નેટ બંધ હો જો અપના જગ સૂના સૂના લાગે
૨૫ ઑગસ્ટે ગુજરાતમાં વાતાવરણ અશાંત હતું. હાર્દિક પટેલના કારણે હિંસા ભડકી. વધુ હિંસા ન ભડકે તે માટે સરકારે મોબાઇલમાં ઇન્ટરનેટ કનેક્શન બંધ કરાવી દીધું.
ઇન્ટરનેટ કનેક્શન બંધ થઈ ગયું તો યુવાનોને લાગ્યું જાણે જીવવામાં કોઈ રસ જ ન રહ્યો. ફેસબુક અને વૉટ્સ એપ પર તો અંધારું છવાઈ ગયું. વૉટ્સ એપ અને ફેસબુક પર સૂનકાર થઈ ગયો. પહેલાં જ્યાં આખો દિવસ ટૂં ટૂં કે વ્હિસલનો અવાજ સતત ચાલુ રહેતો અને હજારો મેસેજ આવતા રહેતા ત્યાં હવે ડેટા બંધ હોવાના કારણે મેસેજનું આવનજાવન બંધ થઈ ગયું. મોબાઇલની તો જાણે બોલતી જ બંધ થઈ ગઈ! મોબાઇલની બેટરી પણ ફૂલ રહેવા લાગી. ચાર્જર પણ ગમગીન થઈ ગયું.
લોકોના ગરદનના અને પીઠના દુખાવામાં પણ તીવ્ર ઘટાડો નોંધાયો. યુવાન પેઢી માટે આનાથી મોટી સજા શું હોઈ શકે કે બહાર સંચારબંધી (કર્ફ્યૂ) અને ઘરમાં મોબાઇલમાં નેટ બંધ. ટીવી પર સૂર્યવંશમ્ જેવી એકને એક ફિલ્મ! સમાચાર ચેનલોમાં આખો દિવસ એક ને એક સમાચારથી ત્રાસ થાય. સાંભળ્યું છે કે હાર્દિક પટેલ પર તેના સાથી પટેલ યુવાનોનું પ્રેશર વધી રહ્યું છે. તેમના સાથીઓ કહી રહ્યા છે, “બે યાર, તારું આંદોલન ગયું ચૂલામાં, નેટ ચાલુ કરાવ યાર.” આ કારણે હવે હાર્દિક આંદોલન પાછું ખેંચવાનું વિચારી રહ્યો છે.
ઘરે ટાઇમ પાસમાં નવી પેઢીના લોકો છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવેલા દર્દભર્યાં ગીત (બે)સૂરીલા અવાજમાં ડેટાને સંબોધીને કંઈક આવી રીતે ગાઈ રહ્યા છે:
(૧) મૈં તો જિયા ના મરા
હૈ વે દસ મૈં કી કરા
કનેક્શન જૂડે બિના હી તૂટ ગયે ડેટા મિલે બિના હી છૂટ ગયે
કિ લિખે ને લેખ કિસ્મત ને
બાર બાર રોયે અખિયાં તૈનૂ જો ના વેખ સકિયા
ખોલે આયે આજ સરકાર ને
નેટ જો બંધ હો અપના
જગ સૂના સૂના લાગે
મેસેજ જો આયે ના અપના
જગ સૂના સૂના લાગે
તો યે ક્યોં હોતા હ ૈ
યે દિલ ક્યોં રોતા હૈ
રોયે સિસક સિસક કે
(ફિલ્મ: ઓમ્ શાંતિ ઓમ્)
(૨) ના હૈ યે આના
ના જાના હી હૈ
તેરા ના હોના જાને
ક્યોં હોના હી હૈ
તુમ સે હી દિન હોતા હ ૈ
સૂરમઈ શામ આતી હૈ
તુમ સે હી તુમ સે હી
(ફિલ્મ : જબ વી મેટ)
(૩) કૈસી તેરી મનમરજી
ના મોબાઇલ ચાલુ ના વાઇફાઇ
કૈસી તેરી મનમરજી
મોહતાજ હો ગયે હમ પાઈપાઈ
(ફિલ્મ: યે જવાની હૈ દીવાની)
(૪) તુઝ સંગ બૈર લગાયા એસા
રહા ના મૈં ફિર અપને જૈસા
હા રહાં ના મૈં ફિર અપને જૈસા
મેરા નામ યુઝર
તેરા નામ ડેટા
મેરા નામ, તેરા નામ
મેરા નામ ડેટા
(ફિલ્મ: ગોલીયોં કી રાસલીલા રામ લીલા)
(૪) નહીં જીના તેરે બાજુ
નહીં જીના નહીં જીના
મૈં તેનૂ સમજાવાં કિ
ના તેરે બિન લગદા જી
તૂ કિ જાને પ્યાર મેરા
મૈં કરું ઇંતઝાર તેરા
તૂ દિલ તૂ યો જાન મેરી
(ફિલ્મ: હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાં)
(૫) ડેટા બુલાવા જાને કબ આવે
ડેટા બુલાવા આવે જબ આવે
મૈં તો કોલ તેરે રહના
મૈં તો કોલ તેરે રહના
મૈં તો બૈઠાં કોલ તેરે
(ફિલ્મ: હંસી તો ફસી)

No comments:
Post a Comment