પ્રાર્થના
ક્યાંરે શોધુ જઇ રંગ
ફુવારો,
કયાં યે ન
છાંટ લગાર રે,
તોયે જોઉ હું રંગથી
સઘળી,
ફુલોની રોજ કતાર
રે.
ક્યાંયે ન દીઠુ બુંદ
આકાશે,
કયાંયે ન વર્ષણ
હાર રે,
તોયે સુકા આ આભથી
વરસે,
અમૃત અનરાધાર રે.
ક્યાંયે ભરેલા કોઇ
યે દીઠા,
ભોજનના ભંડાર રે,
કણ દે કીડીને હાથીને
મણ દે,
દુનિયાનો દાતાર રે.
કેવું શીવ્યું આ
ખોડિયું જેમાં,
ટાંકો નહીં કે તાર રે,
ક્યાં રે શોધું જઇ
સોય દોરો કે,
ધાગાનો વણનાર રે.
ક્યાં રે શોધુ જઇ
રંગ ફુવારો,
No comments:
Post a Comment