટે લેતા આવવી એવો સૌનો આગ્રહ એટલે આ વખતે પણ અમે રક્ષા પોટલી લેતા આવ્યા. નાનકડી રિયાએ એની મમ્મીના હાથે રક્ષા પોટલી જોઇને એના હાથે પણ બંધાવી. સતત એના હાથ પર આ રક્ષા પોટલી જોઇને એના ટીચરે એને એક દિવસ રક્ષા પોટલી અંગે પૂછ્યું. રક્ષા પોટલીના મહત્વથી અજાણ એ સાડા ચાર વર્ષ નાનકડી રિયાએ કહ્યું
      “ I don’t know. My Nani knows..”રિયાએ મારી તરફ આંગળી ચીધી.
     એના ટીચરે અત્યંત ઉત્સુકતાથી રક્ષા પોટલી અંગે મને પૂછ્યું. ટીચર સમજી શકે એટલી સરળતાથી મેં રક્ષા પોટલીનું મહત્વ સમજાવ્યું કે,  રક્ષા પોટલી એ શ્રધ્ધાનું પ્રતિક છે. અમારા મન એ ઇશ્વરના આશીર્વાદ છે જે આપણી રક્ષા કરે છે.
    મારા આશ્ચર્ય વચ્ચે મિસિસ લોરીએ પૂછ્યું…. “ Can I have this please? Will you tie it to me? I really need this. I am suffering from so many problems.”
     અને તેમણે તેમના અને તેમના પરિવારની સમસ્યાઓ વિશે મને વાત કરી. બીજા દિવસે હું એમના માટે રક્ષા પોટલી લઈ આવીશ એવી મેં ખાતરી આપી.
    બીજા દિવસે મિસિસ લોરી મારી જ જાણે રાહ જોતા હતા. એમનો વિશ્વાસ મને પણ સ્પર્શી ગયો. એમના હાથ પર રક્ષા પોટલી બાંધતા પહેલા મેં મારા ચંપલ કાઢીને નવકાર મંત્રનું રટણ કર્યું. મારું જોઇને એમણે પણ શુઝ ઉતારીને આંખો બંધ કરી મારી સામે હાથ લાંબો કર્યો. રક્ષા પોટલી રિયાના જમણા હાથ પર જોયેલી એટલે જ કદાચ એમણે સીધો જમણો હાથ ધર્યો. મારે કહેવાની જરૂર પણ ના રહી. તે સમયે તેમના ચહેરા પર જે શ્રદ્ધાના ભાવ હતા એ જોઇને મને તાજુબી થઈ. રક્ષા પોટલી બંધાવી તે સમયે તેમના ચહેરા પર અને જ્યારે એમણે આંખો ખોલી ત્યારે આંખોમાં પણ જે આશાની લકીર જોઇ મેં મનોમન ઘંટાકર્ણ ભગવાનને પ્રાર્થના કરી. “ હે ઘંટાકર્ણ મહાવીર, મિસિસ લોરીની આપ પરની શ્રદ્ધા ફળજો.” મિસિસ લોરીએ પણ અત્યંત ભાવપૂર્વક બે હાથ જોડીને ઉપર બેઠેલા પરમતત્વ તરફ જોયું.
     ક્યાં મહુડી અને ક્યાં મેક્ફાર્લેન્ડ ? પણ મિસિસ લોરીને જોઇને એ સમયે સમજાયું કે ઇશ્વર પર સાચી શ્રદ્ધાને કોઇ સીમાડા હોતા જ નથી કે નડતા નથી. શ્રદ્ધા જ આપણને તારે છે અને તરતા રાખે છે. ઇશ્વર પરની શ્રદ્ધા જ માનવ પ્રત્યેની શ્રદ્ધાનો ઉદ્ભવ હશે ને?
- રાજુલ કૌશિક
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી