મ ન ગમતાં સંવાદો-૭
“ મને એવું લાગે છે કે, તું હવે બદલાઈ ગયો છે ”
“ ઓહ, જરા સમજાય એ રીતે કહીશ ? ”
“ એજ કે તને મારામાં રૂચી નથી. ”
“ માય ગોડ, કેમ આવું બોલે છે ? ”
“ તું મારો પતિ છે, એને ધ્યાનમાં રાખીને જ બોલું છું ”
“ ફક્ત હા કે ના માં જ જવાબ આપીશ તો ગમશે ”
“ કહે ”
“ હું તારી સાથે રહું છું ? ”
“ હા ”
“ તને પ્રેમ કરું છું ? ”
“ હા ”
“ તારી જરૂરિયાતો પૂરી પાડું છું ? ”
“ હા ”
“ તારા વગર કયાંય ફરવા ગયો ? ”
“ ના ”
“ તને કદી ઊંચા અવાજે બોલાવી ? ”
“ ના ”
“ છતાં હું બદલાયેલો લાગુ છું ? ”
“ હા….. ”
No comments:
Post a Comment