ઘમ્મર વલોણું- ૧૪
કરમાયેલ ચહેરો અરીસામાં જોઇને તો ખુદ પર પણ
દયા આવે છે. જરા પણ નવાઈ પામવા જેવું નથી કે ઉતરેલો ચહેરો જોઇને કોઈ પણ
બોલાવતા ખચકાય. ઉદાસ રહેવું તો મને પણ નથી ગમતું !
જરા અમથું ઊંડું વિચારું કે ચહેરો વિલાઈ
જાય છે. જરા અમથું કોઈના દુઃખ વિષે વિચારતા ગમગીન બની જવાય છે. સ્મિત
રાખેલો ચહેરો સૌ કોઈને ગમે. લોકો એટલું જ કહેશે ‘ બહુ ખુશ છો ને ! ’
પણ ગમગીનીનું આવરણ ઓઢીને કોઈની નજરે ચઢ્યા કે સવાલોનો મારો ચાલુ થઇ જશે. અને ક્યારેક જવાબો આપીને થાકી જતા વધુ ગમગીન થઇ જવાય !
તાજા ખીલેલા ગુલાબના ખીલેલા ફૂલોનું
મુશ્કાન જોઇને એમની ઈર્ષ્યા કરવા કરતા એમનું સ્મિત જ ઉછીનું લઇ લીધું. કે
કળીઓમાંથી અવાજ આવ્યો ‘ હવે કંઈક ઠીક છે. ’ હોઠોથી સ્મિતને વેગળું કરીને
હળવાશ લાવી દીધી.
ફરરર કરતુ એક પક્ષી બાજુના છોડ પર આવીને
બેઠું. તેની સ્વતંત્રતા અને નિખાલસતા આંખે વળગીને ખટકે; કે પાછું મન ઉદાસ
થાય તેના કરતા ચુપચાપ એને જોયા કર્યું. ચાંચને ટટ્ટાર કરીને ડોકીને આસપાસ
ઘુમાવે છે. વળી ચાંચને સાફ કરીને આકાશ સામે જોઇને કશું બોલ્યું. તેનો અવાજ
તો બીજે ગયો ને બીજા ત્રણ ચાર પક્ષીઓ દોડી આવ્યા. નથી કોઈની ચિંતા કે નથી
તો કોઈ બીજાના દુઃખ વિષે વિચારે છે ! ચણ ચણ બગલી અનાજની દાણ અને થોડા બિંદુ
પાણી મળી ગયું કે હાઉક કરતો દિવસ પસાર કરી લેશે.
ગમગીની કે દુઃખ તો મારા દુર્બળ વિચારોને
પરિણામે ઉત્પન્ન થયેલ બીજ માત્ર નથી ? નિરાશા અને માની લીધેલી હાર જ તો આના
ઉન્મત ઉદાહરણો ખરા ! પામું તો જીત અને નિરાશા ને જ હાર માની લીધી; તો
હઠાગ્રહ પણ કોની સાથે ? ખુદની સાથે જ ને !
No comments:
Post a Comment