1.મહર્ષિવચનામૃત 4
ભારતીયસંસ્કૃતિ ઋષિસંસ્કૃતિ છે.અનેકો ઋષિ –મહર્ષિઓના ઋણ લઇ વિકસી છે.
આજે આપણે મહર્ષિ વાલ્મિકીની જીવનયાત્રાનું રસપાન કરીયે.
-ગૃહસ્થાશ્રમ ચલાવવાની જવાબદારી નિભાવવામાં રત વાલિયો સદગૃહસ્થ કહેવાય
ખરો?હા/ના?બધાને પોતાનો મત આપવાની અહી છૂટ છે.એ સમયે ઘરના સભ્યોનું
ભરણ-પોષણ કરવાની જવાબદારી બરાબર નિભાવી રહ્યો હતો.પણ સાચા-ખોટાની સમજ ન
હોવાના કારણે જીવન બોજ લાગતું આનંદની લકીર સરખી જીવનમાં ન હતી.નારદ માનવ
સંસ્કારોનો સંશોધક અને સંવર્ધક રહ્યો છે.માનવ મનમાં ગડમથલ કરાવી સત્ય
સમજાવી તે રીતે જીવન સંસ્કારતો..વાલિયાને નારદમુની સમજાવી શક્યા કર્મ
કર્તાને તેનું ફળ મળે જ છે.તારા કરેલા કર્મ માટે તારા પોતાના જેને કહે છે
તે સહભાગી થશે જરા તપાસ કરી આવ જો.અને નારદ જેના માટે પાપ કર્મ કરી રહ્યો
હતો તે બધાએ હાથ ઊંચા કરી દીધા.નારદ પાસે આવી માર્ગદર્શન કરવા કહે
છે.કર્મ કર્તા જ કર્મ ફળનો અધિકારી છે.તારા પોતાના ઈચ્છે તો પણ તારા
કર્મફળ નાં ભાગીદાર થઇ શકે નહિ.નારદમુની એ રામ નામનો મંત્ર આપ્યો રાફડો
ચઢી જાય ત્યાં સુધી મંત્રના જાપ કર્યા.અહી જીવનમાં પરિવર્તન લાવવા માટે
,કોઈ ચોક્કસ સિદ્ધિ માટે સમય અવધે નિર્ધારિત છે.પ્રકૃતિના ઘટના ચક્રમાં
નિશ્ચિત સમય મર્યાદામાં તે સિદ્ધ થાય છે.આ બાબતને સમજાવી છે.શરીર પર
ઉધયનો રાફડો થઈ જાય એટલા સ્થિરતા પૂર્વક ચિંતન કરવાથી પરમતત્વના મૂળ
સ્વરૂપને પામી શાકાય.અર્થાંત સાચા ખોટાની સમાજ આવે.નહિ તો રાવણ જેવા
વેદોના જ્ઞાતા ને પણ છેક છેલ્લે સમજાયું ‘મારે જે કરવાનું હતું તે ન
ક્ર્યું,અને જે ન કરવાનું કર્યું ,પરિણામ આ દશે દિશાનો વિજેતા અહી પડ્યો
છે,’વાલિયાનું વિચાર પરિવર્તન કરાવી નારદ ચાલ્યા જાય છે.એક સમયે લૂટ-માર
તેના ડાબા હાથનો ખેલ હતો તે આજે કોઈ પણ જીવની પીડા સહી શકતો ન હતો.કૌચ
યુગલ પૈકી એકને શિકાર કરનાર પારધી માટે શબ્દો સરી પડે છે. ’મા નિષાદ..સ
.આપણી સંસ્કૃતિનો જીવન ગ્રંથ “રામાયણ”આપ્યો.આપણા જીવનમાંથી રામાયણ અને
મહાભારત આવે ગ્રન્થો નીકળી જાય તો ભારત ભારત મટી જાય.આવો જીવનગ્રંથનો
રચૈતા વાલ્મીકી હતા.જેના તાપથી ધરા ધ્રુજતી તેણે જ વિશ્વની સર્વશ્રેષ્ઠ
સંસ્કૃતિ ઉભી કરી.રામાયણ એ જીવનગ્રંથ છે.તેમાં રહેલા આદર્શો જ જીવનને
સુખ,શાંતિ ને સમૃદ્ધિ આપશે. આપાની સંસ્કૃતિએ વાલિયાને વાલ્મીકી બનાવે.એ
જીવનદર્શન કરાવનારી દિવ્ય સંસ્કૃતિને ભોગવાદે ભરડો લીધો છે ત્યારે સંયમિત
જનો એ તેને સંભાળી લેવાની જરૂર છે.આજે જેમાં લોકોને સત્વ જણાય તેનો
વ્યવસાય કરી કમાય લેવાની વૃતિથી દુનિયા ચાલે છે.અર્થ પ્રધાન સમાજ
નિર્બળ,અસહાય અને અજ્ઞાનલોકો ને શોષી રહ્યો છે.ભોગવાદી જીવનશૈલી
જનમાનસમાંથી દૂર કરી શાકાય એમ નથી.આજે રાષ્ટ્રનું બજેટ મૂડીવાદ પર રચાય
છે..ક્યાંથી પૈસો આવશે અને ક્યાં ખર્ચાશે.ખર્ચના હિસાબ એટલા મોટા હોઈ કે
ઓવર ડ્રાફ્ટ થાયજ વળી તેમાં ઉધોગો અને સરક્ષણ ,સબસીડી અને જલસા પછી આવે
શિક્ષણ અને સંસ્કાર.ભોગવાદી વિચાર ધારા પર રચાયેલા બજેટ પર કોઈ આશા રાખી
શકાય એમ નથી.અને આમયે આ કાર્ય લોકો માટે લોકો વડે થતું રહે તે જરૂરી
છે.આજે રામ નામનો જપ કરે ચાલશે?એના વિષે તમને તર્ક કરવાની છૂટ છે.તમારો
વિચાર ઉત્તમ હોઈ શકે છે.એકવાત સમજીએ તો વાલિયો તે સમયમાં લૂટ ચાલાવતો એવી
લૂટ આજે ચાલતી નથી?જવાબ ‘ના’આવે સ્વાભાવિક છે લૂટ તો આજે ચાલે છે પણ
પ્રકાર બદલાયા છે.પહેલાં લોકો પાસે દર-દાગીના અને ખાવા પીવાનું કે
પહેરવા-ઓઢવાનું હતું.આજે એ જ તો છે.આજે તમે ખાવાપીવાની સામગ્રીમાં
,પહેરવા ઓઢવાની વસ્તુઓમાં ,ધંધા રોજગાર મેળવાવામાં લૂંટાય રહ્યા છો.મતલબ
લૂટનાર છે.દાળમાં મીઠું ખપે એટલોજ નફો લઇ શકાય.આ નીતી આજે ક્યાં
છે.?જરૂરીયાત કરતા વધારાનો સંગ્રહ માત્ર જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં ન
કરીએ તો પણ અનેક પ્રશ્નો ઉકલી જાય.ચાણક્ય એ અર્થશાસ્ત્ર અને મનુ નું
મનુસ્મૃતિ આધુનિક માનવજીવન માટે એટલાજ મહત્વના છે જેટલો બોધ મહર્ષિનારદે
વાલિયાને કર્યો.હતો.આપણી સંસ્કૃતિ ઋષિસંસ્કૃતિ રહી છે અગણિત ઋષિઓનાં ઋણ
લઈને જન્મી છે વૈદિક સંસ્કૃતિ. ‘મહર્ષિવચનામૃત’ લેખ દ્વારા માનવ ઉત્થાન
માટેના વિચારો અને કાર્યોની આજે પણ કેટલી ને કેવી જરૂરીયાત છે તેનો વિચાર
કરતાં રહીશું..પ્રત્યેક અંક નું પ્રથમ કોલમ માનવ મનમાં મથામણ કરાવે એવા
ઋષિવચનો લઇ આવશે.ક્રમશઃ..
૧.આપણા સંસ્કારગ્રંથોની શ્રેણીમાં “રામાયણ “ જીવનતીર્થ છે અને આવા
દિવ્યગ્રંથો જે ઘરમાં છે તે સંસ્કારતીર્થ છે.શીખે તે શિક્ષણ અને ઉપાડે તે
સંસ્કાર.અઆપનો ગૃહસ્થાશ્રમ સમૃદ્ધ રહ્યો છે પરિણામે અનેક
મહાપુરુષો,દીવ્યમાનવરત્નોનું પ્રાગટ્ય આ ભૂમિ પર થવા પામ્યું છે.આવા
દીવ્ય્પુરુષોના અવતરણ માટે સ્વામીવિવેકાનંદ કહે છે “સુસંસ્કૃત અને
શકિતશાળી માતાઓના મંદિરમાંજ મહાપુરુષો અવતરે છે.” આવી સુસંસ્કૃત ને
શકિતશાળી પ્રજા ભૂમિની શાન છે ને આપનું ગૌરવ છે..
૨.સંસ્કારગ્રંથોનું નિયમિત વાંચન થાય એ જ તેની સાચી પૂજા છે.તેનું
પાવિત્ર્ય અને સન્માન જળવાય તે જરૂરી છે.દીવ્યજ્ઞાનગ્રંથોનું પૂજન અર્ચન
થાય એ આપાણી સંસ્કૃતિ છે.પણ જ્યાંસુધી તેના જ્ઞાનને જાણીએ નહિ ત્યાં
સુધી તેની પૂજા અર્ચના માત્ર કર્મકાંડ બની રહેશે.
૩.આપણા પવિત્ર સંસ્કારધામો,શ્રદ્ધાસ્થાનોમાં પણ દિવ્યજ્ઞાનનો અમરવારસો
સંગ્રહાયેલો રહે જે આપાણી જ્ઞાનેચ્છા ને તૃપ્ત કરે.
“પક્ષીને ઉડવા માટે ત્રણ વસ્તુની જરૂર પડે બે
પાંખ અને એક પૂંછડી તેમ જીવનમાં જ્ઞાન અને ભકિત બે પાંખો અને પૂંછડી યોગ
છે આ ત્રણેના હોવાની સાથે તેમના સહકાર્યથી જ ઉડાન ભરી શકાય.તેમ
જ્ઞાન,ભકિત ને યોગના સમન્વયથી સંસારસાગર તરી શકે છે”.
-સ્વામીવિવેકાનંદ.