એકલા રહેતાં વૃદ્ધોની સમસ્યા: ન કહેવાય, ન સહેવાય
સમાજમાં સમય સાથે પરિવર્તન આવતું હોય છે. પરંતુ એ પરિવર્તન સારું પણ હોઈ શકે અને ખરાબ પણ. અત્યારનો સમય અર્થપ્રભાવી છે. તમામ લોકોના જીવનમાં અર્થ એટલે કે ધન/પૈસો/નાણાં અને તેના દ્વારા ભૌતિક સુખ મેળવવું એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સારા અર્થોપાર્જન માટે યુવાનો અન્ય શહેરમાં જાય છે. તેમાં કંઈ ખોટું પણ નથી. પરંતુ આજે મોટા ભાગના કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે યુવાનના લગ્ન મોડી ઉંમરે થાય છે. અને તેનાં સંતાનો પણ તેનાથી મોટી ઉંમરે થાય એટલે વૃદ્ધ માબાપને યુવાન દીકરા અને પુત્રવધૂ સાથે ફાવતું નથી. પુત્રવધૂને પણ સાસુ-સસરા સાથે રહેવું ગમતું નથી. વૃદ્ધ માબાપ હોય એટલે બી.પી., ડાયાબિટિસ વગેરે સમસ્યા હોય.
સંયુક્ત કુટુંબમાં રહેવું પુત્રવધૂઓને ફાવે નહીં. પરિણામે એકલા રહે અને તેથી હવે મોટા ભાગે કોઈ પુત્રવધૂ ચારથી વધુ માણસની રસોઈ અને અન્ય ઘરકામ કરવાની શારીરિક અને માનસિક ક્ષમતા ધરાવતી નથી. વળી, પાછી રસોઈ એકસરખી કરવાની હોય તો વાત અલગ છે. બીમારીના કારણે સાસુ-સસરાનો આહાર અલગ (મીઠા વગરનો, ઓછો ગળ્યો) હોય. બાળકોને પિત્ઝા, મેગી જેવો આહાર જોઈતો હોય. પહેલાં પણ આવું બનતું હતું, પરંતુ ત્યારે પુત્રવધૂઓ અલગ-અલગ રસોઈ બનાવતી (કપડાં-વાસણ-નાસ્તા-ભરતકામ-સ્વેટર-ગોદડા વગેરે કામો પાછાં અલગ!). હવે પુત્રવધૂઓ માટે કરવાનાં કેટલાં બધાં કામો? વૉટ્સએપ જોવું પડે, ફેસબુક જોવું પડે, ટીવી પર ઓછામાં ઓછી ચાર-પાંચ સિરિયલો જોવી પડે. ફિલ્મ જોવી પડે. ન્યૂઝથી પણ માહિતગાર તો રહેવું જ પડે. પિયરમાં માતા સાથે રોજ વાત કરવી પડે. ભાઈ અને પરણેલી બહેન સાથે રોજ વાત કરવી પડે. સંતાનની સાથે ભણતા લોકોની માતાઓને ફ્રેન્ડ બનાવી હોય તેમની સાથે પણ વાત કરવી પડે. (પરણ્યા પહેલાંના બોયફ્રેન્ડ સાથે ચક્કર ચાલુ હોય તો તો વાત જ અલગ.) વળી, દિવસમાં બે-ત્રણ સેલ્ફી તો ખેંચવી પડે અને ફેસબુક પર મૂકવી પડે ને. વૉટ્સએપ પર પ્રોફાઇલ પિક્ચર મૂકવાં પડે.
સામે પક્ષે વર્ષોથી ચોક્કસ ઢબે રહેવા, ખાવાપીવા અને ઘરનાં કામ કરવા ટેવાયેલાં વૃદ્ધ માતાપિતા પણ અપેક્ષા રાખે કે તેમની પુત્રવધૂ તેમની ટેવો મુજબ ઢળી જાય. આ પણ વધુ પડતું છે કારણકે હવે પુત્રવધૂ પણ ૨૫-૩૦ વર્ષે લગ્ન કરીને આવી હોય. તેથી તેની પણ ઘણી બધી ટેવો બદલવી અઘરી પડે. વળી, તેને નાની ફરિયાદ હોય તો પણ મમ્મીનો સપોર્ટ મળે. મમ્મી સીધું કહી દે કે બેટા, પાછી આવતી રહે. પહેલાંના સમયમાં થોડું આત્યંતિક વલણ રહેતું કે લગ્ન પછી તારી અર્થી પણ તારા સાસરિયેથી જ ઉઠવી જોઈએ. દીકરી રિસાઈને પિયર આવતી રહે તો પિયરવાળા માટે થૂથૂ થતું. આ તો ઠીક, પણ દાદા-દાદીને ટીવી પર કઈ ચેનલ જોવી તે અંગે દસથી લઈ વીસ વર્ષનાં પૌત્ર-પૌત્રી સાથે ઘર્ષણ થાય. યુવાન દીકરો અને પુત્રવધૂ પણ તેમનાં સંતાનોને સમજાવે નહીં કે દાદા-દાદીને જે જોવું હોય તે જોવા દે. માનો કે, દાદા-દાદી જતું કરે અને પૌત્ર-પૌત્રીને જે જોવું હોય તે જોવા દે તો પણ ટીવીનો મોટો અવાજ કે પછી પૌત્ર-પૌત્રી રમતા હોય તે અવાજ પણ બીપી, હૃદય રોગ વગેરે બીમારીથી પીડાતા કે ન પીડાતા હોય તો પણ ઉંમરના કારણે દાદા-દાદીને ત્રાસ આપે. સામે પક્ષે દાદા-દાદી વહેલા ઊઠીને પૂજા-પાઠ કરવા ટેવાયેલાં હોય તો તે પુત્રવધૂ કે પૌત્ર-પૌત્રીને ડિસ્ટર્બ કરનારું પરિબળ બની રહે. ઘણી વાર એવું પણ બને કે દાદા-દાદીને ઉંમરના કારણે ઓછું સંભળાતું હોય અને તેમને ટીવી મોટા અવાજે જોવા-સાંભળવા જોઈએ. બીજી તરફ પૌત્ર-પૌત્રીઓને ભણવામાં આ અવાજ ખલેલ પહોંચાડે. આ મુદ્દે પણ ઘર્ષણ થતું હોવાના કિસ્સા ધ્યાનમાં આવ્યા છે.
ઘણા કિસ્સામાં પુત્રવધૂ નોકરી પણ કરતી હોય. આવા સંજોગોમાં દાદા-દાદીને આખો દિવસ એકલા રહેવાનું થાય તો ઘણા કિસ્સામાં દીકરો કમાવવા માટે ભાવનગર-રાજકોટ-સુરેન્દ્રનગરથી અમદાવાદ-વડોદરા કે સુરત જેવા શહેરમાં ગયો હોય. અમદાવાદ રહેતા હોય તો દીકરો અમેરિકા, લંડન કે પૂણે, મુંબઈ જેવા શહેર ગયો હોય. આવા સંજોગોમાં વૃદ્ધ માબાપ દીકરા સાથે જવાના બદલે પોતાના ઘરમાં એકલા રહેવાનું પસંદ કરે છે.
આના કારણે તકલીફો આવવાની શરૂ થાય. ઉંમર જેમ જેમ વધતી જાય તેમ તેમ શરીરને ઘસારો પહોંચે. તેના કારણે પણ તકલીફો આવે. તેમાંય જો ખાવાપીવાની ટેવો, દિનચર્યા ઉંમરના હિસાબે બદલાઈ ન હોય તો તો હૃદયરોગ, ડાયાબિટીસ, કિડની વગેરે અનેક મોટા રોગો ઘર કર્યાં હોય. બૅન્કોનાં કામો કરવાં, ઘરનું મેઇનટેનન્સ, વીજળીનું બિલ, મિલકત વેરો, પાણી વેરો વગેરે ભરવા જવું આ બધું કરવું પડે. વળી, ઘરના નોકર કંઈ વર્ષના ૩૬૫ દિવસ કામ ન કરવા આવે. તે રજા પાડે એટલા દિવસ ઘરનાં કામો કરવાં.
આનાથી પણ વધુ ચિંતાની બાબત ઘરઘાટીની અથવા ઘરનોકરની છે. ઘરનાં કામો કરવા આવતા નોકર કે ડ્રાઇવર દ્વારા પૈસાદાર પરંતુ એકલા રહેતા વૃદ્ધ-વૃદ્ધાની લૂંટના ઈરાદે અથવા તો માત્ર ઠપકો આપ્યો હોય તો પણ હત્યા કરાઈ હોય તેવા કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. વૃદ્ધોને એટીએમમાં કાર્ડથી નાણાં ઉપાડવામાં પણ તકલીફ પડતી હોય છે. મોટી ઉંમરે ટૅક્નૉલૉજી શીખવી અઘરી છે અને તેમાં પાસવર્ડ ખોટો નખાઈ જાય તો કાર્ડ સ્થગિત થઈ શકે છે. અથવા કોઈ વૃદ્ધ બાજુમાં ચોકીદાર કે પૈસા ઉપાડવા આવેલાને જો પાસવર્ડ કહીને નાખવાનું કહે તો તો ઓર મુસીબત!
તેમાં જો વૃદ્ધો એકલા રહેતા હોય (અર્થાત્ વૃદ્ધ પતિ અને પત્ની તેમનાં સંતાનોથી જુદા એક જ શહેરમાં અથવા બીજા શહેરમાં રહેતાં હોય) તો તેમાં જો એક જણ બીમાર પડે તો બીજા માટે મુશ્કેલીઓનો પાર રહેતો નથી. ઘરનાં કામ ઉપરાંત ડૉક્ટરને ત્યાં જીવનસાથીને લઈ જવા, દવાઓ લાવવી, ઘરમાં જીવનસાથીનું ખાણી-પીણીથી લઈ દવા અંગે ધ્યાન રાખવું, તેમને બાથરૂમ-શૌચાલય લઈ જવા અને આવા સંજોગોમાં કોઈ કામમાં મદદરૂપ થવા આવવાના બદલે ખબર કાઢવા આવીને ભારરૂપ બને ત્યારે તેમના માટે ચાપાણીની વ્યવસ્થા કરવી. વળી, માંદગી સમયે જીવનસાથીનો સ્વભાવ ચીડચિડિયો થઈ જાય તો તેમને સહન કરવા.
આવા બધા સંજોગોના લીધે આજે આટલી બધી સુવિધા અને સરળતા છતાં વૃદ્ધોનું જીવવું મુશ્કેલ બન્યું છે. આવું ન બને તે માટે શું કરી શકાય? પહેલાં તો બને તો વૃદ્ધોએ અલગ રહેવું જ ન જોઈએ. આપણી કુટુંબ વ્યવસ્થા સંયુક્ત કુટુંબની હતી. તેના લીધે નાનાં સંતાનો સચવાઈ જતાં અને ક્યારે મોટા થઈ જતાં તે ખબર પણ યુવાન માતાપિતાને નહોતી પડતી. અને આ જ રીતે વૃદ્ધ માતાપિતા પણ સચવાઈ જતા. પરંતુ હવે સમય બદલાયો છે. બે-ત્રણ ભાઈ હોય તો પણ એક માતાપિતા સચવાતાં નથી. માતાપિતાને મહેમાનની જેમ દીકરાના ઘરમાં રહેવું પડે છે. થોડો સમય થાય એટલે એક દીકરાના ઘરેથી બીજા દીકરાના ઘરે જવું પડે છે. એટલે દીકરા-વહુએ સમજવું પડશે કે આપણે જો વૃદ્ધ માબાપને નહીં સાચવીએ તો આપણાં સંતાનો પણ આપણી વૃદ્ધાવસ્થામાં આપણને નહીં સાચવે. પૌત્ર-પૌત્રી અને દાદાદાદી વચ્ચે ટીવી અંગે ઘર્ષણ થાય તો પૌત્ર કે પૌત્રીને સમજાવવા જોઈએ. દાદાદાદીએ પણ પૌત્ર માટે જતું કરવું જોઈએ. ટીવી પર કાર્યક્રમો તો દિવસ-રાત આવતા રહેતા હોય છે. થોડી બુદ્ધિપૂર્વકની ગોઠવણ થઈ શકે? પૌત્ર-પૌત્રી શાળા કે ટ્યૂશનમાં ગયાં હોય ત્યારે દાદાદાદી ટીવી જોઈ લે. પૌત્ર-પૌત્રીની પરીક્ષા હોય ત્યારે ટીવી ન જુએ અથવા અવાજ ધીમો રાખીને જુએ. અને હવે તો ટૅક્નૉલૉજી પણ આ બાબતમાં સાથ દે છે. એવાં ટીવી આવે છે જેમાં તમે મોબાઇલમાં જેમ હેન્ડ્સ ફ્રી આવે છે તેમ ટીવીનો અવાજ માત્ર હેડફોન ભરાવેલી વ્યક્તિને જ સંભળાય. દાદાદાદી બીજા શહેરમાં કે એક જ શહેરમાં આવેલા બીજા ઘરમાં રહેતા હશે તો દીકરાને જેટલી દોડાદોડી થશે તેના કરતાં દાદાદાદી ઘરમાં હશે તો દોડાદોડી ઓછી થશે. દાદાદાદીનું દીકરા-વહુ ધ્યાન રાખી શકશે એટલું કોઈ પગાર દઈને રાખેલા બહેન કે ભાઈ નહીં રાખી શકે. વળી, સંતાનને પણ દાદા-દાદીના કારણે સારા સંસ્કાર મળશે. સંતાન નાનું હોય ત્યારે કે મોટું થાય ત્યારે ડગલે પગલે જે તકલીફો આવે તે અનુભવની એરણે ઘડાયેલ દાદાદાદીની સૂજબૂજથી દૂર થશે. દીકરા-વહુ બંને નોકરી કરતા હોય તો દાદાદાદી વગરના ઘરમાં આયાના ભરોસે સંતાનને છોડવું જોખમી છે. સંતાન નાનું હોય કે કિશોર કે પછી યુવાન, શારીરિક શોષણના બનાવો આજકાલ વધી રહ્યા છે. શારીરિક શોષણ ન થાય તો પણ કિશોર કે યુવાન વયે સંતાનનો પગ લપસી શકે છે. દાદા-દાદી હોય તો અઘટિત થતું અટકશે. ખાસ કરીને દીકરીઓએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ પોતે તો તેમના ભાઈ-ભાભીની ખામી શોધી શોધીને માતાપિતાને ન કહે અને જો તેમનાં વૃદ્ધ માતાપિતા દીકરા કે વહુની ફરિયાદ તેમની આગળ કરે તો માતાપિતાને પોઝિટિવ રીતે સમજાવે કારણકે દીકરીઓ પણ કોઈકની તો ભાભી જ છે અને બીજું એ કે દીકરીઓ સાસરેથી દોડી દોડીને માતાપિતાની સેવા કરવા આવી શકવાની નથી કે નથી માતાપિતાને પોતાની સાથે રાખી શકવાની. તો પછી તેમણે પ્રયાસો એવા જ કરવા જોઈએ કે જેથી માતાપિતા અને ભાઈ-ભાભી સંપીને રહે.
પરંતુ માનો કે આ બધું શક્ય નથી. દીકરાને નોકરી જ એવી જગ્યાએ છે જ્યાં દાદા-દાદીને ફાવે તેમ નથી તો શું કરવું? કેટલાંક સૂચનો: એટીએમમાં પૈસા ઉપાડવા જતી વખતે કોઈને પાસવર્ડ કહેવો જ નહીં. બને તો દીકરો જ્યારે આવે ત્યારે પૈસા ઉપાડીને આપે તે જ ઉત્તમ. અથવા પરંપરાગત રીતે ચેકથી પૈસા ઉપાડવા. ઘરનોકરનો ફોટો પાડી, તેનું પૂરું નામ, સરનામું લઈ લેવું. તેની જાણ પોલીસમાં પણ કરી રાખવી. ઘરનોકર માનવ છે તે વાત સાચી પરંતુ વધુ પડતી આત્મીયતા પણ નુકસાનકારક છે. તેની સામે પૈસાથી લઈને ઘરમાં દીકરા-વહુ સાથે ચાલતા ઝઘડા કે અન્ય કોઈ ભેદ ખોલવા નહીં. તો, આનાથી વિરુદ્ધ તેને ઠપકો આપતી વખતે પણ ભાષા સંયમ રાખવો. પોતે કે પોતાના જીવનસાથી બીમાર ન જ પડે તેવી કાળજી રાખવી. સમયાંતરે શરીરની તપાસ કરાવતા રહેવી. દવા સમયે સમયે લેવાનું યાદ રાખવું. અડોશપડોશમાં સારા સંબંધો હોય તે જરૂરી છે. દીકરા-વહુ દૂર હોય ત્યારે પડોશી જ કામે આવતા હોય છે. યુવાનોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે તેમની આજુબાજુ કોઈ વૃદ્ધ પતિ-પત્ની રહેતાં હોય તો તેમના રોજ ખબરઅંતર પૂછતા રહેવું. કોઈ દિવસ તેમના ઘરનો દરવાજો ન ખૂલે તો તેમની ચિંતા કરવી. તેમને શાક, દવા જેવી નાનીમોટી વસ્તુ લાવવી હોય કે બિલ ભરવાનું હોય તો તેવા કામ પોતે જતા હોય ત્યારે એક ધક્કે જ પતાવી શકાય છે. તેના માટે તમારે કોઈ વિશેષ તસ્દી લેવાની નથી. તો પછી આવાં નાનામોટાં કામ કરવામાં શું વાંધો? તમને ઘરડા લોકોના આશીર્વાદ મળશે. જોકે ઈન્ટરનેટના કારણે હવે તો એક જ શહેરમાં અલગ રહેતા કે બીજા શહેરમાં રહેતા દીકરા-વહુ પણ તેમનાં માતાપિતાના બિલ ભરી દઈ શકે છે. દીકરા-વહુએ યાદ રાખવું જોઈએ કે કારકિર્દી અને ભૌતિક સુખ પાછળ આંધળી દોટમાં વૃદ્ધ માબાપના આશીર્વાદ હશે તો જ સફળ થવાશે, બાકી જો તેમનો હાયકારો હશે તો પછડાટ મળતા વાર નહીં લાગે. તેઓ મરી જશે પછી તેમના નામે હૉસ્પિટલ બનાવવી કે મંદિર બનાવવાનો કોઈ અર્થ નથી. માબાપને જીવતાં પૂજવા જોઈએ. સામે પક્ષે વૃદ્ધ માબાપ પણ યાદ રાખે કે હિન્દુ શાસ્ત્રમાં પચાસની ઉંમર પછી વાનપ્રસ્થાશ્રમ અને ૭૫ની ઉંમર પછી સન્યાસ્તશ્રમની જોગવાઈ છે. અર્થાત્ તમારે દીકરા-વહુને સોંપીને સંસારમાં રહેવા છતાં અલિપ્ત બનીને રહેવાનું છે. મોહમાયા અને સ્વાદ વગેરે ધીમે ધીમે છોડતા જઈ ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાનું છે. આના માટે વનમાં જવાની કે સન્યાસ લેવાની જરૂર નથી. ઘરમાં રહીને, દીકરા-વહુ અને પૌત્ર-પૌત્રીને મદદરૂપ બનીને પણ રહી શકાય છે. બંને પક્ષે આવું થાય તો પરિવારથી અલગ સ્વર્ગ બીજે ક્યાંય નથી.

No comments:
Post a Comment