Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

4 August 2015

વેલૅન્ટાઈન-ડે’

વેલૅન્ટાઈન-ડે’

ફરી વૅલેન્ટાઈન ડે આવી પહોંચ્યો :

ચાલો, ‘પ્રેમજાળ’માં ‘ફસાવા’ માટે કોણ તૈયાર છે ?

“અમેરીકામાં એક સ્થળે મારું પ્રવચન પુરું થયા પછી એક શ્રોતાએ મને પ્રશ્ન પુછ્યો, ‘ભારતમાં શાળાઓમાં અભ્યાસ કરતા વીદ્યાર્થી- ઓના વાલીઓની સૌથી મોટી ચીંતા કઈ હોય છે ?’ મારો ઉત્તર હતો, ‘પંદર-સોળ વર્ષની દેખાવડી છોકરીને સડકછાપ ટપોરીઓના સકંજામાં ફસાતી કેમ બચાવવી, તે સરેરાશ વાલીની સૌથી મોટી ચીંતા હોય છે !’ ફરી એક વાર ‘વેલૅન્ટાઈન-ડે’ આવી પહોંચ્યો છે. નીર્દોષ, માસુમ, મુગ્ધાવસ્થામાંથી પસાર થતી સગીર વયની છોકરીઓને ફસાવવા માટેનું મંગલ પર્વ ! ભારતીય સંસ્કૃતીના પુરસ્કર્તાઓ ઘાંટા પાડી પાડીને થાકી ગયા કે, ‘અશ્લીલ, બીભત્સ ડેઝની ઉજવણી બંધ કરો’ પરંતુ એમની વાત કોણ સાંભળે ?

નોંધ: આ લેખમાં હવે પછી જ્યાં જ્યાં ‘પ્રેમ’ શબ્દ પ્રયોજાયો છે ત્યાં ત્યાં એનો અર્થ ‘સેક્સ’ સમજવો અને કરવો.”

_____________________________________________________________________________

(લેખાંક – પહેલો)

ગયા અઠવાડીયે આધુનીક ‘પ્રેમ’ની પરીભાષા સમજાવતો અદ્ ભુત અને સૌ પ્રેમીઓની આંખ ખોલી નાંખે તેવો કીસ્સો પ્રકાશમાં આવ્યો. ‘પ્રેમ’નું મંગલ પર્વ નજીક છે ત્યારે આ કરુણ પ્રેમકહાણી પર નજર નાંખીને પછી ચર્ચા આગળ વધારીએ–

‘અઢાર વર્ષ પુર્વે જોધપુરની એક શાળામાં નવમા ધોરણમાં ભણતી છોકરી, એની સાથે અભ્યાસ કરતા એની જ ઉંમરના એક ટપોરીના પ્રેમમાં પડી. પ્રેમકહાણી આગળ ચાલી. છોકરી કૉલેજમાં દાખલ થઈ પછી પણ એ પ્રેમ સમ્બન્ધ ચાલુ રહ્યો. (ફરીથી નોંધી લો; જ્યાં ‘પ્રેમ’શબ્દ આવે ત્યાં ‘સેક્સ’ વાંચવું.) ત્યાર પછી છોકરી પુખ્ત વયની થઈ એટલે સુરતના એક બીઝનેસમેન સાથે એનાં લગ્ન થઈ ગયાં. લગ્ન પછી પણ પેલા ટપોરીએ આ યુવતીનો અને યુવતીએ ટપોરીનો સાથ ન છોડ્યો. સાચો ‘પ્રેમ’ હતો ને ! દરમ્યાનમાં, ટપોરીને જોધપુરમાં જ મહીને ત્રણ હજાર રુપીયાના પગારની વૉચમેનની નોકરી મળી ગયેલી. એનાં લગ્ન પણ થઈ ગયાં. એ દર મહીને બેફામ ખર્ચ કરતો એટલે પૈસા ખુટી પડતા. પૈસા ખુટે એટલે ટપોરી સુરત આંટો મારી જાય, પ્રીયતમાને મળે, પ્રેમ કરે અને દરેક ફેરે પાંચ હજાર રુપીયા ખીસામાં મુકી પાછો જોધપુર જતો રહે. બીઝનેસમેનની પત્ની બે મોબાઈલ ફોન રાખતી !એક પરથી પેલા ટપોરી સાથે સતત પ્રેમાલાપ અને એસએમએસની આપ-લે ચાલ્યા કરે. લાંબે ગાળે પતીને ખબર પડી એટલે એણે અનૈતીક સમ્બન્ધ તોડવા માટે પત્ની પર ભીંસ વધારી. ગયા અઠવાડીયે ટપોરી સુરત ઉઘરાણીએ નીકળ્યો ત્યારે લાચારીવશ યુવતીએ પાંચ હજાર રુપીયા આપવાની ના પાડી. (પ્રેમ કરવાની ના નહીં પાડી હોય એવું મારું માનવું છે.) ટપોરીને પ્રેમ મેળવવા કરતાં વધુ રસ પાંચ હજાર રુપીયા મેળવવામાં હતો. પૈસા નહીં મળ્યા એટલે ટપોરીએ પોતાના હાથે પોતાની ‘વૅલેન્ટાઈન’નું ક્રુરતાપુર્વક ખુન કરી નાંખ્યું ! બાહોશ પોલીસ અધીકારીઓ સદ્ ગત યુવતીના મોબાઈલ ફોન પર નોંધાયેલા પ્રેમસંદેશાઓને આધારે જોધપુર પેલા ટપોરી સુધી પહોંચી ગઈ અને તેને પકડીને જેલમાં ધકેલી દીધો.’

