Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
23 March 2017
પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામો પછી હવે શું?
પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામો પછી હવે શું?
મહત્ત્વનાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ૧૧ માર્ચે આવી ગયા. ટીવી પર ઉપલક વાતો પછી થતાં વિશ્લેષણના બદલે નિરાંતે જો વિશ્લેષણ કરવામાં આવે તો સચોટ રહે. પરંતુ હવે સબ સે તેજની હોડમાં આવું થતું નથી પરિણામે કહેવાતા રાજકીય નિષ્ણાતો ગોથા ખાઈ જાય છે. પરિણામો પહેલાં પણ ગોથા ખાય છે અને પરિણામો પછી બોધપાઠ લેવાના બદલે જૂના રાગ આલાપ્યા કરે છે.
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર આ પાંચ રાજ્યોમાં ચાર ફેબ્રુઆરીથી લઈને ચાર માર્ચ સુધી મતદાન ચાલ્યા. ભારત દેશ ખૂબ જ વિશાળ છે. અનેક દેશોનો સમૂહ ભેગો કરીએ ત્યારે ભારત દેશ બને. તેમાંય ઉત્તર પ્રદેશ ઘણો મોટો છે. બ્રિટનના સાપ્તાહિક ‘ઇકોનોમિસ્ટ’ મુજબ ઉત્તર પ્રદેશની વસતિ એ બ્રાઝિલ જેવડી છે. બ્રાઝિલ એટલે એક સમયે સૌથી ઝડપતી આગળ વધી રહેલા અર્થતંત્રમાંનું એક હતું, છેલ્લા થોડા સમયથી તેની પીછેહટ ત્યાંના ભ્રષ્ટ અને વિલાસી રાજકારણીઓને લીધે થઈ છે. આમ, આ પાંચ રાજ્યોની ચૂંટણી પાર પાડવી એ ચૂંટણી પંચ માટે કપરું કામ ગણાય પણ તેણે તે સફળતાપૂર્વક પાર પાડ્યું છે તે માટે તે યશ અને અભિનંદનનું અધિકારી ગણાય.
આ પાંચ રાજ્યોમાં ખૂબ જ પ્રચાર થયો. ચૂંટણી શરૂ થાય તે પહેલાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત આઠ નવેમ્બરે નોટબંધીનો નિર્ણય કરી રૂ. ૫૦૦ અને રૂ. ૧,૦૦૦ની નોટો રાતોરાત બંધ કરી દીધી હતી. તેના લીધે લગ્ન રાખીને બેઠા હોય કે બીમાર હોય તેવા લોકોને વધુ તકલીફ પડી. પ્રસાર માધ્યમોના એક વર્ગે આને ચૂંટણી સાથે જોડી દીધી. લોકોએ નોટબંધી વખતેય તકલીફ છતાં તેનો સ્વીકાર કર્યો હતો કારણકે તે કાળાં નાણાં, ભ્રષ્ટાચાર અને ત્રાસવાદ વિરુદ્ધ હતી. તેમ છતાં નોટબંધીના નિર્ણયો પછી જે કોઈ ચૂંટણી થઈ, મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય કે ઓડિશાની સ્થાનિક ચૂંટણી હોય, ચંડીગઢની સ્થાનિક ચૂંટણી હોય કે પછી ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, આ બધામાં ભાજપનો ઝળહળતો દેખાવ થયો હતો. ગુજરાતમાં ૧૬ જિલ્લાઓમાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ૧૨૬ પૈકી ૧૦૯ બેઠકો પર ભાજપનો વિજય થયો. પરંતુ રાજકીય પંડિતોને આનાથી સંતોષ ન થયો અને તેમણે પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોથી નોટબંધીને કેટલી સ્વીકૃતિ મળશે તે ખબર પડી જશે તેવું કહ્યું.
ટીવી અને સોશિયલ મિડિયા પર છવાયેલો રહેતો આમ આદમી પક્ષ પંજાબ અને ગોવા સર કરી લેશે તેવું ભવિષ્ય પણ ભખાયું. ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર ૧૯૯૧માં રચાઈ હતી જેણે શાળામાં ચોરી કરવાને સંજ્ઞેય અપરાધ બનાવી દીધો હતો. અપરાધી ધારાસભ્યોને જેલમાં મોકલી દીધા હતા. પરંતુ અયોધ્યામાં વિવાદિત ઢાંચો તૂટ્યો તેના બહાને કેન્દ્રની કૉંગ્રેસ સરકારે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ એમ એક સાથે ચાર રાજ્યોની સરકારોને બરતરફ કરી દીધી. જો એમ ન થયું હોત તો આજે કદાચ કૉંગ્રેસની આ દશા છે તેવી ન થઈ હોત કારણકે ભાજપને સહાનુભૂતિનો લાભ મળ્યો. તે પછી મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાં ભાજપની સરકારો ઘણા સમયથી રહી અને આજે પણ છે. મધ્ય પ્રદેશમાં ૨૦૦૩થી ઉમા ભારતી, બાબુલાલ ગૌડ અને શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં સતત ભાજપ સરકાર છે. તો રાજસ્થાનમાં ૧૯૯૩થી ૧૯૯૮ ભૈરોસિંહ શેખાવત, ૨૦૦૩થી ૨૦૦૮ વસુંધરા રાજે અને ૨૦૧૩માં ફરી વસુંધરા રાજે એમ ચૌદ વર્ષ ભાજપનું શાસન રહ્યું. હિમાચલ પ્રદેશમાં પણ પ્રેમકુમાર ધૂમલના નેતૃત્વમાં દસ વર્ષ ભાજપનું શાસન રહ્યું. હાલ ત્યાં કૉંગ્રેસનું શાસન છે. એ તો ઠીક, પણ જો કલ્યાણસિંહની સરકાર રહી હોત તો અત્યારે જે સમાચાર આવ્યા તે પણ કદાચ ન આવ્યા હોત. હમણાં ચાલી રહેલી પરીક્ષામાં વ્યાપક ચોરીના સમાચાર ઉત્તર પ્રદેશથી મળ્યા છે. આ ઉપરાંત કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ પણ ઘણી સુધરી હોત.
વર્ષ ૨૦૦૨થી ઉત્તર પ્રદેશના જાતિગત-સાંપ્રદાયિક સમીકરણોને લીધે વારાફરતી સમાજવાદી પક્ષ-બહુજન સમાજ પક્ષ-સમાજવાદી પક્ષ એમ વારાફરતી બે પક્ષોનું જ શાસન રહ્યું. ભાજપ ત્રીજા ક્રમે ધકેલાઈ ગયો હતો. એટલે તેને સત્તા મળશે તેવું દિલ્લીમાં બેઠા ટીવીમાં ચર્ચા કરતા રાજકીય નિષ્ણાતે સપનામાં પણ વિચાર્યું નહોતું. ત્યાં સત્તા મેળવવી હોય તો દલિત, યાદવ અને મુસ્લિમ એ વર્ગોનો સાથ મેળવવો પડે જે ભાજપને કોઈ સ્થિતિમાં ન મળે. દલિત-મુસ્લિમોનો સાથ મળે તો માયાવતી જીતે અને યાદવ-મુસ્લિમોનો સાથ મળે તો સમાજવાદી પક્ષ જીતે તેવું ગણિત ઠોકી બેસાડાયું હતું.
આ જ રીતે મણિપુરમાં સ્થાનિક સમીકરણોના કારણે પંદર વર્ષથી કૉંગ્રેસનું જ શાસન હતું. તે અગાઉ પણ કૉંગ્રેસ જ મુખ્યત્વે સત્તામાં રહી. એટલે ભાજપ ત્યાં બીજા ક્રમે બેઠક મેળવશે અને સત્તામાં આવશે તેવું દિલ્લીના રાજકીય નિષ્ણાતો વિચારી પણ ક્યાંથી શકે?
પંજાબમાં અકાલી દળ-ભાજપની સરકાર સામે ભારે આક્રોશ હતો પરંતુ તેની સામે આમ આદમી પક્ષ સત્તામાં આવશે તેવું ગાઈ વગાડીને દિલ્લીના આ નિષ્ણાતો કહેતા હતા. તેની પાછળ ખબર નહીં કયું કારણ કામ કરી ગયું. કદાચ ટીવી-સોશિયલ મિડિયામાં છવાઈ રહેવાની અરવિંદ કેજરીવાલ આણિ મંડળીની આવડત કામ કરી ગઈ હશે?
આ જ આવડતના લીધે આ નિષ્ણાતો ગોવામાં પણ આમ આદમી પક્ષની સરકાર બનવાના સપનાં જોતાં અને દેખાડતાં હતાં અને પત્રકાર રાજદીપ સરદેસાઈને ગોવાના સંભવિત મુખ્યપ્રધાન તરીકે ચિતરવાનું ચાલુ પણ કરી દેવાયું હતું.
પરંતુ પરિણામો શું આવ્યા? ઉત્તર પ્રદેશમાં બધા જાણે છે તેમ, ભાજપને ૪૦૩માંથી ૩૧૨ બેઠકો મળી. તેના સાથી પક્ષો અપના દળને નવ અને સુહેલદેવ ભારતીય સમાજ પક્ષને ચાર બેઠક એમ કુલ ૩૨૫ બેઠક એનડીએને મળી. આ પરિણામોથી રાજકીય નિષ્ણાતોને એવા ચક્કર આવી ગયા છે કે તેની કળ હજુ પણ નથી વળી. (હજુ ગુજરાત, કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન વગેરેની ચૂંટણી બાકી છે. એટલે ચક્કરનું પ્રમાણ વધવાની સંભાવના પૂરી છે.) ઉત્તરાખંડમાં તો માન્યું કે કદાચ ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જ હરીફાઈ હતી પરંતુ તેમને સમજાતું નથી કે ઉત્તર પ્રદેશમાં ભાજપ એકલા હાથે કઈ રીતે બહુમતી મેળવી ગયો?
આ જ રીતે પંજાબમાં કૉંગ્રેસ પાછી સત્તામાં કેવી રીતે આવી ગઈ અને આમ આદમી પક્ષને પંજાબ કે ગોવામાં કંઈ હાથ ન લાગ્યું તે બને કેવી રીતે? દિલ્લીમાં બે વાર આમ આદમી પક્ષ સૌથી મોટો પક્ષ બને તો પંજાબ અને ગોવામાં કેમ ન બને? લોકોએ જૂના કાટલા જેવી કૉંગ્રેસને કેમ પસંદ કરી? મણિપુર જેવા ઈશાન રાજ્યમાં રાષ્ટ્રવાદી છબી ધરાવતા ભાજપને બીજા ક્રમે આવી શકે તેટલી બેઠકો કેવી રીતે મળે?
દરેક રાજ્યમાં જે પરિણામ આવ્યું તેમાં એક મુદ્દો નોટબંધી એ ભાજપની તરફેણમાં રહ્યો. (પંજાબનો પ્રશ્ન પૂછે તો જવાબ એ કે ત્યાં રાજકીય નિષ્ણાતો જે હદે અકાલી દળ-ભાજપનું ધોવાણ થશે તેવી આગાહી ભાખતા હતા તે હદે ધોવાણ થયું નથી.) બીજો મુદ્દો, કેન્દ્ર સરકારનાં કામો- ગરીબ મહિલાઓને એલપીજી જોડાણ આપવાનો હોય કે ઉજ્જવલા બલ્બની યોજના, ગામડાઓમાં યુદ્ધના ધોરણે વીજળી પહોંચવાની વાત હોય કે ખેડૂતો તરફી – સસ્તું અને લીમડાના કૉટિંગવાળું ખાતર મૂકવાની વાત હોય કે વીમા પાક યોજનાની વાત હોય, આવાં અનેક પગલાંથી ગરીબ અને ખેડૂત વર્ગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈને ભાજપને મત આપ્યો. ઉત્તર પ્રદેશની જનતાએ છેલ્લાં પંદર વર્ષથી સપ અને બસપ બંનેનું શાસન જોયું હતું. સપના શાસનમાં યાદવવાદ અને મુસ્લિમોનું તુષ્ટિકરણ જોયું. ગુંડાગીરી અને અપરાધોનું વધેલું પ્રમાણ જોયું. મંત્રી આઝમ ખાનની ભેંસ ચોરાય તો તેને શોધવા પોલીસને મોકલવામાં આવે અને પોલીસને સસ્પેન્ડ કરી દેવામાં આવે. બળાત્કારો, હત્યા જેવા ગુનાનું પ્રમાણ વધી ગયું. મસ્જિદમાં તકલીફ ન પડે તે માટે મંદિરો પરથી લાઉડસ્પીકર હટાવી દેવામાં આવે. મુઝફ્ફરાબાદના રમખાણપીડિતોને પૂરતી રાહત ન આપવામાં આવે અને ઠંડીમાં ઠુંઠવાઈને મરવા દેવામાં આવે અને પોતાની જન્મભૂમિ સૈફઈમાં કલાકારોને બોલાવીને મનોરંજન માણવામાં આવે. સ્મશાન કરતાં કબ્રસ્તાન માટે બમણું બજેટ ફાળવવામાં આવે. યાદવ પરિવારમાં પણ પાંચ-પાંચ મુખ્યપ્રધાન હોય. અખિલેશ તો નામ પૂરતા, મુલાયમસિંહ, તેમના ભાઈ શિવપાલ યાદવ, તેમના પિતરાઈ રામગોપાલ યાદવ અને આઝમ ખાન…આ બધા મુખ્યપ્રધાન તરીકે જ વર્તતા. એમાંય છેલ્લે છેલ્લે તો આ કલહ એટલો વધી ગયો કે અખિલેશે વિદ્રોહ કરી સમાજવાદી પક્ષ પોતાના કબજામાં કરી લીધો. કેટલાક નિષ્ણાતોનું કહેવું હતું કે અખિલેશને સત્તા આપવા આ મુલાયમની ચાલ હતી તો કેટલાકનું માનવું હતું કે મુલાયમના સાંપ્રદાયિક અને અખિલેશના વિકાસ-એમ બેવડા ચહેરા પર મત મેળવવાની આ ચાલ હતી. તો કેટલાકે આ કલહ માટે ભાજપને જવાબદાર ઠરાવ્યો! પરિણામો પરથી સ્પષ્ટ થઈ ગયું કે લોકોને આ કલહ પસંદ ન પડ્યો.
સમાજવાદી પક્ષે કૉંગ્રેસનો સાથ લીધો તેના લીધે પણ તેનું વહાણ ડૂબ્યું. ૨૭ સાલ યુપી બેહાલ જેવું સૂત્ર આપીને સમાજવાદી પક્ષને વખોડી શીલા દીક્ષિતને મુખ્યપ્રધાનના ઉમેદવાર જાહેર કરી દેનાર રાહુલ ગાંધીએ અચાનક એ જ સમાજવાદી પક્ષ સાથે ગઠબંધન (કે ઠગબંધન?) કરી લીધું. અચાનક ઉત્તર પ્રદેશમાં બધું સારું થઈ ગયું? રાહુલ ગાંધીના આલુ કી ફેક્ટરી જેવા મૂર્ખતાપૂર્ણ નિવેદને અખિલેશને પણ નીચાજોણું કર્યું. તો અખિલેશે અમિતાભ બચ્ચનના ગુજરાત પર્યટનના પ્રચાર પર પ્રહાર કરી ગુજરાતીઓને ગધેડા ગણાવ્યા. એમાં પાછું કૉંગ્રેસ અને સપ વચ્ચે સંકલનનો અભાવ. સંપનો અભાવ. અરે! પ્રિયંકા ગાંધી પણ પૂરતો પ્રચાર કરવા ન દેખાયાં. પરિણામ એ આવ્યું કે ગાંધી પરિવારના ગઢ ગણાતા રાયબરેલી અને અમેઠીની વિધાનસભા બેઠકો પર પણ ભાજપનો વિજય થયો. કૉંગ્રેસ માત્ર સાત બેઠક પૂરતી સમેટાઈને રહી ગઈ. (બાય ધ વે, પેલા પ્રશાંત કિશોર ક્યાં છે? બિહાર ચૂંટણી પછી મિડિયાએ ચાણક્ય કહીને બહુ માથે ચડાવેલા. આજના સમાચાર છે કે કોંગ્રેસ પણ તેને શોધી રહી છે.
)
બીજી તરફ બહુજન સમાજ પક્ષનાં માયાવતીના શાસનમાં પણ રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશનમાં થયેલું કૌભાંડ જેમાં ત્રણ તબીબી અધિકારીઓ સહિત પાંચ લોકોની હત્યા થઈ ગઈ, બગીચાઓ બનાવાયા, માયાવતી અને હાથીનાં પૂતળાં મૂકાયાં, જેમાં પણ રૂ. ૪૦,૦૦૦નું કૌભાંડ થયા હોવાનું કહેવાય છે, જન્મદિવસે માયાવતીને નોટના હારનું પ્રદર્શન, આ બધાં કારણો તો હતાં જ પણ જો રાજકીય નિષ્ણાતોએ ૨૦૦૯ અને ૨૦૧૪ની લોકસભા ચૂંટણીનાં ઉત્તર પ્રદેશ માટેનાં પરિણામો જોયાં હોત તો ખબર પડત કે દલિતો જ બહુજન સમાજવાદી પક્ષ તરફથી મોઢું ફેરવવા લાગ્યા હતા કારણકે માયાવતીએ દલિતો માટે ખાસ કંઈ ઉકાળ્યું નહોતું. ૨૦૦૭ પછી બે જ વર્ષમાં દલિતોનો માયાવતી તરફથી મોહભંગ થવા લાગ્યો હતો જેણે ૨૦૧૭માં તેને માત્ર ૧૯ બેઠક પૂરતો સીમિત કરી દીધો.
બીજી તરફ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઉત્તર પ્રદેશની સભાઓમાં સ્થાનિક મુદ્દાઓ ઉઠાવ્યા. સાથે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા. કેન્દ્ર સરકારની યોજનાઓ ગણાવી. છેલ્લા ત્રણ દિવસ પોતાના સંસદીય વિસ્તાર બનારસમાં ધામા નાખીને રહ્યા. અમિત શાહ, યોગી આદિત્યનાથ અને પક્ષ પ્રમુખ કેશવ પ્રસાદ મૌર્યની મહેનત રંગ લાવી. પરિણામે, ઉત્તર પ્રદેશમાં આટલી જ્વલંત સફળતા ભાજપને મળી.
ઉત્તરાખંડમાં કેદારનાથમાં ભયાનક પૂર જેમાં હજારો માર્યા ગયા હતા, ત્યાર બાદ રાહત કાર્ય અને તે પછી તેને બેઠું કરવામાં નિષ્ફળતા, ઘણાને વળતરનાં નાણાં ન મળવાં, ફંડના અભાવે અનેક અટકેલા પ્રૉજેક્ટ, કૉંગ્રેસની અંદર બળવા પછી ભાજપની સરકાર બનતી બચાવવા ધારાસભ્યોને ખરીદવા સ્ટિંગમાં ઝડપાયેલા મુખ્યપ્રધાન હરીશ રાવત અને સામે પક્ષે અગાઉ કહ્યો તેમ નરેન્દ્ર મોદીના કેન્દ્રની યોજનાઓ ગણાવવા સાથે રાજ્યની કૉંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો, અમિત શાહનું બૂથ પ્રબંધન…આ બધાના કારણે ભાજપ ૭૦માંથી ૫૭ બેઠક સાથે વિજયી થયો.
પંજાબમાં પ્રકાશસિંહ બાદલ બે અવધિથી સત્તામાં હતા. પ્રજા પહેલી વાર (૨૦૦૭) ચૂંટે ત્યારે તેનું કારણ અગાઉની (આ કિસ્સામાં અમરીન્દરસિંહ) સરકાર સામે રોષ અને સામે તમે આપેલાં વચનો કારણભૂત હોય છે. બીજી વાર (૨૦૧૨)માં ચૂંટે ત્યારે તમે પહેલાં પાંચ વર્ષમાં આપેલું પ્રમાણમાં સારું શાસન હોય છે. પરંતુ ત્રીજી કે ચોથી વાર પ્રજા ક્ષમા કરતી નથી. આ વખતે પંજાબમાં યુવાનોને ડ્રગના નશામાં ડુબાડી દેવાના પાકિસ્તાનના કાવતરા સામે બાદલ સરકારની નિષ્ફળતા, નાભા જેલ તોડીને ખાલિસ્તાનનો કેદી ભાગવો, પઠાણકોટ ખાતે પાકિસ્તાનના ત્રાસવાદીઓનો હુમલો, ખેડૂતોની આત્મહત્યા, રાજકારણીઓનો સગાવાદ વગેરે અનેક મુદ્દાસર લોકોને રોષ તો હતો પરંતુ સામે પક્ષે આમ આદમી પક્ષમાં જૂથવાદ હતો, દિલ્લીમાં કેજરીવાલનું સુશાસન ઓછું અને નરેન્દ્ર મોદી-ભાજપ સામે સતત આક્ષેપો કરતા રહી ચર્ચામાં રહેવું અને તેમાંય સર્જિકલ સ્ટ્રાઇક પર પ્રશ્નાર્થ ઉઠાવવા, મોદી-રાહુલ સામે ખરાબ ભાષા વાપરવી વગેરે કારણભૂત હતા. ગોવામાં પણ આમ આદમી પક્ષને આ જ વાત નડી. દિલ્લીમાં ખાસ સત્તા ન હોવાથી કેજરીવાલને પંજાબના મુખ્યપ્રધાન બનવાની લાલસા પણ હતી જે દિલ્લીના ઉપમુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના મુખેથી સરી પડેલી. આઆપ નેતા ભગવંત માનનું દારૂ પીને સભાઓ સંબોધતા હોવાની ચર્ચા, તેની તસવીરો, ખાલિસ્તાનના સમર્થકોનો આઆપને ટેકો હોવાની ચર્ચા…આ બધું પણ પંજાબમાં આઆપને નડી ગયું. ગોવામાં આઆપના નેતા અને મુખ્યપ્રધાનના દાવેદાર એલ્વીસ ગોમ્સ પર હાઉસિંગ સ્કેમમાં આરોપ પણ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી નીકળેલા આઆપને નડી ગયો.
મણિપુરમાં મૈતેયી, નાગ અને કુકી આદિ જાતિઓ વચ્ચે ભયંકર સંઘર્ષ ચાલી રહ્યો હતો. નાગ જાતિઓનો એક અલગ દેશ બનાવવા પણ ઉગ્રવાદીઓની હિંસક ચળવળ ચાલે છે. એમાં મૈતેયી જાતિના કૉંગ્રેસી મુખ્યપ્રધાન ઓકરામ ઇબોબીસિંહે સાત જિલ્લા રચ્યા જેના લીધે નાગ જાતિના લોકો ભડકી ઉઠ્યા અને તેમણે આર્થિક અવરોધ પેદા કરી દીધો જેના કારણે પેટ્રોલ રૂ. ૨૫૦એ પહોંચી ગયું. બીજી ચીજો પણ મોંઘી થઈ ગઈ. સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ હતા. બીજી તરફ, અગાઉ અટલ બિહારી વાજપેયી અને આ વખતે નરેન્દ્ર મોદી સરકારે ઈશાન રાજ્યોના ઉત્કર્ષ માટે બરાબર ધ્યાન આપ્યું અને ૨૦૧૪ના અંદાજપત્રમાં જ ઈશાન ભારત માટે રૂ. ૫૩૭ અબજની જોગવાઈ કરી. સ્થાનિક પક્ષ નાગ પીપલ્સ પાર્ટી અને નેશનલ પીપલ્સ પાર્ટી સાથે ગઠબંધન કર્યું. આના લીધે ચૂંટણીમાં તે બીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો અને સરકાર પણ રચી.
ગોવામાં ભાજપ સરકારની કામગીરી પ્રમાણમાં સારી હતી પરંતુ ગેરકાયદે ખીણકામ, ભારતીય-પોર્ટુગીઝ એમ બેવડી નાગરિકતાનો મુદ્દો, કેસિનો વગેરે મુદ્દે મનોહર પારીકર કેન્દ્રીય સ્તરે સંરક્ષણ મંત્રી બનીને ગયા પછી લક્ષ્મીકાંત પર્સેકરનું શાસન ઉણું ઉતર્યું. આથી ભાજપ બીજા ક્રમે રહી ગયો. પરંતુ બીજા પક્ષોના સમર્થનથી અને કૉંગ્રેસના મોવડીમંડળે નિર્ણય લેવામાં વાર લગાડતાં તેણે ત્યાં સરકાર બનાવી લીધી.
વિજય તો મળી ગયો, સરકાર પણ જેણે રચવાની હતી તેણે રચી લીધી, હવે શું? આ પરિણામો પરથી સ્પષ્ટ છે કે ભાજપ અને કૉંગ્રેસ આ બંને રાષ્ટ્રીય પક્ષો છે. (કૉંગ્રેસે પંજાબ જીત્યું છે તે ભૂલવું ન જોઈએ.) તેમાં લોકોને વધુ વિશ્વાસ છે. પાંચેય રાજ્યોમાં લોકોએ પ્રવર્તમાન સરકાર વિરુદ્ધ જનાદેશ આપ્યો છે. આથી જે પણ સરકાર કામ કરશે તે ફરી ચૂંટાશે, નહીંતર લોકો ફેંકી દેશે. બીજું, જાતિ-સંપ્રદાય (હિન્દુ-મુસ્લિમ વગેરે) અને સગાવાદને શાસકોએ ભૂલી જવા જોઈએ. ત્રીજું, વિકાસનાં કામો કરવા પડશે. લોકોને તેનો હિસાબ આપતા રહેવું પડશે જેમ નરેન્દ્ર મોદી સરકાર રોજેરોજ આપી રહી છે. ઉત્તર પ્રદેશમાં પ્રચંડ અપેક્ષાઓ સાથે યોગી આદિત્યનાથે સરકાર રચી છે. ગુંડાગીરી, મહિલાઓની છેડતી, બળાત્કાર, એક ચોક્કસ સંપ્રદાયના ગુંડાઓના કારણે હિન્દુઓનું પલાયન, રાજ્યનાં કાર્યો ઠપ થવા, પોલીસની નિષ્ફળતા વગેરે મુદ્દે ભાજપ સરકારે કામો કરી બતાવવા પડશે. પંજાબમાં ડ્રગને આવતા રોકવા, યુવાનોને ડ્રગથી બચાવવા, ખેડૂતોની માઠી દશા, સરહદે સુરક્ષા, સગાવાદ વગેરે મુદ્દે અમરીન્દર સરકારે કામ કરી બતાવવું પડશે. મણિપુરમાં ભાજપ સરકારે આદિજાતિઓ વચ્ચેના સંઘર્ષને રોકવો પડશે. ઉત્તરાખંડમાં ભાજપ સરકારે વિકાસ કરવો પડશે. ગોવામાં આપેલાં વચનો ભાજપે નિભાવવા પડશે. બાકી, જો નેતાઓને સત્તાનો મદ ચડી જાય તો પ્રજાને પાંચ વર્ષે હિસાબ બરાબર કરતા સારી રીતે આવડે જ છે એ શાસક પક્ષોએ યાદ રાખવું રહ્યું.
મરીને જીવવું છે કે જીવીને મરવું છે?….જિનદર્શન….. મહેન્દ્ર પુનાતર
જિંદગીનો દોર આપણા હાથમાં: મરીને જીવવું છે કે જીવીને મરવું છે?
|
8 March 2017
નીરીશ્વરવાદી અથવા નાસ્તીકોનો બુદ્ધીઆંક (IQ) વધારે હોય છે –બીપીન શ્રોફ
નીરીશ્વરવાદી અથવા નાસ્તીકોનો
બુદ્ધીઆંક (IQ) વધારે હોય છે
–બીપીન શ્રોફ
તેઓની બૌદ્ધીકતા ધર્મને અવૈજ્ઞાનીક અને ઈર્–રૅશનલ ગણીને સહેલાઈથી મનમાંથી કાઢી નાંખે છે. આ ક્ષેત્રમાં થયેલાં સંશોધનો સાબીત કરે છે કે જેનો બુદ્ધી આંક વધારે હોય છે તે ધાર્મીકતાને ત્યજી દેવામાં અગ્રેસર હોય છે. વીશ્વમાં અને મોટાભાગના અતીવીકસીત ઔદ્યોગીક દેશોમાં ખ્રીસ્તીધર્મીઓ કરતાં કૉર્પોરેટ જગતમાં શ્રેષ્ઠ સ્થાન નીરીશ્વરવાદીઓનું હોય છે. આસ્તીકોની ધાર્મીકતા તેમની બૌદ્ધીકતાને મુક્ત રીતે વીકસાવવામાં બાધક નીવડે છે. નાસ્તીકોની અધાર્મીકતા તેમના પર સ્વનીયન્ત્રણ અને આત્મવીશ્વાસ જેવા ગુણો વીકસાવે છે. જેથી પેલા ધાર્મીકોએ બતાવેલા ધર્મના ફાયદાઓની તેઓને જરુર જ પડતી નથી. નાસ્તીકોમાં આત્મસન્માન કે સ્વાભીમાન (સેલ્ફ એસ્ટીમ) હોય છે, જ્યારે આસ્તીકોનું સ્વાભીમાન (પરાવલમ્બન) ઈશ્વરને ત્યાં ગીરો(ગીરવી) મુકેલું હોય છે. નાસ્તીકોના સમ્બન્ધો એક બીજા માનવો પ્રત્યે સહાયકારક અને ટેકારુપ હોય છે. જે રાષ્ટ્રવાદ, પ્રાદેશીકતા, વર્ણ, વર્ગ જેવા કોઈ અન્ય બન્ધનોથી જોજનો દુર હોય છે. જયારે આસ્તીકોના સમ્બન્ધો વર્ણ, જ્ઞાતી, જાતી અને ધર્મ કે સામ્પ્રદાયીક ખ્યાલો અને વર્તનોની આસપાસ જ ગુંથાયેલા થઈ જાય છે.
નવો પુરાવો–
સને 1928થી સને 2012 સુધીના સમયગાળામાં થયેલાં 63 વૈજ્ઞાનીક સંશોધનોમાંથી 53 સંશોધનોએ એવું તારણ કાઢયું છે કે ‘ધર્મ અને બૌદ્ધીકતાને આધારભુત નકારાત્મક સમ્બન્ધો છે’ બાકીના દસ સંશોધનોએ એવું સાબીત કર્યુ હતું કે તે બન્ને વચ્ચે હકારાત્મક સમ્બન્ધો પણ છે. આ સંશોધનોનું એવું તારણ હતું કે, બાળકો જેટલાં બૌદ્ધીક બને, એટલાં બાળકો ઝડપથી ચર્ચમાં જવાનું ટાળતાં શીખી જતાં હતાં. (They would shun the church). તે બધાનું આજ વલણ ઘડપણમાં બદલાતું નથી.
ધી યુનીવર્સીટી ઑફ રોચેસ્ટરના મનોવૈજ્ઞાનીકોએ (The University of Rochester psychologists) પોતાનાં સંશોધનોમાં ધર્મ અને બૌદ્ધીકતાની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે : ‘ધર્મ એટલે આસ્થા કે માન્યતા. બૌદ્ધીકતા એટલે વીવેકશક્તી, આયોજન, સ્વપ્રયત્નથી પ્રશ્ન ઉકેલવાની ક્ષમતા, અમુર્ત રીતે વીચારવાની ક્ષમતા(think abstractly), ગુંચવાડા કે અઘરા પ્રશ્નોને સરળતાથી સમજણપુર્વક રજુ કરવાની કાબેલીયાત, અનુભવમાંથી શીખવું અને ઝડપથી શીખવું.’ તે સંશોધકોનું બીજું તારણ હતું કે : ‘ધાર્મીક માન્યતાઓને વીવેકબુદ્ધીથી સમજાવી શકાય તેમ નથી. (Religious beliefs are irrational). તેને વીજ્ઞાનનો ટેકો કે આધાર ક્યારેય હોઈ શકે નહીં. તે ધાર્મીક માન્યતાઓને તપાસી શકાતી હોતી નથી. તેથી ધાર્મીક માન્યતાઓ, બૌદ્ધીક અને ઉંચી સમજશક્તી ધરાવનાર લોકોને કોઈ પણ હીસાબે આકર્ષી શક્તી નથી. કારણ કે તે બધા ધાર્મીકો કરતાં વધુ સારુ જાણતા હોય છે.’ (Unappealing to intelligent people who ‘know better‘).
–બીપીન શ્રોફ
મહાન માણસોની દિનચર્યા કેવી હોય છે? ….ટેક ઓફઃ શિશિર રામાવત
મહાન માણસોની દિનચર્યા કેવી હોય છે?ટેક ઓફઃ શિશિર રામાવત
|
સંબંધો વગરનું સહ જીવન …. હિરલ શાહ
સંબંધો વગરનું સહ જીવન …. હિરલ શાહ |
સુરત નિવાસી મિત્ર આદરણીય શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના બ્લોગ 'સંડે-ઈ-મહેફિલ"માં સૌ.હિરલ શાહનો ૨૦૧૦માં લખાયેલ "સંબંધો વગરનું સહ જીવન " ( લીવ ઇન રીલેશનશીપ ) વિષયનો એક મનનીય લેખ પ્રસિદ્ધ કર્યો છે.
આ લેખ એમણે એમના ઈ-મેલમાં મને વાંચવા માટે મોકલ્યો હતો , જે મને ગમ્યો.આ માટે એમનો આભારી છું.
આ લેખમાં હિરલે એના યુ.કે અને ભારતના અનુભવો પર આધારિત વિચારો દાખલા અને દલીલો સાથે રજુ કર્યા છે જે આજે પણ એટલા જ સુસંગત છે.લેખમાં એ સાચું કહે છે કે આદર્શ લગ્ન સંસ્થા એ ભારતીય સંસ્કૃતિનો પાયો છે.લગ્ન વિનાના સંબંધો એ એક જાતનો મુક્ત વ્યભિચાર જ કહેવાય.
પશ્ચિમમાં પણ લગ્ન સંબંધોની બાબતમાં ઘણા લોકો ભારતીય સંસ્કૃતિને પસંદ કરતા હોય છે.હીરલની મિત્ર કેથરીનના શબ્દો કે " હું મારો બીજો જન્મ ભારતમાં થાય એવું ઈચ્છું છું"એમાં એના લગ્નેત્તર સહ જીવનનો કટુ અનુભવ દેખાઈ આવે છે.
આની સામે હવે ભારતમાં જ જો ભારતીય સંસ્કૃતિ અને આદર્શ લગ્ન સંસ્થાનો અનાદાર થતો હોય અને લગ્ન વિનાના સંબંધો થતા હોય તો એ કેટલું ઉચિત કહેવાય!
સહજીવનમાં સાથે રહેવાની ઈછા છે,
સંગતીમાં જીવનનો આનંદ ને સુગંધ છે.
બાગમાં દરેક ફુલની ખુશબો હોય છે,
તેમ દરેક વ્યક્તીનીયે સૌરભ હોય છે.
સહજીવનમાં સ્ત્રીની મધુર સુગંધ છે,
પુરુષનાયે સાંનીધ્યમાં વીશેષ સૌરભ છે.
તેથી જ બેઉને સાથે રહેવાની ઉત્કંઠા છે,
સહજીવનની પ્રેરણા નૈસર્ગીક છે.
પણ, સંયોજન અને વ્યવસ્થા સાંસ્કૃતીક છે,
જેઓ એકમેકના જીવનને સમ્પન્ન કરે છે,
સુરભીત કરે છે, એમનું સહજીવન
ચરીતાર્થ થાય છે, આનંદમય થાય છે…
---- દાદા ધર્માઘીકારી
વિશ્વ મહિલા દિવસ અને નારી શક્તિ
દર વર્ષે વિશ્વમાં માર્ચ ૮ ના દિવસનેવિશ્વ મહિલા દિવસ InternationaI Womens Dayતરીકે ઉજવવામાં આવે છે. મહિલા જાગૃતિ અને સશક્તિકરણ એનો મુખ્ય ઉદ્દેશ છે.પહેલાં અબળા ગણાતી નારી હવે સબળા બની છે. દરેક દેશમાં મહિલાઓ એમના હક્કો માટે આજે જાગૃત બની છે.આપણા પુરાણોમાં નારીને નારાયણી કહી છે અને સતી તરીકે પૂજા પણ કરાય છે. જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ છે એમ કહેવાય છે.એમ છતાં પણ મહિલાઓએ વર્ષોથી ઘણો અન્યાય સહન કર્યો છે એ એક કડવી હકીકત છે.નારીનું વ્યક્તિત્વ અજબ છે. સ્વભાવે સ્ત્રી મલ્ટી ટાસ્કીંગ છે એટલે કે એ એક સાથે ઘણાં કામ સંભાળે છે. સ્ત્રીની આ ખાસીયતને ઉજાગર કરતું એક મિત્રએ ઈ-મેલમાં મોકલેલ આ ચિત્ર ખુબ જ સૂચક છે.મલ્ટીટાસ્કીંગ મહિલાનું આ ચિત્ર આજના વિશ્વ મહિલા દિવસે આજની નારીને સાદર અર્પણ છે.ઉપરના ચિત્રથી પ્રેરિત એક અછાંદસ રચના
ઓ નારી, તું કેટ કેટલાં સ્વરૂપે વિહરે છે !
|
દુનિયાભરમાં ‘સ્વદેશી’ અને ‘રાષ્ટ્રવાદ’નો વાયરો કેમ ફૂંકાઈ રહ્યો છે?
દુનિયાભરમાં ‘સ્વદેશી’ અને ‘રાષ્ટ્રવાદ’નો વાયરો કેમ ફૂંકાઈ રહ્યો છે?
(સંકલન શ્રેણી પાક્ષિકની તા. ૭/૨/૧૭ના અંકની કવરસ્ટોરી)
ઘણાં વર્ષો બાદ પહેલી વાર એવું બની રહ્યું છે કે ભારત દુનિયામાં રાજકીય રીતે કાઠું કાઢી રહ્યું છે. અમેરિકામાં ચૂંટણી લડાઈ તેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હિન્દુઓએ અમેરિકામાં આપેલા યોગદાનની પ્રશંસા કરી. ભારતમાં નરેન્દ્ર મોદીએ જે સૂત્ર ચૂંટણી લડવા વાપર્યું હતું તેની નકલ કરી અને તે પણ હિન્દીમાં જ અને સૂત્ર આપ્યું, ‘અબ કી બાર, ટ્રમ્પ સરકાર’. અત્યાર સુધી ભારતના લોકો અંગ્રેજી ન આવડે તોય ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી બોલતા હતા, પહેલી વાર વિદેશી વિદેશમાં ચૂંટણી જીતવા ભાંગ્યુ તૂટ્યું વિદેશી બોલી રહ્યા હતા! આ જાદુ માત્ર અમેરિકા પૂરતો સીમિત નહોતો. લંડનમાં મેયરની ચૂંટણી દરમિયાન પણ ભારતનો જાદુ દેખાયો હતો. એ અલગ વાત છે કે અમેરિકાની જેમ લંડનમાં એ જાદુ સફળ ન રહ્યો. આ હિન્દુવાદની બહુ મોટી જીત છે અને તે રાજકીય નેતાઓએ-પંડિતોએ સમજવું પડશે.
સાથે સાથે એ વાત પણ નોંધવી રહી કે એક સમયે સમગ્ર વિશ્વમાં વૈશ્વિકરણનો પવન ફૂંકાયેલો. ભારતને પણ ‘ગાટ’ કરાર પર સહી કરવાની થયેલી ત્યારે ભારતમાં તેનો ખૂબ જ વિરોધ થયેલો. જોકે આજે પરિસ્થિતિ એવી છે કે આ ‘ગાટ’ કરારના પ્રેરકબળ સમાન દેશોને વૈશ્વિકરણ ભારે પડ્યું છે! ડોનાલ્ડ ટ્રમ્પને સૂત્ર આપવું પડ્યું, ‘બાય અમેરિકન, હાયર અમેરિકન’. જોકે અમેરિકામાં આ પ્રકારની ચળવળ નવી નથી. પહેલાં સૂત્ર હતું ‘
બી અમેરિકન બાય અમેરિકન’. આ રાષ્ટ્રવાદ છે, પણ તેનો અમેરિકનો ગર્વ કરે છે, જ્યારે ભારતમાં? ભારતમાં ભારતીય હોવું એ શરમની વાત છે. આનું કારણ એ છે કે ભારતીય પ્રસાર માધ્યમોમાં નેગેટિવિટી એટલી પ્રસારાય છે કે ઘણા ભારતીયોને ભારત પ્રત્યે માન રહેતું નથી. તેમાં જોકે અગાઉ આવી ગયેલી સરકારો-અધિકારીઓના ભ્રષ્ટાચાર અને અણઆવડતથી વિકાસમાં આવી ગયેલી મંદતા પણ જવાબદાર ખરી.
ભારતના-ભારતીયોનાં સારાં કાર્યોને ટીવી ચેનલો પર પ્રમુખતાથી દર્શાવાતા નથી. આ જ રીતે સમાચારપત્રોમાં પણ સારાં કાર્યોને અગ્રણી પૃષ્ઠો પર ધ્યાનાકર્ષક રીતે સ્થાન મળતું નથી. તેને પબ્લિસિટી કે જાહેરખબર કે સરકારની ચમચાગીરીનો ભાગ ગણી લેવામાં આવે છે. હવે તો સ્થિતિ એ થઈ છે કે સરકારની મહત્ત્વની જાહેરાત થાય તો તેને કેટલાક સમાચારપત્રો છાપતા જ નથી! સરકાર તો જાહેરાત આપશે જ ને, એમ માનીને. સમાચારપત્રોના લુચ્ચા માલિકો-તંત્રીઓનું તો ખિસ્સું સરકારની જાહેરખબરો છપાવવાના કારણે ભરાઈ જાય છે પણ નાગરિકોનું કેટલું અહિત થાય છે! નાગરિકો મહત્ત્વની જાણકારીથી વંચિત રહે છે અને સરકારની જાહેરખબરો પાછળ જે નાણાં ખર્ચાય છે તે જાય છે તો સરેરાશ નાગરિકોના ખિસ્સામાંથી ને. દા.ત. સમાચારપત્રોમાં આદિવાસીઓના વિરોધના આંદોલનના સમાચાર ધ્યાનાકર્ષક રીતે અગ્રણી પૃષ્ઠો પર છપાયા, પરંતુ ગુજરાત સરકારે તાજેતરમાં નિર્ણય કર્યો કે આદિવાસી ગામમાં કુદરતી સંપદાનો હક-લીઝ તે ગામના આદિવાસીને જ મળશે- આ સમાચાર એક સમાચારપત્રમાં છપાયા જ નહીં! સરકારની વાજબી ટીકા-વિરોધ કરવી એ લોકશાહીના ચોથા સ્તંભ તરીકે પ્રસાર માધ્યમોની જવાબદારી છે તેમ સરકાર વિષયક સાચી માહિતી પહોંચાડવી એ પણ પ્રસાર માધ્યમની ફરજમાં આવે કે નહીં?
જોકે બદમાશ મિડિયા અને રાજનેતાનો ઝઘડો વિદેશોમાં પણ છે. ડોનાલ્ડ ટ્રમ્પના શપથવિધિ વિશે ખોટી માહિતી પ્રસાર માધ્યમોમાં અપાતા તેમના તંત્રએ ખોટાં માધ્યમો અને પત્રકારો સામે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. અહીં ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરવા કે તેમને સાચા ઠેરવવાનો ઉપક્રમ નથી, પરંતુ દિવસે ને દિવસે મિડિયાની વિશ્વસનીયતાનું ધોવાણ થતું જાય છે તેની સામે લાલ બત્તી ધરવાનો મિડિયાના જ એક ભાગ તરીકે પ્રયાસ છે. વૈશ્વિકરણના ફાયદા તરીકે આજે વિશ્વ ગામડું બની ગયું છે તે પણ સ્વીકારવું રહ્યું. તેના કારણે જે પરંપરાગત માધ્યમો છે- મુદ્રિત સમાચારપત્રો, સામયિકો અને ટીવી ચેનલો- તે જે સમાચાર આપે તે વાચક કે દર્શક સાચા માની લે તેવું નથી બનતું કારણકે ઇન્ટરનેટ અને ખાસ તો સોશિયલ મિડિયા થકી સાચા સમાચાર તેના સુધી પહોંચી જ જાય છે.
અમેરિકામાં સ્વદેશીનો નારો ફરીથી કેમ ફૂંકાયો? અમેરિકામાં સૌથી પહેલાં ભારતીયો જ પહોંચેલા. તેના પુરાવા છે. અમેરિકામાં તેને નેટિવ ઇન્ડિયન્સ તરીકે ઓળખાય છે. તેઓ ૧૨ હજાર વર્ષ પહેલાં એશિયા-ભારતમાંથી આવેલા. કૉલંબસ પણ ભારત જવાનો નવો રસ્તો શોધવાના પ્રયાસમાં જ અમેરિકા પહોંચી ગયેલો. અને અમેરિકા પર યુરોપીયનોએ કબજો કરી લીધેલો, આ યુરોપથી આવેલા ગોરા લોકો અને તેમના વંશજો એમ જ માને છે કે અમે જ ખરા અમેરિકનો. એટલે તેમને વિદેશથી આવતા સ્થળાંતરિતો (ઇમિગ્રન્ટ્સ) પસંદ પડતા નથી. મહારાષ્ટ્રમાં ઉત્તર ભારતીયો કે અગાઉ દક્ષિણ ભારતીયો તેમજ ગુજરાતીઓ સામે જેમ શિવસેના અને મનસે દ્વારા આંદોલન અને મારપીટની ઘટના બનેલી તેમ જ અમેરિકામાં સ્થળાંતરિતો સામે રોષ છે. સ્થળાંતરિતોને ગરજ હોવાથી તેઓ સસ્તા ભાવે કામ કરવા તૈયાર થઈ જાય છે. પરિણામે સ્થાનિકો નોકરી ગુમાવે છે. વળી, સંસ્કૃતિની રીતે પણ બદલાવ થાય છે. આ બદલાવ સારો હોય તો તેને સ્વીકારવા સામે વાંધો નથી પરંતુ તેનાથી અપરાધો વધે તે સ્વીકાર્ય બનતું નથી.
બીજું એ પણ કારણ કે અમેરિકાની કંપનીઓ તેમને ઓછો ખર્ચ પડે તે માટે ભારત, ચીન, મલેશિયા જેવા દેશોમાં પોતાનું કામ સોંપી દે છે (આઉટસૉર્સ કરી દે છે). જે ટૅક્નૉલૉજી આ વિકસિત દેશોએ શોધી એ ટૅક્નૉલૉજી જ હવે તેમને ભારે પડી રહી છે! કારણકે ટૅક્નૉલૉજીની મદદથી ભારતના કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિ કમ્પ્યૂટરની મદદથી અમેરિકાની કંપનીનું કામ કરી આપે છે. બીજું એ કે અમેરિકાની કંપનીઓને પણ એ દેશોમાં પોતાનું બજાર જોઈતું હોય છે. આથી ‘મેક ઇન ભારત’ કે ‘મેક ઇન ચીન’ તેમને સરળ પડે છે. વૈશ્વિકરણ પોતાની સાથે ટૅક્નૉલૉજી અને સ્પર્ધા પણ લાવે છે. આ સ્પર્ધા હવે અમેરિકનોને ભારે પડવા લાગી છે. ડોનાલ્ડ ટ્રમ્પના વિજય પાછળ આ પણ એક બહુ મોટું કારણ હતું. તેમણે સૂત્ર આપ્યું, ‘મેક યુએસ ગ્રેટ અગેઇન’. અર્થાત્ અમેરિકનોમાં એવી ભાવના હતી કે અમેરિકા કરતાં બીજા દેશો આગળ નીકળી રહ્યા છે. કહેવાતા ઉદારતાવાદી બરાક ઓબામાના સમયમાં જે નીતિઓ અપનાવાઈ તે અમેરિકનોની કહેવાતી ‘મહાનતા’ કે ‘સુપરપાવર’ને નીચી કરનારી હતી. ઓસામા બિન લાદનને મારી નખાયો તેને બાદ કરતાં કોઈ મોટી સિદ્ધિ ઓબામાના ખાતે નહોતી. ખ્રિસ્તીઓને પણ નિર્દયતાથી મારતા આઈએસઆઈએસ જેવા ત્રાસવાદી સંગઠન કે ત્રાસવાદની સતત નિકાસ કરતા સાઉદી અરેબિયા પ્રત્યે કૂણું વલણ ઓબામાને ભારે પડી ગયું. કહેવાતા ઉદારતાવાદીઓ જેમાં ફિલ્મ કલાકારો- ટીવી સ્ટારો-રિયાલિટી સ્ટારો અને મિડિયાનો બહુ મોટો વર્ગ હોય છે તેમને ઓબામા જેવા લોકો પસંદ પડે તે સ્વાભાવિક છે. ભારતમાં જેમ હિન્દુવાદી નેતાઓની ખરાબ છબી બનાવીને રજૂ કરાય છે તેમ અમેરિકામાં રિપબ્લિકનોની સાથે મિડિયાના એક વર્ગમાં આવું કરાતું હોય છે- ચાહે તે જ્યોર્જ બુશ સિનિયર હોય, જુનિયર બુશ હોય કે ડોનાલ્ડ ટ્રમ્પ. ડોનાલ્ડ ટ્રમ્પ પર જાતીય અપરાધોના અને લફરાંના આક્ષેપો થયેલા તો ડેમોક્રેટિક બિલ ક્લિન્ટન પણ મોનિકા લેવિન્સ્કી સહિત નવ સ્ત્રીઓ સાથેના સંબંધો બહુ ગાજેલા. ગત પ્રમુખ બરાક ઓબામા કે આ વખતના પ્રમુખપદનાં ઉમેદવાર હિલેરી ક્લિન્ટન પણ આવા આક્ષેપોથી બાકાત નથી રહ્યાં. પરંતુ મિડિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ સામેના આક્ષેપો જ ગાજ્યા. અરે! બહુમતી ભારતીય માધ્યમોમાં પણ આવું જ બન્યું. આપણે ત્યાં હિલેરી ક્લિન્ટન પ્રત્યે કૂણું વલણ અને ટ્રમ્પ પ્રત્યે નકારાત્મક વલણ ઉપજાવવાનો પ્રયાસ મિડિયામાં થયો. ઓબામાના સમયમાં બેરોજગારી, અર્થતંત્રને નુકસાન, હિલેરીનાં કૌભાંડો, હિલેરી દ્વારા સત્તાના દુરુપયોગ વગેરેના કારણે ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર હિલેરી જીતી ન શક્યાં. વૈશ્વિકરણની ભાવના સારી છે અને વૈશ્વિકરણ એટલે ઉદાર નજરિયો. એ વાત સાચી છે પરંતુ ‘ઘર બાળીને તીરથ ન કરાય’ તેવી કહેવત છે.
આપણે ત્યાં હજારો વર્ષોના દાસત્વના કારણે પ્રસાર માધ્યમો અને શિક્ષણના લીધે એક માનસિકતા ઘર કરી ગઈ છે કે વિદેશી એટલું સારું અને આ વિદેશીમાંય પાછું અમેરિકા-બ્રિટન વગેરે દેશો. અર્થાત્ મૂળ બ્રિટનના લોકો હોય તે સારું. વિદેશોમાંથી આવતી ચીજોને આયાત કરેલી ચીજો કહેવાય. અર્થાત્ ઇમ્પૉર્ટેડ ચીજો. પરંતુ આપણી ભાષામાં આ ‘ઇમ્પૉર્ટેડ’ શબ્દ સારી ગુણવત્તાની ચીજનો પર્યાય બનીને રહી ગયો. એમાં મોટો વાંક નબળી ગુણવત્તા અને ખરાબ ‘આફ્ટર સેલ સર્વિસ’ આપતી આપણી કંપનીઓનો પણ ખરો. આના લીધે ‘દેશી’ અથવા ‘સ્વદેશી’ શબ્દને હિણપતભરી નજરે જોવાવા લાગ્યો. દેશી એટલે ખરાબ. સ્વદેશી એટલે સંકુચિત માનસિકતા. અને સ્વદેશીની વાત કરનારાને ટોણા મારવામાં આવે કે તમે ટૅક્નૉલૉજી વિદેશી કેમ વાપરો છો? સ્વદેશીની વિચારસરણીને સમજ્યા વગર જ આવા બુદ્ધુજીવીઓ પોતે કુવામાંના દેડકાની જેમ તર્ક વગરના સવાલ કરે છે. ચીનની ચીજોનો બહિષ્કાર કરવાની વાત હોય કે અન્ય વિદેશી ચીજોનો બહિષ્કાર, તેમાં પ્રશ્ન એ નથી આવતો કે દક્ષિણ કોરિયાની કંપની સેમસંગના કે અમેરિકાની એપલના ફોનનો પણ બહિષ્કાર કરવો કારણકે તેના કેટલાક ભાગો ચીનમાં બને છે. ચીન જે સસ્તું ડંપિંગ કરે છે કે પાકિસ્તાનને ત્રાસવાદી મુદ્દે સાથ આપે છે તેના લીધે ચીનની ચીજોનો બહિષ્કાર કરવાની હવા જાગેલી. ભારતમાં જે ચીજો સારી ગુણવત્તાની અને પોષણક્ષમ ભાવે મળતી હોય તે વિદેશી કંપનીની શું કામ ખરીદવી જોઈએ? દા.ત. ખાણીપીણી કે કપડાંની બાબતે અહીંની ચીજો સસ્તી અને ટકાઉ હોય તો વિદેશી બ્રાન્ડનો મોહ શું કામ રાખવો જોઈએ? રાધર, બ્રાન્ડનો જ મોહ શું કામ રાખવો જોઈએ? રસ્તા પર પણ સસ્તી અને ટકાઉ ચીજ મળે તો ખરીદી જ શકાય.
અમેરિકા પણ આ ‘સ્વદેશી’ની ભાવનાથી અછૂતું નથી રહી શક્યું. ત્યાં તો છેક વર્ષ ૧૯૩૩થી ‘બાય અમેરિકન ઍક્ટ’ બનાવાયેલો છે! પણ અમેરિકાની ખરાબ માનસિકતાને અહીં પ્રસરાવતા બુદ્ધુજીવી કૉલમિસ્ટો આ વાત ક્યારેય નહીં કરે. અમેરિકા તો ઠીક, બ્રિટનમાં પણ સ્વદેશી અને રાષ્ટ્રવાદની ભાવના પ્રસરેલી જ છે. એટલે તો તેણે યુરોપીય સંઘમાંથી નીકળી જવાનું પસંદ કર્યું. આ ઘટના ‘બ્રિદાય’ (બ્રિટન+ વિદાય) અથવા અંગ્રેજીમાં ‘બ્રેક્ઝિટ’ (બ્રિટન+એક્ઝિટ) તરીકે ઓળખાય છે. યુરોપીય સંઘોમાંથી આવતા સ્થળાંતરિતો સામે યુરોપના જ એક દેશ સ્વિત્ઝર્લેન્ડને વિરોધ છે. તેથી તો તેમાં જનમત (પ્લેબિસાઇટ) લેવાયેલો! સ્વીડનમાં પણ યુરોપીય સંઘમાંથી નીકળી જવા દબાણ છે. ફ્રાન્સમાં આ વર્ષે થનારી પ્રમુખ પદની ચૂંટણીમાં જમણેરી મનાતા મરીન લી પેન, ફ્રાન્કોઇસ ઓલાન્દે સામે જીતી જાય તેવી પ્રબળ સંભાવના છે. નેધરલેન્ડમાં પણ મવાળ જમણેરી (રાઇટ ટૂ સેન્ટર) પક્ષો ઓપિનિયન પોલમાં કાઠું કાઢી રહ્યા છે. બુદ્ધુજીવી કૉલમિસ્ટો વારંવાર અમેરિકાના માધ્યમોને ટાંકીને ફલાણું આમ ને ફલાણું તેમ એવી વાત સિદ્ધ કરતા હોય છે પરંતુ અમેરિકાની જાણીતી સંશોધન સંસ્થા ‘પ્યૂ’ના સંશોધન પ્રમાણે, કહેવાતા ઉદારતાવાદીઓ ખરેખર તો સંકુચિત હોય છે. સોશિયલ મિડિયા પર તેઓ વિરોધી વિચારવાળાને બ્લૉક કરી નાખે છે. તેમની સાથે સંબંધ તોડી નાખે છે. આ વાત ભારતના કહેવાતા ઉદારતાવાદીઓ રાજદીપ સરદેસાઈ, બરખા દત્ત, રવીશકુમાર જેવા પત્રકારો અને શાહરુખ ખાન, આમીર ખાન, સલમાન ખાન વગેરે ફિલ્મ કલાકારોના કિસ્સામાં જોવાયેલી જ છે.
સ્વામી વિવેકાનંદે મિશિગન યુનિવર્સિટીમાં વિદેશી પત્રકારોના એક સમૂહને કહેલું, “૨૧મી સદી (ખરેખર તો હિન્દુ કેલેન્ડર પ્રમાણે, બાવનમી સદી) ભારતની સદી છે.” આ વાત રાજકીય રીતે, આર્થિક રીતે અને વિચારોની રીતે સાચી પડી રહી છે, ભલે ભારતના બુદ્ધુજીવીઓ માને કે ન માને.
Subscribe to:
Posts (Atom)



