Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

4 August 2015

સ્વપને પણ સ્વપ્ન નહોતું.

સ્વપને પણ સ્વપ્ન નહોતું.

UNDREAMED DREAM COMES TRUE.
When i was studied in 10th, I wrote one of poem. Afterwards I wrote some short stories. Then I started to write a complete story. Once I finished three stories, made up with mind for publication. I visited some of book publishing house, but it was like frustration for me. In between period was blank for me, I stopped writing even poems.
When I migrated to Doha, Qatar; again I started writing. It was resulting to entry in blog word. Before I write more, I wish to say honest thing is that; my personal growth increased. Almost 45 countries people read my blog regular. In my blog’s page “ Hu ane mari duniya ”, first comment was written by Dr. Chandaravadan Mistry. We were in contact through our comments, so one day I dropped email to him. And I showed my wish about to book publication. Friends, it makes one strange for me, resulted my first book for short story collection. Initiation and encouragement given by Dr Chanadravadan Mistry. Thanks so much to him for his special dedication in my life.
One more blogger also I was in contact viz comments. We both decided for personal meeting. While my Amadavaad trip, and meeting with Shri Yuvaraj Jadeja, I found he is multi talented man. Like he is doing job in TV Chanel, actively perform for stage and special skill for writing. Sudden my mind got pinch shock. I told to him about one of my story can work for film. Dear friends, after that meeting, my story converted in Gujarati film; “ALWAYS RAHISHU SAATHE”. Dedication and support for film production is only goes to Yuvraj Jadeja. Thank you so much to him for his dedication and hard work. He is the only one man who managed to create full film.  Now I am official film producer.
A new banner has been born as  Kalp Cine Arts  in Gujarati film industry. Never dreamed that, even my name will scroll in film title. But with parent and god blessings my first film is now in editing and dubbing phase. After final touch we would like to release it soon.
Have a look to poster for our upcoming urban Gujarati film  “ALWAYS RAHISHU SAATHE”
ARS
સ્વપને પણ સ્વપ્ન નહોતું.
દશમાં ધોરણમાં ભણતો ત્યારે એક કવિતા મારાથી લખાઈ ગયેલી. ત્યાર બાદ ટૂંકી વાર્તા લખવા પ્રેરાયો અને પછી નવલકથા. ત્રણેક નવલકથા લખાઇ ગયા બાદ મેં અમુક પુસ્તક પ્રકાશકોની મુલાકાત લીધી પણ મારા હાથના લખેલા અક્ષરો પુસ્તકોમાં ના છપાયા. વચ્ચે એક દોર એવો આવી ગયો કે લખવાનું બંધ થઇ ગયું. જેમાં ઘણા બધા કારણો જવાબદાર હતા.
વળી દોહા, કતારમાં આવ્યો કે માળીયામાં કાટ ખાતી પેન ને ફરી કાઢી. પછી મારા પોતાના બ્લોગનો જન્મ થયો. બ્લોગમાં આવ્યા બાદ, ઘણા ગ્લોગર મિત્રો, વડીલો અને પ્રશંશકો મળ્યા. મારા વિશેના પેઈજ પર સૌથી પહેલી કોમેન્ટ લખી, મુરબ્બી અને વડીલ એવા ડોક્ટર ચંદ્રવદન મિસ્ત્રી એ. ઘણી કોમેન્ટોની આપલે બાદ, એક દિવસ શું સુઝ્યું કે તેમને એક ઈમેઈલ લખીને મારી બુક પબ્લીકેશન માટેની વાત કહી દીધી. અને દોસ્તો, એ હિંમતે એવો રંગ રાખ્યો કે મારી જીવનની પ્રથમ નવલિકા સંગ્રહની બુક લોકો સુધી પહોંચી. જેના માટે ડોક્ટર ચંદ્રવદન કાકા તથા પ્રકાશક શ્રી વિનોદ પ્રજાપતિનો ખુબ ખુબ આભારી છું.
મિત્રો વાતનો દોર આગળ વધારતા પહેલા એક કબુલાત કરી દઉં. બ્લોગમાં પ્રવેશ કર્યા બાદ મારા જીવનમાં ઘણો વિકાસ થયો. વિસ્તારથી ફરી ક્યારેક. એક બીજા બ્લોગર મિત્ર છે શ્રી યુવરાજ જાડેજા. અમે બંને કોમેન્ટની આપ લે કરીએ, તેના ફળ સ્વરૂપ રૂબરૂ મળવાનું નક્કી કર્યું. હું અમદાવાદ તો અવાર નવાર જાઉં, પણ જ્યારે બંને રૂબરૂ મળ્યા ત્યારે તેમની વાત દરમ્યાન એવું જાણવા મળ્યું કે તેઓ મલ્ટી ટેલેન્ટેડ છે. ટીવી ચેનલમાં જોબ કરે, રંગભૂમિમાં એકદમ સક્રિય. અને વિશેષ લખવાની આગવી અદા. આથી ધીરે રહીને મેં મારી ધૂળ ખાતી નવલકથા વિષેની વાત કાઢી. અને કોઈ તેમનો સોર્સ હોય તો મફતમાં ફિલ્મ માટે સ્ક્રીપ્ટ આપવાની તૈયારી બતાવી. એ વાતે પણ ગજબનો રંગ રાખ્યો. મારી એક નવલકથા ફિલ્મ સ્વરૂપે નિર્માણ પામી. અને હું કાયદેસરનો ફિલ્મ પ્રોડ્યુસર બની ગયો. અમારી આગામી ફિલ્મ “ ALWAYS રહીશું સાથે ” અત્યારે એડિટ અને ડબિંગ માટે તૈયાર થાય છે. ફાઈનલ ટચ આપીને અમે ફિલ્મ રીલીઝ કરીશું. ફિલ્મ નિર્માણ પામી છે એનો બધો યશ ફક્ત અને ફક્ત શ્રી યુવરાજ જાડેજા ને જાય છે. તેમનો ખુબ ખુબ આભાર.
મિત્રો, મેં કદી પણ નહોતું વિચાર્યું કે મારું નામ કોઈ ફિલ્મમાં પણ આવે. આ તો પરમ કૃપાળુના આશીર્વાદ થકી જ શક્ય બન્યું છે. આપ સૌને નમ્ર અનુરોધ છે કે મારી પ્રથમ ફિલ્મને સાથ સહકાર અને મને આશિષ સાથે ઉત્સાહ વધારવા કૃપા. ફિલ્મ બનાવતા પહેલા મારા પર બે વ્યક્તિએ આશીર્વાદનો વરસાદ કરેલો છે એવા ડોકટર ચંદ્રવદન મિસ્ત્રી અંકલ અને હિમતલાલ જોશી યાને પ્યારા આતા.

No comments:

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી