Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

17 April 2015

ઇન્ટરનેટ પર હુમલો: ડરના ઝરૂરી હૈ

ઇન્ટરનેટ પર હુમલો: ડરના ઝરૂરી હૈ

અત્યારે આપણી દુનિયા ઇન્ટરનેટ આધારિત વધુ ને વધુ થતી જાય છે. સ્માર્ટ ફોન અને વૉટ્સ એપ આવ્યા પછી તો આપણે ઇન્ટરનેટ આધારિત વધુ થઈ ગયા છીએ. જો સ્પીડ સહેજ પણ ધીમી પડે તો પણ આપણે અકળાઈ જઈએ છીએ, પરંતુ ઇન્ટરનેટ બંધ થઈ જાય તો તો આપણી અકળામણનો પાર જ ન રહે!
પણ ધારો કે, ઇન્ટરનેટ હંમેશ માટે બંધ થઈ જાય, કે નાશ પામે તો?
તમે  કહેશો કે આવું ધારવાનું પ્લીઝ, અમને ન કહો, અથવા તમારો જવાબ હશે આવું ધારવું અકલ્પનીય છે. અમે આવી કલ્પના પણ નથી કરી શકતા. ઇન્ટરનેટ બંધ થાય તો ફટ દઈને ગૂગલમાં સર્ચ ક્યાંથી થાય? ઇન્ટરનેટ બંધ થાય તો ફેસબુક, ટ્વિટર અને વૉટ્સ એપ ક્યાંથી વપરાય?કિમ કર્દશિયન કે સન્ની લિયોનીના ફોટા જોવાનું બંધ થઈ જાય. (સુજ્ઞ વાચકોએ અહીં ફોટાની જગ્યાએ આપોઆપ વિડિયો શબ્દ ધારી લીધો હશે. એટલું ધારવું તો સરળ જ છે. J)
ઇંગ્લેન્ડમાં કેનેરી વાર્ફની ઈશાન (ઉત્તર-પૂર્વ) દિશામાં એક ડોકલેન્ડ્સ નામનો વિસ્તાર છે. આ વિસ્તારમાં એક મોટું બિલ્ડિંગ છે. તેની આસપાસના વિસ્તારમાં ધાતુની વાડ છે. સિક્યોરિટી કેમેરા તેની બારી વગરની દીવાલો પર લાગેલા છે અને તેના દ્વારા બિલ્ડિંગ આસપાસ કડક નજર રખાય છે. આજુબાજુમાંથી નીકળતી વ્યક્તિને ખ્યાલ પણ ન આવે કે આ બિલ્ડિંગનું મહત્ત્વ શું છે, પરંતુ હકીકતે ઇન્ટરનેટ માટે તે ખૂબ જ મહત્ત્વનું બિલ્ડિંગ છે. તેનું નામ ‘લિન્ક્સ’ છે. લંડન ઇન્ટરનેટ ઍક્સચેન્જનું ટૂંકું નામ એટલે લિન્ક્સ. વિશ્વભરમાં ગમે ત્યાં ઇન્ટરનેટ પર ટ્રાફિકના વિનિમયનું આ સૌથી મોટું સ્થળ છે. લિંક્સ જેવી ૩૦ વિશાળ ઇમારતો છે જે ઇન્ટરનેટ સાથે સંકળાયેલી છે.
લંડનની આવી એક ઈમારત જેવી અનેક ઈમારતો વિશ્વભરમાં છે. (એક ઍક્સચેન્જ અમદાવાદમાં પણ છે.) આવી ઈમારતોમાંથી જ ટાટા, રિલાયન્સ, એરટેલ, એમટીએસ જેવા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર આપણને ઇન્ટરનેટ પૂરું પાડે છે.  માનો કે જો આમાંની એક પણ ઈમારતમાં વીજળી ગૂલ થઈ કે ભૂકંપ આવ્યો તો? એકાદમાં થાય તો તો અમુક પ્રદેશ પૂરતી ઇન્ટરનેટ સેવા ખોરવાઈ જાય. અને આવું થતું પણ હોય છે, પરંતુ જો તમામ ૩૦ ઈમારતોમાં થાય તો તો સમગ્ર વિશ્વમાં જ ઇન્ટરનેટ ઠપ થઈ જાય ને.
આને હિન્દુઓની ભાષામાં કહીએ તો પ્રલય અને મુસ્લિમોની ભાષામાં કહીએ તો કયામત જેવી સ્થિતિ કહેવાય.અંગ્રેજીમાં તેને ડૂમ્સડે કહે છે. પરંતુ ચિંતાની જરૂર નથી. આ પ્રકારની સ્થિતિ શક્ય નથી. આવાં ઇન્ટરનેટ એક્સચેન્જને અતિ અતિ સુરક્ષિત રાખવામાં આવ્યા હોય છે, તેમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની લેવલ-૩ના મુખ્ય ટૅક્નિકલ ઑફિસર (સીટીઓ) જેક વોટર્સનું કહેવું છે. આ માટે દરેક પર ચાંપતી નજર રખાય છે. આસપાસ અંતરાયો મૂકાય છે અને પૂરતી સાવધાની લેવાય છે. આ ઈમારતો ભારે સુરક્ષિત હોય છે. લેવલ-૩ની એક પણ ઈમારત પર ક્યારેય ભાંગફોડનો પ્રયાસ થયો નથી.
પરંતુ અતિ સુરક્ષિત એવા ન્યૂયોર્કના  ટ્વિન ટાવર પર પણ હુમલો થયો જ હતો ને. આથી ભાંગફોડ કે નુકસાનનનાં તમામ પાસાં ચકાસવાં જરૂરી છે. માનો કે, આવાં સ્થળો વચ્ચેની કડીઓ કાપી નાખવામાં આવે તો? વિશ્વભરમાં કિલોમીટરના કિલોમીટર ગૂંચળુંવાળેલા વાયરો (વાયર અંગ્રેજી શબ્દ જ છે, પણ તેને આજકાલ કેબલ કહેવાય છે) પડ્યા હોય છે. તેમાંના ઘણા તો અસુરક્ષિત પડ્યા હોય છે. ઘણા તો દરિયામાં હોય છે. ભૂકંપ વખતે કે જ્યારે જહાજ તેને કાપીને આગળ વધે તો? ૨૦૦૮માં ઇન્ટરનેટ મોટા પાયે ખોરવાયું હતું જેનું કારણ આ રીતે કેબલ કપાયા તે  હતું અને ઘણા દેશોને તેની અસર થઈ હતી.
આનો તોડ પણ કાઢવામાં આવ્યો છે. પોલેન્ડમાં જન્મેલા અમેરિકન એન્જિનિયર પોલ બારનને આ માટે ધન્યવાદ આપવા પડે. બારન સહિત કેટલાક લોકો ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં, (જ્યારે આપણે તો ટૅક્નૉલૉજીની રીતે બહુ પછાત હતા. ટીવીનું હજુ પગરણ પડ્યા હતા) માનતા હતા કે કમ્યૂનિકેશનના નેટવર્કની એ રીતે ડિઝાઇન કરી શકાય કે જેથી તે પરમાણુ હુમલો થાય તો પણ ટકી રહે.
તેમણે આ અંગે ઘણાં સંશોધનપત્રો લખ્યાં, પરંતુ એ વખતે પહેલાં તો કોઈએ તેમને ગંભીરતાથી ન લીધાં. વેલ્શના એક કમ્પ્યૂટર વૈજ્ઞાનિક ડોનાલ્ડ ડેવિસ લગભગ એ જ સમયે પરંતુ બારનથી સંપૂર્ણ સ્વતંત્ર રીતે બારન જેવો જ વિચાર લઈને આવ્યા. આ વિચારને ‘પેકેટ સ્વિચિંગ’ નામ મળ્યું. તેમાં એક કમ્પ્યૂટર શિષ્ટાચાર (પ્રોટોકોલ)ની વાત છે. આ પ્રોટોકોલમાં સંદેશાઓને નાના-નાના ટુકડાઓમાં અથવા કહો પેકેટમાં તોડી નાખવામાં આવે છે. અને તેમને જે માર્ગ સૌથી ઝડપી પ્રાપ્ય હોય તે માર્ગે મોકલવામાં આવે છે. જ્યારે તેઓ તેમનાં ગંતવ્ય સ્થાને પહોંચે ત્યારે ત્યાં તેમને ભેગા કરાય છે. જો નેટવર્કમાંની કોઈ એક કડી (લિંક) માનો કે કામ નથી કરતી, ખોરવાઈ છે તો પણ સંદેશાઓને કોઈ અસર નહીં પહોંચે. તે વૈકલ્પિક રૂટે તેના નિર્ધારિત સ્થાને પહોંચી જશે. વોટર્સ મુજબ, આ ખૂબજ અદ્ભુત સ્થાપત્ય અથવા આર્કિટૅક્ચર છે જેની કલ્પના પણ ન આવે. એક છેડાથી બીજા છેડા વચ્ચે સંદેશાવ્યવહાર થાય છે, પરંતુ વચ્ચે શું છે તે વિચારવાની જરૂર જ નથી.
આથી કેબલ કાપી નાખવામાં આવે કે ડેટા સેન્ટરને ઓફલાઇન કરી દેવામાં આવે તો વિશાળ નેટવર્કને થોડું જ નુકસાન થાય છે. ધારો કે, સીરિયામાં લડાઈ ચાલે છે અને પશ્ચિમી દેશો તે માટે તેને ઇન્ટરનેટ સેવાથી વંચિત રાખવા નેટવર્ક ખોરવી નાખે તો પણ સીરિયાની અંદર નેટવર્ક ચાલુ જ રહેશે. હા, ગૂગલ જેવી વિદેશી વેબસાઇટ તેમને નહીં મળી શકે.
ચાલો, આપણે ત્યાં સુધી નિશ્ચિંત થઈ ગયા કે વચ્ચેથી કેબલ કપાઈ જાય કે ભૂકંપ આવે તો પણ ચિંતા નહીં. તો હવે પ્રશ્ન એ છે કે માનો કે એક એવો હુમલો કે એટેક થાય છે જેમાં ઇન્ટરનેટ ટ્રાફિકનો પ્રવાહ એ જાણી જોઈને એવાં સર્વર તરફ વાળવામાં આવે છે જે આટલો બધો ટ્રાફિક ખમી શકે તેમ નથી તો? તો નો જવાબ મેળવતા પહેલાં આવા હુમલાને શું કહેવાય તે જાણી લો. આને ટૂંકા નામે ડીડીઓએસ એટેક (DDoS) કહે છે અને તેનું પૂરું નામ છે ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાઇલ ઑફ સર્વિસ. આવા હુમલાઓનું પ્રમાણ વધતું પણ જાય છે. જોકે, અમેરિકાની વેબસાઇટ સામગ્રી બનાવી આપતી અને વેબસાઇટનું નામ (ડોમેઇન) પૂરું પાડતી કંપની ક્લાઉડફ્લેર અને આવાં અન્ય નેટવર્કોએ તેમના ગ્રાહકોને આવા હુમલા સામે રક્ષી શકાય તેવી યોજના કરી છે. ક્લાઉડફ્લેરનું અતિશય ઊંચી ક્ષમતાવાળું નેટવર્ક આવા હુમલાને ગળી જાય છે અને તેને બીજે વાળી (ડાઇવર્ટ) દે છે, જેથી પબ્લિક વેબસાઇટ તો ઓનલાઇન જ રહે. જોકે એ પણ સ્વીકારવું પડે કે આ સમસ્યા હલ કરવી વધુ ને વધુ મુશ્કેલ બની રહી છે. હવે આવા હુમલાઓ ધંધાદારી હરીફો દ્વારા પણ કરવામાં આવે છે.
બીજી એક શિરોદર્દ પેદા કરતી એક સમસ્યા છે ‘બૉર્ડર ગેટવે પ્રોટોકોલ’. ટૂંકમાં બીજીપી. આ કઈ રીતે તકલીફ પેદા કરે છે તે પહેલાં તે શું છે તે સમજી લો. આ એવી પ્રણાલિ છે જે ઇન્ટરનેટ ટ્રાફિક જે અબજો પેકેટોનો બનેલો હોય છે તેને કહે છે તેમણે કઈ તરફ જવાનુ છે. નેટવર્કમાં વિવિધ સ્થળોએ બીજીપી રાઉટર મૂકવામાં આવેલા છે. તે આવા પેકેટોને સાચી દિશામાં મોકલે છે. પરંતુ આ માટે રાઉટરમાં ગંતવ્ય સ્થાનની માહિતી દાખલ કરેલી હોય છે. હવે જો આ માહિતી સાથે ચેડાં કરવામાં આવે તો મુશ્કેલી થાય કે નહીં? માનો કે, તમે અમેરિકા ટપાલ લખી છે, પરંતુ ભારત બહાર આ ટપાલ નીકળે અને પાકિસ્તાન પહોંચી જાય તો? અને તે પણ ગુપ્ત સંદેશાવાળી ટપાલ હોય તો? અને એટલે જ એવો મોટા પાયે ખતરો છે કે આમ કરીને હેકરો ઇન્ટરનેટ ડેટાની ચોરી કરી શકે અથવા ગુપ્તચર સંસ્થાઓ જેવા ત્રાહિત લોકો તેની જાસૂસી કરી શકે.
બીજું એ થઈ શકે કે ટ્રાફિકના મોટો હિસ્સો એવા નેટવર્ક તરફ મોકલવામાં આવે જેને બરબાદ કરી નાખવાનું હોય. આવું થોડાં વર્ષો પૂર્વે પાકિસ્તાનમાં થયું હતું. પાકિસ્તાન સરકારે લોકોને યૂ ટ્યૂબ જોતા અટકાવવા પ્રયાસ કર્યો હતો. આ માટે બીજીપી રાઉટરમાં ફેરફારો કરવામાં આવ્યા હતા, પણ (આ ફેરફારની) માહિતીની વિશ્વભરમાં નકલ કરી લેવાઈ અને એવું કરાયું કે બધો ટ્રાફિક પાકિસ્તાન તરફ જવા લાગ્યો. તેનું નેટવર્ક અનહદ બોજાથી લદાઈ ગયું. અને ઇન્ટરનેટની થિયરી પ્રમાણે, બીજીપીમાં ફેરફાર સાથે જો અનહદ બોજો આવી જાય તો સમગ્ર ઇન્ટરનેટ ઑફલાઇન થઈ શકે.
આ રીતે અન્ય માર્ગે વાળી દેવાયેલો ટ્રાફિક જે લોકો સર્વર અને ઓનલાઇન પ્રણાલિઓને ચાલુ રાખવા મથે છે તેમના માટે માથાનો દુખાવો સર્જી શકે. એક મેઇલ સર્વર ઑફલાઇન થઈ ગયું. તેની પાછળનું કારણ જાણવા એક બ્લોગરે તપાસ કરી તો ખબર પડી કે આ રીતે બીજા માર્ગે વળાયેલો ટ્રાફિક કારણરૂપ હતો. અને આ બધો ટ્રાફિક ચીન તરફથી આવી રહ્યો હતો.
જોકે આ બધા પ્રયાસો એક રીતે ભાંગફોડના છે, કેટલાક ઇન્ટરનેટને તોડવા માટેના પણ હતા, પરંતુ એવું ક્યારેય બન્યું નથી જ્યારે આખા વિશ્વમાં ઇન્ટરનેટ બંધ થઈ ગયું હોય. આનો અર્થ એવો નથી કે આવું થશે જ નહીં, અથવા ઓછામાં ઓછું, આવું વિચારવું જ નહીં.
માસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાં પ્રાધ્યાપક વિન્સેન્ટ ચાન તો કમ સે કમ આવું જ વિચારે છે. સમગ્ર ઇન્ટનેટને બંધ કરી દેવા માટેનો તોતિંગ હુમલો શક્ય છે. જોકે ઇન્ટરનેટના માળખા પર ભૌતિક હુમલો થાય તો કાયમી નુકસાન થવાની શક્યતા નથી. માનો કે, નેટવર્કના ૧,૦૦૦ નોડમાંથી એકનો નાશ કરી નાખવામાં આવે તો તેનાથી આખું નેટવર્ક પડી નહીં ભાંગે. પરંતુ જો કોઈ એવું સૉફ્ટવેર હોય જેના લીધે ૧,૦૦૦ નોડને અસર પડે તો ચોક્કસ સમસ્યા થાય.
ચાન તો પોતે એવા અખતરા કરે છે જેના લીધે સમગ્ર ઇન્ટરનેટ બંધ થાય. ત્રાસવાદી સામે લડતી વખતે ત્રાસવાદીની જેમ જ વિચારવું પડે (ફિલ્મ  ‘હોલિ ડે’નો સંવાદ) તેવી જ રીતે ઇન્ટરનેટ સામેના ખતરાઓના સામનાનું વિચારતી વખતે પહેલાં કયા કયા ખતરા હોઈ શકે તે વિચારવું પડે ને. તેમની પ્રયોગશાળામાં ડેટા સિગ્નલ અને ઊંચા સ્તરના ઘોંઘાટને જોડવાનો પ્રયોગ કરી જોયો. વિશ્વભરમાં દૂરનાં સ્થળોએ જ્યાં ઓછી સુરક્ષા છે ત્યાં જંક્શન બૉક્સમાં ઇલેક્ટ્રોનિક્સ અને ફાઇબર ઑપ્ટિક કેબલ વચ્ચે તોડફોડ કરનારું બ્લેક બૉક્સ જ મૂકવાનું રહે. જો તમે સિગ્નલમાં એટલો બધો ઘોંઘાટ મૂકી દો જેથી પ્રણાલિ સંપૂર્ણપણે બંધ નહીં થાય પરંતુ એ એટલું બધું ક્ષતિવાળું થઈ જશે કે જે ડેટા તેના દ્વારા આવશે તે વાંચી શકાય તેવો નહીં હોય. નેટવર્ક પુનઃપ્રસારણ માટે સતત પૂછ્યા કરશે અને તેનાથી તે તેની ક્ષમતાના ૧ ટકા ધીમું પડી જશે. જે લોકો નેટવર્ક ચલાવી રહ્યા હશે તેમને ખબર નહીં પડે કે શું થયું છે. તેમને લાગશે કે તે કદાચ વ્યસ્ત છે. આમ, ચાન એવું દૃઢ માને છે કે ઇન્ટરનેટ પર હુમલા અને તેના બચાવ માટે ચર્ચા થવી જોઈએ.
હવે મહત્ત્વની વાત. અત્યારે બૅન્કો, વાણિજ્ય, વેપાર, સરકારી પ્રણાલિઓ, અંગત સંદેશાવ્યવહાર, ઉપકરણો ઘણું બધું છે જે ઇન્ટરનેટ આધારિત છે. જો સ્થાનિક કક્ષાએ કંઈ ખોરવાય તો તો વાંધો નહીં, પરંતુ ખરેખર જો ઇન્ટરનેટ બંધ થઈ જાય તો આપણને લાગશે કે આપણે ૧૮મી સદીમાં પહોંચી ગયા છીએ. જોકે, વૈજ્ઞાનિકોને એ ખબર નથી કે આવું કઈ રીતે થઈ શકે. આવું ક્યારેય બન્યું નથી તેથી આવી કોઈ કલ્પના પણ થતી નથી. શોધક, વૈજ્ઞાનિક, એન્જિનિયર અને લેખક એવા ડેની હિલિસે ૧૯૮૨માં ઇન્ટરનેટનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. તેમણે વર્ષ ૨૦૧૩માં ‘ટેડ’ (ટૅક્નૉલૉજી, એન્ટરટેઇનમેન્ટ, ડિઝાઇન)ની પરિષદમાં ચેતવણી આપી હતી કે ઇન્ટરનેટ પડી ભાંગી શકે છે. આવું થાય તો તેને કઈ રીતે ચાલુ કરવું કે બેઠું કરવું તેની યોજના (પ્લાન બી) વિચારી રાખવો પડશે.
હજુ સુધી આવું થયું નથી એટલે કોઈ હિલિસની ચેતવણી કાને ધરતું નથી. પણ ટ્વિન ટાવર પર ન વિચાર્યું હોય તેમ, વિમાનથી હુમલો થઈ શકે તો ઇન્ટરનેટ કઈ વાડીનો મૂળો છે? ઇન્ટરનેટ અમેરિકાના આધિપત્યમાં છે અને તેણે પોતાનું નિયંત્રણ ઘટાડવાની વાત તો કરી છે, પરંતુ તે તેના નિયંત્રણમાં છે ત્યાં સુધી કોઈ પણ તેને શિકાર બનાવી શકે છે…તેનું દુશ્મન રશિયા, ચીન કે આઈએસઆઈએસ..અને અમેરિકાના હાથમાંથી નીકળી જશે (જોકે એવું થવાની શક્યતા ઓછી છે) તો પણ આ શક્યતા તો ઊભી જ રહેશે.
(ગુજરાત ગાર્ડિયન દૈનિકની શનિવારની સાયન્સ પૂર્તિમાં આ લેખ તા.૨૮/૩/૧૫ના રોજ પ્રસિદ્ધ થયો.)

આપણે કેમ હારતા રહ્યા ?

એક સ્થગીત સમાજ–2

– આપણે કેમ હારતા રહ્યા ?

                                 –સુબોધ શાહ
ગત અંકમાં આપણે ત્રણ મોટા ને મહત્ત્વના તફાવતોની વાત કરી જેને આપણાં પરાજયો અને પછાતપણા સાથે સીધો સમ્બન્ધ છે હવે પરાજયનાં કારણો જોઈએ.
કેટલાક લોકોમાં એક ખોટી માન્યતા છે કે ભારતીયો શારીરીક રીતે પડછન્દ કે મજબુત ન હોવાથી યુદ્ધમાં પાછા પડે છે. વાસ્તવીકતા છે કે: . નેપાલના ગુરખાઓ ઠીંગણા હોવા છતાં ખ્યાતી પામેલા સૈનીકો છે. વાયવ્ય ભારતની પંજાબી, જાટ, રાજપુત, વગેરે કોમો આક્રમણખોર પ્રજાઓ કરતાં કોઈ રીતે ઉતરતી ન હતી, એમની સામે સદીઓ સુધી પ્રાચીન યુગમાં એમણે ટક્કર ઝીલી હતી. દક્ષીણ ભારતની કેટલીક કોમો લડાયક છે; મરાઠા કોમે સર્જેલો ઈતીહાસ તો આપણે બધા જાણીએ જ છીએ. ઠીંગણા જાપાનીઝોએ ઉંચા રશીયન/કોકેસીયનને પરાભુત કરેલા છે. મજબુત બાંધાના ફ્રેન્ચ અને અમેરીકન લોકોને ઠીંગણા વીએટનામીઝ સામે મુશ્કેલી પડી હતી. દેહબળ કરતાં બુદ્ધીબળ, શસ્ત્રબળ, જુસ્સો, વ્યુહરચના, એવી એવી બાબતો આધુનીક સમયમાં વધુ નીર્ણાયક નીવડે છે. સત્ય એ છે કે આપણા પરાજયનાં કારણો શારીરીક નથી, બૌદ્ધીક છે; ભૌતીક કરતાં સામાજીક વધારે છે, ને વધુ ઉંડાં છે.
1.   એકતાનો અભાવ :
ઈતીહાસકારોએ અંદર અંદરના કુસમ્પને આપણા પરાજયોનું મોટું કારણ ગણાવ્યું છે. લગભગ બધા ભારતીયો એ જાણે છે, માને છે, તેથી એમાં થોડા ઉંડા ઉતરવાની જરુર છે.
રાજપુત કોમના હાથમાં દેશના રક્ષણની જવાબદારી હતી. આ કોમ બહાદુર, ઉદાત્ત ને આદર્શઘેલી હતી. છતાં ઘણાબધા રાજપુત રાજાઓ હંમેશાં ક્ષુદ્ર, ક્ષણીક અને સ્થાનીક બાબતોમાં એકબીજા સાથે ચડસાચડસીમાં અટવાયેલા રહેતા. તેઓ અંગત વફાદારીના, ખાનદાનીના ને ટેકીલાપણાના ખોટા ખ્યાલોમાં રાચતા.કાનપુરનો જયચન્દ રાઠોડ એના માસીઆઈ ભાઈ પૃથ્વીરાજ ચૌહાણ સામે લડ્યો ને એ બન્નેનો મહમદ ઘોરી સામે પરાજય થયો. જયપુરનો રાજા માનસીંહ, ઉદયપુરના રાણા પ્રતાપ સામે અકબર તરફથી લડ્યો. મીરઝા રાજા જયસીંહ શીવાજીની સામે ઔરંગઝેબના પક્ષમાં મોગલોને વફાદાર હતો. દક્ષીણ ભારતનાં પાંચ નાનાં મુસ્લીમ રાજ્યોએ એકઠાં થઈ, મુખ્યત્વે હીન્દુ એવાં સૈન્યોની મદદથી વીજયનગરના મહાન સામ્રાજ્યનો નાશ કર્યો. 1857માં મોટા ભાગની આમપ્રજા અને ભારતના રાજા–મહારાજાઓ અંગ્રેજો સામે લડવામાંથી અલીપ્ત રહ્યાં.
આટલા બધા કુસમ્પનું કારણ શું? આપણા સામાજીક અને જાહેર જીવનમાં એકતાનો અભાવ કાયમથી એટલો બધો દેખાય છે કે કુસમ્પ એ આપણા ‘કલ્ચર કે સંસ્કારો’નું અવીભાજ્ય અંગ બની ગયેલો લાગે છે. ભારતમાં આજે જોઈએ છીએ એવા વીખવાદો મુળભુત રીતે ઉપરના ઐતીહાસીક બનાવો કરતાં બહુ જુદા નથી. બે રાજ્યો વચ્ચે નદીનું પાણી તો ઠીક; પણ નાનકડા કો’ક ગામની સરહદો વીશેના વીવાદ દસકાઓ સુધી ઉકેલી શકાતા નથી. કેબીનેટની જવાબદારી સામુહીક ગણાય છે; છતાં કેબીનેટના પ્રધાનો ખાનગીમાં નહીં; જાહેરમાં ઝઘડે છે. ધાર્મીક કે ’સાંસ્કારીક’ પ્રવૃત્તીઓના પ્રચાર માટે રચાયેલી ભારતીય સંસ્થાઓના હોદ્દેદારો, માત્ર વ્યક્તીઓના અહમ્ ને પોષવા ખાતર જ, અતી અસંસ્કારી રીતે ઝઘડીને છુટા પડે છે. ’કૉ–ઓપરેટીવ’ હાઉસીંગ સોસાયટી, એક પણ મીટીંગનું સંચાલન સહકારથી કરી શકતી નથી. કુટુંબોમાં ક્ષુલ્લક કારણથી જામેલા ઝઘડા પેઢી દર પેઢી ચાલુ રહેતા આપણે બધાએ જોયા છે. આ બધાને શું કહેશો ? સંકુચીત માનસ ? અહંકાર ? ટુંકી દૃષ્ટી  ? ગમે તે કહો; પણ બહુમતીના હીત ખાતર એક્બીજા સાથે રહી સહકારથી કામ કરવાની અશક્તી આપણામાં ઉડીને આંખે વળગે તેવી છે.
 2.   સાધનસમ્પત્તીનો અયોગ્ય વીનીયોગ :
માનવીય શક્તીઓ અને દુન્યવી સામગ્રીને એકત્ર કરી યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય નહીં, તો કોઈ યુદ્ધ કદી જીતાય નહીં. આ બાબતમાં આપણી નબળાઈ જાણીતી છે. પ્રાચીન સમયમાં વાહન અને સંદેશ વ્યવહારનાં સાધનો ટાંચાં હતાં ત્યારે ભારતને ઉત્તરમાં હીમાલયનું અને બાકીની ત્રણે દીશાઓમાં દરીયાનું કુદરતી રક્ષણ હતું. શસ્ત્રસામગ્રી સાથે મોટાં લશ્કરો વહન કરવામાં માનવજાત જેમ જેમ પ્રગતી કરતી ગઈ, તેમ તેમ આ સંરક્ષણનું મહત્ત્વ ઓછું થતું ગયું ને ભારતના વાયવ્ય દીશાના દરવાજા કાયમ માટે ખુલી ગયા. મહત્ત્વનો પ્રશ્ન આ છે : હજારો માઈલ દુરની આછી વસ્તીવાળા પ્રદેશોમાંથી આવેલા આ આક્રમકો હતા; એમને અજાણ્યા દુશ્મન દેશમાં પર્વતો ને રણ ઓળંગીને આવવાનું હતું; દરીયા જેવડાં લશ્કરોને કુચ કરવાની હતી; મહીનાઓ ને વર્ષો સુધી એમને પુરવઠો પુરો પાડવાનો હતો; તેઓ એ બધું જ કરી શક્યા. બીજી બાજુ, આપણો દેશ ગીચ વસ્તીવાળો હતો; પ્રદેશ આપણો જ ને જાણીતો હતો; દેશ સમૃદ્ધ હતો; તો પછી આવી સાધનસામગ્રી આપણે કેમ ઉભી કરી, વસાવી, વાપરી ન શક્યા ?
બન્ને વીશ્વયુ્દ્ધોમાં બ્રીટન અને અમેરીકાએ માનવશક્તીનું સંચાલન અને સાધનસામગ્રીનો વીનીયોગ કેવી અદ્ભુત કુશળતાથી ને ઘનીષ્ઠતાથી કર્યો એની કલ્પના ભારતમાં બહુ ઓછા લોકોને છે. પુરુષોનાં અનેક નાગરીક કામો સ્ત્રીઓએ ઉપાડી લીધાં. યુદ્ધમાં જોડાવાની પણ અમેરીકન સ્ત્રીઓએ શરુઆત કરી. જર્મનો બહાદુર હતા; પણ અમેરીકાની સાધનસર્વોપરીતાને તેઓ આંબી શક્યા નહીં. જાપાને કામીકાઝી નામે ઓળખાતા આત્મઘાતી સમર્પણનો આશરો લીધો હતો. યુદ્ધના દેવને એ જાતની આહુતીઓ ધરાવવી પડે છે અને એ સુધ્ધાં ઘણીવાર ઓછી પડે છે.
આપણું યુદ્ધ સંચાલન આ બધાંની સાથે સરખાવવા જેવું છે. આપણી સંરક્ષણ વ્યવસ્થા ઉલટા કરેલા પીરામીડ આકારની હતી–સાંકડા પાયા ઉપર પહોળી ટોચ. ક્ષત્રીયો વસ્તીના પાંચેક ટકા જેટલા, એ કેટલું ટકી શકે? સમાજ એના અર્ધા હીસ્સા (સ્ત્રીશક્તી)ને તથા વીશાળ બહુમતી (બીન–ક્ષત્રીય) પ્રજાને જ્યારે સંરક્ષણ કાર્યથી દુર રાખે, ત્યારે તે સ્વરક્ષણ કેવી રીતે કરી શકે? વર્ણભેદથી સડેલા આપણા સમાજમાં બ્રાહ્મણો રાજનીતી ઘડે; રજપુતો લડે; સ્ત્રીઓ રડે કે બળી મળે; બીજા બધા તમાશો જુએ ને ટીકા કરે. વીચારે તે લડે નહીં; લડે તે વીચારે નહીં. અલબત્ત, કો’ક ભવ્ય અપવાદો જરુર હતા જ; પણ યુદ્ધમાં અપવાદો નહીં, સમગ્ર પ્રજાનું હીર નીર્ણાયક ઠરે છે. ઝાંસીની રાણી જેવા અપવાદો બહુ બહુ તો બાવલાં બનીને પુજાય છે. હલદીઘાટના યુદ્ધમાં અકબરના 75,000 સૈનીકો સામે વીરશીરોમણી રાણા પ્રતાપ પાસે ફક્ત 22,000 સૈનીકો હતા, જેમાંના ઘણાબધા તીરકામઠાંથી લડવાવાળા આદીવાસી ભીલ લોકો હતા. મોગલ સૈનીકના લોખંડના બખ્તરને ભાગ્યે જ જુનાં તીરો ભેદી શકે. આવાં કામચલાઉ લશ્કરો જમાવતાં પણ રજપુતોને મુશ્કેલી પડતી. આપણાં મોટા ભાગનાં રાજ્યોને નાણાંની ને શસ્ત્રસરંજામની સખત તંગી ભોગવવી પડતી હતી. મરાઠાઓ જ્યાં જીતે ત્યાં ચોથ ને સરદેશમુખી ઉઘરાવે, સુરત શહેર લુંટે, પણ કાયમી આવક ક્યાં ? આર્થીક વ્યવસ્થાપન નહીં, કરવેરાનું આધારભુત માળખું નહીં, કાયમી આવકનાં સાધનો નહીં. પરીણામે, લશ્કરોનો મોટો ભાગ ઉતાવળે જમા કરેલા સ્વયંસેવક સૈનીકોનો હોય. શીસ્ત, તાલીમ, લાંબી યોજના કે પ્રેરક ધ્યેય મળે નહીં. અને આ બધું કેવા જમાનામાં ? જ્યારે દુશ્મનો ધંધાદારી પગારદાર સૈન્યો રાખતા; જ્યારે વફાદારીથી કામ થતાં; જ્યારે સત્તા, સંપત્તી કે માન મરતબો મેળવવા ખાતર જ યુદ્ધો લડાતાં, રાષ્ટ્રપ્રેમ ખાતર નહીં.
3.   બૌદ્ધીક ને સાંસ્કારીક વલણો :
ઉપર વર્ણવી છે તેવી અનેક નબળાઈઓ સમજવા ખાતર જરુરી એવી બુદ્ધીમત્તા, એવી માન્યતાઓ અને એવાં વલણો આપણા સમાજમા હતાં ખરાં? યુદ્ધ જીતવા રાજકીય મુત્સદ્દીગીરી જોઈએ; લાંબા ગાળાની નીતી નક્કી કરીને યોજનાઓ ઘડવી પડે; એનો અમલ કરવા સંસ્થાકીય માળખું ઉભું કરવું પડે; માનવીય સંગઠન ને શસ્ત્રાસ્ત્રોની પુરતી તૈયારીઓ જોઈએ. આમાંનું કશું જ કરી શકવા આપણે અશક્ત નીવડ્યા. જીતવા માટે સૌથી પ્રથમ તો વૈચારીક સ્પષ્ટતા જોઈએ; પણ આપણે તો દ્વીધાઓમાં કાયમ અટવાયેલા હતા! હીંસા કે અહીંસા ? આ લોક કે પરલોક ? શત્રુને ક્ષમા કે શીક્ષા ? પહેલાં થડ કાપવું કે ડાળીઓ? ફક્ત સંરક્ષણ કરાય, કે સંરક્ષણના હેતુથી આક્રમણ યોગ્ય ગણાય? આપણી ફીલસુફીમાં જ પાર વગરની ખાંચખુંચ. પ્રશ્નોનો પાર નહીં, તર્કનો પાયો નહીં, બુદ્ધીનો આધાર નહીં અને શ્રદ્ધા તો અનરાધાર !
થોડી વીગતો તપાસીએ. આપણા યોદ્ધાઓ બહાદુર, પણ એકલવીર હતા. એકલા ગીત ગાવું અને ઓર્કેસ્ટ્રામાં સમુહગાન ગાવું, એ બે તદ્દન જુદા પ્રકારની આવડત માગી લે છે. આપણાં સૈન્યોમાં શીસ્તના કાયમના અભાવ વીશે, અંધાધુંધી ને અવ્યવસ્થા વીશે, કોઈ બેમત નથી. વ્યક્તીગત બહાદુરી માત્રથી યુદ્ધો જીતવાનો જમાનો મહાભારત કાળમાં હશે; હવે નથી. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કેડમાં બાળકને બાંધીને લડી હતી, એવી વાતોનું ગૌરવથી રટણ કરનાર પ્રજા ફક્ત વીરપુજક જ નહીં; પણ બાલીશતાની પુજક પણ ગણાવી જોઈએ. શુરવીરતા ગમે તેટલી હોય પણ શીસ્ત અને શસ્ત્ર સામે લાચાર બને છે. નવાં કે સુધારેલાં શસ્ત્રો સામે એનું બહુ ઉપજતું નથી. સીકંદરની ઝડપી અશ્વારોહી સેનાએ વરસાદમાં જેલમનું પુર ઓળંગી વીર પોરસની હાથીસેના પર સરસાઈ સીદ્ધ કરી હતી. બાબર પહેલી વાર દારુગોળો લઈ આવ્યો હતો. આપણે તીર ને તલવારને વળગી રહ્યા. મોગલ સામ્રાજયની સ્થાપનાનાં બે જ વર્ષ પછી જ્યારે એ ડગમગતું હતું ત્યારે મેવાડના રાણા સંગની સરદારી હેઠળ રજપુતો એકત્ર થયા. બહાદુર રાણા સંગના શરીર પર 80 તો ઘા હતા ! એની વીશાળ રજપુત સેના બાબરના નાના સૈન્ય સામે હારી ગઈ. બાબર પાસે તોપ હતી; રજપુતો પાસે ભાલા, તલવાર ને તીર હતાં. આપણાં નાજુક મગજ યુદ્ધકળાની બદલાતી આવશ્યકતાઓ સમજી ન શક્યાં. નાનકડાં પણ શીસ્તબદ્ધ યુરોપીયન સૈન્યો આપણાં લશ્કર નામે ઓળખાતાં ટોળાંઓને સહેલાઈથી હરાવવા માંડ્યાં ત્યાર પછી જ આપણા સુલતાનો જાગ્યા. આપણાં લશ્કરોને તાલીમ આપવા ટીપુ, સીંધીયા અને રણજીતસીંહ જેવાઓએ યુરોપીયન લોકોને રોકવા માંડ્યા ત્યારે તો ઘણું મોડું થઈ ગયું હતું. આવા યોદ્ધાઓની નીઃશંક મહાનતા બ્રીટીશ પુરને ખાળી શકી નહીં.
ઘણા બધા વીદ્વાન પુરુષો સુધ્ધાં સમજ્યા નથી કે અઢારમી સદીનું ભારત એક પાકા ફળ જેવું હતું, જે માત્ર હાથ અડાડવાથી જ તુટી પડવાની રાહ જોતું હતું. એક અંગ્રેજ કહે છે: ‘અર્ધા જાગતા–અર્ધા ઘેનમાં જ અમે સામ્રાજ્ય જીતી બેઠા’. જે યુદ્ધથી ભારતમાં બ્રીટીશ સત્તાનો પાયો નખાયો, તે પ્લાસીના નીર્ણાયક યુદ્ધ (1757)નો દાખલો જુઓ : લગભગ એક લાખના હીન્દી લશ્કરને હરાવ્યું ત્યારે બ્રીટીશ ખુવારી કેટલી થઈ? ફક્ત 150 માણસો. મરાઠી સત્તાનાં અન્તીમ વર્ષોમાં અંગ્રેજોએ યુદ્ધગીરી કરતાં વધારે તો મુત્સદ્દીગીરીમાં મરાઠા સરદારોને હરાવ્યા હતા. પશ્ચીમીયા પવનનું એક જ મોજું આવ્યું ને આપણા સ્નો–મેન(બર્ફીલા) સુલતાનો પળવારમાં પીગળી ગયા. સરખાવો આની સાથે: અમેરીકામાં સોળમી સદીની શરુઆતમાં કોર્તેઝ ને પીઝારો જેવા સ્પેનીશ વીજેતાઓએ શું કર્યું? રેડ ઈન્ડીયનોનાં આઝટેક અને માયા સામ્રાજ્યોનાં અર્ધો–પોણો લાખનાં લશ્કરોને પાંચસો હજાર યુરોપીયનોએ સર કર્યાં. વીજેતા પ્રજા એક જ (યુરોપીયન). હારનારી બન્ને પ્રજાઓ ‘ઈન્ડીયન–એક રેડ ઈન્ડીયન, બીજા આપણે.’ સરખામણી આપણે માટે બહુ શોભાસ્પદ તો નથી જ.
યુરોપમાં 1756 થી 1763 ના સપ્તવાર્ષીક વીગ્રહ પછી 1815ના વોટર્લુના યુદ્ધ સુધીના સમયગાળામાં બ્રીટીશરો આખી દુનીયામાં ભારે ભીડમાં હતા. અમેરીકન કોલોનીઓમાં બળવો થયો. ફ્રાન્સમાં નેપોલીયન જાગ્યો. ભારતમાં નાના ફડનવીસે મરાઠા રાજ્યને પાણીપત પછી ફરી ઉભું કરેલું. સીંધીયા, ટીપુ, નીઝામ, ત્રણે મજબુત હતા અને ફ્રેન્ચ સત્તાનો એમને પુરો ટેકો હતો. ફ્રેન્ચોના ટેકાનો પુરેપુરો ફાયદો અમેરીકન લોકોએ લીધો (1776 થી 1783) અને બ્રીટીશ સત્તાને પાણીચું આપ્યું. આપણે આ બધી પરીસ્થીતીનો કોઈ લાભ લઈ ન શક્યા. સામ, દામ, ભેદ અને દંડથી, વ્યુહરચના અને મુત્સદ્દીગીરી વાપરી, થોડાક અંગ્રેજોએ આપણા રાજકર્તાઓને વશ કર્યા. કૅનેડા, યુરોપ ને ભારત, ત્રણેય ખંડોમાં તેઓ લડ્યા ને જીત્યા. ભારતમાં તો અંગ્રેજ રાજાએ નહીં; એની વ્યાપારી પેઢી (ઈસ્ટ ઈન્ડીયા કંપની)એ આપણા રાજાઓ પર વીજય મેળવ્યો.
વ્યક્તીઓની વાત કરીએ તો, એક બાજુ થોમસ જેફરસન, બેન્જામીન ફ્રેંકલીન અને વીલીયમ પીટ (બ્રીટીશ વડાપ્રધાન) જેવી પશ્ચીમની વીભુતીઓ; અને બીજી બાજુ આપણા જાણીતા પુરુષો નાના ફડનવીસ, બાજીરાવ પેશ્વા અને ગંગાધર શાસ્ત્રી કે રામશાસ્ત્રીને મુકી જુઓ, કારણ તેઓ બધા સમકાલીનો હતા. કયા પક્ષે બુદ્ધી કે શક્તી વધુ જણાય છે ? આપણા મહાપુરુષો પ્રત્યે માથું નમાવીને પણ સ્વીકારવું જ પડે કે તેઓ અતીશય વામણા હતા. એ દીવા જેવી સ્પષ્ટ હકીકત છે. બધાનાં જીવનચરીત્રો હાથવગાં છે. પાણીપતની ત્રીજી લડાઈ પહેલાં જ મરાઠા સેનાપતી સદાશીવરાવ ભાઉના દુર્વર્તનથી જાટ રાજા પોતાની સેના લઈ જતો રહ્યો ને મરાઠાઓને જીવલેણ ફટકો પડ્યો એ જાણીતી વાત છે. મરાઠી સત્તાના સુર્યાસ્ત સમયે પેશ્વાના ધર્મચુસ્ત બ્રાહ્મણ વર્તુળ તરફથી એક પ્રશ્નમાં ગરમાગરમ વીવાદ થયો : ચન્દ્રસેન કાયસ્થ પ્રભુ (CKP) નામે ઓળખાતી ઉપજ્ઞાતી એ બ્રાહ્મણ કહેવાય કે ના કહેવાય ? પેશ્વાનો જ એક મોટો સરદાર એટલે ઈન્દોરનો હોલ્કર, ને એના ઉપર એ જ્ઞાતીનો પુર્ણ પ્રભાવ. પરીણામ ભયાનક આવ્યું. હોલ્કરે પેશ્વાની રાજધાની પુનામાં આવી એને લુંટ્યું.
સાફ પરીપ્રેક્ષ્ય (Prospective)માં મુકીને સાદી, સીધી ને સાચી વાત કહેવી હોય તો તે એક જ છે: આપણા કરતાં આપણા શત્રુઓમાં ઘણાં વધારે બુદ્ધી, કુનેહ અને સમજ હતાં. આ એક જ વાત આપણા ડહાપણની ડાહી ડાહી વાતોને બાજુએ મુકીને આત્મનીરીક્ષણ પ્રેરવા માટે બસ છે. આપણી પ્રજામાં લોકપ્રીય થયેલા કુસમ્પના બહાના કરતાં આ હકીકતમાં સત્યનો અંશ ઘણો વધુ છે. આપણા કુસમ્પનો લાભ તેઓ લઈ શક્યા; એમના કુસમ્પનો લાભ આપણે ન લઈ શક્યા. વામન બુદ્ધીની વ્યક્તીઓનો અતી સંકુચીત દૃષ્ટીવાળો આપણો સમાજ હતો. પરદેશીઓએ તોડ્યો એ પહેલાં જ અંદરથી એ તુટવા માંડ્યો હતો. બૌદ્ધ, જૈન, શૈવ, વૈશ્ણવ ધર્મના ઝઘડાઓ અનેક હતા. અહીંસાના ઉપદેશથી સમાજ બીન–લડાયક વલણવાળો બન્યો હતો. સંતોષના ઉપદેશથી સાહસ ને સીદ્ધીની અભીલાષા ઉડી ગઈ હતી. જૌહર, સતીપ્રથા, શુકન–અપશુકન, નસીબ ને ભવીષ્યકથન જેવા વહેમોએ સમાજને અંદરથી કોરી ખાધો હતો. તપ, ત્યાગ, બ્રહ્મચર્ય, નીર્મોહી જીવન, નીષ્કામ કર્મ, આ બધી માન્યતાઓએ લાંબા ગાળે આપણા દુશ્મનોને જ મદદ કરી.
♦    ગીતા અને યુદ્ધનું તત્ત્વજ્ઞાન :
નીર્મોહી જીવન અને નીષ્કામ કર્મ એ ગીતાનું હાર્દ છે અને ગીતા એ હીન્દુત્વનું હાર્દ છે. ગીતા એ સાધારણ પુસ્તક નથી; સદીઓથી એણે આપણા સંસ્કારોનું ને જીવનનું ઘડતર કર્યું છે. તેથી થોડાક સામાન્ય બુદ્ધીના વાસ્તવીક સવાલો પુછવા જરુરી છે. નીર્મોહી જીવન અને નીષ્કામ કર્મના આદર્શો વ્યક્તીગત જીવનમાં અવશ્ય ઉપયોગી થઈ શકે; પણ એક કલ્પના કરો : મારો શત્રુ એના ધર્મમાં ને ધ્યેયમાં કટ્ટર રીતે પ્રતીબદ્ધ છે. કોઈ પણ રીતે જીતવાના એકમેવ હેતુથી તે મરણીયો થઈ લડે છે. બીજી બાજુ હું, નીર્મોહી ને નીષ્કામ છું. હાર કે જીત બન્નેને હું સરખાં ગણું છું. મારી ફરજ છે એમ માનીને લાગણી વીના હું લડું છું. ધારો કે બીજી બધી પરીસ્થીતીઓ સમાન હોય, તો કોનો જીતવાનો સંભવ વધારે છે? મારો કે મારા શત્રુનો ? જવાબમાં જરાય શંકા નથી; ને આ કલ્પના પણ નથી. આવી પરીસ્થીતીમાં શત્રુ જ જીતે –મુસ્લીમો મધ્ય યુગમાં આ રીતે જ હીન્દુઓ સામે જીત્યા છે ને જીતતા આવ્યા છે. આપણે જોઈએ, વીચારીએ, શત્રુને પણ ચાહીએ; કારણ આત્મા એક છે ને અમર છે. શત્રુ કાંઈ ના વીચારે, ફક્ત તલવાર ચલાવે. કૃષ્ણએ અર્જુનને લડવા પ્રેર્યો, એ શા માટે? એ તારી ફરજ છે માટે; અને આમેય તે કોઈ કોઈને મારતું નથી; કારણ આત્મા અમર છે’. ભાર છે ફીલસુફી ઉપર; વ્યવહાર ઉપર નહીં – લડવું તે સ્વબચાવ માટે નહીં, શત્રુ ખરાબ છે માટે નહીં, એને ધીક્કારવા માટે નહીં – ભીષ્મને કેમ ધીક્કારાય? મધ્યયુગમાં મુસ્લીમ જીહાદ માનીને લડતો હોય અને હીન્દુ ધર્મયુદ્ધ માનીને લડતો હોય, એટલે બન્ને પોતપોતાના ધર્મ માટે લડે છે એ તો સરખું જ થયું ! ફરક માત્ર એટલો જ કે એક માણસ ‘કાફીર’ને દીલથી ધીક્કારે છે; બીજો શત્રુમાં પણ અમર આત્મા નીહાળે છે. કોણ જીતશે? હીન્દુ એની ફીલસુફીમાં જીતશે; મુસ્લીમ એની જીહાદમાં. સંતોષ અને સફળતામાં શો ફરક? એ જ કે આપણને સંતોષ મળ્યો; શત્રુને સફળતા. દુનીયામાં બધી જાતના લોકો હોય, ને તૈયાર પણ હોય – કેટલાક મરવા માટે, કેટલાક એમ કરવામાં એમને મદદ કરવા માટે. બીજા વીશ્વયુદ્ધનો નામાંકીત અમેરીકન જનરલ પેટ્ટન એના સૈનીકોને શું કહેતો હતો તે સાંભળો : ‘આપણે દેશ માટે યુદ્ધમાં મરી ફીટવા આવ્યા નથી. આપણે તો પેલો હરામી શયતાન (શત્રુ) એના દેશ માટે મરી ફીટે એવું કરવા આવ્યા છીએ.’
આપણો આદર્શ વીર અર્જુન છે. યુદ્ધ પહેલાં જ એ પાણીમાં બેસી જાય છે. મહાયુદ્ધ તો ઘણા સમયથી નક્કી થયેલું ને ચર્ચાતું હતું. બધાને રુબરુ સામે ઉભેલા જોયા પછી જ એને ખ્યાલ આવ્યો કે એને પ્રીય કુટુમ્બીજનો સામે લડવાનું છે ? યુદ્ધની પુર્વતૈયારીઓ દરમીયાન શંકાઓ હોય તે સારું હોઈ શકે; પરન્તુ એકવાર નીર્ણય લેવાઈ ગયા પછી યુદ્ધ જાહેર થાય, સેનાઓ સામસામે આવી જાય, ત્યારે યુદ્ધભુમી ઉપર જ સેનાપતી આનાકાની કરે, એ પરીસ્થીતી માત્ર અયોગ્ય જ નહીં; અત્યંત હાનીકારક પણ છે. દ્વીધાગ્રસ્ત વીર યુદ્ધ જીતી શકે એવો સંભવ ઓછો; કદાચ જીતે તો પણ અંતે તો કરુણાન્તીકા જ સર્જાય – પછી એ હીરો હેમ્લેટ હોય કેઅર્જુન; વ્યક્તી હોય કે સમાજ. ભાવનાઓની ભુલભુલામણીમાં ફસાયેલો એ સેનાપતી છે. શેક્સપીયરનો હેમ્લેટ જ જોઈ લો : ‘To be or not to be, that is the question.’ દુશ્મનને ચાહતો અર્જુન આપણો નેતા છે – શ્રેષ્ઠ અને શુરવીર; પણ આદર્શો વીશે દ્વીધાગ્રસ્ત (Split Personality). હીન્દુઓ લડે છે ખરા; પણ ખોટા કારણથી, ખોટાં ધ્યેયો ને ખોટા આદર્શો માટે. બીજાઓ જીતવા માટે લડે છે; આપણે ફરજ બજાવવા લડીએ છીએ. બીજાને જોઈએ છે સફળતા; આપણને જોઈતું કાંઈ નથી. બીજાઓ નીષ્ફળતા વેઠી નહીં લે; આપણે બધું વેઠી લઈશું. અરે, કોક વાર સફળતા પણ વેઠી લઈશું, જો એ ભાગ્યમાં ભટકાઈ જાય તો ! આપણે શત્રુને ધીક્કારતા નથી, એ આપણને છોડતા નથી. આપણને ‘આ લોક’ ગમતો નથી; તેઓ આપણને ‘પરલોક’ મોકલે છે. આપણે આપણને બચાવી શકતા નથી; પણ અમર આત્માને તો બચાવીએ છીએ ને ? ધારો છો કે, પ્રાચીન કાળની આ ફીલસુફી વર્તમાનમાં હીન્દુ સમાજને બચાવી શકે ?
કોઈપણ યુદ્ધનાં ધ્યેય અને હેતુઓ શા છે ? એમની માંડણી ને રજુઆત કેવી રીતે થાય છે? એના ઉપર એ યુદ્ધનાં પરીણામનો ઘણો આધાર હોય છે. જુના સમયમાં રાજા, દેશ ને સન્માન માટે લોકો લડતા; મુસ્લીમો જીહાદ માટે લડ્યા; ક્રુઝેડો ધર્મ માટે લડાઈ; બે વીશ્વયુદ્ધો લોકશાહી બચાવવા લડાયાં. સારાં કે ખોટાં પણ ધ્યેય અને હેતુઓ સ્પષ્ટ હતાં. દુધ–દહીંમાં પગ રાખીને લડાય નહીં; લડાય તો જીતાય નહીં. દ્વીધા અને અનાસક્તીનો યોગ યુદ્ધમાં અશક્તી ઉત્પન્ન કરે. ધ્યેયબદ્ધતા, એકમેવ લક્ષ્ય, નીર્ણયાત્મક નેતૃત્વ, પ્રતીબદ્ધ પ્રજાશક્તી, આમાંનું કંઈ પણ ખુટતું હોય તો યુદ્ધ જીતાય નહીં. આ પ્રકારના ગુણો હીન્દુ માનસમાં કેળવાયા જ નહીં એ એમના સદીઓ જુના પરાજયોનું મહત્ત્વનું ને મુળભુત કારણ છે.
લડાઈમાં હાર થાય એ લાંબા ગાળે ખરેખર મોટી આપત્તી હોય પણ ખરી; ના પણ હોય. પરન્તુ તાર્કીક તારણો કાઢીને હારને અનીવાર્ય ગણવી, વાજબી ઠરાવવી –Rationalize કરવી – એનાથી એ હાર ખરેખરી ને કાયમી આપત્તી બને છે. નસીબવાદ, માયાવાદ અને અનાસક્તીયોગ જેવાં તત્ત્વજ્ઞાનનાં તોરણો બાંધીને ભારતમાં આ કામ થયું છે અને તેથી જ બીન–વ્યાવહારીક ને નકારાત્મક અભીગમ આપણાં માનસતન્ત્રમાં જામી ગયેલ છે. આવાં વલણોથી પરલોક કદાચ જીતાય; આ લોકનાં યુદ્ધો જીતાય નહીં. યુદ્ધમાં તોવીજયાકાંક્ષા અનીવાર્ય છે, ધ્યેયનીષ્ઠા વીધાયક છે, સુસજ્જતા નીર્ણાયક છે. આપણામાં એકેય નહોતાં. આપણામાં તો હતી એક અદમ્ય ઈચ્છા આ અસાર સંસારથી છુટવાની. એમાં આપણા શત્રુઓએ સહાય કરી.આપણે શાસ્ત્રો ટાંક્યાં; એમણે શસ્ત્રો તાક્યાં. આપણે તપ આદર્યાં; એમણે તલવાર ચલાવી. શું વધુ કારગત નીવડ્યું એની સાક્ષી ઈતીહાસ પુરે છે.
♦   ફક્ત સો વર્ષ પહેલાંના ભારતની વાસ્તવીકતાઓ :
ચોખ્ખી ચણાક વાત છે કે આપણી સમાજવ્યવસ્થા પરદેશીઓના પડકાર સામે ઉભી રહી શકી નહીં. પુનરપી પરાજય, પુનરપી પરાજય, એ કદી અકસ્માત ન હોઈ શકે. આપણી હાર માત્ર એક નબળાઈ ન હતી; એ તો રાજકીય, નૈતીક, ધાર્મીક, સામાજીક, સમગ્ર તન્ત્રવ્યવસ્થાની નીષ્ફળતા હતી. કોઈને આ વીશે હજી પણ શંકા હોય તો માત્ર સોએક વરસ પુર્વેના (1850 થી 1900) ભારતની પરીસ્થીતી પર નજર ફેંકવાથી ખાતરી થશે. એના સાક્ષીપુરાવા હાજર છે, અંદાજો બાંધવાની કે કલ્પના કરવાની જરુર નથી.
એ સમયે અંગ્રેજી શીક્ષણની શરુઆત થયેલી. પણ પ્રચાર નહીં; વીજળી કે વીમાન ન હતાં, મોટરગાડી કે ફોન પણ નહીં; એટલે સમાજ ઉપર આજના જેવી પાશ્ચાત્ય અસરો નહીંવત્ હતી. તેથી જુનું ભારત આધુનીકતાથી લગભગ અસ્પૃષ્ટ દશામાં જોવાની તક અહીં મળે છે. આજે પણ આપણાં ગામડાંમાં આમાંનું ઘણુંબધું દૃષ્ટીએ ચડે છે.
કેવું હતું એ ભારત ? 85 ટકાથી વધારે વસ્તી ગામડાંમાં રહેતી, અંગુઠાછાપ અભણ, શ્રદ્ધાળુ. પુરાતન પદ્ધતીથી ખેતી કરતી. પીવાના પાણી માટે ગામમાં એક કુવો ઉપલાં વર્ણો માટે, બીજો નીચલાં વર્ણો માટે, ત્રીજો અસ્પૃશ્યો માટે. દરેક જ્ઞાતી પોતપોતાના અલગ લત્તાઓમાં રહે. ક્યાંય પણ જવું હોય તો કાચા રસ્તા પર કાદવ–કીચડમાં ચાલતા જવાનું. ઉપલા વર્ગનાં બેચાર પૈસાવાળાં કુટુમ્બો કે દરબાર જેવા પાસે ઘોડો હોય. મોટા ખેડુતો બળદગાડાં રાખે. સુથાર, લુહાર, મોચી ને કુંભાર જેવા વંશપરમ્પરાના જુના ધંધાઓ ઉપર ગામડાં નભે જાય. ઔદ્યોગીકરણનું નામ નહીં. અસ્પૃશ્યતા સર્વત્ર ને સ્વાભાવીક. દવાખાનું ભાગ્યે જ હોય, હોય તો પોસાય નહીં; એટલે ડોશીમાનું વૈદું ને આયુર્વેદ વનસ્પતીઓ એ દરેક રોગની દવા. ચેપી રોગોની ભરમાર, વહેમો બેસુમાર. બાળજન્મ ને બાળમરણ બન્ને ઉંચાં, આયુમર્યાદા અતીશય નીચી. પીંઢારા ને ઠગોની ટોળીઓ અંગ્રેજ સત્તાએ હમણાં હમણાં જ જેર કરેલી; પણ બહારવટીયા ને લુંટારાનો કાયમનો ત્રાસ. તેથી ડાહ્યા માણસો ઘરમાં ખાડા ખોદી પૈસા દાટે. ગાયભેંસનું છાણ ભેગું કરવું એ સ્ત્રીઓની રોજની ઉપયોગી આર્થીક પ્રવૃત્તી; કારણ છાણાં કે લાકડું એ જ બળતણ હતું. કુવેથી પાણી ભરી લાવવું, ઢોર સાચવવાં, રસોઈ કરવી, એ સ્ત્રીઓની મુખ્ય પ્રવૃત્તીઓ. બાળકો ખેતી ને પશુપાલનમાં મદદ કરે. ગામમાં શાળા જો હોય તો પ્રાથમીક ચારેક ધોરણ પુરતી; પણ હાજરી પાંખી. શાળાએ જવું ન ગમતું હોય એવા કોઈ છોકરાને બેચાર મોટા છોકરાઓ ટાંગાટોળી કરી ઉંચકીને શાળાએ લઈ આવે; ને માસ્તર સાહેબ નેતરની સોટીથી એની બરાબર ખબર લે. સ્ત્રીશીક્ષણની શરુઆત હજી થઈ ન હતી. વીધવાવીવાહ નીચલી નાતોમાં ખરો; ઉપલી નાતોમાં અકલ્પ્ય. વીધવાઓની સ્થીતી દયનીય. બાળલગ્નો બહુ જ સામાન્ય ને પ્રચલીત. મારી માતાનું લગ્ન એની 13 વર્ષની ઉંમરે થયેલું. લોકમાન્ય ટીળકની એક નાની સરખી વાત જુઓ : 12 વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રીઓનાં લગ્નો ઉપર પ્રતીબન્ધ મુકતા કાયદાને એમણે ટેકો આપવાની ના પાડી. તેથી સુધારક મીત્રઆગરકરથી એ છુટા પડ્યા. અને ટીળક તો એ જમાનામાં ક્રાન્તીકારી નેતા ને સમાજસુધારક કહેવાતા !
મેં પોતે બીજા વીશ્વયુદ્ધ પહેલાં આમાંનું લગભગ બધું નાનપણમાં નજરોનજર જોયેલું છે, અને આ તો આપણી અવદશાનું એક આછું એવું જ રેખાચીત્ર છે. આજના ઘણા શીક્ષીત યુવાનોએ ગામડું જોયેલું હોતું નથી. એમને આવી હકીકતોથી આશ્ચર્ય સાથે આંચકો લાગે છે. વધુ વીગતો વધુ આઘાતજનક થશે. આ જ સમયના યુરોપ કે અમેરીકાની આધુનીક પ્રગતીની જરાક પણ કલ્પના જેને હોય એને શું થશે એ મને ખબર નથી.
આવા અતીશય નીરાશાજનક સમાજતન્ત્રમાં આપણે સદીઓ સુધી શાથી સપડાયા? અને હજી કેમ છીએ? એનાં કારણો આપણી પરમ્પરાગત માન્યતાઓ-સંસ્કારોમાં ઉંડાં દટાયેલાં છે. એની વાત હવે પછીના પ્રકરણમાં જોઈશું.
–સુબોધ શાહ

16 April 2015

તમાકુ કેન્સલ કરવી છે કે કેન્સર કરવું છે?

તમાકુ કેન્સલ કરવી છે કે કેન્સર કરવું છે?

તાજેતરમાં ભાજપના એહમદનગરના સાંસદ દિલીપ ગાંધીએ એવું નિવેદન કરી ખળભળાટ મચાવી દીધો કે તમાકુથી કોઈ પ્રતિકૂળ અસર થતી નથી. આની સામે એનસીપીના વડા શરદ પવારે પોતાનો દાખલો આપી કહ્યું કે એ વાત ખોટી છે અને તમાકુના ઉપયોગથી કેન્સર થાય છે તેનું હું પ્રત્યક્ષ ઉદાહરણ છું. હકીકતે તમાકુના વપરાશકારો, ચાહે તેઓ પાન-માવામાં તમાકુ તરીકે લેતા હોય, સિગારેટ કે બીડી ફૂંકવાની રીતે લેતા હોય તેમનો દાવો હોય છે કે જે લોકો સિગારેટ કે તમાકુવાળા પાન-માવા નથી ખાતા તેમને પણ કેન્સર થાય છે. તેઓ લાંબું જીવતા નથી. જ્યારે એવા ઘણા લોકો છે જે તમાકુ ખાતા હોવા છતાં, કે, સિગારેટ પીતા હોવા છતાં લાંબું જીવે છે. જોકે આવા દાવાનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી હોતો.
આ ઉપરાંત તમાકુ તરફીઓની એવી દલીલ પણ હોય છે કે તમાકુ ભોજન પચાવી દે છે. તેઓ દાખલા આપે છે કે લાડુ ખાનારા લોકો તમાકુ ખાતા જેથી તેમણે ઘણા બધા લાડુ ખાધા હોવા છતાં તેનું પાચન થઈ જતું. તો એક વર્ગ એવું પણ કહે છે કે તમાકુના કારણે તમારી વિચારસરણી ખીલે છે અને યુરોપમાં પહેલાં સામંતશાહી હતી પરંતુ સિગારેટ પીનારા, તમાકુ લેનારા લોકોએ ક્રાંતિ કરી અને લોકશાહી આવી, આથી યુરોપ અને અમેરિકા એવું ઈચ્છે છે કે કોઈની મુક્ત અને શાસનવિરોધી વિચારસરણી ન રહે. તેથી તેઓ તમાકુ પર પ્રતિબંધ મૂકવા માગે છે. તમાકુનું સૌથી વધુ ઉત્પાદન અને નિકાસ કરનારા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે અને એ પણ હકીકત છે કે સરકારે તમાકુના ઉત્પાદન પર પ્રતિબંધ નથી મૂક્યો. અર્થાત્ જેનાથી મોત આવી શકે, કેન્સર જેવી જીવલેણ બીમારી થઈ શકે તેનું સેવન વિદેશના લોકો કરે તો સરકારને વાંધો નથી!  તમાકુ તરફીઓની એક દલીલ એવી પણ છે કે ખાંડથી ડાયાબિટીસ થઈ શકે છે તો શું ખાંડ પર પણ પ્રતિબંધ મૂકી દેશો? દારૂથી લીવર બગડે છે, કિડની પર અસર થાય છે તો દારૂ પર કેમ પ્રતિબંધ મૂકતા નથી? એવી ઘણી બધી દવાઓ છે જે વિદેશમાં પ્રતિબંધિત છે પરંતુ ભારતમાં ખુલ્લેઆમ વેચાય છે. આવી હાનિકારક દવાઓ પર કેમ ભારતમાં પ્રતિબંધ મૂકાતો નથી.
એક વાત એ પણ સત્ય છે કે તમાકુ અને સિગારેટના વપરાશને હતોત્સાહ કરવા માટે સરકાર, પછી તે ગમે તે પક્ષની હોય, દર વખતે અંદાજપત્રમાં તમાકુ અને સિગારેટના ભાવો વધારતી જ આવે છે, પરંતુ ગમે તેટલા ભાવ વધે તો પણ વ્યસનીઓ આ ખરાબ વ્યસન મૂકતા નથી, તેના કારણે તેમના ઘરના બજેટને ફેર પડે તો પણ.
આની સામે તમાકુથી મોટા પ્રમાણમાં આરોગ્યને હાનિ થાય છે તેમ કહેનારો વર્ગ પણ છે. તે અનેક સંશોધનો અને અનેક જીવિત, મૃત વ્યક્તિના દાખલા આપે છે. તાજેતરમાં સુનીતા તોમરનું નિધન થયું. કોણ હતી આ સુનીતા? મધ્યપ્રદેશના ભીંડના એક ટ્રક ડ્રાઇવરની પત્ની અને બે પુત્રોની માતા સુનીતા તોમર તમાકુ સામેની ઝુંબેશનો ચહેરો બની ગઈ હતી. એક વર્ષ પહેલાં કેન્દ્રીય મંત્રાલયના એક વિડિયો જેનું નામ સુનીતા હતું તે સુનીતા પર ફિલ્માવાયો હતો. ૩૦ સેકન્ડના આ વિડિયોમાં ધૂમ્ર વગરની તમાકુથી થતી હાનિ દર્શાવાઈ હતી. સુનીતાને પણ કેન્સર થયું હતું. મૃત્યુ પામતા પહેલાં તેણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દિલીપ ગાંધીના ઉક્ત નિવેદન સામે પત્ર લખ્યો હતો. તેણે લખ્યું હતું, “મારો ચહેરો જેવો હોવો જોઈએ તેવો નથી. લોકો મને મળતા કે મારી સાથે વાત કરતા ખચકાય છે.” તેણે લખ્યું કે દિલીપ ગાંધી જેવા ઉચ્ચ સ્થાને બિરાજમાન લોકો આવી બેજવાબદાર રીતે વર્ત્યા છે તેનાથી તે નિરાશ થઈ છે. આજે પણ આપણી ઘણી બધી પ્રજા તમાકુની આડ અસરથી અજાણ છે.
સુનીતાએ એક વર્ષ પહેલાં પણ વડા પ્રધાનને કાગળ લખ્યો હતો કે તમાકુ પર સમગ્ર દેશમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવે. સુનીતા એવા કેન્સર દર્દીઓ પૈકીની હતી જે તેમના નિદાનના એક કે બે વર્ષમાં જ મૃત્યુ પામે છે, કારણકે તેમનું નિદાન મોડું થાય છે. સુનીતાને તમાકુ ચાવવાનું વ્યસન હતું અને તેનું ગયા વર્ષે જ હજુ નિદાન થયું હતું, પરંતુ તેનું કેન્સર ચોથા તબક્કામાં હોવાનું પુરવાર થયું હતું. તેણીએ રેડિયોથેરેપી લીધી હતી અને ચહેરા પર પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી હતી. ટાટા મેમોરિયલ હૉસ્પિટલમાં બીજા દર્દીઓની દશા જોઈને તેણે ઉપરોક્ત વિડિયોમાં ભાગ લેવા તૈયારી બતાવી હતી. તેનું વજન ૧૨ કિલો ઘટી ગયું હતું.
સુનીતા તમાકુ વિરોધી અભિયાનનો ચહેરો બની તે અગાઉ મૂકેશ હરાણે ઓરલ કેન્સર સામેની ઝુંબેશનો ચહેરો બન્યો હતો. ૨૪ વર્ષનો આ યુવાન મહારાષ્ટ્રના ભૂસાવળનો વતની હતો. ગુટકાના વ્યસનના કારણે તે બોલી પણ શકતો નહોતો. તેણે સર્જરી કરાવતા પહેલાં પોતાની વાત રેકોર્ડ કરાવી હતી. જોકે તે પછી થોડા જ સમયમાં તેનું કરુણ મોત થયું હતું.
એક તરફ સરકાર વધુ મોટું ચિત્ર સિગારેટ અને તમાકુનાં ઉત્પાદનો પર મૂકવા વિચારી રહી છે તેવા જ સમયે સુનીતાના મોતે તમાકુના ઉત્પાદનોના વપરાશ સામે ગંભીર પ્રશ્નાર્થ સર્જી દીધો છે. ભારતની વાત કરીએ તો, ભારતમાં કેન્સરના જે દર્દીઓ છે તેમાંના ૪૦ ટકા દર્દીઓ તમાકુના કારણે કેન્સરગ્રસ્ત થયા હોય છે. તેમજ ભારતમાં જે ત્રણ કે પાંચ કેન્સરદર્દીઓનાં મૃત્યુ તમાકુના કારણે થાય છે. આમ છતાં ચોંકાવનારી વાત એ છે કે ૨૭.૫ કરોડ ભારતીયો તમાકુ લેનારા છે. તેઓ મુખ્યત્વે ધૂમ્ર વગરની તમાકુ લે છે. આમાં ૩૫ ટકા પુખ્ત વયના છે અને ૧૪.૧ ટકા લોકો બાળકો છે, જેમની સરેરાશ ઉંમર ૧૩-૧૫ વર્ષ છે.
આપણે ત્રણ રિપોર્ટના આધારે તમાકુથી થતા નુકસાનને દર્શાવી શકીએ. આ ત્રણ રિપોર્ટ છે: (૧) ભારતમાં તમાકુ નિયંત્રણનો અહેવાલ, ૨૦૦૪ (૨) બીડી ધૂમ્રપાન અને લોક આરોગ્ય, ૨૦૦૮ અને (૩) વૈશ્વિક પુખ્ત લોકોમાં તમાકુ અંગેનો સર્વે, ભારત, ૨૦૧૦. યાદ રહે, આ ત્રણેય રિપોર્ટ કોઈ એલ ફેલ કંપનીના કે એજન્સીના નથી, પરંતુ ભારત સરકારના પોતાના છે. આ ત્રણેય રિપોર્ટ તમાકુથી કેન્સર તેમજ તમાકુ સંબંધિત રોગો થાય છે તે વાતને અનુમોદન આપે છે.
દર રોજ ૫,૫૦૦ યુવાનો તમાકુ ખાવાનું અથવા ધૂમ્રપાન કરવાનું શરૂ કરે છે. ૨,૫૦૦ ભારતીયોના રોજ તમાકુ સંબંધિત રોગોથી મૃત્યુ થાય છે અને દર વર્ષે ૧૦ લાખ ભારતીયો તમાકુથી થતા રોગોથી મૃત્યુ પામે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ૨૦૧૪માં તમાકુ સંબંધિત રોગોના કારણે પડતા આર્થિક બોજા અંગે રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો જે મુજબ, વર્ષ ૨૦૧૧માં ૩૫થી ૬૯ વર્ષના લોકો માટે તમામ રોગોમાંથી તમાકુના વપરાશ સંબંધિત આર્થિક બોજો રૂ. ૧ લાખ કરોડથી વધુ હતો. એની સામે તમામ તમાકુ ઉત્પાદનોમાંથી મળતી આવક તમાકુની અંદાજિત કિંમતના ૧૭ ટકા હતી.
માત્ર ભારત જ નહીં, વૈશ્વિક સ્તરે તમાકુનો ઉપયોગ ઘટાડવા વિચારણા અને ઝુંબેશો ચાલે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)ની તમાકુ નિયંત્રણ પર કાર્યમાળખા સભા (હૂ એફસીટીસી)માં તમાકુની માગ અને પૂરવઠો ઘટાડવા માટે મહત્ત્વની રણનીતિ ઘડાઈ હતી. ભારત સરકારે પણ આને માન્યતા આપી હતી. તેથી તમાકુ વિરોધીઓનું કહેવું છે કે સરકાર તમાકુની માગ અને પૂરવઠો ઘટાડવા માટે કાનૂની, પ્રશાસકીય અને નીતિગત પગલાં લેવા માટે કાનૂની રીતે બાધ્ય છે. આ હૂ એફસીટીસીએ તમાકુ ઉત્પાદનો પર મોટી ચિત્રાત્મક ચેતવણીઓ આપવા અનુરોધ કર્યો છે. ઉપરાંત ઉત્પાદનના પેકેટ પર આગળ અને પાછળ એમ બંને બાજુએ તે હોવાં જોઈએ તેમ પણ તે કહે છે.
હૂ એફસીટીસીની કલમ ૫.૩માં તમાકુથી લોક આરોગ્ય નીતિની સુરક્ષા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા અને ભલામણો આપવામાં આવી છે. તેઓ તમાકુ ઉદ્યોગ દ્વારા આવી નીતિમાં હસ્તક્ષેપથી સુરક્ષિત રહેવા સરકારને કહે છે. ભારત સરકારે પણ તમાકુ ઉત્પાદનોનો વપરાશ ઘટાડવા માટે સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો (જાહેરખબર પર પ્રતિબંધ અને ધંધાકીય તેમજ વાણિજ્ય ઉત્પાદન, પૂરવઠા અને વિતરણ પર નિયંત્રણો) અધિનિયમ (કોટ્પા) ૨૦૦૩ લાવેલો છે. ભારતમાં જાહેરમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકાયો છે. આમ છતાં, ધૂમ્રપાન કરનારા બેધડક રીતે જાહેરમાં ધૂમ્રપાન કરતા હોય છે. આ રીતે જાહેરમાં ધૂમ્રપાન કરનારા કાયદા મુજબ તો દંડને પાત્ર  બને છે, પરંતુ લગભગ કોઈને દંડ કરાતો નથી. તમાકુ ખાનારા તો પોતાને જ નુકસાન કરે છે, પરંતુ ધૂમ્રપાન કરનારા તો આજુબાજુ રહેલા લોકોને પણ નુકસાન કરે છે. જોકે ધૂમ્રપાન નહીં કરનારા લોકોમાં પણ એટલી જાગૃતિ હજુ નથી આવી કે તેઓ તેમની આજુબાજુમાં ધૂમ્રપાન કરનારા લોકોને ધૂમ્રપાન કરતા બંધ કરે.
હવે તો હદ એ થઈ ગઈ છે કે ભારતમાં સ્ત્રીઓ, ખાસ કરીને કોલેજમાં ભણતી, નોકરી કરતી સ્ત્રીઓ ધૂમ્રપાન કરતી થઈ ગઈ છે. પોતે પુરુષ સમોવડી છે તેવું દેખાડવા કે કુછંદે ચડીને તે બિન્દાસ્ત ધૂમ્રપાન કરે છે, હુક્કા બારમાં જાય છે. પરંતુ આવી સ્ત્રીઓએ એ જાણી લેવું જોઈએ કે અમેરિકન અભ્યાસો પ્રમાણે, જે મહિલાઓ ધૂમ્રપાન કરે છે તેમને અન્ય મહિલાઓ કરતાં ફેફસાનું કેન્સર થવાની ૨૫.૭ ગણી વધુ શક્યતા રહેલી છે. જ્યારે પુરુષમાં જે લોકો ધૂમ્રપાન કરે છે તેમને અન્ય પુરુષો કરતાં ૨૫ ગણું જોખમ વધુ છે.
(ગુજરાત ગાર્ડિયન દૈનિકની રવિવારની પૂર્તિમાં આ લેખ તા. ૧૨/૪/૧૫ના રોજ પ્રગટ થયો.)

11 April 2015

સિદ્ધિ કોઈ પણ ઉંમરે મેળવી શકાય છે, નિવૃત્તિ નડતી નથી

( 693 ) સિદ્ધિ કોઈ પણ ઉંમરે મેળવી શકાય છે, નિવૃત્તિ નડતી નથીPosted by  

તમારી પાસે સાચું જ્ઞાન છે તો તમે ક્યારેય સિદ્ધિ મેળવવા માટે નિવૃત્ત થઈ શકતા નથી. તમે માત્ર કામમાંથી નિવૃત્તિ લઈ શકો છો. તદ્ઉપરાંત નિવૃત્તિનાં નિયમો નોકરી આપનાર માટે છે, કર્મચારી માટે નહીં!

–N Raghuraman

Retirementત્રણ  દાયકા સુધીની તેમની સમર્પિત સેવાઓ બાદ તેમનાં સન્માનનિય નોકરીદાતાએ સંસ્થાના નિયમ પ્રમાણે તેમની નિવૃત્તિની વય થઈ જતાં તેમને ફરજમુક્ત કર્યા. જોકે બેંગલુરુનાં પી.ટી. રાજશેખરન (68) અને તેમનાં પત્ની સોફી રાજશેખરને (64) કંઈક બીજું વિચારી રાખ્યું હતું. તેમણે બેંગલુરુમાં એ સમયે પોતાનું કામ શરું કર્યું જ્યારે તેને ‘ટેક સિટી’નું બિરુદ્દ મળ્યું ન હતું. જોકે, આટલી ઉંમર બાદ તેઓ પોતે જરૂર ટેકસેવી થવા લાગ્યા. વિજ્ઞાનના વિષયના શિક્ષક હોવાને ધોરણે તેમનું માનવું હતું કે મેડિકલના વિદ્યાર્થીઓ માટે માત્ર ફોટા અને લખાણ અભ્યાસ માટે પૂરતાં નથી.

આટલા અનુભવ પછી તેઓ વિદ્યાર્થીઓને વિષયને સમજવામાં નડતી મુશ્કેલીઓ સમજી ચૂક્યા હતા. તેમને લાગ્યું કે કોઈ પણ વિષયને ફિલ્મ અને તેની પૃષ્ઠભુમિમાં અવાજ દ્વારા સમજાવાય તો વિદ્યાર્થીઓના મગજમાં સારી રીતે ઉતરી શકે છે. આથી તેમણે પ્રારંભમાં મેડિકલ વિષયો ઉપર ડીવીડી બનાવવાની શરૂઆત કરી. શિક્ષકોને મદદરૂપ થવા માટે તેમણે નિવૃત્તિ બાદ એનિમેશન અને અવાજ દ્વારા એક નવું જ શિક્ષણ માટેનું સાધન બનાવવાનો પ્રાયસ શરૂ કર્યો. આ રીતે તેમની ફોકસ મેડિકા નામની કંપનીનો જન્મ થયો, જેનાં આજે 250 જેટલાં વિશેષ 2ડી અને 3ડી ડિઝાઈન સોફ્ટવેર છે. તેમનો ધ્યેય આ ન હતો. તેમનો ધ્યેય તો એવી શિક્ષણ માટેની એવી એપ્લિકેશન બનાવવાનો હતો, જેને વૈશ્વિક રીતે ઉપયોગ કરી શકાય. આખરે, 2015માં તેમનાં બે મેડિકલ એપને વિશ્વનાં ટોચનાં 10 મેડિકલ એપમાં સ્થાન મળ્યું.

તાજેતરમાં જ તેમનું સર્જન ‘જુનિયર એનિમેટેડ એટલાસ ઓફ હ્યુમન એનાટોમી’ અને ‘ફિઝિયોલોજી એપ’ને મેડકલ એપમાં છઠ્ઠું સ્થાન મળ્યું અને તેમનાં બીજા એપ ‘એનિમેટેડ ક્વીક રેફરન્સ ડાયેબિટીક ફૂટ’ને 10મું સ્થાન મળ્યું. અમેરિકાની હેલ્થટેપ નામની એક ઓનલાઈન હેલ્થ સર્વિસ દ્વારા દર વર્ષે યોજાતા એપઆરએક્સ એવોર્ડમાં તેમણે બનાવેલા આ એપને ઉપરોક્ત સ્થાન મળ્યું છે. અમેરિકાના 65,000થી વધુ ડોક્ટરોએ રાજશેખરનના આ સર્જનને વોટ આપ્યો હતો.

‘જુનિયર એનિમેટેડ એટલાસ ઓફ હ્યુમન એનાટોમી એન્ડ ફિઝિયોલોજી’ એપનો આજે વિશ્વના અનેક ડોક્ટરો પોતાનાં દર્દીઓનાં ઈલાજ માટે ઉપયોગ કરી રહ્યા છે. એ જ રીતે ‘ધ એનિમેટેડ ક્વીક રેફરન્સ ડાયાબિટીક ફૂટ’ ડાયાબિટીક ફીટ અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે કારણ, અસરો, ઈલાજ અને તેને રોકવાનાં પગલાં અંગે માહિતી આપે છે. ડાયાબિટીસ આજે દુનિયાનો સર્વસામાન્ય રોગ થઈ ગયો છે. આ રીતે, આ યુગલ જે ઈચ્છતું હતું કે મેડિકલના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફાયદો થઈ શકે એવું એક ટિચીંગ સાધન બનાવવામાં આવે તેમાં તેમને સફળતા મળી ચૂકી છે.

ફંડા એ છે કે, જો તમારી પાસે સાચું જ્ઞાન છે તો તમે ક્યારેય સિદ્ધિ મેળવવા માટે નિવૃત્ત થઈ શકતા નથી. તમે માત્ર કામમાંથી નિવૃત્તિ લઈ શકો છો. તદ્ઉપરાંત નિવૃત્તિનાં નિયમો નોકરી આપનાર માટે છે, કર્મચારી માટે નહીં!

–N Raghuraman

સાભાર..સૌજન્ય..દિવ્ય ભાસ્કર.કોમ 

હૃદયના વાલ્વની સસ્તી સ્વદેશી સારવાર


mitral-valves
માનવશરીરનું જીવન ટકાવી રાખવા માટેનું અગત્યનું અંગ હૃદય છે. હૃદયની મુખ્ય બીમારીઓ અને તેના કારણે થતાં મૃત્યુંના કેસોમાં ૨૫ થી ૩૦ ટકા કેસોમાં  માઈટ્રલ વાલ્વની ખામી કારણભુત છે. બીજી બીમારીઓને માનવીની ઉંમર સાથે વ્યાપક સંબંધ છે. જ્યારે માઈટ્રલ વાલ્વની ખામી જન્મજાત કે જીવનના કોઈપણ તબક્કે આવી શકે છે. વાલ્વની ખરાબીને લીધે લોહી વાલ્વની દીશામાં વહેવાને બદલે વીરુદ્ધ દીશામાં વહે છે. આવા કેસોને માઈટ્રલ વાલ્વની ખામી કહેવાય છે.
આ વીષય પર ભારતના ડૉ. બી. કે. ગુપ્તા, નવી દીલ્હીની જી. બી. પંત હોસ્પીટલના કાર્ડીયાક વીભાગમાં નવીનતમ સસ્તી સારવાર પદ્ધતી અખત્યાર કરી રહ્યા છે. તેઓ માઈટ્રલ વાલ્વને સીવવા પર ભાર આપે છે. મોટી ઉંમરની વ્યક્તીઓ કે જેનું હૃદય યોગ્ય રીતે કામ કરતું ન હોય તેવા કીસ્સામાં વાલ્વ સુધાર્યા પછી આયાતી રીંગ જેવી કે કાર્પેન્ટીયર રીંગ, ડ્યુરન રીંગ અથવા પ્યુગમાસનશીલ રીંગનો ઉપયોગ થાય છે. જેની કીમંત રુપીયા ૧૮,૦૦૦/- થી ૨૦,૦૦૦/- જેટલી છે. પરંતુ આ આયતી રીંગોની સામે ડૉ. ગુપ્તાએ અન્ય વૈકલ્પીક રીંગની શોધ કરી છે. જેની કીંમત રુપીયા ૪૦૦/- જેટલી જ છે. આ વીકસાવેલ રીંગનો ફાયદો એ છે કે, તે સ્થીતીસ્થાપક છે અને એક્ષ-રે દ્વારા જોઈ શકાય છે. આ પદ્ધતી બાળકોમાં પણ ઉપયોગી છે. શરીરના વીકાસ સાથે હૃદયનો વીકાસ થવા છતા વાલ્વનું કાર્ય સારી રીતે થતું રહે છે. વળી મહાધમનીના સંકોચ કે વીસ્તાર વખતે પણ વાલ્વને કોઈ અન્ય અસર થતી નથી. ડૉ. ગુપ્તાએ એક વર્ષ દરમ્યાન ૨૦ જેટલા દર્દીઓને તેઓએ વીકસાવેલી પદ્ધતીથી સારવાર આપી છે અને તે તમામ કેસોમાં તેઓને સફળતા મળી છે.
વધુમાં ઓપરેશન દરમ્યાન દર્દીને લોહી આપવાની જરુર જણાય તેવા કીસ્સાઓમાં લોહી મેળવવાની તકલીફ નીવારવા માટે દર્દીના ઓપરેશન પહેલાં જ દર્દીનું લોહી લઈ લેવામાં આવે છે. અને જરુર જણાય તો દર્દીને પોતાનું જ લોહી ચઢાવવાની પદ્ધતી પણ તેઓ અપનાવે છે. જેને લઈને દર્દીના સગા સંબંધીઓને લોહી વેચાતું લેવાની જરુર પડતી જ નથી. તેમજ લોહી મેળવવાના વીલંબને કારણે થતું નુકસાન પણ નીવારી શકાય છે.
આમ, ભારતનો ગરીબજન પરદેશની મોંઘી સારવારનો ખર્ચ ઉપાડી શકવાના અભાવે મૃત્યુને વરે છે. આવી પરીસ્થીતી નીવારવા માટે ડૉ. ગુપ્તાની આ નવીનતમ સસ્તી અને સ્વદેશી સારવાર પદ્ધતી બહુજન સમાજને ખુબ જ ઉપયોગી થશે. જે બદલ  ડૉ. ગુપ્તાને હાર્દીક અભીનંદન.

ગોવીન્દ મારુ


‘આરોગ્ય/ઉપચાર (ગો.મારુ)’

 ‘આરોગ્ય/ઉપચાર (ગો.મારુ)’ 

વીજ્ઞાને પ્રાણીઓના દુધમાં પર્યાય મળે એવું સંશોધન કર્યું છે. જેમાં દવા ઉત્પન્ન કરવા માટે બકરીનો ઉપયોગ કરવામાં આવે છે. અમેરીકા, બ્રીટન અને નેધરલેન્ડ દવાના પર્યાય તરીકે ટી.પી.એ. નામનું પ્રોટીન તત્વ બકરીના દુધ દ્વારા પેદા કરે છે. આ પ્રોટીન તત્વ હ્રદયરોગના દર્દીઓની હ્ર્દુધમનીમાં જમાં થયેલી ગાંઠને દુર કરે છે. બાયોટેકનોલોજી/ જીનેટીક એન્જીનીયરીંગના વીશેષજ્ઞોએ બકરીના ગર્ભમાં એવાં જનીન દાખલ કર્યા છે કે જેના વીયાણ બાદ દુધમાંથી ટી.પી.એ. પ્રાપ્ત થાય છે. ઈચ્છનીય જનીનને નવજાત શીશુ દ્વારા પેઢી – દર પેઢી તેઓના દુધ દ્વારા આ ટી.પી.એ. તત્વ પ્રાપ્ત કરી હ્રદયરોગીઓને જીવતદાન આપવા માટેના અભીયાનમાં બકરી કારખાનાનું કાર્ય જાતે જ કરે છે.
અન્ય પ્રાણીઓની જેમ માનવી પણ એક પ્રાણી છે. માનવસમાજ કાંઈ પૃથ્વી ઉપર જીવવાનો ઈજારો ધરાવતો નથી. તેમ છતાં પોતાનો આહાર મેળવવા માટે માનવસમાજ જંગલીની જેમ ક્રુર બનતો જાય છે. અહીંસા અને પ્રાણીપ્રેમની આપણી લાગણી આપણી ત્વચા જેટલી જ જાડી અને બુઠ્ઠી છે કે જેથી બુધ્ધ, મહાવીર અને ગાંધીનું જીવન એળે ગયું હોય એવું લાગે છે.
આપણી સારવાર માટે દવા અનીવાર્ય છે. આ દવાઓનું નીર્માણ નાના – મોટા કારખાનાઓમાં થાય છે. આ કારખાનાઓ દ્વારા ફેલાતા પ્રદુષણમાં પ્રાકૃતીક સમતોલન જાળવવા માટે બકરી પ્રદુષણ રહીત દવાના કારખાના તરીકેનું કાર્ય કરીને હ્રદયરોગના દર્દીઓને પણ જીવતદાન આપે છે. ત્યારે બુધ્ધ, મહાવીર અને ગાંધીના આ ભારતમાં નાજુક, નમણાં અને શાંત સ્વભાવના નીરુપદ્રવી પ્રાણી – બકરીજાતનો માનવસમાજે ઋણ સ્વીકારવો જ જોઈએ.

ગોવીન્દ મારુ




બીડી, સીગારેટ, પાન, માવો, તમાકુ, ગુટખા ઈત્યાદીનું વેચાણ કરતાં અને CA4BHVQ6સામાજીક કાર્ય કરતાં એક મીત્રે વ્યસનમુક્તી મંડળ, નવસારીની સ્થાપના મીટીંગમાં જવા અંગેનો મારી સમક્ષ પ્રસ્તાવ મુક્યો ત્યારે તે સામાજીક કાર્યકરને મારે કહેવું  પડયું કે જે દેશ/રાજ્યના પ્રચાર-પ્રસાર માધ્યમો દ્વારા વ્યસનકારક ચીજવસ્તુઓનો આમજનતા ઉપર હુમલો કરવામાં આવતો હોય, જે રાજ્ય-દેશનું રાજકારણ તમાકુ-દારુના ઉત્પાદન ઉપર અને આવી વ્યસન-નશાકારક ચીજવસ્તુઓના વીક્રેતાઓ ઉપર નભતું હોય તેમ જ જ્યારે મા-બાપ જ પોતાના સંતાનોને વ્યસન-નશો કરવા માટે નીમીત્ત બનતા હોય તેવા સમાજમાં ફક્ત દેખાડો કરવા ખાતર જ વ્યસનમુક્તી મંડળ બનાવવું કે પછી તેમાં સામેલ થવું મને રુચીકર નથી લાગતું. વળી તમે વ્યસનમુક્તી મંડળના સભ્ય કે હોદ્દેદાર બનો એટલે તમારે આમજનતામાં વ્યસનમુક્તીનો પ્રચાર કરવો જોઈએ. અને વ્યસનમુક્તી અંગેનો પ્રચાર-પ્રસાર કરતાં પહેલાં તમારી પોતાની દુકાનમાંથી ઉપરોક્ત વ્યસનકારક ચીજવસ્તુઓના જથ્થાનો નાશ કરીને તેનું વેચાણ બંધ કરશો તો જ તમારી નીયતી અને અભીયાન સાર્થક ઠરે. અન્યથા વીશાળ ઉદ્દેશ ધરાવતા આ અભીયાનને લાંછન લગાવશો નહીં- આ વાત તેમણે સ્વીકારી.
એક સંસ્થાની મીટીંગમાં ભોજન બાદ આદતસે મજબુર એક યુવાને ગુટખાનું Gutkaપાઉચ ખોલ્યું. ત્યારે આ અજાણ્યા યુવાનને તેમ કરતા અટકાવવાને બદલે વ્યસનમુક્તી મંડળ, નવસારીના એક હોદ્દેદારે તે યુવાન પાસેથી ગુટખાની માંગણી કરીને ગુટખાનું સેવન કર્યુ. તેથી ઉપરોક્ત દુકાનદાર મીત્ર તેમજ આ લખનારે વ્યસનમુક્તી મંડળના હોદ્દેદારનું તેમની પ્રતીબદ્ધતા તરફ ધ્યાન દોર્યું. ત્યારે વ્યસનમુક્તી મંડળના હોદ્દેદારે નફ્ફટ થઈને જણાવ્યું કે, ‘આ તો ઠીક છે, હું તો બજરનું પણ સેવન કરું છું. આ ટાણે સંત જ્ઞાનેશ્વરના પ્રસંગનો ઉલ્લેખ કરવો જરુરી છે. વધુ માત્રામાં ગોળ ખાતા બાળકને થતું નુકશાન નીવારવા માટે બાળકની માતાએ બાળકની ગોળ ખાવાની ટેવ છોડાવવા માટેનો ઉપદેશ આપવા માટે વીનંતી કરી. ત્યારે સંત જ્ઞાનેશ્વરજીએ બે દીન બાદ તેણીને બાળકને સાથે લઈને આવવા જણાવ્યું. આ બે દીવસ બાદ સંત જ્ઞાનેશ્વરજી એ બાળકને ગોળ ન ખાવા માટે ઉપદેશ આપ્યો હતો. અર્થાત્  કોઈ પણ આચાર માટે પોતાનું આચરણ જરુરી છે.
ત્યારે પ્રશ્ન એ થાય છે કે, આપણા યુવાધનના સતત સંપર્કમાં રહી વ્યસનમુક્તીનો ધનીષ્ઠ પ્રચાર-પ્રસાર કરીને યુવાનો નપુંસકતા, મોઢાં તેમજ ફેફસાના કેન્સરના શીકાર બની રહ્યા છે.  બીડી, સીગારેટ, ચુંગી, હુક્કો, માવો, તમાકુ, ગુટખા, બજર વીગેરેનું સેવન કરે છે તેમને તમાકુ છોડાવી વ્યસનમુક્ત કરવાને બદલે વ્યસનમુક્તી મંડળના હોદ્દેદાર જાહેરમાં માંગીને વ્યસન કરશે તો આવા હોદ્દેદારો આમજનતામાં શી જાગૃતી લાવી શકશે ?

ગોવીન્દ મારુ

શ્રેયાર્થી કોને કહેવાય ?


sreyarthi

શ્રેયાર્થી કોને કહેવાય ? 

* જે વિચારશીલ છે. 

* પવિત્ર વૃતિઓમાં જેનું મન સતત રમમાણ રહે છે.

* સદાચાર,કરુણા,ન્યાય વગેરે જેના જીવનમાં વણાઈ ગયા છે. *

 જે પોતાનો લાભ કદી શોધતો નથી,પણ અન્યનું હિત ધ્યાનમાં રાખી પ્રવૃતિશીલ રહે છે.

 * જે સમાજને કદી બોજારુપ બનતો નથી.
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી