ગુજરાતી ભાષા અને બાળકોની સેવામાં એક ‘મોટ્ટો’ પ્રોજેક્ટ
મારા સહૃદયી મિત્ર શ્રી સુરેશ જાની વ્યવસાયે એન્જીનીયર તરીકે વરસોથી કામ કર્યું હોઈ, એમનામાં ગજબની તકનીકી સૂઝ બુઝ છે .
એમની ૭૨ વર્ષની ઉંમરે ૨૧મી સદીના એક ઉત્સાહી બાળકની જેમ રોજ કંઇક નવું જાણવાનો એ શોખ ધરાવે છે .આધુનિક ‘Scratch’ ટેકનોલોજીમાં ખંતથી ઊંડા ઉતરી એને આત્મસાત કરી ‘Scratch’ પર અવનવા પ્રોજેક્ટ એમણે જાતે તૈયાર કર્યા છે એ કાબિલે દાદ છે.
એમના એક છેલ્લા પ્રોજેક્ટ વિષે એમના બ્લોગ સૂર સાધનામાં પ્રગટ એમની પોસ્ટ વિનોદ વિહારના વાચકો માટે એમના આભાર સાથે અહીં રી-બ્લોગ કરું છું.
વિનોદ પટેલ
ઈ-વિદ્યાલય અને સ્ક્રેચ – બેના સુભગ સમ્મેલનથી એક નવા અને મોટ્ટા પ્રોજેક્ટની શરૂઆતની આ ઘોષણા છે.

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી, ત્યાં પહોંચી જાઓ.

બાળકો માટે એક જીવંત ( Animated ) શબ્દકોષ.
આ રહ્યો
આ ચિત્ર પર ‘ક્લિક’ કરી, ત્યાં પહોંચી જાઓ.
વાત જાણે એમ છે કે, ૨૦૦૧ની સાલમાં આ
લખનાર અહીંની સ્થાનિક લાયબ્રેરીમાંથી તેના દોહિત્રો માટે એક સોફ્ટવેર સીડી
લઈ આવ્યો હતો -. બાળકોને જીવંત ( Animated) ચિત્રો અને અવાજ સાથે અંગ્રેજી
ભાષાના પાયાના ૧૦૦૦ શબ્દો શીખવતો સોફ્ટવેર. બાળકો તો હરખભેર એ માણતા જ
હતા; પણ આ જણને પણ એ માણવાની મઝા જ કાંઈક ઓર હતી. એ વખતે એમ હમ્મેશ થતુંં
કે,
આપણી વ્હાલી ભાષા,
આપણાં વ્હાલા બાળકોને
શીખવતો આવો સોફ્ટવેર
હોય તો કેવું સારૂં?
‘Scratch’ પરના આ લખનારના એક વર્ષના
રિયાઝથી એવો સર્વાંગ સુંદર અને શક્તિશાળી તો નહીં, પણ એની નાનકડી પ્રતિકૃતિ
સમાન પ્રોજેક્ટ શરૂ કરી શકાયો છે. ઉપર બતાવેલા ચિત્ર પર ક્લિક કરી એ
‘પાયલોટ પ્રોજેક્ટ’ માણી લેવા/ નાણી લેવા વિનંતી. વાચકોને…
No comments:
Post a Comment