“માય ડેડી સ્ટ્રોંગેસ્ટ” ઈ-પુસ્તક વાંચવા માટે નીચેના ચિત્ર ઉપર ક્લિક કરો.
દરેક મનુષ્યના વ્યક્તિત્વ ઘડતરમાં એક માતા જેટલો જ પિતાનો ફાળો હોય છે એ ઘણીવાર ભૂલી જવાય છે. દર વરસે આવતા ફાધર્સ ડે ના દિવસે સૌ સંતાનો પિતાને યાદ કરી એમની સેવાઓ અને ત્યાગને એક યા બીજી રીતે નવાજે છે.
ઘર
અને બાળકો સંભાળવાની જવાબદારી માતાની હોય છે તો કુટુંબના નિભાવની જવાબદારી
માથે લઈને પરિશ્રમ અને સંઘર્ષ કરવામાં એક સાચો પિતા કદી કચાસ રાખતો નથી.
એના બાળકની આંગળી પકડીને એને પટાવી -સમજાવીને નિશાળે લઇ જનાર એક પિતા જ હોય
છે જ્યાં ગુરુઓ પાસેથી શિક્ષણ પામી બાળકના ભાવિનો પાયો રચાય છે.
અમેરિકાના હાલના પ્રેસીડન્ટ બરાક ઓબામાના આફ્રિકન પિતા બરાક ઓબામા સીનીયર એમને બાળપણમાં જ એમની માતા અને નાના નાનીના આશરે છોડીને એમના દેશ આફ્રિકા ચાલ્યા ગયા હતા . એમના બાળપણમાં તેઓએ એમના પિતાને ફક્ત બે વખત જ ટૂંકી મુલાકાતમાં જોયા હતા .
આ સંજોગોમાં એમને એમના પિતાનો જરાએ પ્રેમ ના મળ્યો એનો તેઓ એમના ફાધર્સ ડે ઉપરના પ્રવચનમાં ઘણીવાર અફસોસ વ્યક્ત કરતા હોય છે.પ્રેસિડન્ટ બરાક ઓબામાને એમના પિતા પાસેથી જે પ્રેમ ન મળ્યો એનો વ્યાજ સાથે બદલો એમની બે દીકરીઓ મલીયા અને શાશા પ્રત્યે પ્રેમ દર્શાવીને તેઓ કેવી રીતે વાળી રહ્યા છે અને એક પિતા તરીકેની આબાદ જવાબદારી નિભાવી રહ્યા છે એ આપણે નજરે જોઈએ છીએ.
આ ઈ-પુસ્તકના લેખો/ વાર્તાઓ/કાવ્યમાં દરેક લેખકે પિતાને યાદ કરી જીવનમાં પિતાએ આપેલ અમુલ્ય ફાળો, ત્યાગ અને પિતાની ગરિમાની મન મુકીને વાતો કરી જે સુંદર પિતૃ અંજલી આપી છે એથી આ ઈ-પુસ્તક એક યાદગાર સંભારણું છે બની રહેશે.
આ ઈ-પુસ્તકમાં મારા સ્વર્ગસ્થ પિતાશ્રીના જીવનની સત્ય કથા પર આધારિત વાર્તા “કર્મ યોગી” – ૧૩ મા ક્રમે છે એને વાંચવા માટે વિનંતી છે.

Sahradayi Modi

No comments:
Post a Comment