Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

4 March 2020

બૉર્ડની પરીક્ષા...... જીંદગીનું પ્રથમ સંભારણું.!!

બૉર્ડની પરીક્ષા...... જીંદગીનું પ્રથમ સંભારણું.!! 


બૉર્ડની પરીક્ષા શરૂ થવાને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે એક શિક્ષક તરીકે, કેટલીક અગત્યની વાતો કહેવી છે.

*સમાજે આટલું ધ્યાન રાખવું :-

           દરેક પરીક્ષા આગળના ધોરણમાં પ્રવેશ મેળવવાનું *ધારા ધોરણ * છે. આ ધારા ધોરણમાં વધુ-ઓછું થવાથી કોઈ બહુ મોટો ફરક પડી જવાનો નથી. એટલે સમગ્ર સમાજને બે હાથ જોડીને વિનંતી છે કે જેના બાળકો SSC/HSCમાં છે એ વાલીઓને કે એવા વિદ્યાર્થીઓને કે એમને ભણાવતાં શિક્ષકોને ખાલીખોટા સવાલો કરીને ટોર્ચર કરવાનું ટાળજો. તમે આપેલો સવાલબાજીનો માનસિક ત્રાસ કોઈની પરીક્ષા તો શું જિંદગી પણ બગાડી શકે.
         બીજું કશું ન થાય તો ચૂપ રહેજો, કારણ વિના મહેણાં-ટોણાં બોલીને કોઈની હિંમત ન તોડતા. ખોટી અફવાઓ ન ફેલાવતા. બને તો મદદરૂપ થજો,
       સકારાત્મક વાતો કરજો, હિંમત આપજો. આમાંનું કશું ન થાય તો मौनं ही महाव्रतम् ।

*શિક્ષકો મિત્રો એ આટલું ધ્યાનમાં રાખવું :-

       આપણે આખું વર્ષ દિલ દઈને ભણાવ્યું છે. આખું વર્ષ જીવ નીચોવીને કામ કર્યું છે.
      નાનામાંનાના મુદ્દે સ્પષ્ટતા-ચીવટ કેળવીને અભ્યાસક્રમને ન્યાય આપ્યો છે. દરેક બાળકને આપણે માપી-જોખીને એની ક્ષમતા મુજબ તૈયાર કર્યું છે.  હવે પરીક્ષા લેવાઈ રહી છે એ વાસ્તવમાં બાળકની નહીં, તમારી પરીક્ષા છે. બાળકના પરિણામમાં આપણા પરસેવાની સોડમ હશે. તમારા વિદ્યાર્થીઓના માર્કમાં આપણી મહેનતની ચમક દેખાશે. બીજા કંઈપણ કહે, આપણે આપણાં બાળકને નાસીપાસ નહિં કરીએ . આપણને ખબર હોય કે અમુક-તમુક બાળક પાસ થાય એમ નથી, તો પણ એના વખાણ કરજો. એને પ્રોત્સાહન આપજો. પરીક્ષા પ્રેઝન્ટેશની કળામાત્ર છે એ આપણે જાણીએ છીએ. બાળકને આ સમજાવી એનો ઉત્સાહ વધારજો.
 છેલ્લી ઘડીએ નહીં કરવાના કામોની એક નાની યાદી આપું છું
 શિક્ષકમિત્રો ! ખાસ જોજો :
-કોઈપણ પેપરના આગલા દિવસે કે આગલા કલાકે બાળકને કશું પૂછશો નહીં : આ વાંચ્યું ? આ જોયું ? ફલાણું કર્યું ? ઢીંકણું યાદ છે ? -આવા કોઈ જ સવાલો ન કરો. કોઈ એવો ગંભીર મુદ્દો યાદ ન કરાવો.

-વિદ્યાર્થી સાથે એનાથી વધારે ક્ષમતાવાળા વિદ્યાર્થીઓ વિશે વાત જ ન કરો. નામ લેવાનું પણ ટાળો. એનાથી ઓછી ક્ષમતાવાળા વિદ્યાર્થીઓના નામજોગ ઉદાહરણ દઈને એને ઉત્સાહિત કરો. એ તમારો હનુમાન છે, આપણે બૉર્ડની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી જાંબુવાનની ભૂમિકામાં રહેવાનું છે. નાપાસ થવાની શકયતાવાળાને પણ આપણે ખૂબ વખાણવાનો છે. એવા બાળકો સંવેદનશીલ વધારે હશે. એનો ઉત્સાહ વધારવામાં કોઈ કસર ન છોડશો. પ્રથમ હરોળના વિદ્યાર્થીઓ પણ બિલકુલ આવા જ સંવેદનશીલ હોય છે.
      A1ની કક્ષાએ પહોંચેલા વિદ્યાર્થીઓને વારંવાર પ્રોત્સાહિત કરવા પડે છે. એમની સાથે પણ પેપરના આગલા દિવસે કે આગલા કલાકે કોઈ સવાલબાજી ન કરો. ઉપર કહ્યું એવું કશું પૂછવાની જરૂર નથી. બસ, એને ખુશ રાખો. એના વખાણ કરો. એની લખાવટ, એનો પહેરવેશ, એની શિસ્ત, એની બોલી, એનો સ્વભાવ, એનો હાવભાવ... વગેરે બાબતે ચર્ચા કરીને એને ખુશ રાખો. વિદ્યાર્થીને ખુશ રાખશો તો એ તમારા ધાર્યા કરતાં વધુ પરિણામ લાવી આપશે. શિક્ષકધર્મ નિભાવજો, સાહેબગીરી ન કરતા.

*વાલીઓએ આટલું ધ્યાનમાં રાખવું. :-

તમારું બાળક તમારી નજીકની શાળામાં પરીક્ષા આપવા જવાનું છે અને માત્ર ત્રણ કલાક પેપર લખીને પરત આવી જવાનું છે. એને માર્સમિશન પર મોકલતા હોવ એવો માહોલ ન બનાવશો. એ સીમા પર યુદ્ધ લડવા નથી જતું. તમારું બાળક વધુ કે ઓછા માર્ક લઈ આવશે તો કોઈ આભ નથી તૂટી પડવાનું. સચિન તેંદુલકર SSCમાં નાપાસ થયા પછી પણ વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટર-બેટ્સમેન છે. તમારું બાળક એનાથી તો વધારે હોંશિયાર છે જ. એની પરીક્ષાને લઈને ઘરમાં કરફ્યૂ લગાડવાની જરૂર નથી. એને સામાન્ય ઘટનાની જેમ જ જુઓ. વારંવાર ટોકીટોકીને એને સંવેદનબધીર ન બનાવી દેતા.યાદ રાખજો, પરીક્ષા આજે છે ને કાલે નથી, તમારું બાળક કાયમ તમારું જ રહેવાનું છે.
પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી બાળકને બાઇક/એક્ટિવા કે કોઈ વાહન ન આપો. જાતે જ લેવા-મૂકવા જજો અથવા અન્ય કોઈ વડીલ લેવા-મૂકવા જાય એવી વ્યવસ્થા કરજો.

વિદ્યાર્થીઓએ આટલું ધ્યાનમાં રાખવું :-

     તમે પરીક્ષા આપવા જાવ છો કોઈ રણસંગ્રામ ખેલવો નથી જતા અને યાદ રાખો આ તમારા જીવનની પહેલી કે બીજી પરીક્ષા છે છેલ્લી નથી આખું વર્ષ સરસ મહેનત કરી છે તો પછી ગભરાવાની જરૂર છે આરામથી તમારી પોતાની જ સ્કૂલમાં પરીક્ષા આપતા હોય એમ જ પરીક્ષા આપવા જજો ત્યાં મારા તમારા જેવા શિક્ષકો જ પરીક્ષાની વ્યવસ્થા માં રોકાયેલા હશે એટલે કોઈ પણ સંજોગોમાં ગભરાશો નહીં સીસીટીવી તમને ડરાવવા માટે નથી પરીક્ષા નો એક ભાગ છે કેમેરા ન હોય તો તમારા જેવા હોશિયાર વિદ્યાર્થીઓ પાછળ રહી જાય અને અભ્યાસમાં નબળા કૉપી કરવાવાળા તમારાથી આગળ વધી જાય એમ ને રોકવા માટે સીસીટીવી કેમેરા છે પરીક્ષા સમયે કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપતા ચૂપચાપ આપણી પોતાની જગ્યા પર બેસી ને પેપર ની રાહ જુઓ.
છેલ્લી ઘડીએ રસ્તામાં કોઈ શિક્ષક, વિદ્યાર્થી, વાલી પૂછે કે આ જોયું ? પેલું જોયું? દરેક ને ના પાડી ને ત્યાંથી આગળ નીકળી જજો. કોઈ પણ સંજોગોમાં પેપર ફૂટ્યાની અફવા સાંભળતા નહીં. આ કોઈ ફુગ્ગો, સાયકલ ટાયર નથી કે ગમે તેમ અને ગમે ત્યારે ફૂટી જાય. ખૂબ સજ્જડ વ્યવસ્થાઓ ગોઠવાયેલી હોય છે એટલે ચિંતા કર્યા વગર તમે તમારા પરીક્ષા કાર્યમાં આગળ વધો. પેપરમાં તમારે તમને આવડતા પ્રશ્નોનાં યોગ્ય રીતે જવાબ લખવાના છે. સુંદર  રીતે આંખને જોવું ગમે એ જ રીતે દરેક પ્રશ્ન લખજો. તમારા શિક્ષકે આપેલ દરેક સૂચન ધ્યાનમાં લઈને પેપર લખજો. લખતી વખતે મન એકાગ્ર રાખજો .મનમાં માતા પિતા અને પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરી પેપર લખવાનું શરૂ કરજો. તમારા પાઉચ કંપાસ માં જરૂર પૂરતી જ ચીજો રાખજો. જે દરેક પેપર પછી આગળ ના પેપર ને ધ્યાનમાં રાખીને બદલવી. લાલ, ગુલાબી, કેસરી મરૂન કે ભળતા  રંગની પેન કે પેન્સિલ ભૂલથી પણ સાથે ન રાખતા. માત્ર વાદળી અને કાળી બે કલર ની પેન સાથે રાખવી. જવાબ વહી માં કોઈપણ પ્રકારની નિશાની ન કરો. વિષયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને  પેન્સિલ પરિકર સ્કેલ વગેરે સાથે રાખો. ઘરથી નીકળતા પહેલા તમારી ઘડિયાળ ચાલુ છે કે કેમ? રીસીપ્ટ લીધી છે કે કેમ તે બરાબર ચેક કરી લો. પેપર પૂરું કરીને આવ્યા પછી કોઈ પણ સંજોગોમાં સોલ્વ કરવા ન બેસશો. યોગ્ય જગ્યાએ મૂકી દો કમસેકમ બે કલાક માટે કોઈ પુસ્તક ભણવાની વાત ન કરો. આરામ કરો. ભાઈ- બહેન, મમ્મી-પપ્પા સાથે પરીક્ષા સિવાયની હળવી વાતો કરો. ટીવી મોબાઇલ જુવો. સુઈ જાવ તમે તમારી ક્ષમતા કરતો વધુ પરિણામ ચોક્કસ લાવશો એવી મને શ્રદ્ધા છે. 
        ઋગ્વેદમાં પણ કહ્યું છે કે 
" હું જ્યારે સંકલ્પ કરી લવ ત્યારે પર્વતો પણ મને રોકી શકતા નથી.".         
        આવા દ્રઢ સંકલ્પ સાથે જો પરીક્ષા આપવા જઈએ તો ચોક્કસ આપણને સફળતા મળે જ. આ પરીક્ષાને એક પર્વ-ઉત્સવ સમજી અને આપણે સૌ આપણા બાળકોને આપણી આવતીકાલની પેઢીને પૂર્ણ સહયોગ આપીએ અને પરીક્ષાના આ અવસરને ખુબ સુંદર રીતે ઉજવીએ તો આવતી કાલની પેઢી ઉજળી બનશે જ એવી મને શ્રધ્ધા છે. Wish you all the best. 

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી