Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

8 May 2016

શું આ દેશનો યુવાન આટલું કરશે!(જળસમસ્યા અને નિરાકરણ)

શું આ દેશનો  યુવાન આટલું કરશે!

(જળસમસ્યા અને નિરાકરણ)
શ્રી કે.કે.પટેલ

        ધોમધખતાવૈશાખના વાયરા જીવમાત્રને પરસેવે રેબઝેબ કરી રહ્યા છે ત્યારે સમ્રગ દેશમાં સાથે સાથે જળસંકટના સમાચાર પણ આગ ઓકતા હોય તેમ લાગી રહ્યું છે. જળ એજ જીવન છે અને જળ વિના સંકટો ડગલે ને પગલે ડોકાતા હોય છે એ આપણે સૌ જાણીએ છીએ.આ સંકટના સર્જક આપણે જ છીએ.વૃક્ષોનુ નિકંદન,જંગલોનો વિનાશ એ આપણી અવિચારી પ્રવૃત્તિઓ આ સમસ્યા માટે જવાબદાર છે. આ સમસ્યાના નિરાકરણ માટે આપણે શું કરી શકીએ તેની એક સુંદર ગાઇડલાઇન મધ્ય ગુજરાત વકીલસેલ પ્રદેશ ભાજપનાંકન્વીનરઅને પૂર્વ કપડવંજ નગરપાલિકા પ્રમુખ શ્રી વિનોદ ગાડીએ આપી છે તે અપનાવવા જેવી છે.
        આવતીકાલના સમાજમાં શિક્ષણ અને જાગૃતિ દ્વારા યોગ્ય દિશામાં આગળ વધી આ સમસ્યાનો ઉકેલ મેળવી શકાય તેમ છે.સમસ્યા આપણી છે અને ઉકેલ પણ આપણે જ લાવવાનો છે એટલે આપણે સૌ સાથે મળી ક્યાંક વધારાનું કામ મળે તો પણ તેનો સહર્ષ સ્વીકાર કરી સમસ્યાના નિવારણ માટે કંઇક કરી શકીએ તેમ છીએ.
        જો ગુજરાતભરના ગ્રામસેવકો અને તલાટીઓ તેમના સેજામાં આવતા ગામોમાં કુટુંબ નિયોજનના કેસોની શોધ કરે છે તેમ કૂવાઓનો ટાર્ગેટ બનાવે. આવા કૂવાઓ શોધી પંદર જુન પહેલા વરસાદી પાણી તેમાં ઉતારવા એટલે કે કૂવા રીચાર્જ કરવાની વ્યવસ્થા કરે અને સરકાર તે માટે સબસીડી આપે તથા કર્મચારીને પ્રોત્સાહક ઇનામ આપે.આજ કામ નગરપાલિકા વિસ્તારના કૂવાઓ માટે પણ કરી શકાય.કપડવંજ નગરપાલિકા વિસ્તારમાં આ કામ કપડવંજ લોકદરબારના પ્રમુખ તરીકે વિનોદ ગાડીએ કરીને સારા પરિણામો મેળવ્યા પણ છે.
        ખેતતલાવડીનો કાર્યક્રમ પુનઃ જીવિત કરવામાં આવે તેમાં પણ રાજ્ય સરકાર પ્રોત્સાહન પૂરૂં પાડે.ગામ કે શહેરની આસપાસ આવેલા તળાવો ઊંડા કરાવી ગરીબ લોકોને રોજગારી અપાવી તેમાં મહત્તમ વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવા પ્રયત્નો કરવામાં આવે.નાની મોટી નદીઓ પર મોટા બંધોની જગ્યાએ થોડા થોડા અંતરે આડ બંધ બાંધી પાણીનો સંગ્રહ કરી તે પાણીને જમીનમાં ઉતારી નજીકના કૂવાઓના પાણીના સ્તર ઊંચા લાવી શકાય.
        વ્યક્તિગત રીતે છાપરાનું કે અગાશીનું વરસાદી પાણી નજીકના કૂવામાં કે જમીનમાં ઉતારવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે. વિદ્યાર્થીઓ પાણીનું મહત્વ સમજે અને પાણીનો બગાડ અટકાવે તેવી શિક્ષકો અને સમાજ દ્વારા સમજ આપવામાં આવે.પાણીનીબચત અને બગાડને સંતો-મહંતો,પાદરીઓ અને મૌલવીઓ,”પાપ-પૂણ્ય” તરીકે સમજાવે તો ખુબ લાભ થાય.ઇઝરાયલ જેવા દેશ પાસેથી વરસાદી પાણીના ટીપે ટીપાંનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેનું જ્ઞાન મેળવી અનુકરણ કરવું જોઈએ.
        રસ્તાઓની બંને બાજુ આવેલી વણવપરાયેલ જમીન(ગટરો)માં થોડા થોડા અંતરે પાણીનો સંગ્રહ કરવા રેતીની થેલીઓ મૂકી વ્યવસ્થા કરવી જોઈએ. જે પાણીનો ઉપયોગ નજીકમાં આવેલા ખેતરોમાં થઇ શકે ઉપરાંત તે પાણી જમીનમાં પણ સંગ્રહિત થઇ શકે.
        આપણાગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાની વાત કરીએ તો તેમાં મુખ્ય નહેરની જેપેટા કેનાલોના કામ બાકી છે તે ઝડપથી પુરા થાય તેવા પ્રયત્નો કરવામાં આવે તો જમીનમાં પાણીનો સંગ્રહ ખુબ મોટા પ્રમાણમાં થતાં જળસંકટમાંથી આપણે બચી શકીએ.
        પાણીની ઉપયોગીતા આજના યુગમાં ખુબ જ જરૂરી છે. જળસંકટને નિવારવા આ દેશનો યુવાન પણ પોતાનું યોગદાન આપવામાં ક્યારેય પાછળ રહી શકે નહિ.શાળા-કૉલેજોમાં અભ્યાસ કરતા NSS,NCC અને સ્કાઉટ-ગાઈડનાં વિદ્યાર્થીઓ પોતાના વિસ્તારમાં પાણીના થતા બગાડ સામે લોકોને સમજાવી,ઉપાય બતાવી ઉકેલ લાવી શકે છે. રસ્તાઓ પર વેડફાતા પાણીને રોકવા માટે સેવાભાવી સંસ્થાઓની મદદ લઇ જે જે પાણીના જોડાણો પર નળ ના હોય ત્યાં નળ બેસાડી કે ડાટા લગાડી પાણીના બગાડને અટકાવી શકાય.લોકજાગૃતિના કાર્યક્રમો દ્વારા પાણીની બચત અને પાણીનો બગાડ ના થાય તે  વિષે વિશેષ આયોજન કરી શકાય. અરે આ જ યુવાનો પોતાની શાળા-કૉલેજોના મકાનોના અગાશીના વરસાદી પાણીને નજીકના કૂવામાં કે જમીનમાં સંગ્રહિત કરવા કૃતનિશ્ચયી ના બનીશકે!આપણા જીવન સાથે જોડાયેલ જળસંકટના નિવારણ માટે આ દેશનો યુવાન શું આ સુચવેલા સૂચનોના અમલમાં પોતાનું યો

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી