દિતવાની જડીબુટ્ટી
ઊભા ઊભા એ વાઘને જોયા કરતી હતી પણ એની નજીક જવાની હિંમત ચાલતી નહોતી. એ રોજ પેલી ગુફા પાસે જવા લાગી. ક્યારેક એ વાઘ માટે માંસ પણ લઈ જાય અને દૂર રાખી દે. સમય જતા બંનેને
એકબીજાની હાજરી પસંદ પડવા લાગી. વાઘે પણ હવે તાડૂકવાનું બંધ કરી દીધું. એક દિવસ તો સ્ત્રી વાઘ પાસે પહોંચી જ ગઈ અને વાઘના શરીર પર હાથ ફેરવવા લાગી. વાઘ કંઈ ન બોલ્યો એટલે ધીમેથી એની મૂછનો એક વાળ ખેંચી લીધો. દોડતી દોડતી એ સંન્યાસી પાસે ગઈ અને સંન્યાસીના હાથમાં વાઘનો વાળ
આપીને કહ્યું, “લ્યો મહારાજ આ વાઘનો વાળ અને હવે મારા પતિને વશ કરવાની જડીબુટ્ટી બનાવી આપો.” સંન્યાસીએ વાળને અગ્નિમાં નાંખી દીધો. પેલી સ્ત્રી ગુસ્સામાં બોલી, “તમે આ શું કર્યું ? હું મહામહેનતથી જે વાળ લાવી હતી એ માંથીજડીબુટ્ટીબનાવવાને બદલે તમે એને સળગાવી દીધો.” સંન્યાસીએ હસતાં હસતાં ઉત્તર આપ્યો, “બહેન, તને હજુ ના સમજાયું. જો પ્રેમ અને ધીરજથી વાઘ જેવું હિંસક પ્રાણી પણ વશ થઈ જતું હોય તો પછી તારો પતિ તો માણસ છે.” આપણે લોકોને વશ કરવા ઈચ્છીએ છીએ પણ એની સાચી રીત અપનાવી નથી અને એટલે લોકોનો પ્રેમ આપણે પ્રાપ્ત કરી શક્યા નથી. યાદ રાખજો પ્રેમ અને ધીરજ કઠણ
કાળજાના માણસને પણ પીગળાવી દે છે.
No comments:
Post a Comment