Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

5 August 2015

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ …વિનોદ પટેલ

યુ-ટ્યુબ પર પ્રકાશિત વિડીયો ….અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ …વિનોદ પટેલ

સ્વ. મકરંદ દવે ..સાંઈ
સ્વ. મકરંદ દવે ..સાંઈ

મારા પુસ્તક સંગ્રહમાં સાંઈ મકરંદ દવે લિખિત મને ગમતું એક સરસ પુસ્તક ” ભજન રસ ” છે. એમાં ઘણાં જુનો ભજનો ઉપર એમણે જે ટીકા એટલે કે રસદર્શન કરાવ્યું છે એ ખુબ જ મનનીય અને પ્રેરક છે.

આ પુસ્તક માંથી નરસિંહ મહેતાનું એક પદ ” અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ ” ને નિવૃત્તિમાંશરુ કરેલ એક નવી પ્રવૃત્તિ તરીકે તારીખ 3 ઑગ, 2015 ના રોજ મેં અપલોડ કરેલ પાંચમા યુ-ટ્યુબ વિડીયોમાં મને આવડ્યું એવું મેં ગાયું છે અને એ પછી આ ભજનના મકરંદ દવે ના રસસ્પદ રસ દર્શન નું પઠન પણ કર્યું છે.

મને આશા છે આ વિડીયો આપને ગમશે.

(વિડીયોમાં અવાજ કાને સાંભળવામાં ધીમો લાગે તો ઈયર ફોનની મદદથી એ સારી રીતે સાંભળી શકાશે.)

તત્વવેત્તા નરસિંહ મહેતાના આ જાણીતા ભજનનો પૂરો પાઠ નીચે વાંચો અને મારી સાથે તમે પણ ગાવાનો આનંદ લો.

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,… નરસિંહ મહેતા

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જુજવે રૂપ અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે … અખિલ બ્રહ્માંડમાં …

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે … અખિલ બ્રહ્માંડમાં …

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ સાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે … અખિલ બ્રહ્માંડમાં …

ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે;
મન-વચન-કર્મથી આપ માની લહે,
સત્ય છે એજ મન એમ સૂઝે… અખિલ બ્રહ્માંડમાં…

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ્ર તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈયો એ જ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે … અખિલ બ્રહ્માંડમાં…

– નરસિંહ મહેતા

No comments:

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી