પુરા જીવનની વસંત એટલે યુવાની, આ અવસ્થામાં કોઈ પણ વ્યક્તિ
પાગલ હોય છે,
જરા હટકે હોય
છે. નેરો જીન્સ ,
એક્સ્પેન્સીવ
સુજ,
સારો મોબાઈલ, એન્જીનીયરીંગ કોલેજમાં
અભ્યાસ ,
એકાદ બે ગર્લ
ફ્રેન્ડ ….
આટલી આશા તો
આપને આ અવસ્થા પાસે રાખી શકીએ. હા વળી થોડીક કવિતા લખી કવિ બની જવાય અને સમાજની વ્યવસ્થા પર કટાક્ષ
કરી લેખક. આ અવસ્થામાં સમાજ અને તેની વ્યવસ્થા હમેસા બાધા રૂપ લાગે જ છે. છોકરીઓ માટે આ અવસ્થા વિશેષ બની રહે
છે…યુવાનીમાં બધા જ ધૂની હોય છે, બધાને કસુક કરી છૂટવાની તમન્ના હોય
જ છે.દરેક યુવાન તીખા તમતમતા ચાટ જવો હોય છે, દરેક યુવાન છરીની ધાર જેવો હોય છે, દરેક યુવાન પ્રેમના ઓક્સિજન
પર જીવતો હોય છે,
સ્વપ્નોના
આકાશમાં ઉડતો હોય છે.
“કિસીકે વાસ્તે હો તેરે
દિલમે પ્યાર,જીના ઇસીકા નામ હૈ.” ગીત સંભાળતા તેની આંખોમાં
આંસુ આવી જાય છે,વળી”રંગદે બસંતી” જોતા જ બધું જ બદલી નાખવાનો તરવરત
તેને પાગલ કરી નાખે છે.
દરેક યુવાન હિન્દ મહાસાગરમાં આવેલા તોફાન જેવો
છે.પણ જીવનના વર્ષો આગળ નીકળી જાય છે આ બધું પાછળ રાહી જાય છે, તે પ્રશાંત મહાસાગર જેઓ શાંત
બની જાય છે,
જેમાં ઉત્સાહનુ
મોજું ક્યારેક જ આવે છે, અને આવે પણ છે તો કિનારે પહોંચતા સુધીમાં તૂટીને વેરવિખેર થઇ જાય છે.
તેનામાં જીવતા સ્વમીવીવેકાનંદ ક્યાંક ખોવાય જાય છે, માઇકલ જેક્સન તેના હાડકાના દર્દ પાછળ
છુપાય જાય છે,કવિ તો અજાગ્રત અવસ્થામાં
ઠેલાય જાય છે.તેને સમજાય છે કે કોલેજના લેક્ચર બંક કરવા સહેલા હતા હવે તો બોસની
પરમીશન વિના ટોયલેટ પણ નથી જવાતું, ગર્લ ફ્રેન્ડની સાથે પિક્ચરમાં જવું
મજાનું હતું પત્ની સાથે શાન્તીથી ડીનર પણ નથી લય શકાતું.
ટુંકમાં
યુવાની પાછળ છૂટી જાય છે સાથે તેના સપના, તેની ઉમ્મીદ ,
જોસ,,તેની બધી જ નિશાની
પણ પાછળ છૂટી જાય છે. જેવો આ બધી બાબતોને નથી ગુમાવતા તેઓ જીવનની દરેક અવસ્થામાં
યુવાન રહે છે, તેઓ જ સફળતા પામે છે ,
કંઇક
કરી બતાવે છે….
આવા એવરગ્રીન યુવાનોને દિલથી સલામ…….
“stay young at last movment of life…..”
No comments:
Post a Comment