મુને માફ કરજે
વળગાડી લીધા છે ખભે, જીવન ના ભાથા
મોકળા થાય જો મન, વાંચી કે’વાય થોથા
કેસર ચંદન કેરા લેપ થી કપાળ ને ઘસી
તિલક તાણ્યા મેં મનગમતા મન ને જચી
પત્થરો ને ઉપાડી કરી દીધા ભરાઈ કમાડે
ઘાટ ઘડી ઘડી, સજી ધજી મુક્યા રે ગોખડે
હાથમાં મોરલી કે બાણ લગાડી રોકી નેણે
પચરંગી વાઘા ને સાફા જામર મુગટ કેણે
માળા કેરા મણકા મેં તો સાંધ્યા ને તોડ્યા
ઘસાઈ ગયા રે હાથના આંખે જામ ફોડ્યા
તીર્થે ફરી ફરી હવે ચડ્યા રે પાય ગોટલા
રાંક ગણી મુને માફ કરજે દિન રે દયાળા
મુખવાસ :
સરોવર કિનારે તરસ્યા રહેવામાં, રસોડા માં રહી ભૂખ્યા રહેવામાં
બીજા પર આરોપ ઢોળવામાં નહિ , કશે દોષ આપણામાં જોવો
No comments:
Post a Comment