Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

21 December 2014

વિશ્વાસ કદી નહી છોડવો.



એક ડૉક્ટર એક વખત એમના ઘરથી ખૂબ દૂર આવેલા એક શહેરમાં જઈ રહ્યા હતા. એમનું નામ હતું ડૉક્ટર એહમદ. એ એક મેડિકલ કૉંફરંસમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. આ એક એવી કૉંફરંસ હતી જેના માટે ડૉ. એહમદ ખૂબ જ ઉત્સુક હતા. એમણે રોગોની સારવાર અંગે કરેલી એક ખૂબ જ અગત્યની શોધ માટે એમને એમાં એવોર્ડ મળવાનો હતો. છેલ્લા ઘણાં વરસોથી એમણે દિવસરાત જોયા વગર સંશોધનનું કામ કર્યું હતું. એ બધી મહેનત આખરે ફળી હતી અને એના ફળસ્વરૂપે તેઓ એ એવોર્ડના હકદાર બન્યા હતા. દૉક્ટરને મનોમન ભારે રોમાંચ થઈ રહ્યો હતો. ક્યારે એ શહેરમાં પહોંચી જવાય એની તાલાવેલી એમના ચહેરા પર સ્પષ્ટ વાંચી શકાતી હતી. પ્લેનમાં બેસી ગયા પછી પણ એ વારંવાર પોતાની ઘડિયાળ સામે જોઈ લેતા હતા. થોડી થોડીવારે એમનું મન કૉંફરંસના વિચારોમાં જ લાગી જતું હતું. ‘બસ ! હવે ફક્ત બે જ કલાક ! અને પછી ત્યાં !’ એવો વિચાર પણ એમના મનમાં ઝબકી જતો હતો.

પરંતુ એ જ વખતે 
અચાનક જ વિમાનના પાઇલટે જાહેરાત કરી કે વિમાનના એંજિનમાં ગંભીર તકલીફ ઊભી થવાના કારણે એમણે નજીકના કોઈપણ એરપૉર્ટ પર તાત્કાલિક ઉતરાણ કરવું પડશે ! ડૉક્ટરના મનમાં ફાળ પડી. સમયસર કૉંફરંસમાં નહીં પહોંચી શકાય એવી ચિંતા પણ એમને થઈ આવી. પરંતુ આવા આકસ્મિક સંજોગોમાં વિમાને ઉતરાણ કરવું જ પડે એમ હતું. ડૉ. એહમદ મનમાં ને મનમાં મૂંઝાવા લાગ્યા. જેવું વિમાને નજીકના એક નાના એરપૉર્ટ પર ઉતરાણ કર્યું કે તરત જ ડૉક્ટર દોડતાં હેલ્પડેસ્ક પર પહોંચ્યા. ત્યાં મદદ માટે ઊભેલી સ્ત્રીને પોતાની પરિસ્થિતિ સમજાવી. જેટલું બને તેટલું ઝડપથી પોતાને કૉંફરંસમાં પહોંચવું પડે તેવું છે એ પણ કહ્યું. પોતાને ત્યાં પહોંચવા માટેની સૌથી પહેલી ફ્લાઈટમાં બુકિંગ કરી આપવાની એમણે વિનંતી કરી. એકાદ બે કલાકમાં જ કોઈ ફ્લાઈટ હોય તો વધારે સારું એવું ભાર દઈને જણાવ્યું. ‘માફ કરજો સર !’ પેલી સ્ત્રીએ કહ્યું, ‘તમારે જ્યાં પહોંચવાનું છે એ શહેર તરફ જવા માટે આવતા દસ કલાક સુધી અહીંથી બીજી કોઈ પણ ફ્લાઈટ નથી. પરંતુ તમને વાંધો ન હોય તો હું એક સૂચન કરું. એરપોર્ટની બહારથી જ કાર ભાડે મળે છે. જો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસંસ હોય તો આરામથી ચારેક કલાકમાં તમે ત્યાં પહોંચી શકો છો. ટેક્સી કરતા એ ઘણું સસ્તું પણ પડશે અને મારા માનવા પ્રમાણે તમારા માટે એ એક ખૂબ સારો વિકલ્પ છે !’

ડોક્ટર એહમદને એ સૂચન ખૂબ ઉપયોગી લાગ્યું. એમના માટે આમેય હવે બહુ વિકલ્પ બચ્યા જ નહોતા. એમણે એક કાર ભાડે કરી લીધી. આમ તો લૉંગ ડ્રાઇવનો એમને ખૂબ કંટાળો આવતો પરંતુ એ દિવસે એમ કર્યા વિના છૂટકો પણ નહોતો. એમના મનમાં ફરીથી એક વખત કૉન્ફરંસના વિચારો શરૂ થઈ ગયા. થોડીક ક્ષણો માટે દબાઈ ગયેલો એ રોમાંચ ફરીથી જાગૃત થઈ ગયો. લાંબા અંતરના ડ્રાઇવિંગ માટેનો કંટાળો ખંખેરીને ડૉક્ટરે કાર મારી મૂકી. પરંતુ એ દિવસે કુદરત પણ જાણે કે ડૉક્ટરની વિરુદ્ધમાં બરાબરનો જંગ માંડીને બેઠી હોય એવું લાગતું હતું. ડૉક્ટરે હજુ તો માંડ સોએક કિલોમિટર જ કાપ્યા હશે ત્યાં જ વાતાવરણમાં ભયંકર પલટો આવવાનું શરૂ થઈ ગયું. થોડીવારમાં જ અનરાધાર વરસાદ વરસ્વા માંડ્યો. એ વરસાદમાં વચ્ચે વચ્ચે બરફના કરા પણ પડતા હતા. ડૉક્ટરને કાર ચલાવવામાં મુશ્કેલી પડવા માંડી. આગળ રસ્તો જોવામાં પણ તકલીફ પડતી હતી. આગળના કાચમાં જામતું પોતાના જ ઉચ્છવાસની વરાળનું પડ એ મુશ્કેલીમાં ઓર વધારો કરતું હતું. વરસાદ ઓછો થવાને બદલે દરેક ક્ષણે વધારે ને વધારે રૌદ્ર સ્વરૂપ પકડતો જતો હતો. આટલો બધો ભયંકર વરસાદ, ધૂંધળો રસ્તો અને અજાણ્યો પ્રદેશ ! એ બધાને કારણે ડૉક્ટર એહમદ રસ્તો ભૂલી ગયા. એક જગ્યાએ જ્યાં વળવાનું હતું એ ટર્નનું સાઇન બોર્ડ એમને દેખાયું જ નહીં ! વળવાને બદલે એ આગળ નીકળી ગયા.

બીજા ત્રણેક કલાક ડ્રાઇવ કર્યા પછી વરસાદ તો ઓછો થયો પરંતુ ડૉક્ટરને શંકા ગઈ કે પોતે રસ્તો ભૂલી ગયા છે. પરંતુ હવે એ રસ્તે પાછા ફરતાં પહેલા થોડા આરામની તેમજ પેટમાં કંઈક નાખવાની જરૂરિયાત પણ ઊભી થઈ ગઈ હતી. એ રસ્તો એવો નિર્જન હતો કે રસ્તાની બાજુમાં કોઈ ધાબા કે રેસ્ટોરંટ પણ દેખાતાં નહોતા. કોઈ ગામ જો દેખાય જાય તો એના કોઈ રહેવાસીનું માર્ગદર્શન મેળવી શકાય એ આશાએ ડૉક્ટર કાર ચલાવ્યે જતા હતા. ઘણા વખત સુધી કોઈ ગામ દેખાયું નહીં. હવે એમને બરાબરનો થાક લાગ્યો હતો. હવે તો કૉંફરંસના વિચારો પણ બંધ થઈ ગયા હતા અને ત્યાં પહોંચવાની એમની ઉત્સુકતા પણ મરી પરવારી હતી. બસ, હવે તો એકાદ ગામ દેખાઈ જાય તો ઊભા રહી જવું એ એક જ વિચાર એમને આવતો હતો. અચાનક રસ્તાની બાજુમાં આવેલા એક જર્જરિત મકાન પર એમનું ધ્યાન પડ્યું. દૂર ગામ પણ દેખાતું હતું. પરંતુ ડૉક્ટર એટલા થાક્યા હતા કે એ ઘર નજરે પડતાં જ એમનાથી બ્રેક લાગી ગઈ. કારમાંથી ઊતરીને એમણે એ ઘરનો દરવાજો ખખડાવ્યો. એક વૃદ્ધ સ્ત્રીએ દરવાજો ખોલ્યો. દરવાજો અધૂકડો રાખીને એણે આ માણસ કોણ છે, ક્યાંથી આવે છે, શું કામથી આવે છે, એવું બધું પૂછ્યું. ડૉક્ટર એહમદે પોતે રસ્તો ભૂલી ગયા છે એ કહ્યું. ઘણા કલાકના ડ્રાઇવિંગથી પોતે ખૂબ જ થાક્યા છે એ પણ જણાવ્યું. ઘરમાં જો ટેલીફોન હોય તો પોતે ઉપયોગ કરવા માંગે છે એવું પણ કહ્યું. પોતાના ઘરમાં ટેલીફોન નથી તેમજ છેલ્લા 24 કલાકથી લાઇટ પણ નથી એવું જણાવીને એ સ્ત્રીએ ઘરનો દરવાજો ખોલી નાખ્યો. પછી કહ્યું, ‘જો ભાઈ ! તમારે ઉતાવળ ન હોય તો તમે ઘડીક અંદર આવી શકો છો અને વાંધો ન હોય તો મારે ત્યાં થોડુંક ખાઈને પછી આગળ વધજો ! તમારો ચહેરો જોતાં તમે ખૂબ જ થાક્યા હો એવું લાગે છે !’

ડૉક્ટર એહમદે બે ક્ષણ વિચાર કર્યો. થાક અને ભૂખ તો લાગ્યાં જ હતાં. ઉપરાંત એ અજાણ્યા પ્રદેશમાં રસ્તો શોધવામાં અને મૂળ રસ્તે ફરીથી ચડવામાં કેટલો સમય લાગે એ પણ નક્કી નહોતું. એમણે એ વૃદ્ધ સ્ત્રીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. હાથ-મોં ધોઈને ડૉક્ટર ડાઇનિંગ ટબલ પર નાસ્તાને ન્યાય આપવા બેઠા. આટલા થાક પછી ગરમ નાસ્તો અને ચા મળવાથી એમને ઘણું સારું લાગતું હતું. ‘ભાઈ ! તમને વાંધો ન હોય તો હું પ્રાર્થના કરી લઉં ? મારી પ્રાર્થનાનો સમય થઈ ગયો છે !’ પેલી સ્ત્રીએ કહ્યું. ડૉક્ટરે હકારમાં માથું હલાવ્યું. ચાની ચૂસકી લેતાં લેતાં મીણબત્તીના ઝાંખા અજવાળામાં ડૉક્ટરે જોયું કે પેલી સ્ત્રી એક ઘોડિયાની બાજુમાં બેસીને પ્રાર્થના કરી રહી હતી. નવાઈની વાત એ હતી કે એકવાર પ્રાર્થના પૂરી થાય પછી એ સ્ત્રી ઊભી થવાને બદલે ફરીથી પ્રાર્થના શરૂ કરી દેતી હતી. વચ્ચે વચ્ચે એ ઘોડિયા સામે જોઈ લેતી હતી અને ક્યારેક તો પોતાનાં આંસુ પણ લૂછી લેતી હતી. ડૉક્ટરને થયું કે નક્કી આ સ્ત્રી કાંઈક તકલીફમાં છે. એનાં આંસુ કહી રહ્યાં હતાં કે તકલીફ સાદી નહીં પણ ગંભીર છે. કદાચ એને કોઈ મદદની જરૂર હોય અને પોતે ક્યાંય મદદરૂપ થઈ શકે તેમ હોય તો પોતે એ માટે તૈયાર છે એવું જણાવવા એણે કહ્યું, ‘બહેન ! જો તમને વાંધો ન હોય અને મારા જેવા અજાણ્યાને કહી શકતા હો તો હું તમારા દુ:ખ વિશે સાંભળવા અને બને તો મદદરૂપ થવા તૈયાર છું. હું જોઈ રહ્યો છું કે તમે કાંઈક મોટી તકલીફમાં લાગો છો.’

પેલી સ્ત્રીએ થોડીવાર ડૉક્ટર સામે જોયું. પછી કહ્યું, ‘ભાઈ ! ઉપરવાળો મારી ઘણી પ્રાર્થનાઓ સાંભળે છે, પરંતુ ખબર નહીં આ વખતે મારી પ્રાર્થનામાં એવી તે કઈ ખામી રહી ગઈ છે કે બસ, એક પ્રાર્થનાનો નથી તો એ જવાબ આપતો કે નથી કાંઈ રસ્તો બતાવતો. કદાચ મારી શ્રદ્ધામાં કાંઈક ખોટ હશે નહીંતર સાવ આવું તો ન જ બને !’ એટલું કહેતાં એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. ‘બહેન !’ ડૉ. એહમદે કહ્યું, ‘તમને જો વાંધો ન હોય તો મને કહેશો કે એવી કઈ વાત છે જે તમને વારંવાર રડાવી દે છે ? એવું તો શું છે જે તમને એક પ્રાર્થના પછી તરત જ બીજી પ્રાર્થના કરાવડાવે છે ? શું હું તમને કોઈ રીતે ઉપયોગી થઈ શકું ખરો ?’ થોડી વાર એ સ્ત્રી ડૉ. એહમદ સામે જોઈ રહી. ડૉક્ટરના અવાજમાં રહેલી સાચી સહાનુભૂતિ એને સ્પર્શી ગઈ હતી. એણે વાત શરૂ કરી, ‘ભાઈ ! આ ઘોડિયામાં સૂતો છે એ મારો પૌત્ર છે. એનાં મા-બાપ થોડા સમય પહેલાં કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યાં છે. આ બાળકને એક એવા પ્રકારનું કેંસર છે કે આજુબાજુનાં શહેરોના કોઈપણ ડૉક્ટર એની સારવાર કરી શકે તેમ નથી. નજીકના એક મોટા શહેરના ડૉક્ટરે કહ્યું છે કે આ રોગની સારવાર અહીંયા શક્ય જ નથી, પરંતુ અહીંથી ખૂબ જ દૂર દેશના દક્ષિણ ભાગમાં એક ડૉક્ટર એવા છે જે આ કેંસરની સફળતાપૂર્વક સારવાર કરી શકે છે. પરંતુ ભાઈ ! હું એકલી, ઘરડી સ્ત્રી આટલા નાના માંદા બાળકને લઈને એમને શોધવા એટલે દૂર કઈ રીતે જાઉં ? એટલે હું રોજ ઉપરવાળાને પ્રાર્થના કરું છું કે મને કોઈક રસ્તો બતાવે. પરંતુ ખબર નહીં મારી પ્રાર્થનાનો એ ક્યારે જવાબ આપશે ?’ ફરી એકવાર એ સ્ત્રીની આંખો છલકાઈ ગઈ.

‘તમને એ ડૉક્ટરનું નામ, સરનામુ કે બાળકના કેંસરનો પ્રકાર એવું કાંઈ ખબર છે ?’ ડૉક્ટરે પૂછ્યું. ‘હા ભાઈ ! દીકરાની ફાઈલમાં એ ડૉક્ટરનું નામ તેમજ બીજી બધી વિગત લખી છે. ઊભા રહો, હું તમને એ જોઈને કહું.’ એ સ્ત્રીએ બાજુના ટેબલ પર પડેલી એના પૌત્રની ફાઇલ લઈને ખોલી. ‘શું નામ છે એ ડૉક્ટરનું ?’ ડૉક્ટરે પૂછ્યું. ‘ડૉક્ટર એહમદ ! એ ફલાણા શહેરમાં રહે છે !’ પેલી સ્ત્રીએ જવાબ આપ્યો. ડૉક્ટરની બંને આંખોમાંથી આંસુની ધાર વહી નીકળી. એણે રડતાં રડતાં જ કહ્યું, ‘બહેન ! ખરેખર ઉપરવાળો ખૂબ મહાન છે. એણે વિમાનમાં ખોટકો ઊભો કર્યો, વાવાઝોડું મોકલ્યું, અનરાધાર વરસાદ વરસાવ્યો, મને રસ્તો પણ ભુલાવી દીધો. આ બધું એણે એટલા માટે કર્યું કે એ તમારી પ્રાર્થનાનો જવાબ જરા જુદી રીતે આપવા માંગતો હતો. એ તમને ડૉક્ટર એહમદ સુધી પહોંચાડવા રાજી નહોતો, કારણકે તમને કેટલી તકલીફ પડી શકે એ વાત એ બરાબર જાણતો હતો. એટલે જુઓ ! એ ડૉક્ટર એહમદને જ તમારી પાસે લઈ આવ્યો. બહેન ! હું જ છું એ દૉક્ટર એહમદ !’ પેલી સ્ત્રી રડતાં રડતાં બોલી, ‘હે ભગવાન ! તું ખરેખર મહાન અને ખૂબ જ દયાળુ છે ! પ્રાર્થનાનો જવાબ આપવાની તારી રીત ખરેખર નિરાળી છે ! ડૉક્ટર એહમદ પણ આંખમાં આંસુ સાથે એ જ શબ્દ મનમાં બોલતા હતા.

સૌથી સુંદર કોણ છે ?


ઓખાહરણ/કડવું-૯૧
આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે;
જેણે વગડે ચાર્યા ઢોર,હાર્યો હાર્યો બાણાસુરરાય,
કૃષ્ણરાય જીતિયા રે;વેગે આવ્યા દ્વારિકાની માંય,
કેશવરાય જીતિયા રે.રાણી રુક્ષ્મણીએ વધાવીને લીધા,
ત્રિકમરાય જીતિયા રે;તે તો પુરાણે પ્રસિદ્ધ,
ઢીંગલમલ જીતિયા રે.તે તો ગોત્રજ આગળ જાય,
કલ્યાણરાય જીતિયા રે;બંનેના હાથ કંકણ મીંઢળ છોડાય,

ઓખાહરણ-કડવું-૯૨
તારા બાપનો બાપ તેડાવ, છોગાળા દોરડો નવ છૂટે;
તારો કૃષ્ણ વડવો તેડાવ, છબીલા દોરડો નવ છૂટે.
તારી રૂક્ષ્મણી માત તેડાવ, છબીલા નવ છૂટે;
બ્રહ્માએ વાળી ગાંઠ, છબીલા નવ છૂટે
તારો બળભદ્ર કાકો તેડાવ, છબીલા નવ છૂટે;
તારી રેવતી કાકી તેડાવ, છબીલા નવ છૂટે
તેની રુદ્રે બાંધી ગાંઠ, છબીલા નવ છૂટે
તારો બાણાસુર તાત તેડાવ, હો લાડી.
તારી બાણમતી માત તેડાવ, હો લાડી.
તારો શંકર તાત તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે.
તારી પારવતી માત તેડાવ હો લાડી.
તારો ગણપતિ ભ્રાત તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે.
તારી શુધ બુધ ભોજાઈ તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે.
તારી ચિત્રલેખા ચોર તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે.
ઓખા છોડે દોરડો ને જાદવ જુવતી ગાય,
બેઠી ગાંઠ તે કેમ છુટી જાય, છબીલી દોરડો કેમ છુટે.
Check out Jeevanshailee
Posted: 02 May 2014 04:18 AM PDT
This post was written byઓખાહરણ-કડવું-૯૩
રીતભાત પરિપૂરણ કરી, ઊઠ્યા કૃષ્ણ તનજી;
નવું રે મંદિર વસાવીને ત્યાં, આપ્યું રે ભુવનજી.
એકવાર શ્રીકૃષ્ણે ઓખાને, ખોળા માંહે બેસારીજી;
માંગવું હોય તે માંગી લેજે, તું છે વહુઅર અમારીજી.
મારા-બાપને એક દીકરો, તમો આપો રે ભગવાનજી;
ભગવાને આપ્યો દીકરો, તેનું ગયાસુર નામજી.
બાણાસુરનો ગયાસુર વંશ ધારણ હારજી;
કહી કથા ને સંદેહ ભાંગ્યો; પરીક્ષિત લાગ્યો પાયજી.
શુકજી અમને પાવન કીધા, સંભળાવ્યો મહિમાયજી;
આરાધું ઈષ્ટ ગુરૂદેવને, ગણપતિને લાગું પાયજી.
શ્રોતા-વક્તા સમજતાં, કહે કવિ કરજોડજી;
ભાવ ધરી સહુ બોલજો, જય જય શ્રી રણછોડજી.
ઈતિશ્રી ભાગવત મહાપુરાણે દશમસ્કંધે શ્રીશુકદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદ કૃત ઓખાહરણ સંપૂર્ણ.


સાસરિયાના સાથમાં, તું ડાહી થાજે દીકરી,
હું તુજને શિખામણ દઉં, તે રખે જાતી વીસરી.
હળવે હળવે ચાલીએ;સાસરિયાના સાથમાં,
ખોળે ખાવું ના ઘાલીએ.સાસરિયાના સાથમાં
કંથ સારુ માલીએ;સાસરિયાના સાથમાં
સૈડકો આઘો તાણીએ.સાસરિયાના સાથમાં
કૂવે વાત ન કીજીએ; સાસરિયાના સાથમાં
પરપુરુષ સાથે વાત કરતાં બીહીજીએ.સાસરિયાના સાથમાં
ઢુંકી પાણી નવ લીજીએ,સાસરિયાના સાથમાં
પરપુરુષથી હસી તાળી નવ લીજીએ રે.સાસરિયાના સાથમાં
પિયુજીને પરમેશ્વર જાણી, સાસરિયાના સાથમાં
પગ ધોઈ પીજીએ.,સાસરિયાના સાથમાં.
Check out Jeevanshailee
Posted: 02 May 2014 04:15 AM PDT
This post was written byઓખાહરણ-કડવું-૮૯
ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે,
માનુની તો મળીને મંગળ ગાય રે.
રથ અને શ્રીફળ તે સિંચાય રે,
ઓખાબાઈને લાડુ કચોળુ અપાય રે.
ઓખાબાઈનાં ગીત ગવાઈ રે.
ઓખાબાઈને શિખામણ દે છે માય રે.

sundar

સૌથી સુંદર કોણ છે ?
* જેના નેત્રોમાં પરમાત્માની ચમક છે અથવા પરમાત્માની ઝાંખી થાય છે.
* જેને જોઈને પરમાત્માને પામવાની તીવ્ર ઝાંખના જાગે છે.
* જેનાં અંગેઅંગમાં પરમાત્માનું સ્પંદન છે.જેના હલન-ચલનમાં ઊઠવા-બેસવામાં,બોલવામાં કહોકે એના પ્રત્યેક કર્મ- અકર્મમાં,એની હાજરીમાં પરમાત્માની ઉપસ્થિતિ વર્તાય છે.

20 December 2014

હે ‘ભગ’વાન !

હે ‘ભગ’વાન !

–ભુપેન્દ્રસીંહ રાઓલ
ऐश्वर्यस्य समग्रस्य धर्मस्य यशसः श्रियः|
ज्ञान वैराग्योश्चैव षण्णां भग इतिङ्ग्ना ||
સમ્પુર્ણતા, ઐશ્વર્ય, ધર્મ, યશ, જ્ઞાન તથા વૈરાગ્ય– આ છનું નામ ‘ભગ’ કહેવાય; આ છયે જેમાં હોય તેને ‘ભગવાન’ કહેવાય.
એક તો સમ્પુર્ણ, ઐશ્વર્યવાન તો હોય જ. મતલબ પુષ્કળ રીસોર્સીસ હોય. ખુબ સમ્પત્તી હોય કોઈ કમી ના હોય. ઐશ્વર્ય શબ્દ ઉપરથી જ ઈશ્વર શબ્દ આવ્યો છે. મતલબ, ભગવાન ગરીબ ના હોય. ધર્મ એટલે જે ફરજ પુરી રીતે બજાવતો હોય. યશ એટલે આબરુવાન હોય. આબરુ સારી ક્યારે હોય ? સારો સ્વભાવ અને લોકોને મદદગાર થતો હોય ત્યારે યશ પ્રાપ્ત થાય. જ્ઞાની હોય. આટલું બધું હોય છતાં અભીમાન કે આસક્તી ના હોય તેને ભગવાન કહેવાય.
ઓશો કહેતા કે ‘ભગ’ એટલે યોની, જે યોની દ્વારા જગતમાં પ્રવેશ મેળવતા હોય તે બધા ભગવાન. મતલબ બધા મેમલીયન પ્રાણીઓ ભગવાન ? ઈંડા દ્વારા જન્મ લેતા પ્રાણીઓએ શું ગુનો કર્યો ? ઉપરનો શ્લોક વીષ્ણુ પુરાણનો છે. મતલબ ભગવાનની આ માનવીય વ્યાખ્યા છે. આપણે શું ભગવાનને અદૃશ્ય તો નથી બનાવી દીધો ને? આપણને જે શક્તી સમજાતી નથી તેને ભગવાન માનીએ છીએ. જે નીયમો કુદરતના સમજાતા નથી, તેને ભગવાન માનીને ડરતા રહીએ છીએ. ડરમાંથી ભગવાન પેદા કરીએ છીએ. અજ્ઞાત ભવીષ્યનો ડર આપણને ખુબ સતાવતો હોય છે. સર્વાઈવ થવા માટે અજ્ઞાત ભવીષ્ય હમ્મેશાં ચીન્તાતુર કરતું હોય છે. એટલા માટે કોઈ અદૃશ્ય શક્તી હમ્મેશાં સહાય કરે તેવી અભ્યર્થના રાખતા હોઈએ છીએ.
દોરડાને સાપ સમજી કુદી જવું તે ફોલ્સ પોઝીટીવ એરર છે. એવી ભુલ વારંવાર થાય તો ચાલે પણ સાપને દોરડું સમજી પકડી લેવાની ભુલ ફોલ્સ નેગેટીવ એરર કરવાની ભુલ એકવાર કરી તો ગયા જીવથી. નીર્જીવ દોરડાને જીવન્ત સાપ સમજી લેવાની વૃત્તી અને માનસીકતાએ ભગવાનને જન્મ આપ્યો છે. એટલે જે લોકો વધારે પડતા જ્ઞાની છે, દોરડામાં દોરડું અને સાપમાં સાપ દેખાય તેવા સક્ષમ, એવા અતીજ્ઞાની પુરુષોએ જ નીર્ભયતાનાં વચનો આપ્યાં છે. અભય શીખવવા મહેનત કરી છે. પણ આવા અતી સક્ષમ પુરુષો કેટલા?બસ, તો માનવ સહજ ડરનો ઉપયોગ કરી ફોલ્સ પૉઝીટીવ એરર કરતા સામાન્ય જનમાનસને ડરાવી વધારે ને વધારે ડરાવી કેટલાય આળસુ–ઠગ એમનો વગર મહેનતનો ધંધો ચલાવ્યે રાખે, તેનું નામ કહેવાતો ભારતીય સાધુસમાજ, જીવતા પ્રગટ બ્રહ્મો, દાદાઓ, બાપુઓ, સંતો મહારાજ્શ્રીઓ, બાવાશ્રીઓ અને મહંતો.
કૃષ્ણ કદાચ ઉપરની માનવીય વ્યાખ્યામાં આવરી લેવાય તેવા ભગવાન હતા. પણ આપણે એમને અદૃશ્ય ભગવાન બનાવી, એમની ચમત્કારી મદદની આશા રાખીએ છીએ હજુ પણ. હવે જે એક ભુતકાળ બની ગયા છે. એટલે સામાન્ય જન ભગવાનને માનતો રહેવાનો તે સ્વાભાવીક છે અને ઠગોનો ધંધો ચાલતો રહેવાનો તે પણ એટલું જ સ્વાભાવીક છે. એટલે જે ઐશ્વર્યવાન હોય, સમ્પત્તીવાન હોય, જે બીજાને મદદ કરી સર્વાઈવ થવામાં સાથ આપતો હોય, તેને લોકો સ્વાભાવીક ભગવાન સમજી લેતા હોય છે. માટે આ દેશમાં રાજાઓને ભગવાન માનવાનું સહજ હતું. કારણ રાજાઓ પ્રજા માટે તકલીફમાં ભગવાન જેવા હતા. પ્રાચીન સમયમાં પ્રજા જ રાજા માટે સર્વસ્વ હતી. પ્રજાનાં સુખ–દુ:ખ રાજાનાં સુખ–દુ:ખ હતાં. કૃષ્ણ આવા જ એક રાજા હતા. રામ પણ આવા જ એક રાજા હતા. રામને જુઓ, તેઓ દ્વન્દ્વથી ભરેલા હતા. માનવીય ગુણોથી પણ ભરેલા હતા. એક બાજુ શબરીનાં બોર ખાધાં અને બીજી બાજુ બ્રાહ્મણોના કહેવાથી શુદ્ર શમ્બુકને મારી નાખ્યો ! એક બાજુ પત્નીને પારાવાર પ્રેમ કરતા હતા અને ધોબીના કહેવાથી તેનો જ ત્યાગ કરી નાખ્યો ! રામને બહુ પ્રચલીત ભગવાન બનાવી દેવામાં પીતાશ્રીઓનો બહુ મોટો હાથ છે. જેથી સન્તાનો ઉપર મનમાની કરી શકાય. રામને ભગવાન બનાવી દેવામાં પતીદેવોનો પણ બહુ મોટો હાથ છે જેથી પત્નીઓ ઉપર મનમાની કરી શકાય.
ચીનમાં પણ રાજાઓ પવીત્ર અને ભગવાન ગણાતા હતા. હજુ આજે પણ જુઓને, બ્રીટન હજુ પણ રાજવંશને ક્યાં છોડે છે ? લગભગ દરેક જગ્યાએ રાજાઓ કે લીડર્સ ભગવાન જેવા ગણાતા હોય છે. કારણ ફૉલ્સ પૉઝીટીવ એરર કરતા રહેનારી, દોરડાને સાપ સમજતી રહેનારી સામાન્ય પ્રજા માટે આવા નેતાઓ, રાજાઓ અને હવે ગુરુઓ ભગવાન હોય છે. જે એમને સધીયારો આપતા હોય છે. એટલે જ્યારે કેટલાક મહાપુરુષો, જેઓ રજ્જુને રજ્જુ અને સાપને સાપ તરીકે ઓળખી લેવામાં સક્ષમ થઈ જતા હોય છે, તેઓ ભગવાનનો ઈનકાર કરી દેતા હોય છે. તેઓને ફૉલ્સ પૉઝીટીવ એરર કરવાની હવે જરુર રહી નથી. હવે તેઓને ડરવાનું કોઈ કારણ નથી. જેઓ અભયના વરદાન પામી ચુક્યા છે તેવા કોઈ બુદ્ધ અને મહાવીર ઈશ્વરને નકારી કાઢતા હોય છે. ઉપનીષદના ઋષીને ખબર છે આ મનોવીજ્ઞાન, તેઓ અભયની વાતો કરતા હોય છે. એવા કોઈ રાજા શ્રી કૃષ્ણ જેવા જાતે જ કહી દેતા હોય છે કે હું જ ભગવાન છું.
જાતે પોતાને ભગવાન કહી દેવું એના જેવો બીજો કયો મોટો ઈશ્વરનો ઈનકાર હોય ? અહમ્ બ્રહ્માસ્મી કહેનારા બીજા તમામ ભગવાનોનો ઈનકાર કરી દેતા હોય છે. મહાવીર આત્મા એ જ પરમાત્મા કહેતા.
ભગવાન એ કમજોર ભક્તોના ભેજાની કાલ્પનીક પેદાશ છે; મક્કમ મનવાળા યોગીઓની નહી. યોગમાં તો પોતાના અહંકારને એટલો ઉંચે લઈ જતા હોય છે કે એક કક્ષાએ પોતાને જ બ્રહ્મ જાહેર કરી દેતા હોય છે. એટલે જે પ્રજા કમજોર અને નીર્બળ હોય તેને ભગવાનની જરુર વધારે પડવાની. જુઓ, ભારત જેટલા ભગવાનો બીજે ક્યાંય છે ખરા ? એકાદ ભગવાન સહુ રાખતા હોય છે; બાકી પોતાના બળ ઉપર મુસ્તાક. જેમ જેમ પ્રજા કમજોર પડતી જાય છે તેમ તેમ ભગવાનોની સંખ્યા વધતી જતી હોય છે. લેભાગુઓ જાતે ભગવાન બની બેસતા હોય છે અને કમજોર લોકો એમને ભગવાન માની પણ લેતી હોય છે. એ વીચારવા જેવું છે કે ભારતમાં પણ, જે કોમ પ્રમાણમાં સ્વભાવથી ડરપોક છે તેમના ગુરુઓ તેમનું ખુબ શોષણ કરતા હોય છે, તેમની સ્ત્રીઓનું પણ જાતીય શોષણ વધારે થતું હોય છે તેવા ગુરુઓ દ્વારા. અને જે કોમો જરા આક્રમક છે તેમનું શોષણ એમના ગુરુઓ દ્વારા ઓછું થતું હોય છે, એમાં પણ એમની સ્ત્રીઓનું જાતીય શોષણ કરવાની હીંમત ગુરુ પણ ના કરે. વ્રજવાસીઓ અહીં ગુજરાત આવે છે શોષણ કરવા. અને એવી કોમને પકડે છે જે સ્વભાવથી જ ડરપોક છે. આ ડરપોકો એમની સ્ત્રીઓ પણ ધરી દેતા હોય છે.
સૌથી વધુ સન્તો અને ભક્તો મોગલોના સમયમાં થયા. આર્તનાદો થતા રહેતા કે ‘હે ભગવાન, હવે બચાવો.’ લડવાની તાકાત ગુમાવી બેઠેલી પ્રજા બીજું કરે પણ શું ? પણ ભગવાન કોઈ વ્યક્તી તો છે નહીં, કે તે આવે અને બચાવે ! પછી સ્વાભાવીક શું થવાનું ? એક ભગવાન તો આવતા નથી તો બીજાને બોલાવો. બીજો આવતો નથી તો ત્રીજાને બોલાવો. એમ ભગવાનો બદલાયે જવાના. સમયે સમયે ભગવાન બદલાઈ જતા હોય છે. એકની આસ્થા બીજા ઉપર ઢાળી દેવાતી હોય છે. રામ નથી આવતા તો કૃષ્ણને બોલાવો. પછી નવા ફુટી નીકળેલા ભગવાનને બોલાવો. ‘સન્તોષી માતા’ હવે નથી આવતાં તો હવે ‘દશામા’ને બોલાવો ! 25 કે 30 વર્ષ પહેલાં અમેરીકા આવેલાને દશામા કોણ છે તે ખબર નથી. ગણપતી તો કાયમ હાજર જ છે ! પહેલાં ખાલી મહારાષ્ટ્રમાં જ ગણપતીનાં જાહેર ઉત્સવ થતા અને ગુજરાતમાં વડોદરામાં. હવે બધે થવા લાગ્યા છે. પહેલા રથયાત્રા અમદાવાદમાં જ નીકળતી હવે ઘણી બધી જગ્યા નીકળે છે.
હનુમાનજીનાં સરઘસ એમની જયન્તી વખતે ક્યારેય જોયા નહોતા; હવે તે પણ શરુ થઈ ગયાં. પ્રજા જેમ જેમ કમજોર પડતી જાય છે તેમ તેમ બધું વધતું જવાનું. હવે દરેકની આસ્થા સાંઈબાબા ઉપર ઢળી ગઈ છે. પહેલા સાંઈબાબાને આટલું બધું કોઈ પુછતું નહોતું. એક મુસ્લીમ ફકીર એમને તો મન્દીર હોય કે મસ્જીદ, જ્યાં જગ્યા મળી ત્યાં રહી પડ્યા. તે સમયના હીન્દુ સન્તો એમને માનતા પણ નહોતા. હીન્દુઓનો દમ્ભ તો જુઓ, સાંઈબાબા માંસ ખાતા હતા તે એક વીવાદ તો છે જ, આજે માંસાહાર વીરુદ્ધ જીવ કાઢી નાખનારા દમ્ભીઓની આસ્થા સાંઈબાબા બની ચુક્યા છે. એક વકીલ મીત્ર જેસલમેર ગયા હતા. ત્યાં જૈન મન્દીરમાં વીદેશી લોકોને પ્રવેશ નથી. કેમ કે વીદેશીઓ માંસાહારી હોય છે, જૈનોનો દમ્ભ જુઓ, પાલીતાણામાં માંસાહારી દલાઈ લામાને બોલાવેલા. ધીમે ધીમે સાંઈબાબાનું પુર ઓસરતું જવાનું છે તે નક્કી છે, એમની જગ્યા બીજો કોઈ ભગવાન લેશે. માનસીકતા તો એની જે રહેવાની ને ?
જેમ જેમ ઉંમર વધતી જાય તેમ માનવ કમજોર પડતો જતો હોય છે તેમ તેમ એને ભગવાનની જરુર વધારે પડતી જતી હોય છે. યુવાનીમાં ભગવાન બહુ જામતો નથી. જે પ્રજાના યુવાનો ભગવાનમાં બહુ માનતા થઈ જાય અને ટીલાં ટપકાં કરી ફરતા થઈ જાય, તો સમજવું યુવાનોમાં બહુ દમ રહ્યો નથી. યુવાની મરવા પડી છે. યુવાની કમજોર પડી ગઈ છે. તે દેશનું ભવીષ્ય ધુંધળું રહેવાનું. આવા યુવાનો કોઈ ક્રાંતી કરી શકે નહી. મેં વર્ષોથી લેખકોને વાંચ્યા છે, જે લેખકો યુવાનીમાં દમદાર લખતા, કોઈની સાડીબાર ના રાખતા, હવે એમનામાં બાપુઓનો આત્મા પ્રવેશતો જતો હોય છે. વૃદ્ધોને ભગવાન વધારે દેખાવાનો. કારણ હવે બીજું કરવા જેવું પણ બચ્યું નથી. નીર્બળ બની ચુક્યા હોય છે, શારીરીક તાકાત પણ ઓછી થઈ ગઈ હોય છે. તો પછી બોલાવો ભગવાનને !
ભ્રષ્ટાચારથી ત્રસ્ત પ્રજાને અણ્ણા હજારેમાં કેવો ભગવાન દેખાઈ ગયો ? અણ્ણા હજારે પાસે બહુ મોટો ચાન્સ હતો, ભગવાન બની જવાનો. ચીન અને ભારત સૌથી જુની સંસ્કૃતીઓ. બન્નેની માનસીકતા લગભગ એક જેવી. બન્ને સાવ આળસુ પ્રજા ધરાવતા દેશો. ચીન તો સાવ અફીણી કહેવાતું. બન્ને માટે રાજાઓ ભગવાન, બન્ને માટે વસ્તી વધારો મોટો જીવલેણ પ્રશ્ન. પણ ચીનમાં માઓ આવ્યા. ‘રીલીજીયન ઈઝ પોઈઝન’નું સુત્ર આપ્યું. ઉંઘતી પ્રજાને બેઠી કરી દીધી. ભલે એમનો સામ્યવાદ સફળ ના થયો; પણ પ્રજાની બદલાયેલી માનસીકતા અને ખંખેરી નાખેલી આળસ, આજે એની પ્રગતીનું કારણ બની ગઈ છે. આટલી બધી વસ્તી છતાં તે પોતાની પ્રગતીથી અમેરીકાને પણ મહાત કરી રહ્યું છે. જ્યારે ભારતમાં હમ્મેશાં વૃદ્ધ નેતાગીરી જ આવે છે, જે ભગવાનની આશા રાખતી જ રહેવાની.
એક તો ભગવાન ખુબ સમ્પત્તીવાન હોવો જોઈએ, જેથી બીજાને મદદ કરી શકે. વૈરાગ્યની ભાવનાવાળો હોવો જોઈએ જેથી મદદ કરતા હીસાબ ના ગણે. પછી યશ તો એને મળવાનો જ છે. ખાસ તો ભગવાન માનવ હોય તે જરુરનું છે. કારણ કાલ્પનીક ભગવાન કોઈ રીયલ મદદ કરવાનો નથી. અને આવો કોઈ ભગવાન ના મળે તો જાતે જ ભગવાન બની બેસો ને ? અહમ્ બ્રહ્માસ્મી ! ભગવાન કદી કોઈનું શોષણ કરે ખરો ??
–ભુપેન્દ્રસીંહ રાઓલ

18 December 2014

સફળતા પ્રાપ્ત કરવાની ચાવીઓ કઈ?આશ્રમજીવન કોને કહેવાય ?


saflata

સફળતા પ્રાપ્ત કરવાની ચાવીઓ કઈ?
* અખુટ શ્રધ્ધા,જબરો આત્મવિશ્વાસ.
* સાહસિક વૃતિ.
* પરિસ્થિતિનો સરખો ખ્યાલ.
* લક્ષ્ય ભણીની અવિરત ગતિ.
* જે કાંઈ કરી રહ્યા હોઇએ તેનો મજબુત પાયો નાખવો.
* આંતરિક અને બાહ્ય શક્તિઓનો પુરેપુરો ઉપયોગ.
* ભયભીત દષ્ટિએ ભવિષ્ય ન જોવું.


shiv5
આશ્રમજીવન કોને કહેવાય ?
* જેમાં સાદાઈ,સરળતા અને નિર્દોષતા હોય.
* જેમાં સ્વચ્છતા,શાંતી અને આનંદ હોય.
* જેમાં નિષ્ઠા,સ્વાવલંબન અને અપેક્ષારહિત હોય.
* ઉપાસના,ભગવત્સ્મરણ, અભ્યાસ,વૈરાગ્યવ્રુતિ અને સેવાભાવના હોય.
* મનન-ચિંતન હોય.
* સર્વનું ભલું કરવાનો નિરંતર ભાવ હોય.
* પ્રાણીમાત્ર પ્રત્યે સમતા અને પ્રેમ હોય.
* બેઠાડુ જીવન ન હોય.

16 December 2014

આવકારો મીઠો આપજે રે

આવકારો મીઠો આપજે રે . . . - દુલા કાગ
હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે,
આવકારો મીઠો, આપજે રે જી
હે જી તારે કાને સંકટ કોઈ સંભળાવે રે,
બને તો થોડું, કાપજે રે જી
માનવીની પાસે કોઈ, માનવી ન આવે રે…(૨)
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે
આવકારો મીઠો, આપજે રે જી
કેમ તમે આવ્યા છો, એમ નવ કેજે રે…(૨)
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે
આવકારો મીઠો, આપજે રે જી
વાતું એની સાંભળીને, આડું નવ જોજે રે…(૨)
એને માથૂં એ હલાવી હોંકારો દેજે રે
આવકારો મીઠો, આપજે રે જી

કાગએને પાણી પાજે, ભેળો બેસી ખાજે રે…(૨)
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે
આવકારો મીઠો, આપજે રે જી

14 December 2014

સમયનો સદપયોગ કયારે થયો કહેવાય?




સદપયોગ


સમયનો સદપયોગ કયારે થયો કહેવાય? 

* જે સમયના ઉપયોગથી અન્તઃકરણને શાંતિ અને આનંદ મળે.

 
* જે સમયગાળામાં ચિત્તમાં કો વાસના કે વિકાર ન જન્મે. 


* એ સમય દરમિયાન કોઈ પ્રવૃતિ થઈ હોય તો તેના પરિણામથી અન્યનું હિત થાય,ાન્યને શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય.


HALO BHERU GAMADE

માનવી એ અનેક ભવ્ય ઈમારતો બનાવી પોતાની કે પ્રિયજનની કીર્તિ અમર કરી
ગયાના ઉદાહરણ અનેક છે.આજે તમને પ્રાણી પ્રેમના પ્રતિકની એક વાત કરવી
છે.કુતરો વફાદાર પ્રાણી છે એટલું સમજદાર પણ છે.એક સત્ય ઘટના છે.પહેલાંના
જમાનામાં વણજારાની પોઠ્યો કીમતી માલ દેશ પરદેશ લઈજવા લાવવા નું કામ કરતી
વફાદાર અને સાહસિક કોમ ગણાતી.તેઓ ખાસ કરીને લોબી મજલના  સાથી તરીકે શ્વાન
રાખતા.તેમણે  પાળેલા કૂતરા એટલાજ ખડતલ અને વફાદાર હોઈ.તેને પોતાના ઘરના
સભ્ય તરીકે પ્રેમભાવથી રાખતા.શેઠ શાહુકારો કીમતી માલ-સામાન અને
ધન-ધાન્યની હેર ફેર માટે પોઠ્યો નો ઉપયોગ કરતા. બદલામાં સારું મહેનતાણું
પણ આપતા.આવાજ એક વણજારાને કોઈ કારણસર દેવું થઇ ગયું.શેઠ શાહુકાર ઉઘરાણી
આવે પણ પાસે કંઈ હતું નહિ.તેની મિલકત તેનો વફાદાર કૂતરો જ હતો.તે કૂતરાને
પોતાનાથી કદી અળગો કર્યો ન હતો,તે તેનો પ્રાણ હતો.આજે શેઠને પોતાનો કૂતરો
એ શરતે લખી આપ્યો કે લેણું પૂરું થતાં કૂતરો પરત લઇ જઈશ.લેણદારથી કંટાળી
પોતાના પ્રાણ સમા કૂતરો શેઠને સોપે છે અને કૂતરો પણ પોતાના માલિકથી અળગો
થવા ઈચ્છતો નહોવા છતાં માલિકની લાજ રાખવા શેઠ સાથે જાય છે.થોડા દિવસ
વીત્યા માલિક પણ કૂતરાને યાદ કરી તેને પાછો લાવવા લેણું પૂરું કરવા રાત
દિવસની મહેનત આદરી દીધી હતી.એક દિવસ સવારે લેણાની રકમ ચૂકવવા તૈયારી કરતો
હતો.શિયાળાની સવારે વહેલો ઊઠી થોડીવાર તાપણા પાસે બેસી નીકળું અનર
જીગરજાન કૂતરાને પાછો લઇ આવું.ત્યાં એને કૂતરો સામે આવતો દેખાયો.તેને
ધાર્યું કે કૂતરો શેઠના ઘરે થી નાસી આવ્યો.મેં તેના માટે રાત દિવસ મહેનત
કરી છોડાવવા પૈસા ભેગા કર્યા.ને તે મારું નામ બોળ્યું શેઠના ઘરે થી નાસી
આવ્યો.આજે હું તને નહિ છોડું ગુસ્સો માણસને આંધળો બનાવી દે છે.કૂતરો
પોતાના માલિક ને મળવા આતુર હતો.આ બાજુ માલિક નો ગુસ્સો આસમાને હતો.ડાંગ
હાથમાં લીધી ને કૂતરો નજીક આવતા માથામાં ફટકારી દીધી.કૂતરો તમ્મર ખાય
નીચે પડે છે.આંખ ખોલી શેઠ સામે જોયું અશ્રુની ધાર છૂટી ને પળભરમાં
નિર્દોષ પ્રાણીનું પ્રાણ પંખેરું ઉડીગયું.તેના વેદના હતી મારી વફાદારી પર
હજુ તું આશંકિત છે.અમે પામરજીવ તમારો પ્રેમ સમજી શકીએ પણ તું એક ક્ષણનો
વિચાર કર્યો નહિ જેને  બુદ્ધિને વિચારવાનું સામર્થ્ય આપ્યું છે.ક્રોધ
જેવું સ્વવિનાશકશસ્ત્ર આ દુનિયામાં બીજું કોઈ નથી. વણજારાને કઈપણ  સમજાય
તે પહેલાતો એ વફાદાર સાથીનો દેહ શાંત પડી ગયો.વણજારો કૂતરાના  શરીર પર
હાથ ફેરવ છે માફ કર ભેરું મારામાં વસેલો ક્રૂર રાક્ષસ ને હું સંભાળીના
શક્યો.તું એક વાર મારી સામું જો તને તારી વફાદારીના સોગંદ છે.ત્યાં તો
સળવળાટ થયો શરીર અક્કડ હતું તે નરમ પડ્યું ને જાણે  નિરાંતે સૂતો હોઈ તેમ
દેહ શાંત થઇ ગયો.ઢળતા દેહ પર નજર ફેરવતાં અચાનક તેની નજર તેના ગાળામાં
બાંધેલી ચિઠ્ઠી પર પડે છે.તે ચિઠ્ઠી ખોલી વાંચે છે ત્યાં જ મૂર્છા આવી
ઢળી પડે છે.ચિઠ્ઠીમાં શેઠના ત્યાં ચોરો એ ચોરેલા ધન જંગલ માં જ્યાં
દાટ્યું હતું તે ચોરોની પાછળ પાછળ જઇ જોઈ ળે છે ણે શેતને તે જગ્યા પર
દોરી જાય છે.શેઠને પોતાનું ચોંરાયેલું ધન પાછું મળ્યું અને એ તેના દેવા
કરતાં અનેક ઘણું હતું.તેથી તારું દેવું વ્યાજ સહીત માફ કરી  તારા વફાદાર
કૂતરા ને મેં  મુક્ત કર્યો છે. આ જાણી  વણજારાને એટલો પસ્તાવો થયો કે
બાકીનું જીવન અને સંપતિ લોકોમાં તારી યાદ રહે તે માટે જ વાપરીશ. તેને
પોતાની પાસે જે કંઈ મિલકત હતી તેનાથી કૂતરાનું નામ અમર કરવા નિશ્ચય
કર્યો.જે જગ્યાએ તેના વફાદાર કૂતરાએ દેહ છોડ્યો હતો તે જગાએ વિશાલ તળાવ
બંધાવ્યું. ‘નાખીરા તળાવ ‘ તરીકે ઓળખાતું આ તળાવ ઇડર સ્ટેટના ‘વાડાલી
ગામ’થી એક ગાઉં છેટે છે.આ જે પણ અબોલા પ્રાણીની વફાદારી યાદ અપાવતું આ
પ્રતિક અમર છે.
શીખી *ગુસ્સો કે ક્રોધ સમયે એક ક્ષણ માટે થોભી જવાનું શીખી શકાય તો ઘણું.
વિચારો  *પશુ-પક્ષી વગરની દુનિયાને  કલ્પી તો જુઓ!
આટલું કરો*પશુ-પક્ષીઓના પ્રેમની અમર કથાઓનો સંગ્રહ કરીએ.
ક્રોધને વશ કરે એ સંત.સંતતુકારામ ભગવાન ભજનમાં રાત રહે.પત્ની ગુસ્સે થઇ
આમ ભજન જ કર્યા કરવાથી પેટ ભારાવાનું નથી.કંઈ મહેનત મજૂરી કરી આવો તો
વાળું કરીએ.સંત સમજી ગયા ને મજૂરીએ ગયાં.શેરડીની સીઝન ચાલે શેરડી કાપવા
ખેડૂતના ખેતરે ગયા.ખેડૂત ભક્ત માણસને કામ શું કરાવું લઇ જાવ તમે તમારે.પણ
સંત એમ થોડા લે.અખો દિવસ શેરડી વાઢી જાણે ભગવાનનું ભજન કરતા હોય એટલી લગન
થી.સાંજ પડે ખેડૂતે જોયું તો  બે દિવસનું કામ એક જ દિવસમાં પૂરું થઇ
ગયું.જેટલું લેવાય એટલા શેરડીના સાંઠા ભારો બાંધી ચડાવ્યા.રસ્તામાં
છોકરાં ભારામાંથી સાંઠા ખેંચી ખાવા લાગ્યા.બાળકો ને મજા આવી અને સંત કંઈ
બોલે નહિ રામ કી ચીડીયા રામકા ખેત ,એક સાંઠો બાકી રહ્યો અને પત્ની દૂરથી
આ તમાસો જોઈ રહી હતી.ગુસ્સાથી રણચંડી બનેલી પત્ની ને સંતતુકારામ પામી
ગયા.શેરડીનો એક સાંઠો પત્ની ને પ્રેમ થી આપે છે હાથમાં લઇ સીધો ઘા કર્યો
તુકારામ વાંસો પંપાળતા પંપાળતા ઉભા થઇ શેરડી ના બે ટુકડા હાથમાં લઇ એક
તેમની પત્ની ને હાથમાં આપ્યો ને કહ્યું મને ખબર હતી કે તું એકલી નહિ
ખાય.પત્ની તુકારામની માફી માગી.શેરડીના સાંઠાની મીઠાસ આગળ  લાપસીની શી
મીઠાસ કહી પ્રેમ થી ખાવા લાગી.પ્રેમથી ક્રોધને વશ કરી એ .

આંતર-આકાશ ઉડવા માટે કઈ બે પાંખ જરૂરી છે ?



338


આંતર-આકાશ ઉડવા માટે કઈ બે પાંખ જરૂરી છે ?

* નિષ્ટા  અને સાચી સમજણની.

* જ્ઞાન અને ક્રિયારૂપી બે પાંખ.
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી