આ ચિત્ર જોઇને મારા મનમાં જે વિચારો આવ્યા એમાંથી એક ત્વરિત અછાંદસ કાવ્યની રચના થઇ ગઈ !આ ચિત્ર કાવ્યને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરુ છું. આશા છે આપને એ ગમે !
વૃક્ષ અને માનવીએકલું અટુલું વર્ષો જુનું આ જીર્ણ વૃક્ષઉભું છે કેવું ધસમસતા પુર વચ્ચે સ્થિર !જુનું થયું પણ એના મુળિયાં છે મજબુત.કાપ્યું નહીં એને માનવે,ભૂલથી જ કદાચ એ રહી ગયું હશે !પણ જુઓ કેવું કામ આવ્યું છે ,માનવીનો જાન બચાવવાને કાજ !માટે જ આ સૂત્ર સૌએ યાદ કરવું ઘટે-“વૄક્ષ બચાવો, એક દિવસ એ તમને એ બચાવશે”જીર્ણ થયેલ વૃક્ષ હો યા જીર્ણ માનવીએમનાં મુળિયાં હોય છે સદા મજબુત ,એમની અવગણના કદી કરવી ના ઘટે ,મુશ્કેલીમાં આ બેઉ જેવાં આવે કામમાંએવું બીજું કોઈ જ કામમાં ના આવે !====ચિત્ર હાઈકુમને બચાવ્યું ,જોયું ,મેં તારો કેવોજાન બચાવ્યો !

No comments:
Post a Comment