મેહુલીયા તું આવ
મોભે નળિયા ને છાપરા સીંચી લીધાં
ગોખે કોડિયા ય હાથવગા કરી લીધાં
ફાનસ સાફ કરી કેરોસીન ભરી દીધાં
હવે મોભારે મોરલા બોલ્યા કે જલ્દી મેહુલીયા તું આવ
ઉગમણે ડમરી ઉડી ને ગુલાલ ઉડાડે
વાજડી ફૂંકાય વનરાઈ અત્તર ઉડાડે
પાદરે કુતરા ભોંકી તારી નીંદ ઉડાડે
હવે કોયલ કરે કાલાવાલા કે જલ્દી મેહુલીયા તું આવ
અમે ખેતર ખેડીને સાફ કરી દીધાં
એને વાડ ઓઢાડી શણગારી દીધાં
રંગ રોગાન અમારા તનડા ય કીધાં
હવે બળદો ય રાંગ પુકારે કે જલ્દી મેહુલીયા તું આવ
No comments:
Post a Comment