જે પ્રેમીજનો ‘વૅલેન્ટાઈન ડે’ના મંગલ પર્વે આ પ્રેમકહાણીનું પારાયણ કરશે તેઓ પોતાને સડકછાપ ટપોરીઓથી બચાવી શકશે અને અપમૃત્યુથી બચી શકશે.

ઉપરોક્ત પ્રેમકહાણીનું થોડુંક વીશ્લેષણ કરી લઈએ ? નવમા ધોરણમાં ભણતી અને એક માસુમ–અબુધ છોકરી ચૌદમા વર્ષે પોતાને માટે પ્રીયતમ પસંદ કરે છે ! છોકરાને પરખવાની અને એના ગુણદોષ તપાસવાની એ કન્યાની ક્ષમતા કેટલી ? પણ ભાઈ, એ તો ‘લવ એટ ફર્સ્ટ સાઈટ’ હતો, પ્રથમ દૃષ્ટીએ થયેલો પ્રેમ હતો, એને કંઈ થોડો અવગણાય ? બીચારી ભોળી યુવતી, લગ્ન પછી પણ જુના પ્રેમીને તન, મન અને ધન (રુ. 5000/- અંકે પાંચ હજાર પુરા પ્રત્યેક ફેરાના !) અર્પણ કરતી રહી. જ્યારે પતીના દબાણથી લાચાર બનીને એણે પાંચ હજાર રુપીયા આપવાનો ઈન્કાર કર્યો તો પેલા આધુનીક મજનુ એના બે વર્ષના બાળકની સામે જ એનું ખુન કરીને ભાગી ગયો.

બીજી એક વાત, એ આધુનીક યુવતી ‘ગૃહીણી’ હોવા છતાં; બબ્બે મોબાઈલ ફોન રાખતી હતી ! પતીની વીનંતી, કાકલુદી, સુચના બધું અવગણીને એણે સ્વચ્છંદ રીતે વર્તવાનું ચાલુ રાખ્યું હશે ને ? ટપોરીમાં મુકેલા વીશ્વાસનો ભંગ થયો તેથી અંતીમ પળોમાં એને કેટલી છટપટાહટ થઈ હશે, કેટલો પશ્વાત્તાપ થયો હશે ? ભારતની અદાલત હવે બે ત્રણ દાયકા સુધી કેસ ચલાવીને ટપોરીને યોગ્ય સજા ફટકારે એવી અપેક્ષા રાખીએ.

મને નીયમીત રીતે કેટલાક વાલીઓ તરફ્થી પૃચ્છા થતી રહે છે; ‘અમારી દસમા ધોરણમાં ભણતી પુત્રી ગુમરાહ થવા માંડી છે, શું કરીએ ? અમારી નવમા ધોરણમાં અભ્યાસ કરતી પુત્રી આખો દીવસ મોબાઈલ ફોનને વળગેલી રહે છે. અમે એ મોબાઈલ-ફોન ચૅક કરી શકીએ ? અમારી અઢાર વર્ષની પુત્રી પાંચ-સાત ખરાબ છોકરા-છોકરીઓની સંગતમાં ફસાઈ ગઈ છે. એના જ ક્લાસમાં અભ્યાસ કરતી એક છોકરીએ મને ફોન કરીને જણાવ્યું, ‘અંકલ, તમારી દીકરી અત્યારે ફલાણા સરનામે એના મીત્રો સાથે ગ્રુપસેક્સ માણી રહી છે. એનું દ્વીચક્રી વાહન ત્યાં જ પડેલું તમને દેખાશે. એને બચાવી શકાય તો બચાવી લો, જો કે હવે ખુબ મોડું થઈ ગયું છે.’ ફોન પત્યો કે તરત ધંધો પડતો મુકીને હું પેલા સરનામે દોડીને પહોંચ્યો તો બાતમી સાચી નીકળી. હું છોકરીને મારપીટ કરીને ઘરે તો લઈ આવ્યો; પરંતુ હવે શું કરવું ? હું ક્યાં સુધી એનો ચોકી પહેરો કરીશ ?’

આ તમામ પ્રશ્નોના ઉત્તર આપણે ખોળવા પડશે. એકવીસમી સદીનો યક્ષ પ્રશ્ન આ છે, ‘ચૌદ–પંદર વર્ષની દેખાવડી છોકરીને શીકારીઓની પ્રેમજાળમાં ફસાતી કેમ રોકવી ? એક વાત ચોક્કસ છે, જેમણે પોતાનાં સંતાનોને ગળથુથીમાં જ સારા સંસ્કાર આપ્યા છે એમને માટે ચીન્તાનું કોઈ કારણ નથી. સંસ્કારી છોકરીઓ તો જંગલી વરુઓને એમની ભુખી–પ્યાસી નજર પરથી જ પારખી લે છે. અને એમનાથી દુર ભાગે છે. એટલે જેઓ કુટુમ્બમાંથી પાયાના સંસ્કાર મેળવીને આવેલા છે એમને માટે કોઈ પ્રશ્ન નથી. આવાં સંતાનોનાં માતા-પીતા પણ નીશ્ચીન્ત રીતે સંતાનો પર વીશ્વાસ મુકે છે અને એમણે કદી નીરાશ થવું પડતું નથી.

જે બદચલન યુવતીઓ સ્વભાવગત રીતે રોજેરોજ પુરુષો બદલવા ટેવાયેલી હોય એમને માટે કોઈ પ્રશ્ન હોતો નથી. (એમને મળવાનું થાય ત્યારે પુરુષે પોતાની લાજ બચાવવાની રહે !) સમાજના સદ્ નસીબે આવી યુવતીઓની સંખ્યા નહીંવત્ હોય છે. જે યુવતીઓ પુખ્તવયે, વીસ-બાવીસની ઉંમર વીતાવ્યા પછી જાણી-સમજીને ટપોરીઓથી છેતરાય છે કે એમની પ્રેમજાળમાં ફસાય છે એમને પણ આપણે હાલપુરતું આપણી ચર્ચામાંથી બાદ રાખીએ છીએ.

સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છોકરા–છોકરીઓનો છે, જેઓ મુગ્ધાવસ્થામાં ચૌદ, પંદર કે સોળ વર્ષની ઉંમરે સામા પાત્રની પ્રેમજાળમાં ફસાઈને બરબાદ થાય છે, બ્લેકમેઈલ થાય છે અને જાન ગુમાવે છે. જ્યારે તરુણાવસ્થામાંથી પસાર થતી કોઈ તરુણી આત્મહત્યા કરે ત્યારે એને એની જ ઉંમરના બૉયફ્રેન્ડ દ્વારા છેતરવામાં આવી હોવાની સંભાવના વીશેષ હોય છે. બૉયફ્રેન્ડના દુરાગ્રહને વશ થઈ પ્રેમનો આનંદ લુંટ્યો, હવે પરીણામ નજર સામે દેખાઈ રહ્યું છે. બૉયફ્રેન્ડ તો સમાચાર સાંભળીને જાન બચાવવા ભાગી છુટ્યો. હવે શું કરવાનું ? કરી લો, આત્મહત્યા ! બૉયફ્રેન્ડને તો વૅલેન્ટાઈન ડે આવશે એટલે બીજો, ત્રીજો કે ચોથો શીકાર મળી જ રહેવાનો છે !

એમ.એડ્.નો મારો એક તેજસ્વી વીદ્યાર્થી સુરત શહેરની કહેવાતી શ્રેષ્ઠ શાળામાં માધ્યમીક વીભાગમાં વીજ્ઞાન ભણાવે છે. એણે મને ચોંકાવનારી માહીતી આપતા કહ્યું, ‘સર, મારા ક્લાસમાં બારમા ધોરણમાં અભ્યાસ કરતો દુર્જન (ઓળખ છુપાવવા નામ બદલ્યું છે) રોજ કારમાં બેસીને સ્કુલે આવે છે. એના પીતાજી ટૅક્સટાઈલના બીઝનેસમાં મોટા ઉદ્યોગપતી છે. દુર્જને એક દીવસ રીસેસમાં પોતાના ક્લાસના છોકરાને કહ્યું, ‘મેં આજ સુધીમાં સાત છોકરીઓને ભોગવી છે, હજુ ઘણી બધી લાઈનમાં ઉભી છે !’ મેં ક્લાસ પાસેથી પસાર થતી વખતે કાનોકાન આ વાત સાંભળી. છોકરાને બોલાવી થોડીક સલાહ આપી છે; પણ કોઈ ફેર પડે તેમ લાગતું નથી. લાઈનમાં ઉભેલી છોકરીઓના ભાગ્ય ખુલી જશે ! આવા કીસ્સા એકલ-દોકલ બને છે એવું માનવાની ભુલ કરવા જેવી નથી.

માતા-પીતા નવમા-દસમા ધોરણમાં અભ્યાસ કરતાં સંતાનોના મોબાઈલ ફોન ચૅક કરી શકે કે નહીં ? મારો જવાબ છે, ‘બેશક,’ એમણે સમયાંતરે સંતાનોને વીશ્વાસમાં લઈને એમના મોબાઈલ ફોન ચૅક કરવા જ જોઈએ.’ મેં જ્યારે એક વાલીમંડળની સભામાં આ વીચાર વ્યક્ત કર્યો ત્યારે આધુનીક મોંઘાં વસ્ત્રોમાં સજ્જ એક યુવાન વાલીએ મને ગંભીરતાથી પડકાર્યો, ‘તમે કઈ સદીમાં જીવો છો ? મારી દીકરીનો મોબાઈલ ફોન હું કેવી રીતે ચૅક કરી શકું ? કોઈ પણ પીતાને એવો અધીકાર કેવી રીતે મળે ?’

ત્યાર પછી મેં એમને મારું દૃષ્ટીબીંદુ વીસ્તારથી સમજાવ્યું અને અંતે એ પણ પુછી લીધું, ‘તમે તમારાં પંદર વર્ષના સંતાનને મોબાઈલ ફોન શા માટે અપાવો છો તે મને સમજાવશો ?’ તરુણાવસ્થામાં સ્માર્ટ છોકરા–છોકરીઓને ગુમરાહ થવામાં, ખોટે માર્ગે જવામાં, સૌથી વધુ મદદરુપ થનારાં બે સાધનો છે, દ્વીચક્રી વાહન અને મોબાઈલ ફોન. જો શીસ્ત અને સંયમ સાથે બન્નેનો ઉપયોગ થાય તો તરુણો માટે એ બન્ને સાધનો આશીર્વાદરુપ, નહીં તો મોતનો પયગામ !

(ક્રમશ:)

–શશીકાંત શાહ

‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરત

No comments:

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી