Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

1 August 2016

સ્વર્ગ આકાશમાં નહીં; ધરતી પર જ છે –રમણ પાઠક (વાચસ્પતી)

સ્વર્ગ આકાશમાં નહીં; ધરતી પર જ છે

રમણ પાઠક (વાચસ્પતી)
ન સ્વર્ગો નાપવર્ગો વા નૈવાત્મા પારલૌકીક:
–ચાર્વાક
ધર્મ, જે સામાન્ય રીતે પ્રેમ, કરુણા, સહાનુભુતી, ભાતૃભાવ જેવા માનવીય ગુણો પ્રબોધે છે, એને બદલે જો તે નફરત, ઘૃણા, તીરસ્કાર અને વેર ફેલાવતો હોય તો, દરેકે સચેત થઈ જવું જોઈએ. હીન્દુ ધર્મમાં જ સ્વામી વીવેકાનન્દ, સ્વામીશ્રી દયાનન્દ સરસ્વતી, કબીર, ગૌતમ બુદ્ધ કે ઈશ્વરચન્દ્ર વીદ્યાસાગર જેવી વીભુતીઓ અને દાર્શનીકોએ કર્મકાંડ, મુર્તીપુજા આદીનું ખંડન કર્યું જ છે. અને માનવગૌરવની પ્રતીષ્ઠા કરી છે. આ દેશમાં ગરીબી, આર્થીક અસમાનતા, શોષણ, અનારોગ્ય, અન્ધશ્રદ્ધા, વહેમો અને રુઢીજડતા સદીઓથી પ્રવર્તમાન છે. આપણે જીવનનાં ઈતર ક્ષેત્રોમાં પરીવર્તનો સહેલાઈથી સ્વીકારી લીધાં છે. પરન્તુ ધર્મ કે ધર્મગ્રંથો દ્વારા અપાયેલાં ઉપદેશ – માન્યતાઓમાં પરીવર્તન કરવા આપણે લેશમાત્ર તૈયાર થતા નથી. વાસ્તવમાં, હજારો વર્ષ અગાઉ તત્કાલીન રાજકીય, સામાજીક કે ધાર્મીક પરીપ્રેક્ષ્યમાં લખાયેલા ગ્રંથો કે એની આચારસંહીતા વર્તમાન સંજોગોમાં કેટલા સુસંગત તથા ઉપયોગી ? એ પ્રશ્ન તપાસવાની તાતી જરુર છે.
–અશ્વીન ન. કારીયા (‘સ્વર્ગ–નરકની માન્યતાઓ’ પુસ્તકમાંથી)
આપણા પુર્વજ ઋષીમુનીઓ મહાજ્ઞાની હતા, અને આજના વીજ્ઞાનની તમામ સીદ્ધીઓ તથા શોધો હજારો વર્ષો પુર્વે તેઓ કરી જ ચુક્યા હતા, જેનો અણસાર અથવા આછા કે સુચીતાર્થરુપ પુરાવા આપણા ધર્મગ્રંથોમાંથી મળે જ છે.
–એવા એવા દાવા… કેટલાક પ્રાચીનતાપ્રેમી ધર્મનીષ્ઠો યા સાધુસંતો અને ધર્માચાર્યો કરે છે, ત્યારે મને એક વીચાર આવે છે કે મહાસાગરમાં બેચાર ઘડા પાણી ઉમેરવાથી લાભ જ શો ? હીન્દુ ધર્મ અર્થાત્ પ્રાચીન આર્યધર્મ મહાન છે, અતીમહાન છે જ. એના ધર્મગ્રંથો, વેદો કે ઉપનીષદો અને પુરાણોમાં જે ઉંચું અને ઉંડું ચીન્તન છે, માનવતાનો સદુપદેશ છે, જીવન વીશેની ભવ્ય કલ્પનાઓ છે, ‘દ્યૌ: શાંતી: અંતરીક્ષં શાંતી: વનસ્પતય: શાંતી, સર્વ શાંતી:’ અથવા તો ‘અત્રૈવ વીશ્વં ભવતી એકનીડમ્’ કે પછી ‘શુની ચ એવ, શ્વપાકે ચ પંડીતા: સમદર્શીન:’ – એવી એવી ભાવનાઓ, માનવસમાજ માટે અતીમુલ્યવાન તથા પ્રેરક એવા એવા સનાતન સદબોધ આ જ ધર્મે આપેલાં છે, જો કે એ જ ધર્મ વર્ણવ્યવસ્થા, ઉંચનીચના તીવ્ર ભેદભાવ તથા અસ્પૃશ્યતાય પ્રવર્તાવ્યાં છે, એ ધર્મશાસ્ત્રમાં વીજ્ઞાનનાં સત્યો ન હોય, તોય એથી શો ફરક પડે છે ? વર્તમાન માનવીની અપેક્ષાએ આપણા પુર્વજો ઘણા અજ્ઞાન હતા, ખાસ કરીને ભૌતીક વીજ્ઞાનોમાં, એ હકીકત સ્વીકારી લેવાથી, આપણા મહાન પુર્વજોનાં કાર્યોની કે એક ભવ્ય સંસ્કૃતી તથા સમાજની મહાનતામાં લેશમાત્ર ઉણપ આવતી નથી, એમ મારું નમ્રપણે માનવું છે.
દા.ત., માનવસર્જીત પ્રથમ ઉપગ્રહ ઋષી વીશ્વામીત્રે ચઢાવ્યો હતો, અથવા પ્રથમ પ્લાસ્ટીક સર્જરી ભગવાન શંકરે કરી, ગણપતીજીના ધડ પર હાથીનું માથું બેસાડી આપ્યું હતું – એવી એવી માન્યતાઓ સેવવી યા પ્રચારવી એ અનાવશ્યક એવો હાસ્યાસ્પદ પુરુષાર્થ છે. ગણપતીદેવની પ્લાસ્ટીક સર્જરી વીશે આપણા જાણીતા ગઝલકાર, હાસ્યકાર અને વીચારક શ્રી. રતીલાલ–અનીલે કટાક્ષમય વીવરણ આપ્યું છે: કોઈ અંગ કપાય યા અન્યનું જોડાણ થાય, ત્યારે બ્લડ ગ્રુપ માણસના લોહી સાથે બરાબર મળતું આવે, એવું ‘કોસ્મોપોલીટીન’ હોય છે કે નહીં, એ તો મને ખબર નથી… વળી હાથીના મસ્તકનાં અંગોપાંગો માનવભાષા કેવી રીતે બોલી શક્યાં હશે ? એય એક પ્રશ્ન છે. દેવોના વૈદ્ય અશ્વીનીકુમારે ચોક્કસ વીદ્યા જાણી લેવા માટે કોઈ ઋષીનું મસ્તક કાપીને એને ઘોડાનું માથું ચોટાડ્યું, એ પછી એ અશ્વ મસ્તક પેલી દીવ્ય વીદ્યા માનવવાણીમાં બોલી ગયું, તો પ્રશ્ન એ રહે છે કે કોઈ માનવેતર પ્રાણીના દા.ત., બકરાના ધડ પર માનવમસ્તક ફીટ કરી દેવામાં આવે તો શું થાય ? ઈત્યાદી.
સત્ય હકીકત તો એ જ કે આવી બધી વાતો સત્ય – આધારીત નહીં; પરન્તુ માનવમનની ધર્માભીમાની મનગમતી કલ્પનાલીલા જ છે. તે જ રીતે, આપણા પુર્વજોએ આવી કપોળકલ્પનાઓ કરી, એની પાછળનું મુખ્ય કારણ એ જ કે જીજ્ઞાસા તીવ્ર હતી, ઈચ્છાઓ, આવશ્યકતાઓ અને અનીવાર્યતાઓ પણ ઉત્કટ હતી; પરન્તુ સત્ય પામવું એટલું સરળ નહોતું. એટલે એ પુર્વપેઢીઓએ અવનવીન અને અદ્ભુત કલ્પનાઓમાં રાચીને સંતોષ લેવો રહે એ સ્વાભાવીક લેખાય. આપણા પુર્વજોના વીરાટ જ્ઞાનરાશી વીશે મેં અગાઉ આ વીભાગમાં લખ્યું જ છે; પરન્તુ જ્ઞાનનાં એ સર્વ ક્ષેત્રો ઐહીક તથા માનવસાધ્ય હતાં. નરી આંખે જોઈ શકાય એવાં અને ઈન્દ્રીયગોચર હતાં, તે કરતાં અનેક ગણાં વધુ તો ‘આધ્યાત્મીક હતાં, જે શંકાસ્પદ લેખાય.’ બીજી બાજુ, આજે છે એવાં અટપટાં અનેકવીધ વૈજ્ઞાનીક સાધનોના અભાવે, આપણા પુર્વજો કેટલાંક સુક્ષ્મતમ અથવા તો વીરાટ સત્યો પામી શકેલા નહીં, એ સમજી શકાય અને સ્વીકારી શકાય એવી હકીકત છે. દા.ત., બેક્ટેરીયા કે વાયરસ અથવા તો ક્વાસાર, પલ્સાર અને બ્લેક હૉલ જેવી વસ્તુઓ કે ઘટનાઓ પારખી શકવા તેઓ શક્તીમાન નહોતા. બીજી બાજુ, સાહીત્ય, ચીત્રકલા, સંગીત, નાટ્યકલા, નૃત્યકલા, યંત્રવીદ્યા, બાણવીદ્યા, આયુર્વેદ, ભાષાવીજ્ઞાન વગેરે… વગેરે અનેકાનેક વીદ્યાશાસ્ત્રો તેઓએ વીકસાવ્યાં હતાં. છતાં પાણી એ ઓક્સીજન અને હાઈડ્રોજનનું સંયોજન છે, અથવા તો E=mc2ના સમીકરણની તેઓને લેશમાત્ર જાણ નહોતી. અને એમાં કશી નાનમ માનવાને પણ કારણ નથી. માનવજીવનની વ્યવસ્થા અને એના ધ્યેયો સન્દર્ભે એ પુર્વજો કેટલીક ઉત્તમોત્તમ વીભાવનાઓ અવશ્ય સેવતા હતા; એય તેઓની મહાનતા જ છે. આટલી પ્રાસ્તાવીક ચર્ચા તો અત્રે મેં એટલા માટે કરી કે આ લેખમાં હું ડો. અશ્વીન કારીયા લીખીત ‘સ્વર્ગ–નરકની માન્યતાઓ’ – પુસ્તકનો કેટલોક રસપ્રદ પરીચય કરાવવા પ્રવૃત્ત થયો છું. પ્રારંભે જ કહી દઉં કે સ્વર્ગ અને નરક જેવાં સ્થાનો હોવાની કલ્પના લગભગ તમામ ધર્મોમાં પ્રવર્તમાન છે, આવી માન્યતા સદંતર નીરાધાર છે; પરન્તુ એવી કલ્પનાના મુળમાં માણસની એ તીવ્ર જીજ્ઞાસા રહેલી છે કે મૃત્યુ બાદ શું હશે ?ઉપરાંત, સારાં–નરસાં કર્મોનો બદલો જો આ સંસારમાં ન મળતો હોય તો પછી તે ક્યાં મળે અને શું મળે ? જવાબમાં, માનવીએ કલ્પના કરી કે સારાં કર્મોના, પુણ્યના બદલામાં સ્વર્ગ મળે, જ્યાં બધું જ ઉત્તમ, સુખમય અને આનન્દમય છે, દેવોનું એ નીવાસસ્થાન છે, જ્યાં દુ:ખ નથી, ભુખ નથી, ત્રાસ નથી. એથી ઉલટું ત્યાં આનન્દ–આનન્દ અને મોજમસ્તી છે, ઘી–દુધની નદીઓ વહે છે, અપ્સરાઓનાં નાચગાન ચાલે છે, સુરાપાન છે, મીષ્ટાન્ન છે વગેરે… વગેરે. બીજી બાજુ, પાપના બદલામાં જે નરકની સજા થાય છે, ત્યાં બધું સ્વર્ગથી ઉલટું જ છે : ત્રાસ છે, દમન છે, પીડા છે, મારફાડ છે, આગ અને ઉકળતા તેલની સજાઓ છે, માર્ગે મલીન અને ગંધાતી એવી લોહીપરુની નદી વૈતરણી છે, ત્યાં રાક્ષસો, પીશાચો, યમદુતો વગેરે અત્યન્ત ક્રુર તત્ત્વો જીવાત્માને ઘોર પીડા આપે છે ઈત્યાદી (પૃષ્ઠ–03).
ખગોળના સત્ય જ્ઞાનના અભાવે, આપણા પુર્વજોએ પૃથ્વીપીંડની ઉપર–નીચેના વીશ્વ વીશે કેવી કેવી કલ્પનાઓ દોડાવી છે એ જાણવું ખુબ–રસપ્રદ નીવડે તેવું છે. ડૉ. કારીયા લખે છે : ‘પ્રાચીન આર્ય–હીન્દુ ધર્મ મુજબ, પૃથ્વીની ઉપર તથા નીચે એમ સાત–સાત લોક છે, જેને અનુક્રમે સ્વર્ગલોક અને પાતાળલોક કહેવામાં આવે છે : સાત સ્વર્ગ: ભુર, ભુવ: સ્વ: મહ:, જન: તપ: અને સત્યલોક. જ્યારે નીચેનાં પાતાળો છે : અતલ, વીતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાલ… નરકનું ભૌગોલીક સ્થાન પાતાલની નીચે, ગર્ભોદક નામક પાણીની ઉપર આવેલું છે, જેનો વીસ્તાર ત્રીસ હજાર યોજનનો જણાવાય છે. પુરાણો અનુસાર નરકની સંખ્યા અઠ્ઠાવીસ છે.’ આ નરકોની પુરી યાદી માટે જીજ્ઞાસુએ મુળ પુસ્તક જોવું (પૃષ્ઠ–05).
આર્ય–હીન્દુ ધર્મની જેમ જ અન્ય ધર્મોમાં પણ સ્વર્ગ–નરકની કલ્પનાઓ છે જ; પરન્તુ એ પરસ્પરવીરોધી છે. બૌદ્ધધર્મના નરકના ભેદ દસ જ, જ્યારે ખ્રીસ્તી, પારસી– જરથોસ્તી અને ઈસ્લામમાં સ્વર્ગ–નરક વીશેના ખ્યાલો બીજા ધર્મના તદ્વીષયક ખ્યાલો સાથે પુરેપુરા મળતા આવતા નથી. હવે સત્યનો એ અફર નીયમ છે કે તે ‘એકમેવાદ્વીતીયમ્’ જ હોય. સત્યદર્શનમાં પરસ્પર વીરોધ સંભવી શકે નહીં. તદનુસાર સ્વર્ગ–નરકનો ખ્યાલ કેવળ કપોળકલ્પના જ સીદ્ધ થાય છે (પૃષ્ઠ–11).
આજે તો માનવસર્જીત અવકાશયાનોએ દુરસુદુરના બ્રહ્માંડનેય આંબવા માંડ્યું છે, જ્યારે શક્તીશાળી ટેલીસ્કોપોએ અબજોનાં અબજો જેટલાં તારાવીશ્વોની પ્રત્યક્ષ ભાળ મેળવી આપી છે. છતાં અદ્યાપી ક્યાંય સ્વર્ગલોક, દેવલોક, સત્યલોક અથવા રસાતાલ કે પાતાલ, રૌરવ યા વીરાસન જેવા નરકધામો કાંઈ કહેતા કાંઈ જોવા મળ્યું નથી, એવા કોઈ અસ્તીત્વનો અણસાર સુધ્ધાં પ્રાપ્ત થયો નથી. મતલબ કે એવાં કોઈ સ્થાનો છે નહીં, યા હતા પણ નહીં. એ સર્વ આપણા જીજ્ઞાસુ પુર્વજોની મનગમતી તેમ જ કાવ્યમય કલ્પનાઓ હતી, ઉપરાંત લોકને સન્માર્ગે પ્રેરવાનું સાધન પણ એ હતી.
જો કે શ્રી. યશવંત મહેતા લખે છે એ પણ એટલું જ સાચું છે કે, ‘અજ્ઞાનના એજન્ટ એવા વીવીધ ધર્મોએ આ ભ્રામક માન્યતાઓના પાયા પર કેવા કેવા ખ્યાલોની સૃષ્ટી રચી…! ધર્મવાળાઓ ચીંધે તેમ, એ લોકોની સમૃદ્ધી વધારતી ક્રીયાઓ કરો, તો ‘સ્વર્ગ’ મળે એવી લાલચ તેમ જ, જો એ લોકને ન રુચતી રીતે વર્તો અથવા એમનાં પેટ ના ભરો; તો ‘નરક’માં યાતના સહેવી પડે એવો ભય– આમ લાલચ અને ભય એ બે જ તમામ ધર્મોના પાયા છે.’  
ડૉ. કારીયાએ આ પુસ્તીકામાં આવી બધી માન્યતાઓનું મુળ સુપેરે શોધી આપ્યું છે. (શ્રી. યશવંત મહેતાએ પુસ્તકના છેલ્લા ટાઈટલ પર લખેલ ‘આવકાર્ય અભ્યાસ’માંથી સાભાર..) એ ઉપરાંત, પ્રાસ્તાવીક કથનમાં,શ્રી. રમેશ સવાણી તથા શ્રી. ઈન્દુકુમાર જાની લખે છે : આપણે ત્યાં તો ‘લોકાયતદર્શન’ના પ્રસીદ્ધ ‘આચાર્ય ચાર્વાક’ના જમાનાથી જ સ્વર્ગ અને નરકની માન્યતાનું ખંડન થતું જ રહ્યું છે… ન્યાયમુર્તી ચન્દ્રશેખર ધર્માધીકારીએ કહેલી એક વાત યાદ આવે છે કે, ‘જે સ્થળે કશીય મહેનત વગર બધી સુખસગવડો મળે, સુન્દર અપ્સરાઓ તહેનાતમાં હોય, તો એને તો હરામખોરોનો અડ્ડો જ કહેવો કે બીજું કાંઈ ?’ (પ્રકાશક :અશ્વીની આર્ટ પ્રા. લી., સેન્ટર પોઈન્ટ, બસ સ્ટેશન સામે, ગોધરા – 389001)

ભરતવાક્ય

… સ્વર્ગ નથી, ભગવાન નથી, આ ધરતી પર જ સ્વર્ગ છે, સજ્જન વ્યક્તી દેવતા છે, સત્સંગ સ્વર્ગ છે માટે આ ધરતીને જ સ્વર્ગ બનાવી લો ! આકાશમાં કોઈ સ્વર્ગ નથી. માણસ સાથે આદર અને પ્રેમપુર્વક વર્તાવ કરો, દરેકમાં દેવતાનું રુપ નીહાળો, તો સર્વ સ્થળ સ્વર્ગ જ પ્રતીત થશે.  –કબીર
રમણ પાઠક (વાચસ્પતી)

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી