. જીવન દર્શન (ડાયરી નું એક પાન )
------------------------------ ----------------------
આજે વહેલી ખુશનુમા પ્રભાતે મારા દ્વાર ઉપર ટકોરા મારી મને જગાડે છે
સ્મૃતિ ,કલ્પનાની સોડ માં હજુ સૂતી છે .સમય હવે આળસ મરડી ને બગાસું ખાય છે ,
કુદરત જાગી ગઈ છે ,પંખીઓના કલરવો મારી તંદ્રા ને હળવે હાથે પંપાળે છે ;આનંદ જાણે કે
રાજીપા ના ગીતો ગાવા થનગને છે ,ગઈ કાલનો અંધકાર સૂર્યની સોડમાં સંતાઈ ગયો છે ,
કહો કે પીગળી ગયો છે ,મારે તો બધું ભૂલીને આજ ને સત્કારવાની છે ,હવે તો ઊઠવાનું
,જાગવાનું છે ... જાગૃતિ વિના ધારેલી મંઝિલ ની રાહ જોતી પગદંડીની આતુરતાને કેવી રીતે ?
ભેટીશું ?ચેતનના તો રોજ સવારે સ્ફૂર્તિ , તાજગી સાથે મારા અંતરના આંગણે સત્કારવા સમણાં
સાથે ઉભી છે . હે ,પ્રભુ આ કેવી ! સરસ અનુભૂતિ છે ...જયાં પ્રફુલ્લિતતા ના પુષ્પો મારા બિછાનામાં
મહેક સાથે મને ગલગલિયાં કરી રહ્યાં છે --મારા ખોબામાં વસંતનો વૈભવ આવી ને મારી
કલ્પનાઓ ને સજાવી રહ્યો છે ...પ્રત્યેક દિવસ મારાં માટે ચૈતન્ય નો થનગનાટ બની રહે તેવી
કૃપા દૃષ્ટિ મારા ઉપર નિરંતર રાખજે અને તારી ઋણ મુક્તિ કાજ મારી મનોવૃત્તિ ,મારી દૃષ્ટિ ,
મારું વલણ અને ચલણ હરદમ શુદ્ધ ,નૈતિકતા સાથે -સેવાભાવી પરોપકારી સ્થિરતા આપે !
મને યાચક નહીં પણ તારાં કથનો ,વચનોનો વાચક બનાવ જે ..
સામાજિક વ્યવ્હારિતા કરવી પડશે ,છૂટકો નથી ,તેથી મારામાં શુદ્ધ ભાવના -ઠાંસોઠાંસ
ભરજે , મારાથી મન ,વચન અને કર્મ કરતાં જાણે ,અજાણે કોઈનું હિત જોખમાય નહીં ,તેવી સભાનતા
-જાગૃતિ ને મારા શ્વાસોમાં ભરજે .....આ બધી મારી માંગણીઓ નથી ,મારી નિત્ય પ્રાર્થનાનાં તેં
જગાડેલાં સ્પંદનો છે .....કેવી સરસ સવાર આજે ઉગી છે ...તમન્ના ,તાજગી અને તરંગોમાં જ્યાં
કુદરત ડોલતી હોય ! ત્યાં હું કેવી રીતે મૌનનાં ભંડારિયામાં પુરાઈ રહું ?
હું જાણું છું કે વિચાર ,અનુભવ અને અભિવ્યક્તિ નું શબ્દદેહે અવતરણ એટલે લેખન ...
ધબકતાં સત્યનો રણકો એટલે લેખ ,મનના ઊર્મિ પ્રવાહ ને લાગણી ભીંજી વર્ષા એટલે કવિતા ;ઘણું
લખો ,છતાં બાકી રહી જાય તેવો ધસમસતો પ્રવાહ એટલે કલમ ,કાગળ અને કલ્પના ના સંગમનો
અવસર ....સ્પંદનોનું સ્ફુરણ ગાન
આ બધું હે ,પ્રભુ તારાં પ્રતાપે મને મળેલી તારી કૃપા દૃષ્ટિ નો પ્રસાદ ગણું છું અને
આભરવશ કૃતઘ્નતા વ્યક્ત કરું છું .
------------------------------ ------------------------------ ----------જીતેન્દ્ર પાઢ /રાહલે /નોર્થ કેરોલિના /
------------------------------

No comments:
Post a Comment