
Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
27 April 2015
ઈ-યુગના આધુનીક ગણેશજી
ઈ-યુગના આધુનીક ગણેશજી
ઈ-યુગના જુઓ આ છે એક આધુનિક શ્રી ગણેશ,
મુષક પર સવાર થઇ,નીકળી પડ્યા દેશ- વિદેશ.
અદાથી ખોળા ઉપર મુક્યું છે જુઓ કેવું લેપ ટોપ
હાથમાં પણ માઉસ ગ્રહી સ્થિર નજરે નિહાળતા,
ઘુમી રહ્યા જુઓ કેવા ધ્યાનથી આખા એ નેટ વિશ્વમાં.
આંગળીઓ રમી રહી બોર્ડ પર કેવી ટપાટપ,
દેખાય ગણેશજી ખુબ ખુશ, નુતન ઉપકરણ પામીને.
શું નિહાળી રહ્યા હશે એક નજરે તેઓ સ્ક્રીન પર,
જોઈ રહ્યા હશે શું મુવી ગણેશ મહિમા યુ-ટ્યુબ પર,
કદાચ ઈ-મેલ મોકલી રહ્યા હશે રિદ્ધિ સિદ્ધિને,
જેમને ઘેર મૂકીને આવ્યા છે આજે શ્રી ગણેશ.
હાથમાં માઉસ અને લેપટોપ સાથે નીકળેલી જુઓ,
સાયબર યુગના ગણેશજી ની મુષક પર સવારી !
કેવી અજબ છે ઈ-યુગના ગણેશજીની આ કથા,
કોપ્યુટર મળતાં જેમને લાડુ ની પણ નથી ચિંતા !
વૃક્ષ અને માનવી
આ ચિત્ર જોઇને મારા મનમાં જે વિચારો આવ્યા એમાંથી એક ત્વરિત અછાંદસ કાવ્યની રચના થઇ ગઈ !આ ચિત્ર કાવ્યને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરુ છું. આશા છે આપને એ ગમે !
વૃક્ષ અને માનવીએકલું અટુલું વર્ષો જુનું આ જીર્ણ વૃક્ષઉભું છે કેવું ધસમસતા પુર વચ્ચે સ્થિર !જુનું થયું પણ એના મુળિયાં છે મજબુત.કાપ્યું નહીં એને માનવે,ભૂલથી જ કદાચ એ રહી ગયું હશે !પણ જુઓ કેવું કામ આવ્યું છે ,માનવીનો જાન બચાવવાને કાજ !માટે જ આ સૂત્ર સૌએ યાદ કરવું ઘટે-“વૄક્ષ બચાવો, એક દિવસ એ તમને એ બચાવશે”જીર્ણ થયેલ વૃક્ષ હો યા જીર્ણ માનવીએમનાં મુળિયાં હોય છે સદા મજબુત ,એમની અવગણના કદી કરવી ના ઘટે ,મુશ્કેલીમાં આ બેઉ જેવાં આવે કામમાંએવું બીજું કોઈ જ કામમાં ના આવે !====ચિત્ર હાઈકુમને બચાવ્યું ,જોયું ,મેં તારો કેવોજાન બચાવ્યો !
“ હું કોણ છું?ક્યાંથી આવ્યો છું?”
સૃષ્ટિનું સર્જન થયું અને માણસ વિચારતો થયો એ ઘડીથી આ મથામણ ચાલું જ કે “ હું કોણ છું?ક્યાંથી આવ્યો છું?”
યાદ આવે છે આદિ શંકરાચાર્ય લિખિત ભજ ગોવિન્દમ નો આ શ્લોક ..
कस्त्वं क: अहं कुत आयात: का मे जननी को मे तात: ।
इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविचारम् ॥
(તું કોણ? હું કોણ? હું ક્યાંથી આવ્યો? મારી મા કોણ? મારા પિતા કોણ? એમ વિચાર્યા કર. આ સર્વ જગત અસાર અને સ્વપ્નવત્ છે, તેનો ત્યાગ કર)
એમના કહેવા પ્રમાણે આપણું આ આખું જગત એક સ્વપ્ન છે, ભ્રમણા છે .જે દેખાય છે એ પણ નથી. प्रज्ञानं ब्रह्म ।
જીંદગી જીતવાની જડીબુટ્ટી શીખવતી એમની ‘ઝલક’ કોલમમાં કવી અને ચિંતક સ્વ. સુરેશ દલાલે “હું છું કોણ ?” ના જવાબમાં સરસ લખ્યુંછે .
“હું વિચારોના વમળમાં ફસાયેલો હેમ્લેટ નથી. ‘ટુ બી ઓર નોટ ટુ બી’ના સરકસી હિંચકા પર હું અહીંથી તહીં સામસામે અથડાતો અટવાતો નથી કે નથી હું ઑથેલો – કે સીધો જ આચારમાં પકડાઈ જાઉં કે જકડાઈ જાઉં અને પછી પસ્તાયા કરું.
હું શંકા-કુશંકાથી ઘેરાયેલો અર્જુન નથી – કે લડું કે ન લડું ની દ્વિધામાં રહેંસાતો, ભીંસાતો હોઉં. મારા સ્વારથ પર કૃષ્ણ તો હોય જ ક્યાંથી ?
હું રોમિયો નથી કે ભોમિયો નથી.
તો પછી, હું છું કોણ ?
હું છું આજનો માણસ. સવારથી રાત સુધી ઘણું બધું કરતો અને કશુંય ન કરતો. એના નામને અને ઈતિહાસને સ્નાન સૂતકનો સંબંધ નથી. એનું નામ તો રેશનકાર્ડમાં જ રોશન થાય. બહુ બહુ તો પાસપોર્ટમાં લખાય.
એને આંતરયુદ્ધ કે બાહ્ય્યુદ્ધનો પરિચય છે અને નથી. એ તો માત્ર મરણ સુધી જીવવું પડે એટલા માટે જીવે છે. એક વાર એનું નામ કંકોતરીમાં છપાયું તે છપાયું અને મરણનોંધમાં છપાશે ત્યારે એ હશે પણ નહીં.
જીવન મારું અંધ છે, મરણ મારો સ્કંધ છે, લૌકિક વહેવાર બંધ છે.”
સ્વ. સુરેશ દલાલ
આમ “હું કોણ છું ” એ પ્રશ્નનો જવાબ શોધવા માટે માણસની આખી જિંદગી પસાર થઇ જાય છે છતાં એનો સાચો ઉકેલ એ નથી મેળવી શકતો .
સંત સુરદાસે એના એક ભજનમાં ગાયું છે કે ” મોસમ કૌન કુટિલ ખલ્કામી ” એટલે કે આ જગતમાં મારા જેવો કોઈ ખરાબ માણસ નથી .અભિમાનને –ઈગો -ને મારવા માટે આ ફિલસુફી કામ લાગે એવી છે .
જાતે ફુલાઈને ફાળકો થઇએ શું કામનું ! અભિમાન-ઇગો-નો ફુગ્ગો ફૂટતાં વાર લાગતી નથી એમાંથી હવા નીકળી જતાં જ આપણી મૂળ જાત ઉપર આપણે આવી જઈએ છીએ .
જ્યોતીન્દ્ર દવેએ એમની આત્મકથાનું નામ સરસ આપ્યું છે -” અલ્પાત્માનું આત્મ પુરાણ “
મહાત્મા ગાંધીએ એમની આત્મકથામાં એમની નબળાઈઓ અને ભૂલો છુપાવ્યા વિના જણાવી દીધી છે .ગાંધીજી પોતાની ભૂલોમાંથી શીખી , જાત પરીક્ષણ કરી, જીવનને બહેતર બનાવવાના પ્રયોગો કરતા રહ્યા હતા. એમણે લખેલ આત્મકથાનું નામ પણ “સત્યના પ્રયોગો “એવું રાખ્યું છે એ કેટલું સુચક છે !
આવા સત્યને શોધવાના એમણે કરેલા સતત પ્રયોગોએ જ એમને પોરબંદરના અદના આદમી ” મોહનદાસ ગાંધી”માંથી વિશ્વના “મહાત્મા ગાંધી “ બનાવી દીધા.
બીજું એવું જ એક ચિત્ર જે મેં સેવ કરેલ છે એ આ રહ્યું .એમાં પણ સરસ સંદેશ છે.
“ હું “ અને “ અમે “
“ હું “ જ્યારે “ અમે “ સાથે મળે ત્યારે શક્તિઓનો સરવાળો થાય છે.
મિત્રોનો સાથ નવી શક્તિનો સંચાર કરે છે.
સંઘ શક્તિ જેવી શક્તિશાળી કોઈ ચીજ નથી. એક દાતણના તમે સહેલાઈથી બે ટુકડા કરી શકો પણ દાતણની ઝુડીના તમે બે ટુકડા તમારા હાથોની મદદ વડે કરી શકતા નથી.
હમેશાં સૌને સાથે લઈને ચાલવું હિતકર હોય છે.
સબકા સાથ સબકા વિકાસ
અંગ્રેજી શબદ ILLNESS માંથી I ને ખસેડી જો WE
મૂકીએ તો ILLNESS હોય એ WELLNESS બની જાય છે !
“હું” ની માંદગીને “ અમે “ એ કેવું આરોગ્યમાં બદલી નાખ્યું !
કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?
કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?
એમાં કોઈ શંકા નથી કે કાશ્મીરનું રાજ્ય હિન્દુઓનું જ હતું. કાશ્મીર શબ્દ સંસ્કૃત છે અને તેનો અર્થ થાય છે સૂકો પ્રદેશ. પહેલા કાશ્મીરી ઇતિહાસકાર મનાતા કાશ્મીરી બ્રાહ્મણ કલ્હાણે લખેલા ‘રાજતરંગિણી’ નામના પુસ્તકમાં ઉલ્લેખ છે કે કાશ્મીર પહેલાં તળાવ હતું. તેને બ્રહ્માના માનસ પુત્ર મરીચિના પુત્ર કશ્યપે સૂકવી નાખ્યું હતું. કાશ્મીરનો ઈતિહાસ ટૂંકમાં જોઈએ તો, સૌથી પહેલા ગોનંદ પ્રથમ તે કાશ્મીરના પ્રથમ રાજા હતા. મહાભારતમાં જે જરાસંધનો ઉલ્લેખ છે તે જરાસંઘ અને કૃષ્ણના યુદ્ધ વખતે ગોનંદ પ્રથમ જરાસંધ તરફે લડ્યો હતો. શ્રીકૃષ્ણએ જરાસંધનો અને બલરામે ગોનંદનો વધ કર્યો.
અમેરિકાની સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીમાં પણ કાશ્મીરનો જે ઇતિહાસ આપેલો છે તેમાં ઉપરોક્ત વાતોનો ઉલ્લેખ છે. ગોનંદના વધ બાદ તેના દીકરા દામોદરે શ્રીકૃષ્ણ પર આક્રમણ કર્યું અને દામોદર પણ મરાયો. તે પછી શ્રીકૃષ્ણએ દામોદરની પત્ની યશોવતીને ગાદી પર બેસાડી. (વિશ્વની પ્રથમ મહિલા શાસક?) યશોવતીએ ગોનંદ દ્વિતીયને જન્મ આપ્યો અને તે પછી ૩૫ ગોનંદ વંશજોએ કાશ્મીર પર શાસન કર્યું. તે પછી પાંડવોના ૨૩ વંશજોએ કાશ્મીર પર સત્તા ભોગવી. ભીમસેનના શાસન વખતે કાશ્મીરની સરહદ કનૌજ અને ગાંધાર (હાલનું કદહાર, અફઘાનિસ્તાન) સુધી વિસ્તારી હતી. બાદમાં અશોક (મગધવાળો ચક્રવર્તી સમ્રાટ અશોક નહીં)એ શ્રીનગરી નામે નગર વસાવ્યું જે હાલનું શ્રીનગર છે. આમ, હિન્દુ શાસકોનું શાસન રિન્ચન સુધી રહ્યું. રિન્ચેનથી અકબર સુધીનો ઇતિહાસ આપણે ગયા અઠવાડિયે જોઈ ગયા છીએ.
આપણે એ જોઈ ગયા કે કાયર હિન્દુ શાસકોના લીધે કાશ્મીર મુસ્લિમ શાસકોના હાથમાં આવ્યું અને પછી કઈ રીતે તેને પદ્ધતિસર મુસ્લિમ બહુમતીવાળું બનાવવા પ્રયાસ થયા. હવે પ્રશ્ન એ થાય કે તો પછી કાશ્મીરમાં હિન્દુ રાજા કેવી રીતે પાછા આવ્યા? અત્યારે જે જમ્મુ-કાશ્મીર ભેગા છે તે ભેગા કેવી રીતે થયા? તેમાં લદ્દાખ કેવી રીતે ઉમેરાયું?
ઓસ્ટ્રિયન વિદ્વાન, સૈનિક અધિકારી, રાજદ્વારી, બોટનિસ્ટ અને શોધક ચાર્લ્સ વોન હ્યુજેલ કાશ્મીરના પ્રવાસે આવ્યા હતા. તેમણે કાશ્મીર વિશે પુસ્તક લખ્યું છે જે મુજબ, મહારાજ રણજીતસિંહે પંજાબમાંથી અફઘાનોને ખદેડીને પાંચ નદીઓવાળા આ પ્રદેશને એક કરી દીધો હતો અને પછી ઉત્તર અને પશ્ચિમ તરફ નજર દોડાવી હતી. મહારાજા રણજીતસિંહે ઈ.સ. ૧૮૧૨, ૧૮૧૪ અને ૧૮૧૫માં કાશ્મીરને અફઘાનો પાસેથી છિનવી લેવા પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સફળ ન ગયા. ચાર વર્ષ પછી અફઘાનોના અત્યાચારથી ત્રાસેલા એક કાશ્મીરી બ્રાહ્મણ (આજની ભાષામાં જેને કાશ્મીરી પંડિત કહે છે) બિરબલ ધાર ભાગીને લાહોર આવ્યો અને તેણે મહારાજા રણજીતસિંહને કાશ્મીરને અફઘાનોના ત્રાસમાંથી છોડાવા વિનંતી કરી. ઈ.સ. ૧૮૧૯માં બિરબલ ધાર અને જમ્મુન રાજા ગુલાબસિંહના માર્ગદર્શન હેઠળ મિસર દીવાનચંદના નેતૃત્વમાં શીખ દળોએ કાશ્મીર ઘાટી પર જોરદાર હુમલો કર્યો. અઝીમ ખાનના નેતૃત્વમાં અફઘાન દળોનો ઘોર પરાજય થયો. આમ કાશ્મીર શીખ શાસન હેઠળ આવ્યું. આ વિજય મહત્ત્વનો ગણાય છે કારણકે શીખ રાજ્યમાં મુલ્તાન પછી સૌથી ધનિક કોઈ પ્રાંત હોય તો તે કાશ્મીર હતું. (અને આજે જુઓ કાશ્મીરની કેવી દશા કરી છે આ અબ્દુલ્લા પરિવારે?) મહારાજા રણજીતસિંહના શાસનમાં હિન્દુઓ પર મુસ્લિમોના દમનચક્રનો અંત આવ્યો. મુસ્લિમ જાગીરદારો ભાગી ગયા. હિન્દુ સ્ત્રીઓ પણ સન્માનપૂર્વક હરીફરી શકતી હતી. મંદિરોમાં આરતી અને ઘંટારવ નિર્ભયપણે થવાં લાગ્યાં.
હવે જે ઉપરોક્ત ગુલાબસિંહની વાત કરી તે ડોગરા વંશના હતા. મહારાજા રણજીતસિંહે તેમની નિમણૂક કાશ્મીરના ગવર્નર તરીકે કરી અથવા કહો કે પોતાના તાબા હેઠળના રાજા. તેના પિતા જમ્મુના રાજાના ભાઈ હતા. મહારાજા રણજીતસિંહે જ્યારે જમ્મુ પર હુમલો કર્યો ત્યારે ગુલાબસિંહ તેમની સામે લડ્યા હતા. જોકે રણજીતસિંહે જમ્મુ જીતી લીધું હતું. પરંતુ મહારાજા રણજીતસિંહના સેનાપતિ ભાઈ હુકમ સિંહ ગુલાબસિંહની વીરતાથી ભારે પ્રભાવિત થઈ ગયા હતા. તેમણે રણજીતસિંહને વાત કરી. આથી ઈ.સ.૧૮૦૯માં રણજીતસિંહે ગુલાબસિંહને પોતાના સૈન્યમાં જોડાવા વિનંતી કરી. (આજના સમયમાં જેમ જગદમ્બિકા પાલ જેવા લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય તેવું થયું આ.) ગુલાબસિંહની સેવાથી ખુશ થઈને મહારાજા રણજીતસિંહે તેમને જમ્મુના રાજા બનાવી નાખ્યા. (આજના સમયમાં જેમ પક્ષપલ્ટુઓને મંત્રી બનાવી નખાય છે તેમ). અને તે પછી કાશ્મીરના રાજા.
પરંતુ એક વાત સ્વીકારવી પડે કે આ ગુલાબસિંહે જ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને એકત્ર કરવામાં મોટી ભૂમિકા ભજવી. ઈ.સ. ૧૮૨૧માં તેમણે રાજૌરીને અઘાર ખાન પાસેથી જીતી લીધું. કિશ્તવારને રાજા તેગ મુહમ્મદ સિંહ પાસેથી જીત્યું. ઈ.સ. ૧૮૨૭માં ગુલાબસિંહે શીખ સેનાપતિ હરિસિંહ નલવા સાથે મળીને સઈદ અહેમદના નેતૃત્વમાં અફઘાન બળવાખોરોને હરાવી દીધા. ઈ.સ. ૧૮૩૭માં અફઘાનોએ શીખોના કબજા હેઠળના જામરુદ કિલ્લા (અત્યારે પાકિસ્તાનમાં આવેલો પ્રદેશ) પર હુમલો કર્યો. મહારાજા રણજીતસિંહે ગુલાબસિંહને વળતી લડત આપવા મોકલ્યા હતા. ગુલાબસિંહે અફઘાન બળવાખોરોનો પરાજય અસલ તેમની જ સ્ટાઇલમાં કર્યો. તેમણે (અત્યારે પાકિસ્તાનના ભાગ એવા) નોર્થ વેસ્ટ ફ્રન્ટીયર પ્રોવિન્સને લૂટ્યું. તમામ ઘરોને આગ લગાડી દીધી. કઠુઆમાં ધામા નાખ્યા અને ફરી આવો બળવો ન થાય એ માટે મુસ્લિમ પશ્તુન આદિવાસીઓની શોધ આદરી. તેમણે દરેક યુસૂફઝાઈના માથા માટે એક રૂપિયો ઈનામ રાખ્યું. (એ વખતે એક રૂપિયો એટલે આજના હજારો રૂપિયા જેવી રકમ ગણાતી) જોકે તેમણે સ્ત્રીઓને મુક્ત કરી. કેટલીકને પત્ની બનાવી. આમ, હજારો પશ્તુનો આ લડાઈમાં માર્યા ગયા. ૧૮૩૫માં કિશ્તવારના રાજા (જે હતા રણજીતસિંહની હેઠળ) જોરાવરસિંહે સુરુ ખીણ અને કારગીલ જીતી લીધું. ૧૮૩૬માં લદ્દાખ જીત્યું અને ૧૮૪૦માં બાલટીસ્તાન જીત્યું. જોકે ૧૮૩૯માં મહારાજા રણજીતસિંહના તેમના વંશજોમાં શાસન માટે સ્પર્ધા થવા લાગી હતી. ૧૮૪૧માં ૫,૦૦૦ જેટલા વીર ડોગરા સૈનિકોએ પૂર્વ તરફ કૂચ આદરી. તેમણે તિબેટિયનોને હરાવ્યા. પવિત્ર માનસરોવર નજીક તકલાકોટ પાસે થાણું ઊભું કર્યું. જોકે ભયંકર ઠંડીના કારણે તેઓ એક પછી એક મરવા લાગ્યા. છેવટે, ડિસેમ્બર, ૧૮૪૧માં તિબેટિયનોએ પાછો વિજય પ્રાપ્ત કરી લીધો. આમ, ગુલાબસિંહે નાનાં નાનાં રજવાડાં જીતીને તેને જમ્મુ-કાશ્મીર-લદ્દાખનું મોટું રાજ્ય બનાવી દીધું. ઈતિહાસકાર કે. એમ. પાણિકરે પણ જોરાવરસિંહની સૈન્ય સૂજબૂજ અને યુદ્ધ લડવાની રણનીતિઓના વખાણ કર્યા છે. તેમણે લખ્યું છે કે એ જોવું અદ્બુત છે કે તેઓ પોતાના સૈનિકોને લદ્દાખ અને બાલટીસ્તાન પર ૧૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ લઈ ગયા જ્યાં ચોતરફ બરફ જ બરફ છે.
આ દરમિયાન, મહારાજા રણજીતસિંહના જે વંશજો શાસનમાં આવ્યા હતા તેમની કાનભંભેરણી પણ થઈ હતી કે ગુલાબસિંહ તેમના માટે જોખમરૂપ અને પડકારરૂપ છે. આથી ૧૮૪૪માં લાહોરના દરબારમાં ગુલાબસિંહ પાસે એ વખતે રૂ. ૨૭ લાખ માગવામાં આવ્યા! બ્રિટિશ અને શીખો વચ્ચે જે યુદ્ધ થયું તે પછી બ્રિટિશરોને લાગ્યું કે આટલા મોટા પ્રદેશ પર તે રાજ નહીં કરી શકે અથવા બીજા કોઈ કારણસર, પણ તેણે કાશ્મીર પ્રદેશ ગુલાબસિંહને રૂ. ૭૫ લાખની રકમ માટે, એમ કહો કે, વેચી દીધો! આ સંધિને ‘અમૃતસર સંધિ’ કહેવાય છે. આના પરિણામે ગુલાબસિંહે ઈ.સ. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં બ્રિટિશરોની મદદ કરી હતી. તેમણે કાશ્મીરી દળોને બ્રિટિશ વતી લડવા મોકલ્યા અને બ્રિટિશ મહિલા તથા બાળકોને કાશ્મીરમાં આશ્રય આપ્યો. આવા બહાદૂર ગુલાબસિંહનું નિધન ૩૦ જૂન, ૧૮૫૭ના રોજ થયું અને તેમના પછી મહારાજ રણબીરસિંહ શાસનમાં આવ્યા.
રણબીરસિંહને આદર્શ હિન્દુ શાસક તરીકે જોવામાં આવે છે. તેમના સમયમાં ગિલગીટ, અસ્તોર, હુન્ઝા-નગર જેવા પ્રદેશો જીતાયા હતા. કાશ્મીર પર અનેક પુસ્તકો લખનાર નરેન્દ્ર સેહગલે ‘વ્યથિત જમ્મુ-કાશ્મીર’ પુસ્તકમાં લખ્યું છે કે મહારાજા રણબીરસિંહ હિન્દુત્વ અને સંસ્કૃતમાં રૂચિ રાખનારા હતા. સંસ્કૃતના શિક્ષણ માટે તેમણે જમ્મુ-કાશ્મીરમાં અનેક કેન્દ્રો ખોલ્યાં. પુસ્તકાલયો બંધાવ્યાં. હિન્દુ જીવન મૂલ્યો જે મુસ્લિમ શાસકોના સમયમાં સાવ મૃતઃપ્રાય થઈ ગયા હતા તેનું ફરી સ્થાપન કરાવવા પ્રયાસ કર્યા. તેમણે અનેક મંદિરોનું નિર્માણ કરાવ્યું. આમ, હિન્દુત્વની લહેર જોઈ રિન્ચનથી માંડીને અનેક મુસ્લિમ શાસકોના સમયમાં જેમણે ભય કે લાલચથી ધર્મપરિવર્તન કર્યું હતું તેમને પુનઃ હિન્દુ ધર્મ અપનાવવાની (આજની ભાષામાં કહીએ તો ‘ઘરવાપસી’ની) તીવ્ર ઈચ્છા થઈ. રાજૌરીના કેટલાક રાજપૂત મુસ્લિમો તેમજ કાશ્મીરના કેટલાક મુસ્લિમોએ મહારાજા રણબીરસિંહના દરબારમાં પ્રાર્થના કરી કે તેમને ફરી હિન્દુ ધર્મમાં સમાવવામાં આવે.
ક્યારેક એવું લાગે છે કે કાશ્મીરી પંડિતો તેમની જ કરણીનું ફળ ભોગવે છે કેમ કે આપણે ગયા અઠવાડિયે જોયું હતું કે રિન્ચનને હિન્દુ ધર્મ અપનાવવો હતો પરંતુ દેવસ્વામીએ તેની ના પાડી દીધી હતી. તો મહારાજા રણબીરસિંહના સમયમાં પણ હિન્દુત્વની લહેર જોઈ અનેક લોકો ફરી હિન્દુ ધર્મ અપનાવવા તૈયાર થયા, તેથી રણબીરસિંહે કાશ્મીરી પંડિતોને આ માટે પૂછ્યું તો આ અહંકારી અને આડંબરી પંડિતોએ સ્પષ્ટ ના પાડી દીધી. આમ, સંકુચિત મનોવૃત્તિના કારણે અનેક મુસ્લિમો જે મૂળ હિન્દુ જ હતા, તેઓ ફરી હિન્દુ ન બની શક્યા! મહારાજા રણબીરસિંહ ધારત તો આ મુસ્લિમોને હિન્દુ જાહેર કરી શકત, પરંતુ હિન્દુ શાસનમાં ધર્મ હંમેશાં સર્વોપરી રહ્યો છે. તેમની ઉપર જઈને કંઈ કરાતું નહોતું. મહારાજા રણબીરસિંહ પછી રાજા પ્રતાપસિંહ શાસનમાં આવ્યા પરંતુ તેમની સામે નાના ભાઈ અમરસિંહે વિરોધ કર્યો. જોકે બ્રિટિશ સરકાર રાજા પ્રતાપસિંહની તરફેણમાં રહી.
રાજા પ્રતાપસિંહ પછી રાજા હરિસિંહનું શાસન આવ્યું. સામાન્ય રીતે મનાય છે કે જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે તેમણે કાશ્મીરને સ્વતંત્ર રાખવાની તરફેણ કરી હતી. આવું કેમ થયું? અન્ય રાજાઓ જેવા તેઓ કેમ નહોતા? તેઓ કેમ કાશ્મીરને સ્વતંત્ર રાખવાની તરફેણ કરતા હતા? હરિસિંહ ખરેખર તો દેશભક્ત હતા. તેઓ દેશને સ્વતંત્ર કરવાની તરફેણમાં હતા, પરંતુ તેમના શાસન દરમિયાન તેમને શંકા હતી કે શેખ અબ્દુલ્લાની આગેવાની હેઠળ કાશ્મીરને આઝાદ કરવાની જે મુસ્લિમોની ચળવળ ચાલતી હતી તેને કૉંગ્રેસના લોકો ટેકો આપે છે. વળી, તેઓ દ્વિરાષ્ટ્રની ઝીણાની થિયરી સાથે પણ સંમત નહોતા. હરિસિંહે પૂણેમાં વસવાટ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદને લખેલા પત્રમાં આ વાત સ્પષ્ટ ઝળકે છે.
જોકે પાકિસ્તાને આક્રમણ કર્યું ત્યારે તેમણે ભારત સાથે સંધિ કરી લીધી. આમ, જમ્મુ-કાશ્મીર ભારતનો હિસ્સો તો બન્યું, પણ તેને વિશેષ રાજ્યનો દરજ્જો કલમ ૩૭૦ દ્વારા મળ્યો.
આઝાદી પછી ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ કોઈ દેશ તરફ ઝુકાવ દેખીતો નહોતો રાખ્યો, પરંતુ અંદરખાને તેમનો ઝુકાવ સામ્યવાદના પ્રભાવ હેઠળ રશિયા તરફ હતો. તેમણે ‘નામ’ ચળવળ શરૂ કરી હતી જે આજે મૃતઃપ્રાય દશામાં છે અને તેને કોઈ સંભારતું પણ નથી. આ સારી વાત પણ હતી કેમ કે અમેરિકા કે રશિયા તરફ ઝુકવા કરતાં તટસ્થ રહેવું સારું એવો નહેરુનો વિચાર હતો જે યોગ્ય પણ હતો. પરંતુ કાશ્મીર પ્રશ્ને ૧૯૪૮માં તેમણે સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુનો, આજનું યુએન)માં જઈને મોટી ભૂલ કરી લીધી અને આ પ્રશ્નને આંતરરાષ્ટ્રીય પ્રશ્ન બનાવી નાખ્યો. મહારાજા ગુલાબસિંહે જે પ્રદેશો જીત્યા હતા તે ગિલગીટ, બાલટીસ્તાન અને કાશ્મીરનો એ હિસ્સો, જેને આજે પાકિસ્તાન આઝાદ કાશ્મીર તરીકે ઓળખાવે છે તે ૧૯૪૭માં પાકિસ્તાનના આક્રમણ બાદ આ યુનોમાં જવાના કારણે પાકિસ્તાન પાસે રહી ગયા અને કાયમનું શિરોદર્દ ઊભું થઈ ગયું. જમ્મુ-કાશ્મીર જાણે અલગ દેશ હોય તેવું થઈ ગયું. તેનું બંધારણ અલગ. ભારતે માત્ર તેની રખેવાળી કરવાની.
જમ્મુ-કાશ્મીર ભારતમાં ભળ્યું તે પછી મહેરચંદ મહાજન તેના પ્રથમ મુખ્યપ્રધાન બન્યા, પરંતુ નહેરુ અને સરદાર પટેલે કોઈ અગમ્ય કારણસર શેખ અબ્દુલ્લાને સત્તા આપવા મહાજનને કહી દીધું. શેખ અબ્દુલ્લા , તેમના દીકરા ફારુક અબ્દુલ્લા અને પૌત્ર ઓમર અબ્દુલ્લાએ કાશ્મીરને બરબાદ કરી નાખ્યું.
(ક્રમશ:)
(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા. ૨૬/૪/૧૫ના રોજ આ લેખ છપાયો)
નેપાળ અને ભારતમાં ભૂકંપથી સર્જાએલ વિનાશ ….
( 705 ) નેપાળ અને ભારતમાં ભૂકંપથી સર્જાએલ વિનાશ ….
હિમાલયની ગોદમાં શાંતિથી સમય બસર કરી રહેલ વિશ્વના એક માત્ર હિંદુ રાષ્ટ્ર નેપાળમાં શનિવાર, ૨૫ એપ્રિલે આવેલા હચમચાવી મુકનાર ૭.૮ની તીવ્રતા સાથેના ભયાનક ભૂકંપે કાઠમંડુ અને અન્ય જગાઓએ વિનાશ સર્જ્યો છે. નેપાળ અને ભારતમાં ભૂકંપથી જાન માલનું ભારે નુકસાન થયું છે. મિનિટોના ગાળામાં જ હજારો ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગઇ હતી .
આ ભૂકંપે કાઠમંડુમાં ભારે વિનાશ વેર્યો છે.નેપાળની ઓળખસમાન કઠમંડુનું ગૌરવ ‘ધરહરા મિનાર’અને અનેક ઐતિહાસિક ઈમારતોને જમીનદોસ્ત કરી છે કે નુકસાન પહોંચાડ્યું છે. ભારતમાં પણ આ ભૂકંપથી ઘણું નુકસાન થયું છે.
આ લખાય છે ત્યારે છેલ્લા સમાચાર પ્રમાણે જાનહાનીનો આંકડો ૪૦૦૦ની સંખ્યા વટાવી ગયો છે .જેમ દિવસ જાય છે એમ મોતનો આંકડો વધી રહ્યો છે. હજુ મોતનો આંકડો ૧૦૦૦૦ સુધી વધે તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે. માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ નજીક ઓછામાં ઓછા ૨૨ પર્વતારોહીના મોત થઇ ગયાં છે.
વિશ્વમાં આફતો બે પ્રકારની હોય છે .એક કુદરતી અને બીજી માનવ સર્જિત .ભારે વરસાદ,અતિ વૃષ્ટિ, અના વૃષ્ટિ , પુર ,વાવાઝોડા . દુકાળ અને ધરતીકંપ જેવી આફતો એ કુદરતી આફતો છે જ્યારે યુદ્ધ, આતકવાદ વિગેરેથી થતી જાનહાની એ મનુષ્ય સર્જિત આફતો છે. હાલ યમન અને અખાતી દેશોમાં જે મનુષ્ય હાની થાય છે એ મનુષ્ય સર્જિત છે.
આધુનિક સગવડો ને ટી.વી.માધ્યમોથી આ ભયાનકતાનો ચીતાર સૌને હવે ઘેર બેઠાં મળી જાય છે .ABC NEWS નો આ વિડીઓનાં દ્રશ્યો હૃદયદ્રાવી છે.
Nepal Earthquake Leaves Thousands Dead
અહીં અમેરિકામાં સુંદર મકાનમાં આરામદાયક સોફામાં બેસી ટી.વી.ઉપર આ કુદરતી આફતનાં દ્રશ્યો જોઈ રહ્યો છું ત્યારે મૃત આત્માઓ અને ઘવાએલ લોકોની આ આપત્તિમાં લાચાર અને અસહાય સ્થિતિ જોઈ મનમાં જે સંવેદનાઓ જાગે છે એને વ્યક્ત કરવા માટે શબ્દો ઓછા પડે એમ છે.
મારી સંવેદનાઓ મારી આ રચનામાં વ્યક્ત થાય છે .
માનવ અને કુદરત
ધરતીકંપ જેવી કુદરતી આફતો ત્રાટકે છે જ્યારે,
મનુષ્યની લાચારી અસહાયતા વર્તાય છે ત્યારે!
યુદ્ધ,આતંકવાદ જેવી માનવ સર્જિત આફતોમાં,
આખાએ વિશ્વની શાંતિ જોખમાઈ રહી છે આજે!
ધ્રુજી ધરા રુદ્રના તાંડવ નૃત્યથી જાણે નેપાળમાં,
જમીનદોસ્ત થયું બધું, પત્તાંનો મહેલ હોય જાણે !
જાન માલ હાનીનાં દ્રશ્યો હૃદય કંપાવી જાય છે,
શબ્દો ઓછા છે ,સંવેદના અભિવ્યક્ત કરવા માટે .
ભૂકંપમાં મૃત આત્માઓને પ્રભુ ચીર શાંતિ આપજો,
આપત્તિમાં પડેલ દુખીઓના દુઃખને સહ્ય બનાવજો.
વિનોદ પટેલ
આવા કુદરતી સંકટ ના સમયે ચોમેર માનવતાનાં જે દર્શન થઇ રહ્યાં છે એ સરાહનીય છે.દેશ અને દુનિયામાંથી રાહત ટુકડીઓ નેપાળને માનસિક અને ભૌતિક રીતે બેઠું કરવાના સેવા કાર્યમાં લાગી ગઈ છે એ જોઇને થાય છે કે હજુ માનવતા મરી પરવારી નથી.
દેશભરમાંથી ઉત્સાહી યુવકો,સ્વયંસેવકો,ડોકટરો ,આપણા સશસ્ત્ર દળોના જવાનો ઘટના સ્થળે પહોંચી જઈને જરૂરી મદદ અને રાહત કામે લાગી ગયા છે.
લોકો રોકડ નાણાં, સાધનસામગ્રી તથા દવાઓના રૂપમાં રાહત કાર્યો માટેનું યોગદાન આપી રહ્યા છે.રાજકીય પક્ષો પણ મતભેદો ભૂલી બચાવ અને રાહત કામગીરીમાં જોડાયા છે એ શુભ ચિન્હ છે .પાર્લામેન્ટના સભ્યો એમના એક મહિનાનો પગાર રાહત કામો માટે આપવાનું જાહેર કર્યું છે.
સેવાના આ યજ્ઞમાં સૌ શક્ય એટલો ફાળો આપે એવી આશા .
આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણીના “મન કી બાત “ મારફતે દેશ જોગ જે પ્રસંગોચિત સંદેશ આપ્યો છે એ નીચેના વિડીયોમાં પ્રસ્તુત છે.
PM Modi’s Mann Ki Baat, April 2015
26 April 2015
Prayer for those pushing 60 or beyond….
Prayer for those pushing 60 or beyond….
Almighty God you know that I am growing older.Keep me from becoming too talkative, from repeating all my jokes and anecdotes,and particularly keep me from falling into the tiresome habit of expressing an opinion on every subject.
Release me from craving to straighten out everyone’s affairs or ask personal questions about others’ business.
Keep my mind free from recital of endless details. Give me wings to get to the point.
Give me the grace, dear GOD, to listen to others as they describe their aches and pains.
Help me endure the boredom with patience and keep my lips sealed,for my own aches and pains are increasing in number and intensity, and the pleasure of discussing them is becoming sweeter as the years go by.
Teach me the glorious lesson that occasionally, I might be mistaken. Keep me reasonably sweet and not caustic.
I do not wish to be a saint (Saints are so hard to live with), but a sour old person is the work of the devil.
Make me thoughtful, but not moody, helpful, but not pushy, independent, yet able to accept with graciousness favours that others wish to bestow on me.
Free me of the notion that simply because I have lived a long time,I am wiser than those who have not lived so long.
I am older, but not necessarily wiser!If I do not approve of some of the changes that have taken place in recent years,give me the wisdom to keep my mouth shut.
GOD knows that when the end comes,I would like to have a friend or two left.Amen!
Thanks -Mrs. Gopi Randery
Subscribe to:
Posts (Atom)




