Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

22 May 2016

સુખી થવાનો માર્ગ - Road To Happiness

સુખી થવાનો માર્ગ - Road To Happiness 

Road To Happiness (સુખી થવાનો માર્ગ)એ Mac Anderson and BJ Gallagher નામના લેખકોએ સંયુક્ત રીતે લખેલુ એક બેસ્ટ સેલર પુસ્તક છે.

આ પુસ્તકની પ્રસ્તાવનામાં એક ટેક્ષી ડ્રાઈવર જેવો સામાન્ય માણસ પણ કોઈ વાર જીવન જીવવા માટેનો કેવો અમુલ્ય પાઠ શીખવી જાય છે એનું સરસ ઉદાહરણ લેખક Mac Anderson એ આપ્યું છે.આ પ્રસ્તાવનાના આ ભાગનો ભાવાનુવાદ કરીને નીચે પ્રસ્તુત કરેલ છે.

Mac Anderson પ્રસ્તાવનામાં લખે છે કે :

જ્યારે હું મારા ધંધાકીય કામકાજ અંગે બહાર મુસાફરી કરતો હોઉં છું ત્યારે એરપોર્ટથી મારી હોટેલ સુધી કે કન્વેન્શન સેન્ટર યા કોઈ રેસ્ટોરંટ સુધી મને ટેક્ષીમાં લઇ જનાર ટેક્ષી ડ્રાઈવર સાથે વાતો કરવાનું મને ગમે છે.સામાન્ય રીતે આ ટેક્ષી ડ્રાઈવરો બીજા દેશમાંથી આવેલા વસાહતીઓ હોય છે.તેઓના અંગત જીવનમાં જો ડોકિયું કરીએ તો એમની કથા ખુબ રસ પડે એવી હોય છે.દરેક ડ્રાઈવર અસામાન્ય પ્રકારની એના દેશની સાંસ્કૃતિક પશ્ચાદ ભૂમિકા ધરાવતો હોય છે.

આ ડ્રાઈવરો સાથેની વાતચીતમાં હું એમને પૂછું છું કે અમેરિકામાં એ કેટલા વર્ષથી રહે છે.એ જે શહેરમાં રહે છે એને જ એમણે કેમ પસંદ કર્યું?એ જે સ્થળે રહે છે એના વિશેની કઈ બાબત એમને સૌથી વધુ ગમે છે.સ્થાનિક વિસ્તારમાં કઈ સારી રેસ્ટોરંટ છે અને ગ્રાહકોને એ લોકો ડીસકાઉન્ટ વગેરે જેવો કોઈ ફાયદો કરાવે છે કે કેમ એવા પ્રશ્નો પૂછીને એમની સલાહ પણ લેતો હોઉં છું.મારે કહેવું જોઈએ કે આ ડ્રાઈવરોની સલાહથી મને મારી મુસાફરી દરમ્યાન ઘણા અવનવા અનુભવો થયા છે.

આશરે દસેક વર્ષ અગાઉ મારી આવી એક ટેક્ષી મુસાફરી દરમ્યાન એક ટેક્ષી ડ્રાઈવર સાથે હું વાતો કરી રહ્યો હતો ત્યારે મેં એને મારી ટેવ પ્રમાણે મારો હંમેશ મુજબનો પ્રશ્ન પૂછ્યો કે એ હાલ જે જગ્યાએ રહે છે ત્યાં કેમ અને કેવી રીતે રહેવા આવ્યો.ત્યારબાદ મેં એને એક ધારણાત્મક પ્રશ્ન પૂછ્યો કે :”ધારો કે તમે વિશ્વમાં કોઈ પણ જગાએ રહી શકો એમ હો  અને પૈસા કમાવવા એ તમારો મુખ્ય હેતુ ના હોય તો તમે કઈ જગાએ રહેવાનું પસંદ કર્યું હોત ?”

મારા આ સવાલના જવાબમાં એક સેકન્ડનો પણ વિલંબ કર્યા સિવાય આ ડ્રાઈવરે જે જવાબ આપ્યો એણે મને વિચારતો કરી મુક્યો. એણે કહ્યું :

”સાહેબ, હું મારા હૃદયમાં રહું છું એટલે મારું આ શરીર ક્યાં રહે છે એનાથી કોઈ ફર્ક નથી પડતો.મારા ભીતરથી જો હું ખુશી અને સુખી હોઉં તો હું એક સ્વર્ગમાં રહું છું એમ જ માનું છું પછી મારું રહેઠાણ કઈ જગાએ આવેલું છે એનું કોઈ મહત્વ રહેતું નથી“

હું એને પ્રશ્ન પૂછતાં તો પૂછી બેઠો પણ પછી થોડો ખમચાયો કે એ પૂછીને હું મૂર્ખાઈ તો નથી કરી બેઠો ને.અલબત,આ ડ્રાઈવર બિલકુલ સાચું કહી રહ્યો હતો.આપણે જે કામ કરતા હોઈએ એમાં જ સાચું સુખ સમાએલું હોય છે.આ સામાન્ય માણસે મારા જેવા લેખકને હું જે જાણતો જ હતો પણ ભૂલી ગયો હતો એને ફરી યાદ કરાવી દીધું!

તમે જો તમારી ભીતરમાંથી સુખ શોધી શકતા ના હો તો બહારની આખી દુનિયામાં તમે ફરી વળશો તો પણ તમને એ સુખ કદી મળવાનું નથી.તમે વિશ્વની કોઈ પણ જગાએ રહેવા જાઓ છો ત્યાં તમે હો છો,તમારી જાતને તમે ત્યાં સાથે લેતા જાઓ છો.

આ ડ્રાઈવર એની ટેક્ષી ચલાવતાં ચલાવતાં જિંદગી માટેનો મહાન પદાર્થ પાઠ જાતે શીખી ગયો હતો.એમ લાગે છે કે આજે ઘણા માણસો એમ વિચારતા હોય છે કે વિશ્વ એમનું એક દેવાદાર છે.જીંદગીમાં ગમે એટલું દ્રવ્ય ભલે તેઓ એકઠું કરતા હોય પણ એનાથી એમને કદી સંતોષ કે ધરવ થતો નથી.

બેન્ઝામિન ફ્રેન્કલીનએ કહ્યું છે કે:

“અમેરિકાનું બંધારણ સુખ માટેની કોઈ ગેરંટી આપતું નથી.સુખ મેળવવાના લક્ષ્યની પ્રાપ્તિ માટેના માર્ગને અનુસરવાની જ એ ફક્ત વાત કરે છે.સુખનું આ લક્ષ્ય તો તમારી જાતે જ તમારે પ્રાપ્ત કરવાનું હોય છે.”

તમે જો એમ માનતા હો કે આ દુન્યવી ચીજો તમને સુખ આપશે તો તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો.મેં ઘણી વાર લોકોને એમ કહેતા સાંભળ્યા છે કે આપણે જિંદગીની રાહમાં મુસાફરી કરતા કરતા એક દિવસ સુખના જે અંતિમ મુકામે આવી પહોંચીએ છીએ એ સુખ નથી પરંતુ એ લક્ષ્યની પ્રાપ્તિ માટેની મુસાફરીમાં જ ખરું સુખ સમાએલું છે.તમારી પાસે અઢળક ધન હોય કે દુન્યવી ભૌતિક ચીજ વસ્તુઓથી મોટો ખજાનો ભર્યો હોય પણ એ તમને સુખ આપી શકવા માટે શક્તિમાન નથી.સુખને બહાર શોધવાથી મળતું નથી પણ એ આપણી અંદર પડેલું હોય છે.તમે તમારું સુખ ક્યાં શોધી રહ્યા છો?તમારી જાતને આ પ્રશ્ન પૂછવા જેવો છે.   

“જે લોકો કથિત શબ્દ પર બુદ્ધિ પૂર્વક ધ્યાનથી વિચારે છે એમને બધું સારું પ્રાપ્ત થાય છે અને જેઓ પ્રભુ પર વિશ્વાસ રાખે છે એ જ એક સુખી માણસ છે “--બાઈબલ

The Road to Happiness પુસ્તક પર આધારિત કેટલાંક સુવાક્યો નીચેના વિડીયોમાં છે એ પણ બહુ જ પ્રેરક છે.

The Road to Happiness

by Mac Anderson and BJ Gallagher

=================================

સાભાર- શ્રીમતી ગોપી રાંદેરી ...
7 steps of happiness

સુખ તમારા જીવનમાં મીઠાસ લાવે છે.

જિંદગીની કસોટીઓ તમને મજબુત બનાવે છે.

દુખ અને શોક તમારી માનવતાને ટકાવી રાખે છે.

નિષ્ફળતા તમને નમ્ર બનાવે છે.

પરંતુ માત્ર અને માત્ર તમારામાંનો વિશ્વાસ જ તમને ગતિશીલ રાખે છે.

કોઈવાર તમે જે અને જેવી જિંદગી જીવી રહ્યા છો એનાથી તમને સંતોષ નથી.પરંતુ તમે નથી જાણતા કે આ વિશ્વમાં ઘણા લોકો તમારા જેવી જિંદગી જીવવા માટે સ્વપ્ન સેવી રહ્યા હોય છે.

કોઈ ફાર્મ હાઉસ પાસે ઉભેલું બાળક આકાશમાં ઉડતા એરોપ્લેનને જોઇને એની જેમ હવામાં ઉડવાનાં સ્વપ્ન સેવે છે જ્યારે એજ પ્લેનનો પાઈલોટ ઉપરથી એ જ ફાર્મ હાઉસને જોઇને જલ્દી એના ઘેર પહોંચી જવાનાં સ્વપ્ન જોતો હોય છે.

આવી છે આપણી આ જિંદગી.

જે છે એની અવગણના અને જે નથી એની ઝંખના !

તમારી પાસે જે પડેલું છે એનો ઉત્સવ મનાવો.જો પૈસાથી જ સુખ મળતું હોત તો બધા ધનિકોને રસ્તામાં આનંદથી નાચતા તમે જોતા હોત !

રસ્તામાં આનંદથી નાચવાનું સુખ તો માત્ર ગરીબ અર્ધ નગ્ન બાળકોના ભાગ્યમાં જ લખેલું હોય છે.

તમે શક્તિશાળી છો એટલે સલામત છો એ સાચું નથી .જો એવું જ હોત તો વી.આઈ.પી. માણસોને બોડી ગાર્ડ રાખવાની જરૂર ના પડતી હોત !

જે લોકો સાદગી ભરી જિંદગી જીવે છે એમના ભાગ્યમાં જ શાંતિથી ઊંઘવાનું સુખ લખેલું હોય છે.

જો સુંદરતા અને કીર્તિ આદર્શ સંબધો સર્જી શકતી હોત તો નટ નટીઓ જેવી સેલીબ્રીટીઝ નું લગ્ન જીવન સર્વોત્તમ અને આદર્શ હોવું જોઈએ,પણ એવું ક્યાં હોય છે !

સાદગીથી જીવો

નમ્રતાથી ચાલો

 બધાંને 

હૃદયથી

સાચો પ્રેમ કરતા રહો.

MC-Quote-4

સુખી થવાનો માર્ગ - Road To Happiness

સુખી થવાનો માર્ગ - Road To Happiness 

Road To Happiness (સુખી થવાનો માર્ગ)એ Mac Anderson and BJ Gallagher નામના લેખકોએ સંયુક્ત રીતે લખેલુ એક બેસ્ટ સેલર પુસ્તક છે.

આ પુસ્તકની પ્રસ્તાવનામાં એક ટેક્ષી ડ્રાઈવર જેવો સામાન્ય માણસ પણ કોઈ વાર જીવન જીવવા માટેનો કેવો અમુલ્ય પાઠ શીખવી જાય છે એનું સરસ ઉદાહરણ લેખક Mac Anderson એ આપ્યું છે.આ પ્રસ્તાવનાના આ ભાગનો ભાવાનુવાદ કરીને નીચે પ્રસ્તુત કરેલ છે.

Mac Anderson પ્રસ્તાવનામાં લખે છે કે :

જ્યારે હું મારા ધંધાકીય કામકાજ અંગે બહાર મુસાફરી કરતો હોઉં છું ત્યારે એરપોર્ટથી મારી હોટેલ સુધી કે કન્વેન્શન સેન્ટર યા કોઈ રેસ્ટોરંટ સુધી મને ટેક્ષીમાં લઇ જનાર ટેક્ષી ડ્રાઈવર સાથે વાતો કરવાનું મને ગમે છે.સામાન્ય રીતે આ ટેક્ષી ડ્રાઈવરો બીજા દેશમાંથી આવેલા વસાહતીઓ હોય છે.તેઓના અંગત જીવનમાં જો ડોકિયું કરીએ તો એમની કથા ખુબ રસ પડે એવી હોય છે.દરેક ડ્રાઈવર અસામાન્ય પ્રકારની એના દેશની સાંસ્કૃતિક પશ્ચાદ ભૂમિકા ધરાવતો હોય છે.

આ ડ્રાઈવરો સાથેની વાતચીતમાં હું એમને પૂછું છું કે અમેરિકામાં એ કેટલા વર્ષથી રહે છે.એ જે શહેરમાં રહે છે એને જ એમણે કેમ પસંદ કર્યું?એ જે સ્થળે રહે છે એના વિશેની કઈ બાબત એમને સૌથી વધુ ગમે છે.સ્થાનિક વિસ્તારમાં કઈ સારી રેસ્ટોરંટ છે અને ગ્રાહકોને એ લોકો ડીસકાઉન્ટ વગેરે જેવો કોઈ ફાયદો કરાવે છે કે કેમ એવા પ્રશ્નો પૂછીને એમની સલાહ પણ લેતો હોઉં છું.મારે કહેવું જોઈએ કે આ ડ્રાઈવરોની સલાહથી મને મારી મુસાફરી દરમ્યાન ઘણા અવનવા અનુભવો થયા છે.

આશરે દસેક વર્ષ અગાઉ મારી આવી એક ટેક્ષી મુસાફરી દરમ્યાન એક ટેક્ષી ડ્રાઈવર સાથે હું વાતો કરી રહ્યો હતો ત્યારે મેં એને મારી ટેવ પ્રમાણે મારો હંમેશ મુજબનો પ્રશ્ન પૂછ્યો કે એ હાલ જે જગ્યાએ રહે છે ત્યાં કેમ અને કેવી રીતે રહેવા આવ્યો.ત્યારબાદ મેં એને એક ધારણાત્મક પ્રશ્ન પૂછ્યો કે :”ધારો કે તમે વિશ્વમાં કોઈ પણ જગાએ રહી શકો એમ હો  અને પૈસા કમાવવા એ તમારો મુખ્ય હેતુ ના હોય તો તમે કઈ જગાએ રહેવાનું પસંદ કર્યું હોત ?”

મારા આ સવાલના જવાબમાં એક સેકન્ડનો પણ વિલંબ કર્યા સિવાય આ ડ્રાઈવરે જે જવાબ આપ્યો એણે મને વિચારતો કરી મુક્યો. એણે કહ્યું :

”સાહેબ, હું મારા હૃદયમાં રહું છું એટલે મારું આ શરીર ક્યાં રહે છે એનાથી કોઈ ફર્ક નથી પડતો.મારા ભીતરથી જો હું ખુશી અને સુખી હોઉં તો હું એક સ્વર્ગમાં રહું છું એમ જ માનું છું પછી મારું રહેઠાણ કઈ જગાએ આવેલું છે એનું કોઈ મહત્વ રહેતું નથી“

હું એને પ્રશ્ન પૂછતાં તો પૂછી બેઠો પણ પછી થોડો ખમચાયો કે એ પૂછીને હું મૂર્ખાઈ તો નથી કરી બેઠો ને.અલબત,આ ડ્રાઈવર બિલકુલ સાચું કહી રહ્યો હતો.આપણે જે કામ કરતા હોઈએ એમાં જ સાચું સુખ સમાએલું હોય છે.આ સામાન્ય માણસે મારા જેવા લેખકને હું જે જાણતો જ હતો પણ ભૂલી ગયો હતો એને ફરી યાદ કરાવી દીધું!

તમે જો તમારી ભીતરમાંથી સુખ શોધી શકતા ના હો તો બહારની આખી દુનિયામાં તમે ફરી વળશો તો પણ તમને એ સુખ કદી મળવાનું નથી.તમે વિશ્વની કોઈ પણ જગાએ રહેવા જાઓ છો ત્યાં તમે હો છો,તમારી જાતને તમે ત્યાં સાથે લેતા જાઓ છો.

આ ડ્રાઈવર એની ટેક્ષી ચલાવતાં ચલાવતાં જિંદગી માટેનો મહાન પદાર્થ પાઠ જાતે શીખી ગયો હતો.એમ લાગે છે કે આજે ઘણા માણસો એમ વિચારતા હોય છે કે વિશ્વ એમનું એક દેવાદાર છે.જીંદગીમાં ગમે એટલું દ્રવ્ય ભલે તેઓ એકઠું કરતા હોય પણ એનાથી એમને કદી સંતોષ કે ધરવ થતો નથી.

બેન્ઝામિન ફ્રેન્કલીનએ કહ્યું છે કે:

“અમેરિકાનું બંધારણ સુખ માટેની કોઈ ગેરંટી આપતું નથી.સુખ મેળવવાના લક્ષ્યની પ્રાપ્તિ માટેના માર્ગને અનુસરવાની જ એ ફક્ત વાત કરે છે.સુખનું આ લક્ષ્ય તો તમારી જાતે જ તમારે પ્રાપ્ત કરવાનું હોય છે.”

તમે જો એમ માનતા હો કે આ દુન્યવી ચીજો તમને સુખ આપશે તો તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો.મેં ઘણી વાર લોકોને એમ કહેતા સાંભળ્યા છે કે આપણે જિંદગીની રાહમાં મુસાફરી કરતા કરતા એક દિવસ સુખના જે અંતિમ મુકામે આવી પહોંચીએ છીએ એ સુખ નથી પરંતુ એ લક્ષ્યની પ્રાપ્તિ માટેની મુસાફરીમાં જ ખરું સુખ સમાએલું છે.તમારી પાસે અઢળક ધન હોય કે દુન્યવી ભૌતિક ચીજ વસ્તુઓથી મોટો ખજાનો ભર્યો હોય પણ એ તમને સુખ આપી શકવા માટે શક્તિમાન નથી.સુખને બહાર શોધવાથી મળતું નથી પણ એ આપણી અંદર પડેલું હોય છે.તમે તમારું સુખ ક્યાં શોધી રહ્યા છો?તમારી જાતને આ પ્રશ્ન પૂછવા જેવો છે.   

“જે લોકો કથિત શબ્દ પર બુદ્ધિ પૂર્વક ધ્યાનથી વિચારે છે એમને બધું સારું પ્રાપ્ત થાય છે અને જેઓ પ્રભુ પર વિશ્વાસ રાખે છે એ જ એક સુખી માણસ છે “--બાઈબલ

The Road to Happiness પુસ્તક પર આધારિત કેટલાંક સુવાક્યો નીચેના વિડીયોમાં છે એ પણ બહુ જ પ્રેરક છે.

The Road to Happiness

by Mac Anderson and BJ Gallagher

=================================

સાભાર- શ્રીમતી ગોપી રાંદેરી ...
7 steps of happiness

સુખ તમારા જીવનમાં મીઠાસ લાવે છે.

જિંદગીની કસોટીઓ તમને મજબુત બનાવે છે.

દુખ અને શોક તમારી માનવતાને ટકાવી રાખે છે.

નિષ્ફળતા તમને નમ્ર બનાવે છે.

પરંતુ માત્ર અને માત્ર તમારામાંનો વિશ્વાસ જ તમને ગતિશીલ રાખે છે.

કોઈવાર તમે જે અને જેવી જિંદગી જીવી રહ્યા છો એનાથી તમને સંતોષ નથી.પરંતુ તમે નથી જાણતા કે આ વિશ્વમાં ઘણા લોકો તમારા જેવી જિંદગી જીવવા માટે સ્વપ્ન સેવી રહ્યા હોય છે.

કોઈ ફાર્મ હાઉસ પાસે ઉભેલું બાળક આકાશમાં ઉડતા એરોપ્લેનને જોઇને એની જેમ હવામાં ઉડવાનાં સ્વપ્ન સેવે છે જ્યારે એજ પ્લેનનો પાઈલોટ ઉપરથી એ જ ફાર્મ હાઉસને જોઇને જલ્દી એના ઘેર પહોંચી જવાનાં સ્વપ્ન જોતો હોય છે.

આવી છે આપણી આ જિંદગી.

જે છે એની અવગણના અને જે નથી એની ઝંખના !

તમારી પાસે જે પડેલું છે એનો ઉત્સવ મનાવો.જો પૈસાથી જ સુખ મળતું હોત તો બધા ધનિકોને રસ્તામાં આનંદથી નાચતા તમે જોતા હોત !

રસ્તામાં આનંદથી નાચવાનું સુખ તો માત્ર ગરીબ અર્ધ નગ્ન બાળકોના ભાગ્યમાં જ લખેલું હોય છે.

તમે શક્તિશાળી છો એટલે સલામત છો એ સાચું નથી .જો એવું જ હોત તો વી.આઈ.પી. માણસોને બોડી ગાર્ડ રાખવાની જરૂર ના પડતી હોત !

જે લોકો સાદગી ભરી જિંદગી જીવે છે એમના ભાગ્યમાં જ શાંતિથી ઊંઘવાનું સુખ લખેલું હોય છે.

જો સુંદરતા અને કીર્તિ આદર્શ સંબધો સર્જી શકતી હોત તો નટ નટીઓ જેવી સેલીબ્રીટીઝ નું લગ્ન જીવન સર્વોત્તમ અને આદર્શ હોવું જોઈએ,પણ એવું ક્યાં હોય છે !

સાદગીથી જીવો

નમ્રતાથી ચાલો

 બધાંને 

હૃદયથી

સાચો પ્રેમ કરતા રહો.

MC-Quote-4

20 May 2016

વ્હીલ ચેર ! ….માઈક્રોફિક્શન વાર્તા …. વિનોદ પટેલ

વ્હીલ ચેર ! ….માઈક્રોફિક્શન વાર્તા …. વિનોદ પટેલ

Wheel Chair

વ્હીલ ચેર ! ….માઈક્રોફિક્શન વાર્તા

રવિવારના રજાના દિવસે ઘણા દિવસે રમેશભાઈ અને એમનાં પત્ની દેવિકાબેનએ એમના આઠ વર્ષના પુત્ર અનીશ સાથે શહેરના જાણીતા મ્યુઝીયમ જોવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો.આ કુટુંબમાં બ્યાસી વર્ષના રમેશભાઈના વૃદ્ધ પિતા કિશોરભાઈ પણ રહેતા હતા.

દાદાના હાથે મોટો થયેલો અનીશ એમનો બચપણથી જ બડી બની ગયો હતો.દાદાને પણ અનીશ મૂડીના વ્યાજથી એ અધિક વ્હાલો હતો.

દાદાએ અમેરિકા આવીને મ્યુઝીયમ જોયું ન હતું એટલે અનીશ ઈચ્છતો હતો કે દાદા પણ બધાં સાથે મ્યુઝીયમ જોવા માટે આવે તો ઘણું સારું.

નીકળતા પહેલાં અનીશએ એના ડેડીને કહ્યું “ડેડી, દાદાને પણ આપણે સાથે મ્યુઝીયમ જોવા લઇ જઈએ.ઘરમાં એકલા ઘેર બેસી રહેશે તો બોર થઇ જશે .”

અનિશની મમ્મીએ કહ્યું :”ના બેટા,દાદાને પગે બરાબર ચલાતું નથી ક્યાંક પડી જશે તો તકલીફ થશે.આ ઉંમરે એમને ના ફાવે “

દાદાને મનમાં મ્યુઝીયમ જોવાની તો ખુબ ઇચ્છા હતી છતાં એ છુપાવતાં એમણે કહ્યું :

‘અનીશ બેટા,તારી મમ્મી બરાબર કહે છે.તમ તમારે ખુશીથી જાઓ, મારી ચીંતા ના કરશો.પુસ્તક વાચન અને કોમ્યુટર પરના મારા રોજના ક્રમમાં મારો સમય તો આમ પસાર થઇ જશે.”

અનીશના મગજમાં એકાએક એક વિચાર ચમકી ગયો.અનીશે એના પપ્પા રમેશભાઈને કહ્યું :

“પપ્પા,આજે રવિવાર છે,મ્યુઝીયમમાં દરેક જગાએ બહુ જ લાંબી લાઈનો હશે.એ લાઈનોમાં ઉભા રહી રહીને થાકી અને કંટાળી જઈશું.જો દાદાને વ્હીલચેરમાં લઇ જઈએ તો એમના લીધે આપણને લાઈનમાં સૌથી આગળ ઉભા રહેવાનું મળશે અને મ્યુઝીયમ જોઇને જલ્દી ઘેર પાછા આવી જઈશું.”

રમેશભાઈ અને દેવીકાને અનિશની આ વાત શીરાની જેમ એકદમ ગળે ઉતરી ગઈ !

દાદા અને એમની વ્હીલચેર સાથે આખું કુટુંબ મ્યુઝીયમ જોવા માટે ગાડીમાં બેસીને ઉપડી ગયું.

ગાડીમાં પાછલી સીટમાં દાદા સાથે બેઠેલા અનીશે દાદાનો હાથ વ્હાલથી દબાવી મો પર સ્મિત સાથે,આંખ મીંચકારી,ડેડી અને મમ્મી સાંભળે નહિ એમ ધીમા અવાજે કહ્યું “દાદા,વ્હીલ ચેર !”

સ્વામી આનંદ કહે છે:માયા તો કિરતારની કારભારણ છે . …પદ્મશ્રી ગુણવંત શાહ

સ્વામી આનંદ કહે છે:માયા તો કિરતારની કારભારણ છે .

…પદ્મશ્રી ગુણવંત શાહ

માયા તરફથી માયાપતિ તરફ જવાની મથામણ! આવો સુંદર વિચાર મને પથારીમાં પડ્યો હતો ત્યારે પજવી ગયો! માયા એટલે આભાસી વાસ્તવિકતા (વર્ચ્યુઅલ રીઆલિટી).

જગતમાં સૌથી મહાન ગુરુ કોણ? જવાબ છે: હૃદયરોગનો હુમલો. વાત વિચિત્ર લાગે, પરંતુ ખરેખર વિચિત્ર નથી. અનુભવને આધારે કહેવું છે કે હૃદયરોગના હુમલાને કારણે મારા અહંકારના ચૂરેચૂરા થઇ ગયા. શું આ જેવીતેવી ગુરુકૃપા છે? માનવ દેહધારી ગુરુ પોતાના શિષ્યને છેતરે એ શક્ય છે, પરંતુ હૃદયરોગનો હુમલો પોતાના શિકારને કદી પણ ન છેતરે. હુમલો થયા પછી બચી જનાર મનુષ્ય જો જાગી જાય તો જીવનનું નવનિર્માણ (Self-renewal) શરૂ થાય એ શક્ય છે. આવી તક કેવળ નસીબદાર મનુષ્યોને જ પ્રાપ્ત થતી હોય છે.

અહંકારશૂન્યતા એટલે દેહમૃત્યુ થાય તે પહેલાં અહંકારનું મૃત્યુ થાય તેવી અવસ્થા. હૃદયરોગ આવી અવસ્થાની ખાતરી નથી આપતો. હા એને પ્રતાપે એક અલૌકિક શક્યતાનું દ્વાર ખૂલે છે એ નક્કી! શું આવી ગુરુકૃપા ઓછી મૂલ્યવાન છે? શક્યતાનું દ્વાર ખોલી આપે, તે જ સદગુરુ!

બરાબર યાદ છે. હોસ્પિટલના ઇન્ટેન્સિવ કાર્ડિયાક કેર યુનિટ (ICCU)માં ખાટલા પર જે વિચારો આવ્યા તેમનું ગુરુત્વ મધ્યબિંદુ ‘માયા’ હતું. સ્વામી આનંદે માયાને ‘કિરતારની કારભારણ’ કહી તે વાતે સ્વામી આનંદનું પણ તીવ્ર સ્મરણ ચાલતું રહ્યું. એ ખાસ કલાકોમાં જ કંઇ વિચાર્યું તેનું વિસ્મરણ હજી થયું નથી. જે કંઇ યાદ આવે તેને યથાતથ રજૂ કરવાના આ પ્રયત્નમાં સુવ્યવસ્થા નહીં હોય.

માયા પર વિચારે ચડી જવાનો એક લાભ એ થયો કે મૃત્યુનો ભય ખરી પડ્યો. બાયપાસ સર્જરી માટે ઓપરેશન થિયેટરમાં લતા મંગેશકરને કંઠે ગવાયેલો ગીતાનો બારમો અધ્યાય સાંભળવા મળે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. કૃષ્ણનાં વચનોનું શ્રવણ કરતા કરતા એનેસ્થેસિયા દ્વારા સંપૂર્ણ અભાનતાના ‘બ્લેક હોલ’માં પ્રવેશવાનું બન્યું. થોડાક કલાકો પછી પુનર્જન્મ!

માયા પર વિચારવાનું ફરીથી ચાલુ થયું. ક્રિકેટ અને ગીતા વચ્ચેનો અનુબંધ મનમાં જડાઇ ગયો. શું થયું? હું ખેલના મેદાન પર રમવા ગયો. માયા શરૂ? રમતમાં મેં છગ્ગો ફટકાર્યો પણ બોર્ડર પર ફિલ્ડરે કેચ ઝીલી લીધો. મેં પેવિલિયન ભણી ચાલવા માંડ્યું. એક જ ક્ષણમાં અમ્પાયરે ‘નો બોલ’ જાહેર કર્યો અને હું ક્રીઝ પર પાછો ફર્યો! ક્રિકેટની માયા કેવી? આપણી ટીમ જીતે તો ખુશ થવાનું અને હારી જાય તો નિરાશ થવાનું! બે ટીમની રમતમાં રન સરખા થાય તો ટાઇ પડે તેની માયા! વળી સ્ટમ્પ આઉટ, કેચ આઉટ, રન આઉટ અને LBWની માયા! ડીપ મિડ-ઓન પર દ્વેષ નામનો ફીલ્ડર કેચ કરવા ટાંપીને ઊભો છે! એ જ રીતે ડીપ મિડ-ઓફ પર લોભ નામનો ફીલ્ડર આપણો રન રોકવા તત્પર છે!

એ જ રીતે સ્લિપર તરીકે ત્રણ ત્રણ ખેલાડીઓ વત્તા વિકેટકીપર સાક્ષાત્ મોહ બનીને આપણને આઉટ કરવા તત્પર છે! આવી ક્રિકેટમયી માયામાં અમ્પાયરનું કામ કેવું? ગીતામાં બે શબ્દો પ્રયોજાયા છે: 1. ઉપદ્રષ્ટા અને 2. અનુમન્તા. (અધ્યાય 13). બંને શબ્દોમાં અમ્પાયરનો ધર્મ પ્રગટ થાય છે. અમ્પાયર બંને ટીમ પ્રત્યે મધ્યસ્થભાવ રાખીને ઊભો છે. એ રમતને સાક્ષીભાવે નિહાળે છે તેથી ‘ઉપદ્રષ્ટા’ છે. વળી એ આઉટ કે નોટઆઉટનો નિર્ણય કરતી વખતે અનુમતિ આપનારો (અનુમન્તા) છે. આમ અમ્પાયર મોહમાયામાં અટવાતા ધૃતરાષ્ટ્રની નબળાઇ (મામકા-પાંડવા:)થી મુક્ત છે.

સંસારનો ખેલ ક્રિકેટના ખેલથી જુદો નથી. એ ખેલમાં જોડાયેલા મનુષ્યો સાક્ષીભાવે માયાની રમતને નિહાળે તો જીવન સફળ થઇ જાય. માયા તરફથી માયાપતિ તરફ જવાની મથામણ! આવો સુંદર વિચાર મને પથારીમાં પડ્યો હતો ત્યારે પજવી ગયો! માયા એટલે આભાસી વાસ્તવિકતા (વર્ચ્યુઅલ રીઆલિટી).

કોઇએ તમને દગો દીધો? કોઇ સ્વજન તમારા પૈસા લીધા પછી પાછા નથી આપતું? કોઇ તમારી નિંદા કરવામાં નિષ્ઠાવંત જણાય છે? તમારા હૃદયમાં ક્યાંક જખમનું શૂળ છે? અરે! તમે કોઇને અન્યાય કર્યો છે? તમે લોભ-મોહ-સ્વાર્થને કારણે કોઇનું જીવન બરબાદ કર્યું છે? હા, માયા નામની કારભારણ તમને અને મને રાતદિવસ નચાવી રહી છે.

આપણે સવાર-સાંજ નાચમગ્ન છીએ. વચ્ચે વચ્ચે કોઇ ગમતું માણસ મરી જાય છે. આપણે દુ:ખી દુ:ખી! ક્યાંક લગ્ન સમારંભ યોજાય ત્યારે ટેબલે ટેબલે વાનગીઓની માયા! આયુર્વેદની વિચારધારા અને વિજ્ઞાનધારા પ્રમાણે મનુષ્યનું શરીર વાત, પિત્ત અને કફ વચ્ચે જળવાતા સંતુલનની ત્રિગુણાત્મક માયા છે! પાણીપૂરી લલચાવે, મીઠાઇ લલચાવે, ભજિયાં લલચાવે અને ભોજન પછી સુગંધીદાર પાન પણ લલચાવે! રોજ નવી માયાને રોજ નવી લીલા!

શિયાળાની સવારનો તડકો ગમે અને ઉનાળાની બપોરનો તડકો પજવે! વરસાદ ગમે, પણ કાદવ-કીચડ ન ગમે! કારમાં ફરવાનું ગમે, પરંતુ એ અટકી પડે ત્યારે માથાનો દુખાવો! સુખની સોડમાં દુ:ખ અને દુ:ખના કાળજામાં પીડા! સુખ ગમે, દુ:ખ ન ગમે!

હૃદયરોગના હુમલા પછી જીવનનો પ્રત્યેક કલાક મૂલ્યવાન બની જાય એ શક્ય છે. મારા વિદ્વાન મિત્ર ડો. શશિકાંત શાહ મને વારંવાર કહે છે: ‘અમારા કેટલાય કલાકો સાવ નકામા વ્યવહારો સાચવવામાં વેડફાઇ જાય છે, તમારા નથી બગડતા તે બહુ મોટી વાત છે.’

પાઇલટની કરિયર વર્ષોમાં નથી મપાતી, કેટલા કલાકોનું ઉડ્ડયન થયું તે પરથી મપાય છે. ‘Outlook’ના તંત્રી વિનોદ મહેતાએ 72 વર્ષની વયે ‘માયા’ સંકેલી લીધી. ‘Outlook’ મેગેઝિનનો હું પ્રથમ અંકથી વાચક હતો. સદગત વિનોદ મહેતા માત્ર મારા જ નહીં, આપણા પ્રિય એવા વિનોદ ભટ્ટના પણ માનીતા પત્રકાર હતા. એમની ખોટ ખટકે તે પણ માયા! તેઓ સોનિયા ગાંધીના પક્ષકાર હતા એમ કહેવામાં અેમને અન્યાય થશે. તેઓ હિંમતપૂર્વક ટીવી પર પણ કડવી વાતો કોંગ્રેસને કહી શકતા હતા. એમની લેખનશૈલીમાં નિખાલસતાની સુગંધ હતી.

ગીતામાં ત્રિગુણમયી માયાની વાત સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણના સંદર્ભે કરી છે. જીવનના ઘરમાં ત્રણ ઓરડા છે. ક્યારેક આપણે સત્ત્વગુણના, તો ક્યારેક રજોગુણ કે તમોગુણના ઓરડામાં જઇએ છીએ. કોઇ મનુષ્ય કેવળ એક જ ઓરડામાં ચોવીસે કલાક રહી શકતો નથી.મનુષ્યની ઇશ્વરદત્ત અપૂર્ણતા એને સતત નચાવતી રહે છે. નાચતી વખતે એટલી સભાનતા રહે તો બસ છે કે આપણે નાચી રહ્યાં છીએ!

ટીવી સિરિયલ માયાસ્વરૂપા છે. સિરિયલમાં એક પાત્ર ભલું હોય છે અને એક પાત્ર બદમાશ હોય છે. ભલું પાત્ર આપણને ગમે છે અને લુચ્ચું પાત્ર આપણા મનમાં ધિક્કાર જન્માવે છે. પાંચ દિવસ પછી રામનવમી આવશે. સદીઓ વીતી તોય રામનવમી કેમ ઉજવાય છે? રામત્વ શાશ્વત છે તેથી હજી આવનારી સદીઓમાં પણ રામનવમી ઉજવાતી રહેશે. રામમનોહર લોહિયાએ ગાંધીજીને ‘રામના વંશજ કહ્યા હતા. કવિ ઇકબાલે રામને ‘ઇમામે હિંદ’ કહ્યા છે. રામ સંસ્કૃતિ-પુરુષ હતા.

પાઘડીનો વળ છેડે

એક વાર શ્રી રામ અને સીતા પ્રસન્નચિત્તે બેઠાં હતાં ત્યારે એકાએક ત્યાં નારદજી પહોંચી ગયા. રામે દેવર્ષિ નારદનું અભિવાદન કર્યું અને કહ્યું: ‘હે મુનિશ્રેષ્ઠ! અમારા જેવા સંસારી મનુષ્યો માટે આપનું દર્શન દુર્લભ છે. આપનાં દર્શનથી હું કૃતાર્થ થઇ ગયો. મને કહો કે હું આપને માટે કયું કાર્ય કરું.’ રામનાં વચનો સાંભળીને નારદજી બોલ્યા:

હે વિભો!
આપે કહ્યું કે હું સંસારી મનુષ્ય છું.
વાત તો ઠીક છે કારણ કે
સંસારનું મૂળ કારણ ગણાય
તેવી માયા આપની ગૃહિણી છે!
આપ ભગવાન વિષ્ણુ છો
અને જાનકીજી લક્ષ્મી છે.
આપ શિવ છો!
અને જાનકીજી પાર્વતી છે.
આપ બ્રહ્મા છો
અને જાનકીજી સરસ્વતી છે.
આપ સૂર્યદેવ છો!
અને જાનકીજી પ્રભા છે.
આપ સૌના કાલસ્વરૂપ યમ છો
અને સીતા સંયમિની છે.
સંસારમાં જે બધું પુરુષવાચક છે,
તે આપ છો અને જે બધું સ્ત્રીવાચક છે,
તે સીતાજી છે.
નોંધ: ‘અધ્યાત્મરામાયણ’, અયોધ્યાકાંડ. (પ્રથમ સર્ગ, શ્લોક 6થી 19)

ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પ્રથમ ‘સાહિત્ય રત્ન’ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ડો. ગુણવંત શાહને અભિનંદન

ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પ્રથમ ‘સાહિત્ય રત્ન’ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ડો. ગુણવંત શાહને અભિનંદન

Gunvant Shah- sahity ratna

ગત સોમવાર,તારીખ ૧૬ મી મેં,૨૦૧૬ ના રોજ અમદાવાદમાં ટાગોર હોલ,પાલડી ખાતે ગુજરાતના જાણીતા ચિંતક,લેખક અને સાહિત્યકાર શ્રી ગુણવંત શાહને આદરણીય શ્રી.મોરારિ બાપુના વરદ હસ્તે ગુજરાત સાહિત્ય અકાદમી નો પ્રથમ “સાહિત્ય રત્ન” એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.સમારંભના અધ્યક્ષ સ્થાને ગુજરાતના મુખ્ય શ્રીમતી આનંદીબેન ઉપસ્થિત રહ્યા હતા.

ચિંતક ડો.ગુણવંત શાહને સાહિત્ય ક્ષેત્રે તેમના પ્રદાન બદલ પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થયો છે.આ અગાઉ એમને રણજિતરામ ચંદ્રક,ગુજરાત સાહિત્ય અકાદમીના પાંચ એવોર્ડ,ગુજરાતી સાહિત્ય પરિષદના ચાર એવોર્ડ પણ એનાયત થયેલા છે.

આપણા પુરાતન વારસા સમાં ઉપનિષદ,રામાયણ ,મહાભારત,બુદ્ધ ,મહાવીર કે શ્રીકૃષ્ણ પરના એમનાં પુસ્તકો મારફતે ડો.શાહે એમની ચિંતક તરીકેની પહેચાન કરાવી દીધી છે.

નાઈલને કિનારે કેરોમાં વસતા નેટ પરના વેપારી અને મૂળ અમદાવાદના વતની મિત્ર શ્રી મુર્તઝા પટેલ કે જેઓ હાલ અમદાવાદમાં હોઈ એમના પ્રિય મુ. ગુણવંતદાદાને સાહિત્ય અકાદમી તરફથી ‘સાહિત્ય રત્ન’નો પ્રથમ એવોર્ડ મળ્યો એ સમારંભમાં હાજર રહ્યા હતા.

સોમવારની સાંજ સુધારી દેનાર આ મહેફિલની યાદગાર મીનીટોની મિનીટ્સ (અહેવાલ) મુર્તઝાભાઈ એ એમની આગવી સ્ટાઈલમાં ફેસ બુક પેજ પર મૂકી છે એને સાભાર નીચે પ્રસ્તુત છે.

જે જગ્યા પર મુ. ગુણવંતભાઈ શાહ અને પૂ. અને પ્રિય મોરારિબાપુ એક મંચ પર ભેગા થાય અને એમાંય ભાગ્યેશભાઈ જ્હાનું ઈંટ્રો-વક્તવ્યથી શરૂઆત થાય, ને પછી એમાં મંત્રી નાનુભાઈ વાનાણી અને મુખ્ય-બા આનંદીબૂન સાથ પૂરાવે ત્યારે એ મહેફિલમાં મિનીટ્સ નહિ પણ મિઠાશ અને મહેક કેટલી મળે છે એ જોવું જરૂરી બની જાય.

ગઈકાલે મુ. ગુણવંતદાદાને સાહિત્ય અકાદમી તરફથી ‘સાહિત્ય રત્ન’નો જે પ્રથમ એવોર્ડ મળ્યો એ જોઈ દિલ ઝૂમ થઇ ઝૂમે એમાં કોઈ શક નથી.સોમવારની સાંજ સુધરી ગઈ.

‘ગુજરાતીના કોઈ પણ સુપર-ક્વોટની પાછળ ‘ગુણવંત શાહ’ લખી નાખો તોય લેખે લાગે એવું સ્ટેટસ બનાવનારા આ ગુણવંત વ્યક્તિનું યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ (ટાગોર હોલમાં) યોગ્ય વ્યક્તિ-સંત મોરારિબાપુ દ્વારા સન્માન મળવું એ મારી નજરે નેશનલ નોબેલ પુરસ્કાર જ લાગે છે.

કાર્યક્રમ ભલેને એક કલાક મોડો શરુ થયો છતાં પણ એ મોમેન્ટ્સને ભક્તિ-સૂરીલી બનાવી દેનાર દીપ્તિબેનના મસ્ત મજાનાં કંઠે ભર-ગરમીના માહોલમાં દિલ-દિમાગને ઠંડુ કરી નાખ્યું. Hardwar Goswami, Lata Hirani જેવાં કવિ-રત્નોએ પણ ગુણવંતદાદાના ગૂણોને થોડાંમાં પણ મસમોટી ગૂણમાં લાવી શબ્દોથી સૌને નવડાવી દીધાં રે !

“આ એવોર્ડ એટલીસ્ટ હું તો સરકારને પાછો નહિ જ આપું” કહી પ્રોગ્રામને પંચથી શરૂઆત કરી ગુણવંતદાદાએ એમના ‘વાઈબ્રન્ટ વક્તવ્ય’થી વાક્યે વાક્યે જલસો કરાવી દીધો.

અને પ્યારે મોરારિબાપુ તો કશુંયે ન બોલે ને ફક્ત પોડિયમ પાસે આવી ઉભા રહે તો પણ ચાલે. છતાં એમના દિલદારી વ્યક્તિત્વમાંથી નીકળેલા એક-એક ‘વેલ્વેટ વક્તવ્યએ’ સૌના દિલ પર વેક્યુમ-ક્લિનીંગ કરી નાખ્યું. ટૂંકમાં ‘હાર્ટ ગાર્ડન ગાર્ડન થઇ ગયું યાઆઆર !’

ક્યાંકથી પણ આ પ્રોગ્રામની વિડીયો DVD મળે તો જરૂર મેળવી લેજો. કારણકે “આવી મહેફિલ સાચે જ…નસીબદારોને મળે છે.” એમ હું છાતી ઠોકીને કહું છું.Amisha બેન, તમે મને ‘ઇન્વાઇટ્યો’ એ બદલ..સુપર-થેંક્યું.

આ પ્રોગ્રામનો વિડીયો આ રહ્યો…..

Morari Bapu, Gunvant Shah ‘s speeches in Sahitya Ratna award function on May 16, 2016 in Ahmedabad in presence of Gujarat Chief Minister Anandiben Patel as chief Guest.

શમા માસી

શમા માસી
એમનું અસલ નામ શમા હતું કે કોઈ કોઈ ઓર; પણ ગામ આખું એમને શમા માસી કહીને બોલાવતું. એમના પતિ કાયનાત છોડીને અલ્લાહને પ્યારા થઇ ગયેલા. તેમના બેનના ગામમાં શમા રહેવા આવેલી. શમાની બેનનાં છોકરા તેને માસી કહેતા, આથી બધા લોકો એને માસી કહીને જ બોલાવતા. આમ એનું નામ શમા માસી પડી ગયું. તેનો શોહર રહીમ અહી આવીને વસ્યો અને દુકાનનો ધંધો સારો એવો વિકસાવ્યો. તેમને એ પણ ખબર હતી કે ગામ એકદમ છેવાડાનું અને અસુરક્ષિત હતું. ગામનાં લોકોમાં સંપ હતો; સાથ અને સહકારની ભાવના હતી. જો કે એવી ગુણવત્તા રાખવા પાછળનો હેતુ એ પણ હતો કે, ગામમાં કયારેક ઘુસણખોરો હુમલાઓ કરતા રહેતા.
દીકરો પણ કમાવા માટે આરબ દેશમાં રહેતો. ખાધે પીધે સુખી. એમના પતિ રહીમ ચાચા પણ ઘણું બધું છોડીને ગયેલા. આથી શમા માસીને કોઈ કામ કરવાની જરૂર નહોતી. ખુદાતાલાની મહેરબાનીથી પાછલી ઉંમર એશો આરામમાં ગુજારતાં હતા. ચાલીસી વટાવી ગયા છે. પણ એમના ચહેરા પર કે માથા પર કોઈ અંશ એવા નથી કે ચાલીસી વટાવી ગયા હોય તેવું લાગે. મહેલ્લા વાળા બધાં એમને મજાકમાં કહેતા કે
“ માસી, તમે ઘઉં દળાવવા માટે પરદેશ મોકલો છો ? ”
“ ના રે ના ભાઈ, આપણા જુમાને ત્યાંજ તો વળી; જ્યાં તમે બધા જાવ છો. ” ને તેઓ પણ હસવા લાગતા.
તેઓ એટલાં કાચા પણ નહોતા કે સામે વાળો શું કહેવા માંગે છે. જો કે લોકો ખોટા નહોતાં. તેમની સુંદરતા અજોડ હતી.
એમના માટે એવું કહેવાતું કે, વા (પવન) સાથે પણ વાતો કરે એ શમા માસી. કાયમ હસતો ચહેરો અને કોઈની પણ સાથે વાતો કરતા હોય. તેમનો દીકરો સારું કમાતો હોઈ પૈસા મોકલતો. ખુદાતાલા એમના ઉપર ખુબ રહેમ રાહે, એવું માનીને રહેતા. ઘરે હોય તો કુરાન અને બીજા પુસ્તક વાંચતા. છોકરા ખુબ ગમે; વિશેષ તો છોકરીઓ ઉપર વધુ મમત.
શમા માસી, બે ત્રણ દિવસ થી દેખાતા નહોતા.
“ અલી, આ શમા ક્યાંક બહાર ગામ ગઈ લાગે છે ? ” એક વૃદ્ધ માજીએ બીજી બાઈને પૂછ્યું.
“ હા કાકીમાં, મનેય એવુંજ લાગે છે. ”
“ પણ તેમના ઘરે તાળું તો લટકતું નથી ”
” કાકીમાં, એ જમાના ગયા. અને એમનો તો દીકરો પરદેશ રહે છે. પેલું ખટ..ખટ..તાળું મારીને કશે ગયા હશે. ” તેઓ બોલ્યા કે બીજી બે સ્ત્રીઓ આવી ગઈ. અને જોત જોતામાં ઘણા મહેલ્લા વાળા ભેગા થઇ ગયા; શમા માસીને લઈને જ વાતો ચાલતી હતી.
“ ભલે તમે બધા ગમે તે કહેતા હોય પણ મારું મન હજી માનતું નથી કે તેઓ બહાર ગામ ગયા હોય ” એક જૈફ ઉંમરના વ્યક્તિએ કહ્યું.
“ હા, અરે ઘરની બહાર જતા હોય તો પણ હાઉકલી કરતા જાય. ” બીજાએ સાથ પુરાવ્યો.
“ ચાલો માર્કેટમાં જાઉં છું, આવવું હોય તો તૈયાર થઇ જાવ. ” બીજી એક બાઈએ કહ્યું.
મહેલ્લાનું ટોળું તો પોત પોતાના ભાગે આવતું બોલીને વિખેરાઈ ગયું. ટોળામાંથી છૂટી પડીને જેબુન પોતાને ઘરે આવી. છોકરાઓ હજી સ્કુલેથી આવ્યા નહોતા. તેને શમા માસી જોડે ખુબ ફાવતું. નવરી હોય તો એના ઘરે ચાલી જાય. અથવા તો એમને પોતાના ઘરે બોલાવી લેતી. એની પડોસણ નીતુ બેન ઘણી વાર વાતોમાં જોડાતા. જેબુનના મનમાં ચિંતા ઘૂમરાવા લાગી, આથી તેણે નક્કી કર્યું કે નીતુબેન ને લઈને તેમના ઘરે જાય. તેઓ નીતુબેનના ઘરે પહોંચી ગયા.
“ નીતુબેન શું કરો છો ? ” તેમના ઘરમાં જતા જ જેબુને પૂછ્યું.
“ આવો આવો, શું હમણા આખો મહેલ્લો કઈ ભેગો થઇ ગયેલો ? ”
“ એટલે જ તમારી પાસે આવી છું. ”
“ કંઈ ચિંતા જેવું તો નથી ને ? ”
“ ખાસ તો કઈ નથી પણ શમા માસી દેખાતા નથી એને લઈને સૌ ચિંતામાં હતા. ”
“ એ ક્યાં નાના કીકુ હતા કે ચિંતા કરવાની હોય. આવી જશે જ્યાં ગયા હશે ત્યાં ”
“ હું એમ કહેતી કે ચાલો ને એમનાં ઘરે જોઈ આવીએ. ”
“ તમારે કોઈ કામ ધંધો ના હોય તો જાવ બાકી હું તો નવરી નથી…..”
“ શું કહ્યું મમ્મી ? ” રૂમમાંથી બહાર આવતા તેમની પુત્રી રુચા એ પોતાની માં ને પૂછ્યું.
“ જો ને આંટી આવ્યા છે તો શમા માસીને ત્યાં જવાની વાત કરે છે. ”
“ અને તું એમની તપાસ કરવા માટે નવરી નથી….એમ ને ? આજ તો તને મોમ કહેતા પણ મને શરમ આવે છે. ” કહીને રડતી રડતી રુચા રૂમમાં જતી રહી. તેની પાછળ પાછળ જેબુન અને નીતુ પણ ગઈ. બંને એ થઈને ને માંડ માંડ શાંત પાડી. રુચાએ જે વાત કહી તે સંભાળીને ઘરની દીવાલો પણ શમા માસીને વંદન કરવા લાગી.
થોડા દિવસ પહેલા સુર્યાસ્ત બાદ મહેલ્લામાં પાંચ છ ઘુસણખોરો આવી ગયેલા. નીતુ બેન નો પતિ તો આખો દિવસ દુકાન પર હોય. ઘરમાં નીતુબેન અને તેના બે છોકરાઓ ચારુ અને ચિંતન જ હોય. તે દિવસે ચિંતન અને નીતુબેન કોઈ કામે બહાર ગયેલા. ઘરમાં ચારુ એકલી હતી, એનો લાભ લઈને ઘુસણ ખોરો ઘરમાં ઘુસી ગયા. એકે ચપળતાથી ચારુના મોઢે ડૂચો મારી દીધો. બીજા લોકો તેના ઘરમાં બધે દાગીના કે રૂપિયા માટે શોધખોળ કરવા લાગ્યા. આ તો નીતુબેનનું ઘર હતું; પાક્કા ને ચકોર. કોઈને કશું ના મળ્યું એટલે ઘુસણખોરો ગિન્નાયા. ચારુ તો માંડ હજી વયસ્કતાને ઉંબરે પગ મુકીને આગળ વધતી હતી. જે વડો ઘુસણખોર હતો તે બબડ્યો.
“ સાલો ઘરમાં વાસણો સિવાય કશું નથી રાખતો, ઠીક છે આ કુડીને જ લઈલો. ” આ સાંભળીને તો ચારુના મોતિયા મરી ગયા. છૂટવા માટે ધમ પછાડા કરવા લાગી.
“ આને લઇ જઈને શું કરીશું ? ઉલટાની પોલીસ બબાલો વધી જશે. ” કોઈ એક બોલ્યો.
“ તમે લોકો એને છોડી દો પણ હું જરા હાથ……હમ ..? ” ને તેણે ચારુ સામે જોઇને એવા ગંદા ઈશારા કર્યા કે ચારુ તો હેબતાઈ ગઈ. નથી તો એ બુમો પાડી શકતી કે નથી તો ભાગી શકતી. તેની આંખો ઉભરવા લાગી. એજ ટાઈમે શમા માસીએ બારીમાંથી નજર કરી ને બુમ પાડી.
“ અલી નીતુ બેન, ચારુ માટે સેવપાક……” અધ ખુલ્લી બારીમાંથી તેમની નજરે જે દેખાયું તે કમકમાટી ભર્યું હતું.
શમા માસી તો પાછળના દરવાજેથી અંદર ઘુસી ગયા; અને ચારુને છોડાવી. પણ ચારુને છોડાવવા માટે થી પોતાનું શરીર એ હવસખોરને શરણે કરવું પડ્યું.
આ બાબતને લઈને શમા માસી ઘર બહાર નીકળતા નહોતા. ચારુને કસમ આપેલી કે વાત કોઈને ના કરે. પણ પોતાની મોમે વાત કરવા મજબુર બનાવી દીધી.
આજે પણ દર વર્ષે મહેલ્લામાં આવીને ચારુ, શમા માસીના ફોટા પર હાર પહેરાવીને ઋણ અદા કરે છે.

મનની શાન્તી કઈ રીતે મળે ? –યાસીન દલાલ

મનની શાન્તી કઈ રીતે મળે ?

–યાસીન દલાલ
હમણાં હમણાં અધ્યાત્મ અને આધ્યાત્મીકતા, એ બે શબ્દો વારમ્વાર કાને અથડાય છે. ઠેરઠેર જાતજાતની અધ્યાત્મીક શીબીરો યોજાઈ રહી છે અને એમાં સેંકડો લોકો ભાગ લે છે. આત્માની ઉન્નતી અને મનની શાન્તી માટે લોકો જાણે એકાએક તલપાપડ બની ગયા છે. કેટલીક શીબીરોમાં તો કૉલેજના અભ્યાસના જે ત્રણ–ચાર તબક્કા હોય અને પહેલાં સ્નાતક અને પછી અનુસ્નાતકની ડીગ્રી મળે, એમ આત્માની ઉન્નતીના પણ તબક્કા પાડવામાં આવે છે અને એક શીબીર પુરી કર્યા બાદ બીજી ઉંચી કક્ષાની શીબીર યોજાય છે. આવા આધ્યાત્મીક સંવાદના અંગ્રેજી નામો અપાય છે અને એના વીષયે લોકો જાતજાતની વાતો સાંભળીને ‘ઈન્સ્ટન્ટ રીલીફ’ માટે એમાં જોડાવા ઉત્સુક બની જાય છે. પ્રશ્ન એ થાય કે, આ અધ્યાત્મ એ વાસ્તવમાં શું છે ? વીનોબા ભાવેએ એકવાર કહ્યું હતું, ‘આ વાતને જરા ઉંડાણથી સમજી લેવાની જરુર છે અને તેમાંયે હીન્દુસ્તાનમાં તો ખાસ. કેમકે અહીં અધ્યાત્મ વીશે જાતજાતના ખ્યાલો દૃઢ થઈ ગયેલા છે.’
અધ્યાત્મની વાત આવે એટલે તરત ધ્યાનની વાત આવે. વળી પ્રશ્ન થાય કે ધ્યાન એટલે શું ? વીનોબા ભાવેનો જ વીચાર જોઈએ, ‘એકવાર એક ભાઈએ મને કહ્યું કે, હું આધ્યાત્મીક માર્ગે આગળ વધવા માંગું છું, એટલા વાસ્તે હમણાં બસ ધ્યાન કરી રહ્યો છું. મેં એમને કહ્યું કે, ધ્યાનનો અધ્યાત્મ સાથે કોઈ ખાસ સમ્બન્ધ છે એવું હું નથી માનતો. કર્મ એક શક્તી છે, જે સારા–ખરાબ સ્વાર્થ, સારા–ખરાબ પરાર્થ અને પરમાર્થ એમ પાંચમાંથી કોઈપણ કામમાં આવી શકે છે. એવી જ રીતે ધ્યાન પણ એક શક્તી છે, જે આવાં પાંચેય કામોમાં આવી શકે છે. જેમ કર્મ સ્વયમેવ કોઈ આધ્યાત્મીક શક્તી નથી, એમ ધ્યાન પણ સ્વયમેવ કોઈ આધ્યાત્મીક શક્તી નથી.’
પણ, આપણે તો આ કહેવાતા ધ્યાનને આધ્યાત્મીકતા સાથે એવું જોડી દીધું કે બન્ને એકબીજાના પર્યાય જેવા બની ગયા. ગામેગામ ધ્યાનશીબીરો યોજાવા લાગી. જો ધ્યાન જ ધરવાનું હોય તો એની શીબીરમાં જવાની શી જરુર છે ? ઘરેબેઠાં પણ એ કરી શકાય ! મનની એકાગ્રતા કે શાન્તચીત્તે, મનને કેન્દ્રીત કરીને શુદ્ધ કરવાની પ્રક્રીયાને ધ્યાન ગણીએ તો એ વ્યક્તી પોતે પણ આપમેળે કરી શકે છે.
આજનો સરેરાશ નાગરીક સતત બેચેની અને અજમ્પો અનુભવે છે. આ અજમ્પાનાં કારણો અનેક હોઈ શકે. કોઈને નોકરીમાં મજા આવતી નથી. કોઈને ધંધો ફાવતો નથી. કોઈને ઘરમાં પત્ની સાથે મેળ પડતો નથી, તો કોઈને સન્તાનો સાથે અન્તર પડી જાય છે. કોઈ રાજકારણી તો વળી ઈચ્છીત પદ કે હોદ્દો ન મળે એનાથી બેચેન થઈ જાય છે. મનગમતો મીત્ર કે મનગમતું પ્રેમપાત્ર ન મળે એ પણ અજમ્પાનું મોટું કારણ હોઈ શકે. આવા લોકો બેચેનીનો ઈલાજ પોતે શોધી શકતા નથી અને પરીણામે આધ્યાત્મીક ગુરુઓને ચરણે જઈને આળોટે છે. આટલી મોટી સંખ્યામાં મનની શાન્તીની માંગ હોય તો પુરવઠો પણ મોટો જ હોવો જોઈએ. પરીણામે આજે તો ધર્મ અને અધ્યાત્મ પણ ધંધો બની ગયા છે. જાતજાતના ગુરુઓ જાતજાતની શીબીરો ગોઠવે છે અને જાતજાતના નુસખાનો પ્રચાર કરે છે. મારા એક મીત્ર એવા છે જેનો ક્યાંય પત્તો ન લાગે તો આવી એકાદ શીબીરમાંથી એ જરુર મળી આવે! પણ, આટલી બધી શીબીરોમાં ગયા પછી એમનો માનસીક અજમ્પો હતો ત્યાં ને ત્યાં જ છે. ઘણા લોકોને પોતાની મુશ્કેલીઓનું કાળજીપુર્વક જતન કરીને ઉછેરવાની ટેવ હોય છે. આવી રીતે જ્યાં ત્યાં મનની શાન્તી માટે ભટકવાથી એ મળી જતી નથી. ઉલટું, મનના ગુંચવાડામાં વધારો જ કરે છે.
આપણે કદાચ કર્મ તરફથી ફંટાવા માટે અકર્મણ્યતાને અધ્યાત્મ કે ધ્યાનનું રુપાળું નામ આપી દીધું છે.કોઈપણ કામ કરવું હોય તો શરીર અને મન બન્નેને કષ્ટ આપવું પડે છે. કારખાનામાં કોઈ માણસ મશીન પર બેઠો હોય તો એણે મશીનના જુદા જુદા ભાગો તરફ નજર કરવી પડે, પોતાનો હાથ મશીનમાં આવી ન જાય એની કાળજી રાખવી પડે અને મશીનમાં જે વસ્તુ તૈયાર થતી હોય એ બરોબર થઈ રહી છે કે નહીં એ પણ જોવું પડે. આમ, તન અને મન બન્નેને કાર્યરત રાખવાં પડે. ઑફીસમાં કામ કરવું હોય તો પણ વહીવટની બાબતમાં પણ અનેક મુદ્દાઓ તરફ ધ્યાન આપવું પડે. સન્દર્ભો જોવા પડે, કોઈને પત્રનો જવાબ આપવો હોય તો પણ જે પત્રનો જવાબ આપવાનો છે, એના સન્દર્ભ નંબર ટાંકવા પડે, એનો વીષય અને એની વીગત જોઈ જવી પડે, કવર બનાવવું પડે, એની ઉપર ટીકીટ ચોંટાડવી પડે. આ બધાં કામો કરવામાં જેને આળસ થતી હોય અને કોઈપણ કામ કરવામાં જ મન ન ચોંટતું હોય તો આસાન રસ્તો આધ્યાત્મીક બની જવાનો છે.નીષ્ક્રીય બનીને ધાર્મીક દૃષ્ટાન્ત કથાઓ સાંભળ્યા કરવી અને આંખો મીંચીને ધ્યાન ધરતા રહેવું, એમાં આપણને જીવનની સાર્થકતા દેખાય છે અને ખેતરમાં કામ કરવું, રસ્તા બનાવવા, ઘરને સાફ કરવું એ બધામાં આળસ થાય છે. વીનોબા નાના હતા ત્યારે ખેતરમાં કોદાળી ચલાવતા, કાંતણ, વણાટની સાથે રસોઈ કરતા અને ઘરમાં દીવાલ રંગવાનું કામ પણ કરતા. વીનોબાજી લખે છે ; ‘પણ, એ બધાં કામ કરતી વખતે મારી એ જ ભાવના હતી કે, હું ઉપાસના કરી રહ્યો છું…’ આમ, જીવનમાં ઘરના, ઑફીસના નાનાં–મોટાં કામ કરવાને વીનોબા જેવા લોકો ‘ઉપાસના’નો દરજ્જો આપે છે, ત્યારે આપણે આવાં કામોને તુચ્છ ગણી, એમાં નાનમ અનુભવીને આપણી એ આળસ કે અભીમાનને છુપાવવા માટે કહેવાતી આધ્યાત્મીકતા અપનાવી લઈએ છીએ. વીનોબા ચરખો કાંતવાને કે ખેતરમાં કામ કરવાને ‘આધ્યાત્મીક કર્મ’ કહે છે.
આપણું જીવન બહુ સંકુલ છે. જીન્દગી એટલે બે અને બે ચારનો સરવાળો નથી. જીવનની ગાડીમાં ઘણા ફાંટા આવે છે. જીવન ગુંચવાડા ભર્યું છે. આ ગુંચવાડામાંથી માર્ગ કાઢવા માટે આત્મવીશ્વાસ અને દૃઢ મનોબળ જેવી કોઈ બીજી દવા નથી. પણ, દર્દીને ખબર જ નથી કે એને શો રોગ થયો છે, પરીણામે રસ્તા પર બેઠેલા ઉંટવૈદો એને ભરમાવે છે. ધર્મને નામે, અધ્યાત્મને નામે, ત્યાગ અને બલીદાનને નામે, મોક્ષને નામે એને અવળે રસ્તે ચડાવે છે. એક ભાઈ એક મનોવીજ્ઞાની ડૉક્ટર પાસે ગયા. ફરીયાદ એ હતી કે, આખો દીવસ ખોટા વીચારો આવે છે, મનને શાન્તી મળતી નથી, મન ભટકે છે, ઉંઘમાં સપનાં આવે છે. ડૉક્ટરે પુછ્યું કે, ‘કામ શું કરો છો?’ ત્યારે ખબર પડી કે કોઈ સરકારી ખાતામાં નોકરી કરે છે. ડૉક્ટરે પુછ્યું, ‘અત્યારે તો તમારી નોકરીનો સમય છે; તો પછી અહીં કઈ રીતે આવ્યા?’ જવાબ મળ્યો, ‘સરકારી નોકરી છે. સમયસર જવું જરુરી નથી. ન જઈએ તો કોઈ પુછતું નથી. ઑફીસમાં બધા આમ જ કરે છે.’ ડૉક્ટરને જવાબ મળી ગયો. એણે કહ્યું, ‘તમે ઑફીસમાં બરોબર હાજરી આપો. તમારી ફરજ પુરી નીષ્ઠાથી બજાવો. અરજદારોના કામ પતાવો. આવા એક અરજદારનું કામ તત્પરતાથી પતાવ્યા પછી જે માનસીક સન્તોષ મળશે એ જ તમારી દવા છે. પછી તમારું મન ક્યાંય નહીં ભટકે…’
ઉર્દુમાં એક સરસ શેર છે, ‘કભી કીસી કો મુકમ્મીલ જહાં નહીં મીલતા, કહીં જમીં તો કહીં આસમાં નહીં મીલતા’… દરેક માણસને એની ઈચ્છીત વસ્તુ મળી જતી નથી. દરેકના જીવનમાં કશુંક ખુટે છે એ જ આપણે મેળવવું છે. અધુરપ પુરવાની આ ઝંખનામાં માણસ મનની સમતુલા ગુમાવી બેસે છે અને પછી અહીંતહીં ભટકવા માંડે છે. કહેવાતા ‘ગુરુઓ’ આવા ગુમરાહ લોકોની જ રાહ જોતા હોય છે. કોઈ મઠ કે આશ્રમમાં લઈ જઈને એમને આધ્યાત્મીકતાનાં ઈંજેક્શન આપવાનું શરુ થઈ જાય છે. આવા ગુમરાહ લોકોમાં આજકાલ બહુ પૈસાદાર લોકો વધુ જોવા મળે છે. સાચાખોટા માર્ગે પૈસો ખુબ બનાવી લીધો, પણ પછી અન્દરનો ખાલીપો ખખડવા માંડે ત્યારે સમજાય છે કે પૈસો એ પરમેશ્વર નથી. ગુજરાતીઓ પાસે પૈસો વધી ગયો એટલે આધ્યાત્મીકતાની દુકાનોમાં એમની ઘરાકી વધી ગઈ છે. આવા લોકો કોઈ ગુરુ પાસે દોડી જવાને બદલે થોડો સમય પોતાની જાત સાથે સંવાદ કરેતો ઘણા પ્રશ્નોના જવાબો આપોઆપ જ મળી જાય.
ધર્મ અને અધ્યાત્મની વ્યાખ્યા જ બદલવી પડે એવો માહોલ સર્જાયો છે. વ્યવસાયમાં છેતરપીંડી ન કરે, કરચોરી ન કરે, ભેળસેળ ન કરે એવા વેપારીને દર્દીને લુંટે નહીં એવા ડૉક્ટરોને કે ઑફીસમાં આવેલ ફરીયાદીનું અપમાન ન કરે એવા સરકારી કર્મચારીને હવે આધ્યાત્મીક કહેવો પડશે. આપણા એક ચીન્તક તો એવું કહી ગયા કે મનને એટલી હદે એકાગ્ર કરી નાખવું કે એ વીચારહીન સ્થીતીમાં આવી જાય! વીચાર જ જતા રહે અને માણસ વીચારહીન બની જાય તો એના જીવનનો શો અર્થ? પછી તો જીવનની દરેક પ્રવૃત્તી જ નીરર્થક બની રહે ! પણ, આપણે ત્યાં એવો ખોટો ખ્યાલ ઘુસી ગયો છે કે કામ તો સંસારની હાયવોય જેને હોય એ કરે, અને એ હાયવોય છોડીને આંખો મીંચીને બેઠો રહે એ માણસ આધ્યાત્મીક કહેવાય. કેટલાક માણસો એકસાથે અનેક ચીજો તરફ ધ્યાન આપી શકતા હોય છે અને સફળતાપુર્વક આપી શકતા હોય છે. આવા માણસોને એકાગ્ર બનીને એક જ મુદ્દા પર ચીત્તને કેન્દ્રીત કરવાની જરુર જ નથી. આવી તીક્ષ્ણ બુદ્ધી વીકસાવી શકાય છે. સફળ ઉદ્યોગપતી કે સફળ વહીવટકર્તામાં આ ગુણ હોય છે.
આપણને આજે સૌથી વધુ જરુર ઉત્પાદકતા અને શ્રમની છે. એ ભુલીને આપણે આળસ અને અકર્મણ્યતા ઉપર પડી ગયા છીએ. આધ્યાત્મીકને જો ચીન્તન અને મનન ગણીએ તો એ માણસ માટે જરુરી છે. માણસના જીવનમાં કોઈ ધ્યેય હોવું જોઈએ, કોઈ ફીલસુફી હોવી જોઈએ. વીશ્વના શ્રેષ્ઠ વીચારકોનું ચીન્તન એણે ભણવું જ જોઈએ. પોતાના જીવનમાં પ્રગતી અને સફળતામાં એ ખુબ ઉપયોગી અને માર્ગદર્શક બની શકે. પણ,આધ્યાત્મીકતાને નામે આત્મા, પરમાત્મા અને સ્વર્ગ-નર્ક જેવી અગમ્ય બાબતોમાં એ પડી જાય તો એ માણસ પછી કામ કરતો જ બંધ થઈ જશે અને પરાવલમ્બી બની જશે. આર્થીક ઉન્નતી માટે સાહસ અને કુશળતા જોઈએ અને સખત પરીશ્રમ જોઈએ. જે માણસ જીવનને મીથ્યા માનશે એની મહત્ત્વાકાંક્ષા મરી જશે અને એ કામ કરવા જ નહીં પ્રેરાય. માણસમાં મહત્ત્વાકાંક્ષા હશે તો એ પુરી કરવા માટે મથશે. પણ જો અગમનીગમની માયાજાળમાં પડી જશે તો જીવનમાં એને રસ જ નહીં રહે. માણસ બધું મેળવ્યા પછી સાદાઈ અપનાવે એ એક વાત છે અને પોતાની પાસે કંઈ હોય જ નહીં એટલે સાદાઈ અપનાવવી પડે એ બીજી જ વાત છે. જે માણસની પાસે વીચારનો આન્તરીક વૈભવ છે, એણે મનની શાન્તીની શોધમાં અહીંતહીં ભટકવું પડતું નથી.
–યાસીન દલાલ

લોક ગીતોની ગાયિકા પદ્મ શ્રી દિવાળીબેન ભીલનું નિધન- શ્રધાંજલિ

લોક ગીતોની ગાયિકા પદ્મ શ્રી દિવાળીબેન ભીલનું નિધન- શ્રધાંજલિ

જેસલ તોરલ ગુજરાતી ફિલ્મનું ભજન ‘પાપ તારૂં પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ, “હું તો કાગળિયા લખી લખી થાકી “તેમજ “મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે’ જેવાં લોક જીભે રમતાં લોક ગીતો અને ભજનોથી ઘર ઘરમાં જાણીતાં બનેલ લોક ગાયિકા પદ્મ શ્રી દિવાળીબેન ભીલ હવે આપણે વચ્ચે રહ્યાં નથી.

લંડન,ફ્રાન્સ,અમેરિકા,ન્યુઝીલેન્ડ,કરાંચી જેવા ૧૫ દેશોમાં અનેક કાર્યક્રમો રજુ કરીને દિવાળીબેનએ  આંતર દેશીય નામના પ્રાપ્ત કરી હતી.દિવાળી બેને ઘણાં ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્ચ ગાયીકા તરીકે પણ ગીતો ગાએલાં છે.

ભારત સરકારનો પદ્મશ્રી એવોર્ડ,વાયબ્રન્ટ ગુજરાતનો એવોર્ડ વી. પ્રાપ્ત કર્યા હતા.તેઓએ એક વાર કહ્યું હતું કે “મારા ઘરની આખી ભીંત એવોર્ડ અને માનદપત્રકોથી ભરાઇ ગઇ છે.”

દિવાળીબેન પુંજાભાઇ ભીલ અથવા દિવાળીબેન પુંજાભાઇ લાઠીયાનો જન્મ અમરેલી જિલ્લાનાં ધારી તાલુકાનાં દલખાણિયા ગામે જૂન ૨, ૧૯૪૩ ના રોજ થયો હતો અને તેમનું અવસાન ૧૯ મે ૨૦૧૬ના રોજ ના રોજ લાંબી બિમારીને કારણે ૭૩ વર્ષની ઉંમરે થયું હતું.

દિવાળીબેનનાં પિતા પુંજાભાઇ રેલ્વેમાં નોકરી કરતા હતા જ્યારે માતા મોંઘીબેન ગૃહિણી હતા. દિવાળીબેન નવ વર્ષના હતા ત્યારે તેમનાં પિતાને જૂનાગઢ રેલ્વેમાં નોકરી મળતાં તેમનો પરિવાર જૂનાગઢ આવીને વસ્યો.પુંજાભાઇએ જૂનાગઢ આવી પુત્રી દિવાળીબેનને રાજકોટ પરણાવ્યા હતા. પરંતુ પુંજાભાઇને વેવાઇ સાથે વાંધો પડતાં દિવાળીબેનનાં લગ્ન તોડી નાખ્યા હતાં. દિવાળીબેન માત્ર બે દિવસ સાસરે રહ્યાં પછી પિયર પરત આવી ગયાં.

દિવાળીબેનના જીવનની આવી સીલ સીલાબદ્ધ વિગતો દિવ્ય ભાસ્કર. ૧૯ મે ૨૦૧૬ ના અંકમાં એમનાં ચિત્રો સાથે આપવામાં આવી છે એને નીચેના ચિત્ર પર ક્લિક કરીને વાંચો.

Diwaliben Bhil
Diwaliben Bhil

ગુજરાતનાં મુખ્યમંત્રી  આનંદીબહેન પટેલે આ સુપ્રસિદ્ધ લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબહેન ભીલનાં દુ:ખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્તિ કરી શોકાંજલી પાઠવતાં જણાવ્યું હતું :

“ગુજરાતી લોકસંગીત અને સાહસ-શૌર્યગાથા-ભજનો-લોકગીતોને પોતાના કંઠનાં કામણથી ઘરે ઘરે ગુંજતા કરનારા દિવાળીબહેનની વિદાયથી એક વરિષ્ઠ, પરિપક્વ અને લોકગાયિકાની ખોટ ગુજરાતી સંગીત જગતને પડી છે.”

નીચેના ઓડિયો-વિડીયોમાં સ્વ. દિવાળીબેનએ ગાયેલાં કેટલાંક ગુજરાતી લોક ગીતો અને ભજનો પ્રસ્તુત કરીને વિનોદ વિહાર ની આ પોસ્ટ મારફતે એમને હાર્દિક શ્રધાંજલિ આપીએ.

પાપ તારુ પ્રકાશ જાડેજા-ગુજરાતી ફિલ્મી ગીત
[ફિલ્મ-જેસલ તોરલ ]

 રામના બાણ વાગ્યા

કોયલ બેઠી આંબલીયા ડાળ — લગ્ન ગીત
Lagan Geet Koyal Bethi Aambaliyani Daal- Marriage Song 

  ઓધાજી મારા વાલાને વઢીને કહેજો રે …

હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
હે મનાવી લેજો રે
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લેજો જી
મથુરાના રાજા થ્યા છો
ગોવાળોને ભૂલી ગ્યા છો
માનીતી ને ભૂલી ગ્યા છો
એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી
એકવાર ગોકૂળ આવો
માતાજી ને મ્હોં લેખાવો
ગાયો ને હંભારી જાઓ રે
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લેજો જી
મારા વ્હાલાને વઢીને કે’જો જી
વ્હાલાની મરજીમાં રહેશું
જે કહેશે તે લાવી દેશું
કુબજા ને પટરાણી કેશું રે
એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી
તમે છો ભક્તોના તારણ
એવી અમને હૈયા ધારણ
હે ગુણ ગાય ભગો ચારણ
એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી
સરખી સાહેલી સાથે
કાગળ લખ્યો મારા હાથે
વાંચ્યો નહીં મારા નાથે
એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો રે
મથુરાને મારગ જાતા
લૂંટી તમે માખણ ખાતા
તોડ્યા કેમ જુના નાતા રે
એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો રે

દિવાળીબેન ભીલનાં આવાં બીજાં ઘણાં લોક ગીતો, ભજનો, લગ્ન ગીતો વી

યુ-ટ્યુબની આ લીંક પર ક્લિક કરીને   સાંભળી શકાશે.

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી