Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

6 September 2015

વિરામમાં વ્યસ્તતા !

વિરામમાં વ્યસ્તતા !

વિરામમાં વ્યસ્તતા !
એક વર્ષ બાદ જેની રાહ જોવાય તે જુલાઈ અથવા ઓગષ્ટ મહિનો. આ બે મહિનામાં બધા વારા ફરતી વેકેશન માણી લે. આના લીધે કંપનીમાં પણ કામ કરવાના કલાકો વધી જાય. ચેક ઇન કરીને ફ્લાઈટમાં બેસીએ ત્યારે વતન અને તેના સ્મરણો વાગોળતા હૈયું હરખાય. મારા માટે આ વખતે ફ્લાઈટમાં બેઠા બેઠા ઓછા દિવસોમાં વધુને વધુ કામ કેમ પતાવવું અને વધુમાં વધુ લોકોને મળી શકાય તેવાજ વિચાર કર્યા. ઓફિસમાં બધાની વિશ લઈને નીકળ્યો કે બોસ મળી ગયા. વિશ સાથે મને કહ્યું કે આ વેકેશનમાં ક્યાંય ફરવા જવાના કે ? ના માંજ જવાબ આપીને હું નીકળી ગયેલો.
મિત્રો વધુ તમને બોર ના કરતા એક વાત જરૂર ટાંકીશ કે જયારે પણ હું કોઈ બ્લોગરને મળું ત્યારે હિસ્ટરી બને છે. આ વખતે હું સૌના પ્યારા એવા મૌલિક રામી ને મળ્યો. મૌલિક રામી વિષે લખું તો કદાચ એક નવલકથા બની જાય પણ એટલું જરૂર કહીશ કે ચારેક કલાક તેમની સાથે વિતાવેલા, એમાં ખોબે ખોબે વાતો કરી;જાણે બંને વર્ષોના મિત્રો હોઈએ ! તેમને મળ્યા બાદ ખુબ હર્ષ થયો કે એકદમ વ્યસ્ત હોવા છતાં પણ અડધા દિવસનો સ્લોટ તેમના માટે ફાળવીને હું ધન્ય બન્યો છું. એક અફસોસ રહી ગયો કે પહેલી મુલાકાતને કચકડે કંડારી ના શક્યો. કારણ પણ નાજુક હતું; કહેવાય કે વાતોના વડામાં પાણી પીવાનું ભૂલી ગયા. આ લખતા લખતા પણ તેમની નમ્રતા મારી આંખો સમક્ષ તરી રહી છે. અને સૌથી વિશેષ વાત તો એ બની કે તેમની સહાય થી વી.ટીવી ચેનલમાં અમારી ફિલ્મ ટીમના ઈન્ટરવ્યું પણ ગોઠવી આપ્યા. એક નવો મિત્ર મળ્યાનો આનંદ હૈયે ધરબી દીધો.
મારી ગુજરાતી ફિલ્મ ALWAYS રહીશું સાથે ના એડીટીંગમાં હું અને ડીરેક્ટર યુવરાજ જાડેજા એટલા વ્યસ્ત હતા કે કયારેક વડાપાંવ ખાઈને ચલાવી લેતા. મુખ્ય વાત કહું તો આ ટ્રીપમાં ચાર ઈન્ટરવ્યું થયા. જેમાં અગ્રેસર ન્યુઝ પેપર માટે, બીજું વી.ટીવી. ચેનલ માટે ત્રીજું સીનેમેજીક મેગેજીન માટે અને ચોથું ગુજરાતી ચેનલ માટે. આ બધા પબ્લીશરો અને બ્રોડ કાસ્ટિંગ સાથે સંકળાયેલ ઓફિસરોનો ખુબ ખુબ આભાર. મિત્રો ખુબ રસ લઈને ફિલ્મ માટેના સમાચાર વાંચતો કે ચેનલ જોતો વ્યક્તિ પોતાને જુએ કે પોતાનો ઈન્ટરવ્યું વાંચે ત્યારે કેટલો હરખાય તે આપ સૌ સમજી તો શકો જ !
અને છેલ્લી વાત એ ટાંકીશ કે, ફિલ્મ રામ-લીલા હિન્દી ફિલ્મમાં ગીત ગાઈને પ્રખ્યાત બની ગયેલા સિંગર એવા શ્રી ઓસમાણ મીર સાથે મુલાકાત થઇ. અમારી ફિલ્મમાં એક ગઝલ ફ્લેવર સાથેનું ગીત રેકોર્ડીંગ દરમ્યાન એમની સાથે થયેલ મુલકાત પણ એટલીજ યાદગાર રહી. વગર સંગીતે એમને સાંભળ્યા ત્યારે માની ગયો કે એમજ કઈ સિંગર બની જવાતું નથી.

No comments:

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી