સંબંધો વગરનું સહ જીવન …. હિરલ શાહ
સુરત નિવાસી મિત્ર આદરણીય શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના બ્લોગ 'સંડે-ઈ-મહેફિલ"માં સૌ.હિરલ શાહનો ૨૦૧૦માં લખાયેલ "સંબંધો વગરનું સહ જીવન " ( લીવ ઇન રીલેશનશીપ ) વિષયનો એક મનનીય લેખ પ્રસિદ્ધ કર્યો છે.
આ લેખ એમણે એમના ઈ-મેલમાં મને વાંચવા માટે મોકલ્યો હતો , જે મને ગમ્યો.આ માટે એમનો આભારી છું.
આ લેખમાં હિરલે એના યુ.કે અને ભારતના અનુભવો પર આધારિત વિચારો દાખલા અને દલીલો સાથે રજુ કર્યા છે જે આજે પણ એટલા જ સુસંગત છે.લેખમાં એ સાચું કહે છે કે આદર્શ લગ્ન સંસ્થા એ ભારતીય સંસ્કૃતિનો પાયો છે.લગ્ન વિનાના સંબંધો એ એક જાતનો મુક્ત વ્યભિચાર જ કહેવાય.
પશ્ચિમમાં પણ લગ્ન સંબંધોની બાબતમાં ઘણા લોકો ભારતીય સંસ્કૃતિને પસંદ કરતા હોય છે.હીરલની મિત્ર કેથરીનના શબ્દો કે " હું મારો બીજો જન્મ ભારતમાં થાય એવું ઈચ્છું છું"એમાં એના લગ્નેત્તર સહ જીવનનો કટુ અનુભવ દેખાઈ આવે છે.
આની સામે હવે ભારતમાં જ જો ભારતીય સંસ્કૃતિ અને આદર્શ લગ્ન સંસ્થાનો અનાદાર થતો હોય અને લગ્ન વિનાના સંબંધો થતા હોય તો એ કેટલું ઉચિત કહેવાય!
સહજીવનમાં સાથે રહેવાની ઈછા છે,
સંગતીમાં જીવનનો આનંદ ને સુગંધ છે.
બાગમાં દરેક ફુલની ખુશબો હોય છે,
તેમ દરેક વ્યક્તીનીયે સૌરભ હોય છે.
સહજીવનમાં સ્ત્રીની મધુર સુગંધ છે,
પુરુષનાયે સાંનીધ્યમાં વીશેષ સૌરભ છે.
તેથી જ બેઉને સાથે રહેવાની ઉત્કંઠા છે,
સહજીવનની પ્રેરણા નૈસર્ગીક છે.
પણ, સંયોજન અને વ્યવસ્થા સાંસ્કૃતીક છે,
જેઓ એકમેકના જીવનને સમ્પન્ન કરે છે,
સુરભીત કરે છે, એમનું સહજીવન
ચરીતાર્થ થાય છે, આનંદમય થાય છે…
---- દાદા ધર્માઘીકારી
No comments:
Post a Comment