Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

23 June 2016

Maaaa...

ભેટ …. પ્રેરક વાર્તા ….. ડૉ. આઈ. કે. વીજળીવાળા


 ભેટ …. પ્રેરક વાર્તા ….. ડૉ. આઈ. કે. વીજળીવાળા

એ ભણવામાં ખૂબ જ હોંશિયાર એવો અતિશ્રીમંત ઘરનો એક નવયુવક,કૉલેજના અંતિમ વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. છોકરો પણ ભણવામાં ખૂબ તેજસ્વી હતો. 

એક દિવસ જમવાના ટેબલ પર થતી વાતચીત દરમિયાન એના પિતાએ પૂછયું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે ?એના જવાબમાં દીકરાએ જવાબ આપ્યો કે ખૂબ જ સરસ અને કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવી જાય તો પણ નવાઈ નહીં.બાપ આ સાંભળીને ખૂબ ખુશ થયો. થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે, ‘પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણા શૉરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટસ કાર મને ભેટમાં આપશો ખરા ?’

બાપે હા પાડી. એના માટે તો આવી કારની ખરીદી એ રમતવાત હતી. પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો. એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી.એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો.મહેનતુ અને હોશિયાર તો એ હતો જ.એ ઉપરાંત એણે સાચા અર્થમાં તનતોડ મહેનત શરૂ કરી દીધી. રોજ કૉલેજથી આવતાં જતાં એ પેલા શૉ-રૂમ પાસે ઊભો રહી હોન્ડા-સ્પૉર્ટસ-કારને બે ક્ષણ જોઈ લેતો. થોડા દિવસો પછી જ આ કારના સ્ટિયરિંગ પર પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચારમાત્ર એને રોમાંચિત કરી દેતો. એણે આ અંગે પોતાના મિત્રોને પણ વાત કરી રાખી હતી. 

ધારણા પ્રમાણે જ એની પરીક્ષા ખૂબ જ સરસ રહી.યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે એવી જાણ થતાં જ એણે કૉલેજ પરથી પોતાના પિતાને ફોન કરી દીધો.પોતાની ભેટની વાત પણ યાદ કરાવી દીધી.પછી એ ઘરે જવા નીકળ્યો. જેમ જેમ ઘર નજીક આવતું ગયું તેમ તેમ એના ધબકારા વધવા લાગ્યા.પોતાના આંગણામાં ગોઠવાયેલી સ્પૉર્ટસ કાર કેવી સરસ લાગતી હશે એની કલ્પના કરતો એ ઘરે પહોંચ્યો.કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને આંગણામાં એણે નજર નાખી,પણ પેલી કાર ક્યાંય દેખાઈ નહીં.એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો.કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ વિચારીને એ ઘરમાં દાખલ થયો.નોકરે એને આવીને કહ્યું કે શેઠ સાહેબ એમના રૂમમાં એના આવવાની રાહ જુએ છે.દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો.એના પિતાજી જાણે એના આવવાની રાહ જ જોઈ રહ્યા હોય તેવું લાગ્યું.એના આવતાં જ એમણે ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો.અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે તાગડધિન્ના કરવાને બદલે દિલ દઈને ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એવું પણ કહ્યું.પછી સુંદર કાગળમાં વીંટાળેલું એક નાનકડું બૉક્સ એને આપીને કહ્યું ; ‘દીકરા, આમ જ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે. આ લે તારા માટે મારા તરફથી ઉત્તમ ભેટ !’ એટલું કહી બૉક્સ દીકરાના હાથમાં આપી તેઓ પોતાના કામે જવા નીકળી ગયા. 

પિતાના ગયા પછી દીકરાએ બૉક્સ ખોલ્યું.જોયું તો એમાં પાકા પૂઠાંવાળું સોનેરી અક્ષરોથી લખાયેલું બાઈબલ હતું.બાઈબલ બંને હાથમાં પકડીને એ થોડી વાર એની સામે જોઈ રહ્યો.એને અત્યંત ગુસ્સો આવ્યો.બાઈબલ એમ જ ટેબલ પર મૂકીને એ વિચારમાં પડી ગયો.ઘરમાં અઢળક પૈસો હોવા છતાં પોતાની એક જ માગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો એ વાત એને હાડોહાડ કોરી ખાતી હતી.સ્પોર્ટસ કાર અપાવવાની હા પાડ્યા પછી પણ પિતાનો જીવ ન ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું.એ પોતે પણ સ્વમાની હતો. એટલે બીજી વખત પિતા પાસે માગવાનો કે એમને યાદ અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા થતો.ઘણો વખત વિચાર કર્યા પછી એણે કાગળ લીધો.એમાં ટૂકમાં એટલું જ લખ્યું કે, ‘પૂજ્ય પિતાજી, સ્પૉર્ટસ કારને બદલે બાઈબલ આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એમ માનું છું.પણ મારે સ્પૉર્ટસકાર જોઈતી હતી. હું ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં છું તે નહીં કહું. જ્યારે તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ હવે તમને મોં બતાવીશ. એ જ… પ્રણામ.’ 

ચિઠ્ઠી બાઈબલના બૉક્સ પર મૂકી એ ઘરેથી નીકળી ગયો.નોકરોએ એને પાછો વાળવાની અને ક્યાં જઈ રહ્યો છે એ જાણવાની ખૂબ કોશિશ કરી જોઈ, પરંતુ વ્યર્થ ! કોઈને કંઈ પણ કહ્યા વિના એ જતો રહ્યો. 

વરસો વીતી ગયાં.યુવકનાં નસીબ ખૂબ સારાં હતાં.મહેનતુ અને હોશિયાર તો એ હતો જ એટલે એણે જે બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને અણધારી સફળતા મળી અને એ અતિશ્રીમંત બની ગયો.સુંદર મજાનું ઘર બનાવી એણે લગ્ન પણ કરી લીધાં.વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ પિતા યાદ આવી જતા.પરંતુ એ પ્રેમાળ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને તરત જ દેખાતો.માતાના મૃત્યુ પછી પોતે આટલા વરસમાં એક સ્પોર્ટસ-કાર જ માગી અને અઢળક પૈસો હોવા છતાં એના પિતાએ કારને બદલે સુફિયાણી ફિલૉસૉફી ઝાડવા ફકત બાઈબલ જ આપ્યું, એ યાદ આવતાં જ એનું મન કડવાશથી ભરાઈ જતું. 

પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી.હવે તો એ ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે.કંઈ નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ.વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ શાતા વળતી હોય છે. પિતા સાથે ફોન પર વાત કરવાની એને અતિતીવ્ર ઈચ્છા થઈ આવી. આમેય સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને એમ થાય કે, ‘અરે ! આવા નાના અને વાહિયાત કારણ માટે આપણે આટલા બધા ગુસ્સે થયા હતા ?!’ આવું જ કંઈક એ યુવાનની સાથે બની રહ્યું હતું. એણે ફોન લઈ પોતાના ઘરનો નંબર ઘુમાવ્યો. સામા છેડે જ્યારે કોઈએ ફોન ઊંચક્યો ત્યારે તો એના ધબકારા ખૂબ વધી ગયા હતા. પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢવ સાથે એણે ‘હેલો !’ કહ્યું. પણ એને નિરાશા સાંપડી. સામા છેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર હતો. 

નોકરે કહ્યું કે : ‘શેઠ સાહેબ તો અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા. તમે પોતાનું સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ શી રીતે કરી શકાય ?પણ મરતાં સુધી તમને યાદ કરીને રડતા હતા.એમણે કહેલું કે તમારો ફોન ક્યારેય પણ આવે તો તમને બધો કારોબાર સંભાળવા બોલાવી લેવા.એટલે તમે આવી જાવ !’ પેલા યુવક પર તો જાણે વજ્રઘાત થયો.પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શકાયું એ વાતની વેદનાએ એના હૈયાને વલોવી નાખ્યું.પણ હવે શું થાય ?પોતાના ઘરે પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન તરફ પ્રયાણ કર્યું. 

ઘરે આવીને સીધો જ એ પોતાના પિતાના રૂમમાં ગયો. એમની છબી સામે ઊભા રહેતાં જ એની આંખો વરસી પડી. થોડી વાર આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો.પછી પોતાના રૂમમાં આવ્યો. એની બધી જ વસ્તુઓ બરાબર અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. પિતાજી ચોખ્ખાઈ અને સુઘડતાના ખૂબ જ આગ્રહી હતા,એ બરાબર દેખાઈ આવતું હતું.એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ સોનેરી અક્ષરવાળા બાઈબલ પર પડી, આ એ જ બાઈબલ હતું જેના કારણે એણે ઘર છોડ્યું હતું. એના મનમાંથી પિતાજી માટેની બધી જ કડવાશ ગાયબ થઈ ગઈ હતી. એણે બાઈબલ હાથમાં લઈ ખોલ્યું. પ્રથમ પાના પર જ એના પિતાએ લખ્યું હતું:

‘હે ભગવાન ! મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મને શિખવાડજે. એણે માગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ આપી શકું એવું કરજે.’ 

એ યુવકને આજે પોતાના પિતાએ લખેલ આ શબ્દો બાઈબલના શબ્દો જેટલા જ મહાન લાગ્યા.એ શબ્દોને ચૂમવા એણે બાઈબલને હોઠે લગાડ્યું.એ જ વખતે એનાં પાનાંઓ વચ્ચે ક્યાંક છુપાયેલ એક નાનકડું કવર નીચે જમીન પર પડ્યું. પેલા યુવાને એ કવર ખોલ્યું. એમાં હોન્ડા સ્પૉર્ટસ-કારની ચાવી અને સંપૂર્ણ ચૂકતે લખેલું પેલા શૉ-રૂમનું બિલ હતું.એના પર તારીખ હતી :એ પ્રથમ નંબરે પાસ થઈને આવ્યો હતો એ જ દિવસની….! 

કંઈ કેટલીય વાર સુધી એ નીચે બેસી રહ્યો.પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યો.ધ્રુસકે ધ્રુસકે.એ પછી કલાકો સુધી સૂનમૂન બની એ પોતાના પિતાજીની છબી સામે જોતો રહ્યો.  

ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એ તો કેવું ? વડીલો તો ઠીક, ભગવાન તરફથી જુદી જુદી રીતે પૅકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતાં હોઈશું?કારણ એક જ કે આપણી ધારણા પ્રમાણે એનું પૅકિંગ થયું નથી હોતું. બસ ! એટલું જ!

 – ડૉ. આઈ. કે. વીજળીવાળા

big courage

21 June 2016

ફાધર્સ ડે પર પિતા વિષે વાંચવા જેવા લેખો …સંકલિત


 ફાધર્સ ડે પર પિતા વિષે વાંચવા જેવા લેખો …સંકલિત

murtza patel

કેરો,ઈજીપ્ત નિવાસી મારા મિત્ર મુર્તઝા પટેલે એમના ફેસબુક પેજ ઉપર” પપ્પા ” વિષે લખેલ એક સુંદર ટૂંકો લેખ એમના આભાર સાથે એ નીચે પ્રસ્તુત છે :

“જે તેના લગ્ન પહેલા આખો ‘પ’ હોય, લગ્ન કર્યા બાદ ‘અડધો પ્ ‘ થઇ જાય અને તેના બાળકના જન્મ બાદ ‘પા’ થઇ જાય છે તે પૂજ્ય: ‘પપ્પા’. “

“જેની આગળ ખુદને ખુલ્લા મૂકીને, કન્ફેશન કરી અસલ ઓળખ મેળવી શકીએ એ: ‘ફાધર’. “

“જે પોતાના બાળકનાં ગમા-અણગમાને, દુઃખ-દર્દને, મુશ્કેલીઓને, નાદાનીને,ગુસ્સાને ‘પી’ નાખે છે એ: ‘પિતા’.”

” જે બાપ પોતાના બાળકને જ્યાં સુધી (તેના જેવો) બાપ બનતા ન જોઈ લે ત્યાં સુધી તેની ‘દાદા’ગીરી ચાલુ રાખવાનો પૂરો હક ધરાવે છે.”

– અને એટલે જ એવા સિલસિલાને ‘બાપદાદા’ કહેવાય છે.

“બાપ ક્યારેય ‘ડેડ’ ન હોઈ શકે. એ તો સદાય જીવંત છે. આદમથી જન્મેલાં ‘આદમી’માં કે ‘મનુ’થી પેદા થયેલાં ‘માનવી’માં….”

– | ઈજીપ્તથી બાર વર્ષિય ‘બાબા’…મુર્તઝા પટેલના ‘બાપ દિન’ નિમિત્તે ખાસ પ્રકાશિત થયેલા બાપીકા બોલ. | –

મુર્તઝા પટેલ

અમિતાભે જ્યારે પિતાને કહ્યું:મને પેદા શું કામ કર્યો?

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

આજે ફાધર્સ ડે છે. આ દિવસ મધર્સ ડે જેટલો ગાજતો નથી. ઘણા લોકોને આવા ડેઝમાં વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ લાગે છે. હશે, આપણે ઉજવણીના માણસો છીએ. જો હોય સરસ મજાનું બહાનું તો સેલિબ્રેટ કરવામાં લિજ્જત છે

Amitabh - Fathers day

મા મા હોય છે અને બાપ બાપ હોય છે. બંનેની સરખામણી કોઇ જ હિસાબે વાજબી નથી. મા ગમે તે કરે તો પણ બાપનું સ્થાન લઇ શકતી નથી અને બાપ ગમે તેટલા ધમપછાડા કરે તો પણ માની જગ્યા ન લઇ શકે. મા વધુ મહાન કે પિતા વધુ ગ્રેટ? એવી ચર્ચા પણ અસ્થાને છે. બંને પોતપોતાની જગ્યાએ મહાન હોય છે. બાપ થોડોક જુદો હોય છે. ઘણી વખત એ મા જેટલો વ્યક્ત થઇ શકતો નથી. આસાનીથી રડી શકતો નથી. ઘણુંબધું દિલમાં દબાવીને બેઠો હોય છે. ચહેરો વધુ કરડાકીવાળો લાગતો હોય છે. મા કદાચ દિલથી વધુ વિચારતી હોય છે, બાપ દિમાગનો ઉપયોગ વધુ કરતો હોય છે. મા અને બાપમાં જે બેઝિક તફાવત છે એ રહેવાનો જ છે પણ એક વાત ક્યારેય બદલાવાની નથી કે તેને સંતાનોનું એટલું જ પેટમાં બળતું હોય છે જેટલું માને થતું હોય છે.

આ આખો મજાનો લેખ  આ લીંક પર ક્લિક કરીને વાંચશો.


પપ્પા @ ૭૫ : મારા ‘પરિવાર’નું એકમાત્ર સ્વજન..!

જય વસાવડા

Father's day- jay vsaavda

આજે જેઠ વદ બારસ. પંચાંગની તિથિ મુજબ મારાપપ્પાને ૭૫ વર્ષ પૂર્ણ થયા. તારીખ મુજબ એક દિવસ પછી ૩૦ જૂન, ગુરુવારે ૭૫ વર્ષનું અમૃતપર્વ પૂરું કરશે. લહેરથી જીવવા જેટલી કમાણી છે, પણ મોટા ઉત્સવો ઉજવવા જેટલું ગજું નથી. એટલે આ અમૃતપર્વની ઉજાણીની શરૂઆત રીડરબિરાદરોના પ્યારા અને પહોળા પરિવાર સાથેના શબ્દોત્સવથી.😀 ‘અહા ! જિંદગી’ ઓક્ટોબર ૨૦૦૮ના દિવાળી અંક માટે દિપક સોલિયાએ પ્રેમાગ્રહથી પપ્પા પર જે લેખ લખાવ્યો, એ ૨૦૦૯માં મૃગેશભાઈએ એટલા જ ઉમળકાથી ‘રીડગુજરાતી’ ઉપર મુકેલો, જેમાં એણે ચિક્કાર હિટ્સ મળી. એ જ લેખ જરાતરા પૂરક માહિતી સાથે મુકું છું. એ છપાયા પછી ફેફસાના ઘસારા ઉપરાંત પપ્પાને આ વર્ષે બ્રેઇન સ્ટ્રોકનો હુમલો આવ્યો, જે સદભાગ્યે રીવર્સ થયો, અને બંને ઘૂટણમાં સંધિવાની તીવ્ર અસર છે. મારે આ વર્ષે એમને લઈને એમને ગમતા દેશો ફેરવવા છે, પણ એમને થોડો વધુ થાક લાગે છે. દાંતનું હવે ચોકઠું પણ બનાવવાનું છે. મારી જંજાળ વધતા એમની સાથે ઓછો સમય વીતાવવાનો ગિલ્ટ મને ય સતાવે છે. હશે, જીન્દગી હર કદમ એક નઈ જંગ હૈ. પણ એ ૭૫ના પડાવ પર ભારે તકલીફો વેઠીને ય પહોંચ્યા છે. ભૂલો ઘણી કરી છે, પણ શાંત સરળ પ્રેમ એનાથી થોડોક વધુ કર્યો છે. 😛 આ જગતમાં મને સૌથી વધુ ચાહતી એ એકમાત્ર હયાત વ્યક્તિ છે. એમને આ જાહેરમાં પ્રણામ કરું છું, વ્હાલ કરું છું.

૭૫ વર્ષના પિતા પર વ્હાલ વરસાવતો શ્રી જય વસાવડા નો આ આખો લેખ વાંચવા નીચેની લીંક પર ક્લિક કરશો.

રોઈ રોઈને માથું કૂટે, વરસાદને પણ જો વાચા ફૂટે

રોઈ રોઈને માથું કૂટે, વરસાદને પણ જો વાચા ફૂટે

રોઈ રોઈને માથું કૂટે, વરસાદને પણ જો વાચા ફૂટે
ધરા પર આવવું તો છે પણ આકાશનો કેમ સાથ છૂટે
નવી જગ્યાની મૂંઝવણ, ને જૂનું છૂટવાનો ડર
ઉપરથી નીચે આવતાં વચ્ચે મારો દમ બહુ ઘૂંટે
સહેલું નથી હોતું નવાને અપનાવવું આમ સાવ,
કેમ કરીને ગોઠવાશું ત્યાં, વિચારતાં રસ્તો કેમ ખૂટે
ધરતી સાથે મિલનની ઉત્કંઠા, એમાં સમાવાની ઈચ્છા
બહુરત્ન વસુંધરા પણ પ્રેમજવરથી ધગધગે
નીચે આવતાં બાળકનો અંગ્રેજી અવાજ સંભળાય
રેઇન રેઇન ગો અવે, લિટલ જોની વૉન્ટ્સ ટૂ પ્લે
કાર-રિક્ષા-સ્કૂટરસવાર-માતા-પિતા-બાળક સહુ કહે
અત્યારે નહીં પ્લીઝ, મેઘરાજા તું પછી આવજે
બોલો, પૃથ્વી પર બોલકા માનવી મને જાકારો દે
પશુ-પક્ષી, જગતના તાત ખેડૂતનું તો કોણ વિચારે
આ અબોલ લોકો તો ચાતક નજરે મારી રાહ જુવે
બીજાના જાકારાને ભૂલી આવું હું આ લોકો માટે

સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. ‘બોલ રાધા બોલ’ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને.
એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની બન્યા જેમ્સ બૉન્ડ માટે. પહલાજ નિહલાનીનો પક્ષ માત્ર ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ને તેના ગુજરાતી નવગુજરાત સમયમાં છપાયાનું યાદ છે. શિકારીઓની રજૂઆત એવી હતી કે પહલાજ નિહલાનીએ જેમ્સ બૉન્ડમાં પ્રણય પ્રચુરતાનાં દૃશ્યો પર કાતર ફેરવડાવી. પણ ઉપરોક્ત સમાચારપત્રમાં છપાયેલા પહલાજ નિહલાનીના પક્ષ મુજબ, જેમ્સ બૉન્ડના ફિલ્મકારે ‘એ’ના બદલે ‘યુએ’ સર્ટિ. માગેલું તેથી તેમને કટ કરવા પડ્યા.
ડાબેરી કમ લિબરલ ગેંગનો ત્રીજો શિકાર સૂરજ બડજાત્યા બન્યા. સૂરજ અને તેમના બાપદાદાની ફિલ્મોની વિશેષતા એ રહી છે કે તેઓ સારો સંદેશ આપતી, ઘણી હદે સ્વચ્છ, પારિવારિક અને સુમધૂર સંગીતમય ફિલ્મો આપે છે. આ ફિલ્મોમાં હિન્દુત્વ ઝળકતું હોય છે. જેનાથી આ ગેંગ સૂરજને ઝપટમાં લેવા માગે છે. ‘ગે’ સહિત અનેક વિકૃતિ ફેલાવતા શાહરુખ ખાનની ચમચી ફરાહ ખાને શાહરુખ નિર્મિત ‘ઓમ્ શાંતિ ઓમ્’માં સૂરજની મજાક ઉડાડેલી. તે પછી સૂરજની ‘પ્રેમ રતન ધન પાયો’ આવી એટલે ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ની ચિબાવલી સમીક્ષકે લખ્યું સંસ્કારી ઑર્ગેઝમ! બીજા સમીક્ષકોએ પણ ફિલ્મને ઉતારી પાડી. (આ સમીક્ષકો યશરાજ, કરણ જોહર, વિધુ વિનોદ ચોપરા/રાજકુમાર હિરાણી, અનુરાગ કશ્યપ, વિશાલ ભારદ્વાજ, શાહરુખ ખાન, આમીર ખાન જેવા મિડિયાના ફેવરિટ લોકોની સમીક્ષામાં સમરકંદ બુખારા ઓવારી જાય છે પણ અક્ષયકુમાર, ૠત્વિક રોશન, ટાઇગર શ્રોફ જેવાની ફિલ્મોને ઉતારી પાડે છે. તાજેતરમાં આ લોકો શાહરુખની ‘ફેન’ પર આફરિન થઈ ગયા હતા જ્યારે ટાઇગરની ‘બાગી’ ને ઉતારી પાડેલી. આ જ રીતે ‘ઉડતા પંજાબ’ વિશે પણ થયું. એક સમીક્ષકે તો હેડિંગમાં લખ્યું: સોલિડ કિક! બીજી તરફ અક્ષયકુમારની ‘હાઉસફૂલ-3’ને ઉતારી પાડી. પણ દર્શકોએ ‘બાગી’ અને ‘હાઉસફૂલ-3’ બંનેને હિટ બનાવી દઈ આ બબુચકોને મોઢે તમાચો માર્યો.)
એકતા કપૂરની વાહિયાત ‘ક્યા કૂલ હૈ હમ-૩’માં પણ સૂરજ બડજાત્યા અને સંસ્કારીપણાની મજાક ઉડાવાઈ.
સૂરજ પોતે શરમાળ છે. તે પોતાની ફિલ્મનો પણ ખાસ પ્રચાર નથી કરતા તો આવા લોકોને જવાબ ક્યાંથી આપે? એટલે આ લિબરલ ગેંગની વાયડાટી ચાલે છે. આ લિબરલ ગેંગનો ચોથો શિકાર બન્યાં સચીન તેંડુલકર અને લતા મંગેશકર. તન્મય ભટ્ટ ને એના બીજા મિત્રો જેમાં એક મહેશ ભટ્ટનો થનારો કે થઈ ચૂકેલો જમાઈ રોહન જોશી પણ છે એ ભેગા થઈને ‘એઆઈબી’માં મહાન હસ્તીઓની અત્યંત બેહૂદી મજાક ઉડાવે છે. આમાંથી તન્મયે સ્વતંત્ર રીતે સચીન ને લતાજીની કનિષ્ઠતમ મજાક ઉડાવી પબ્લિસિટી મેળવી લીધી.
આ ગેંગનો ૨૦૧૪થી નિરંતર એક પ્રયાસ છે અને તે એ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કરે તેને મોદીભક્ત ગણાવી દેવા. મિડિયાની હલકાઈ જુઓ સાહેબ! તે મનમોહનસિંહ આગળ ડૉ. લખવાનું ચૂકતું નથી. મનમોહન વ્યવસાયિક ડૉ. નથી. તેમ છતાં પૂર્વ વડાપ્રધાન છે અને દસ વર્ષ રાજકીય સ્થિરતા આપી દેશ ચલાવ્યો એ સિદ્ધિ બદલ એમની આગળ ડૉ. લખાય તેમાં કોઈ વાંધો ન હોઈ શકે પણ જેણે કાશ્મીરનું ઇસ્લામીકરણ ને પાકિસ્તાનીકરણ કર્યું કે થવા દીધું તે ફારુક અબ્દુલ્લાના નામ આગળ પણ લિબરલ તંત્રી- પત્રકાર ડૉ. લખવાનું ભૂલતા નથી. એ લોકો નહેરુ આગળ પં. એટલે કે પંડિત લખવાનું ચૂકતા નથી. ઇન્દિરાનો ઉલ્લેખ કરે ત્યારે એમની કલમ આપોઆપ પાછળ જી લગાવી દે છે. સોનિયા પાછળ પણ તેઓ જી અચૂક લગાવે જ પણ મોદી વડાપ્રધાન બન્યા પછી પણ તેઓ મોદીના નામની આગળ વડા પ્રધાન તો જવા દો, પાછળ જી પણ લગાવતા નથી. સ્મૃતિ ઇરાની ભૂતકાળમાં નિપુણ અભિનેત્રી હતાં. પણ હવે તેઓ ફૂલટાઇમ પોલિટિશિયન છે અને માનવ સંસાધન વિકાસ જેવા મહત્ત્વના ખાતાના પ્રધાન પણ છે પરંતુ આ મિડિયા તેમના નામ આગળ એક્ટ્રેસ ટર્ન્ડ પોલિટિશિયન લખીને સ્મૃતિને ઉતારી પાડવાનો મોકો ચૂકતા નથી. ‘ટેલિગ્રાફ’એ તો તેમને ‘આંટી નેશનલ’નું બિરુદ આપી દીધું. પણ લિબરલ ગેંગનું સાચું નિશાન મોદી નથી, મોદી સમર્થકો છે. એ લોકો એક વાત સારી રીતે જાણે છે કે મોદીજી તેમના તમામ પ્રપંચોને નિષ્ફળ બનાવી દેશે પણ સમર્થકો નહીં હોય તો મોદીજી શું કરવાના? આજે કદાચ સંઘ કે બીજી કોઈ પણ સંસ્થા કે વ્યક્તિ કરતાં મોદીજી સૌથી લોકપ્રિય છે. લિબરલ ગેંગને એ ખબર નથી કે સંઘના સ્વયંસેવકો કરતાં બહારના લોકો વધુ મોદીસમર્થક છે. સંઘના સ્વયંસેવકો તો વ્યક્તિપૂજામાં માનતા નથી. એટલે એમને માટે ભગવાધ્વજ સિવાય કોઈ મોટું નથી. મોદી પણ નહીં.
લિબરલ ગેંગ મોદીસમર્થકોને મોદીભક્ત કહી હવે ભક્તિ શબ્દને ગાળમાં ખપાવવા જોરશોરથી પ્રયત્નશીલ છે. કોઈ વ્યક્તિ મોદીની કોઈ વાતનું સમર્થન કરે એટલે એને મોદીભક્તમાં ખપાવી તેને ઉતારી પાડવાનો જેથી એ બીજી વાર મોદીજીનું સમર્થન ન કરે.
કોઈ વ્યક્તિ સતત સારું કરે તો તેની પ્રશંસા થવાની જ. પછી તે અમિતાભ બચ્ચન હોય કે માધુરી દીક્ષિત, સચીન તેંડુલકર હોય કે લતા મંગેશકર. લાખો-કરોડો લોકો રોજ અમિતાભ-માધુરી-સચીન કે લતાના ફોટા કે તેમની વિગતો મૂકે છે. તો શું એ એમના ભક્ત થઈ ગયા? આમાંના ઘણા એવા પણ હશે જે ઉપરોક્ત હસ્તીઓની સાથે રાજેશ ખન્ના, શ્રીદેવી, સૌરવ ગાંગુલી કે આશા ભોસલેના ચાહક હશે. આ જ રીતે મોદીનું સમર્થન કરનારા મનમોહન, જયલલિતાનું સમર્થન કરનારા પણ હોઈ શકે.
જે તંત્રી-પત્રકાર સોનિયા કે પ્રિયંકાને જોઈને મોઢેથી લાળ ને નીચેથી શી***ન કરી બેસે છે કે અહેમદ પટેલના ચમચા છે તેઓ કે તેમની શેહમાં આવીને અન્યો સોનિયાના બારગર્લવાળા ભૂતકાળ વિશે  છાપવાની હિંમત ધરાવતા નથી.  સોનિયાને કઈ રહસ્યમય બીમારી છે એ જાણવા એ લોકો ઇન્વેસ્ટિગેશન કરાવી શકતા નથી. સુબ્રમણિયન સ્વામી એ બહાર પાડ્યું તો પણ નેશનલ હેરાલ્ડ કૌભાંડના સમાચાર કરતાં અન્ય સમાચારને પ્રાથમિકતા આપવી એ તેમનો ચમચાધર્મ છે. અને સમાચાર છાપશે તો મોદીજી જાણે ખોટી રીતે સોનિયાને ફસાવતા હોય એ રીતે છાપશે. કેજરીવાલે કાયદો તોડીને ૨૧ ધારાસભ્યોને સંસદીય સચિવપદની લહાણી કરી દીધી. એ સમાચાર હોય કે કેજરીવાલના મુખ્ય સચિવના કૌભાંડના કારણે સીબીઆઈના દરોડાના સમાચાર, આ ચમચાઓ કેજરીવાલ સામે મોદીજી વેરવૃત્તિથી કાર્યવાહી કરતા હોય એવાં મથાળાં બાંધશે. આ ચમચાઓ અનુગોધરા રમખાણો પછી ‘સિટ’ તપાસ, ઈશરત કેસ વગરેમાં આવાં મથાળાં બાંધતા નહોતાં.
લિબરલ ગેંગને કોઈએ પ્રશ્ન ખરેખર તો એ પૂછવા જોઈએ કે
૧. મોદીજીમાં એવા તે શું હીરામોતી ટાંગ્યાં છે કે લોકો વધુ ને વધુ મોદીસમર્થક બની રહ્યા છે?
૨. શું મોદીજી એવા હેન્ડસમ છે અથવા અમિતાભ જેવાં હાઇટ-બૉડી ધરાવે છે?
૩. શું મોદીજી સોનિયા જેવા ગોરા છે?
૪. શું મોદીજી ચિદમ્બરમ્ જેવું અંગ્રેજી કે અટલજી જેવું હિન્દી બોલી શકે છે?
૫. શું મોદીજી સંપત્તિમાંથી બધાના એકાઉન્ટમાં દર મહિને પૈસા જમા કરાવે છે?
૬. મોદીજી ગરીબ દેખાતા નથી. એ કેજરીવાલ કે મમતા બેનર્જીની જેમ સાદાં કપડાં નથી પહેરતા, આ લિબરલ ગેંગ લખે છે તેમ હવામાં સતત ઉડતા રહે છે, તો પછી સામાન્ય માનવી કેમ મોદીસમર્થક છે? જેને અમેરિકાએ નવ નવ વર્ષ વિઝાનો ઇન્કાર કર્યો તે મોદીને જ્યારે અમેરિકા બોલાવે ત્યારે સામાન્ય ભારતીય કેમ વિજય મળ્યો હોય એમ ખુશ થાય છે?
૭. લિબરલ ગેંગ જ એવું લખે છે કે મોદી યુઝ એન્ડ થ્રો કરે છે ને અરુણ શૌરી આવું બોલે છે ત્યારે એને સમાચાર તરીકે ચગાવે છે પણ પ્રશ્ન એ છે કે મોદીજી આવું કરતા હોય તો એમના સમર્થકોની સંખ્યા તો એકદમ ઘટી જવી જોઈએ? એવું કેમ નથી થતું?
૮. માન્યું કે મોદીજી પાસે આઇટી પ્રોફેશનલની સારી ટીમ છે પણ મોદીજીને જિતાડનાર (મોદીજીને યશ ન દેવો પડે એટલે સોનિયાચમચા આવાં ગતકડાં શોધી કાઢે છે) પ્રશાંત કિશોર તો હવે આ તંત્રી-પત્રકારોના માનીતા સોનિયા-રાહુલને સેવા આપે છે. કેમ એ મોદીની જેવી હવા રાહુલની તરફેણમાં ઊભી નથી કરી શકતા?
૯. લિબરલો શોધે છે કે કૉંગ્રેસ નહીં તો કોણ? એટલે નીતીશ-કેજરી-વગેરે જે મોદીવિરોધી છે તેમની પછેડી પકડી લે છે. કેજરીવાલ પાસે પણ યુવાનોની આઇટી ટીમ છે. એ કેમ કેજરીની તરફેણમાં મોજું છોડો, લહેરખી પણ સર્જી નથી શકતા?
૧૦. એવું શું કારણ છે કે આજતક, એનડીટીવી સહિતની ચેનલો ને અનેક છાપાં મોદીવિરોધી છે, રોજેરોજ તેઓ મોદીવિરોધી સમાચાર ચગાવે છે ને મોદીતરફી સમાચાર દબાવી દે છે, આ જ રીતે મોદીવિરોધીઓના સારા સમાચાર ચગાવે છે ને મોદીવિરોધીઓના ખરાબ સમાચારને દબાવી દે છે તો પણ મોદીના સમર્થકોની સંખ્યા ઘટતી કેમ નથી?
૧૧. જ્યારે જ્યારે ચીન, અમેરિકા કે પાકિસ્તાન ભારતવિરોધી કૃત્યો કરે છે ત્યારે આ લિબરલ ગેંગ દેશની દુશ્મન હોય તેમ ખુશ થઈ ‘હાથતાળી’ કેમ આપે છે? ભારતની પીછેહટ તેમને ‘મોદીના ગાલ પર તમાચો’ કેમ લાગે છે? શું તેઓ મોદીવિરોધમાં આંધળા થઈને અજાણતા મોદી = ભારત આવું સમીકરણ તો નથી બેસાડી રહ્યાને?
૧૨. ક્યાંક આ લિબરલ ગેંગના રોજેરોજ આંધળા વિરોધના કારણે જ મોદીની લોકચાહના આટલી વધી નથી રહી ને? કારણકે હંમેશાં મક્કમ મજબૂત વ્યક્તિની પાછળ દુનિયા પડે ત્યારે લોકો તેના સમર્થક બની જતા હોય છે. આથી જ ભારતમાં લોકો માટે મહારાણા પ્રતાપ હારવા છતાં અકબરથી વધુ મહાન છે. સિકંદર કરતાં પોરસ વધુ લોકપ્રિય છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ માટે આજે પણ કહેવાય છે કે ખૂબ લડી મર્દાની, વો ઝાંસીવાલી રાની થી.
૧૩ દુર્યોધનો કે શિશુપાલો સત્તાના મદમાં શ્રી કૃષ્ણની ઊંચાઈ સમજી શક્યા નહોતા. (સાવધાન! આ નઠારા ક્યાંક એવું ન કહી દે કે મેં મોદીને શ્રીકૃષ્ણ સાથે સરખાવ્યા.વાતને આડે પાટે ચડાવવામાં આ લોકો હોશિયાર હોય છે.) લિબરલ ગેંગ સાથે આવું તો નથી ને?

મોદીજી વિદેશ ફરી આવ્યા, ભારત માટે શું-શું લાવ્યા?

મોદીજી વિદેશ ફરી આવ્યા, ભારત માટે શું-શું લાવ્યા?

એક શહેરમાં એક ઘર. આલિશાન, ભવ્ય, સુંદર. તમામ સુવિધાઓથી યુક્ત. મકાનમાલિક વિદેશ રહે. તેણે પરિચિત મિત્રને મકાન સાચવવાની જવાબદારી સોંપેલી. પરંતુ એ મિત્ર ક્યારેક જ એ મકાને આવતો. આથી મકાન જીર્ણશીર્ણ થઈ ગયું. બંધ મકાનના ભાવ ગગડાવવા, એ મકાન વિશે જાતજાતની અફવાઓ ચાલુ થઈ ગઈ. મકાન વેચવા કાઢ્યું છે. તેમાંથી સાપ નીકળે છે. આ મકાનમાં ભૂતોનો નિવાસ છે વગેરે વગેરે. મકાન માલિકના કાને આ વાત પહોંચી. તે તાબડતોબ સ્વદેશ આવ્યો. તેણે પહેલાં તો સાફસફાઈ કરાવી. રંગરોગાન કરાવ્યા. બધી સુવિધાઓ ચાલુ કરાવી. અને પછી આ મકાન વેચવાની ઈચ્છા જાહેર કરી. પણ કોઈ મકાન ખરીદવા તૈયાર જ ન થાય. છેવટે મકાનમાલિકે પહેલાં તો આડોશપાડોશમાં ઘરે ઘરે જઈને સમજાવ્યું કે બીજા કોઈ પૂછે તો એટલિસ્ટ તમે આ અફવાને સમર્થન ન આપતા. પછી એસ્ટેટ એજન્ટને પકડ્યો. છાપામાં જાહેરાત આપી. છેવટે તેનું મકાન વેચાઈ ગયું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકા યાત્રા પછી તેમની વિદેશ યાત્રાઓની ટીકા કરનારાઓનાં મોઢાં સીવાય જવાં જોઈએ (પણ સીવાશે નહીં.). રચનાત્મક ટીકા થવી જ જોઈએ પરંતુ ટીકા કરતી વખતે તથ્યોનું પ્રમાણભાન રાખવું જોઈએ. મોદી એક તો ઓછા દિવસોમાં વધુ કાર્યક્રમ રાખે છે. તાજેતરમાં તેમણે પાંચ દિવસમાં પાંચ દેશોની મુલાકાત લીધી. સામાન્ય જણ પણ ફરવા ગયું હોય તો પણ એકાદ દિવસ આરામ માટે રાખે. જ્યારે મોદીના વિદેશ પ્રવાસમાં ભરચક કાર્યક્રમ હોય છે. તેઓ બને તો સૂવાનું પ્લેનમાં જ રાખે છે જેથી બને એટલો વધુ સમય વિદેશના નેતાઓ-ઉદ્યોગપતિઓ-વૈજ્ઞાનિકો-ભારતીય સમુદાયના લોકોને ફાળવી શકાય. ૧૬-૧૭ ઑગસ્ટ ૨૦૧૫ની બે દિવસની યુએઇ મુલાકાતેથી પરત ફર્યા બાદ મોદી ૧૮મીએ બિહારમાં રેલી સંબોધી રહ્યા હતા!
તમે બહુ બોલકા હો તો લોકોની નજરે ચડી જશો. એ ફાયદો છે પણ સાથે તમારા વિરોધી પણ વધી જાય. મોદીના વિદેશ પ્રવાસોની સંખ્યાની ખૂબ જ ટીકા થઈ છે. પણ એ વાજબી નથી. ટીકા આવા પ્રવાસો પછી નિષ્ફળતાની થવી જોઈએ. બાકી હિલેરી કિલન્ટને વિદેશ પ્રધાન તરીકે ચાર વર્ષમાં ૧૧૨ દેશોની મુલાકાત લીધી હતી. સત્તામાં આવ્યા તે પહેલાં જ મોદીએ વિદેશ મોરચે હોમ વર્ક કરવા માંડ્યું હતું. તેથી તો શપથગ્રહણ સમારંભમાં કટ્ટર દુશ્મન પાકિસ્તાનના નવાઝ શરીફ સહિત સાર્કના દેશોના પ્રમુખ/વડા પ્રધાનો હાજર હતા. જુલાઈ ૨૦૧૪માં બ્રિક્સ (બ્રાઝિલ, ભારત, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકાનું સંગઠન)ની શિખર પરિષદ હતી. તે પછી સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા હતી. આવા કાર્યક્રમો કંઈ મોદી સત્તામાં આવે તે પછી આયોજિત ન જ કરાયા હોય. તો શું તેમાં ટીકાના ભયે મોદીએ નહોતું જવું જોઈતું? પહેલા વર્ષમાં મોદીએ ૫૧ દિવસમાં ૧૭ દેશોનો પ્રવાસ કરેલો. જ્યારે તેમના પુરોગામી વડા પ્રધાન મનમોહને પહેલા વર્ષમાં ૪૭ દિવસમાં ૧૨ દેશોનો પ્રવાસ કરેલો. છતાં મોદીના વિદેશપ્રવાસો લોકોને વધુ પડતા લાગે છે.
આ બધું છોડો. પ્રજા કંપનીના સીઇઓ જેવી છે. તેમને તો એ મતલબ છે કે આ વિદેશ યાત્રાથી આપણને કેટલો ફાયદો? સૌ પહેલાં તો પડોશીઓને સાચવવા પડે. આપણા પડોશી ચીને મનમોહનની સોનિયા સંચાલિત સરકાર વખતે નેપાળ, શ્રીલંકા અને પાકિસ્તાનને પોતાના પડખામાં લઈ લીધા હતા. ભૂતાન ઉત્પાતિયો દેશ નથી પણ તેથી તેની ઉપેક્ષા ન કરાય. સત્તા પર આવતા વેંત આ દેશની મોદીએ મુલાકાત લીધી. તેની સાથે ૧૦ હજાર મેગા વૉટના હાઇડ્રોપાવર સહકારની સમજૂતી કરાઈ. ભૂતાન પર કેટલીક ચીજના નિકાસના પ્રતિબંધો હતા તેમાંથી મુક્તિ આપી. મુક્ત વેપારની સમજૂતી કરી.
પછી બ્રાઝિલમાં બ્રિક્સ શિખરમાં ભારતને નવી સ્થપાયેલી ડેવલપમેન્ટ બૅન્કની અધ્યક્ષતા મળી. ચીનને તેનું વડુંમથક મળ્યું પણ ભારતે એ વાતમાં સફળતા મેળવી કે નવી બૅન્કમાં બધા દેશોને સમાન શેરહૉલ્ડિંગ રાઇટ હશે. ત્યાર બાદ નેપાળની મુલાકાતમાં અનેક કરાર થયા. ભારતે સહાયો જાહેર કરી. એપ્રિલ ૨૦૧૫માં ભૂકંપ પછી ભારતે તાબડતોબ ઘણી મદદ કરી. પરંતુ દુર્ભાગ્યે નેપાળમાં ચૂંટણીમાં ચીનના પરોક્ષ કાબૂવાળા સામ્યવાદીઓનો વિજય થયો. બંધારણ નવું બન્યું તેમાં મધેશી-થારુ સમુદાયની ઉપેક્ષા થઈ પરિણામે મધેશીઓનું ઉગ્ર આંદોલન થયું. ભારતથી આવતી સામગ્રીઓને અટકાવાઈ. નેપાળીઓની ખરાબ સ્થિતિ થઈ. આમ, મોદીની યાત્રા પછી પણ નેપાળ સાથે ખાસ સંબંધો સુધર્યા નથી. ત્યાં ચીનના લીધે કમ્યૂનિસ્ટ પાર્ટીનું વર્ચસ્વ ઓછું કરવામાં વાર લાગશે. તેમાં સીધેસીધું કંઈ કરી શકાય નહીં. એના માટે પડદા પાછળ રમતો રમવી પડે.
ઑગસ્ટમાં જાપાનની મુલાકાતમાં મોદીએ ડ્રમ વગાડવા સિવાય ઘણું બધું પ્રાપ્ત કર્યું. જાપાન તરફથી સ્માર્ટ સિટી, બુલેટ ટ્રેન અને ગંગા નદીની સ્વચ્છતા માટે જાપાનની સહાય તો મળી જ પરંતુ સાથે ૧૯૯૮ના પરમાણુ પરીક્ષણ પછી જાપાને ભારતની હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિ. સહિતની પાંચ કંપનીઓ પર પ્રતિબંધ મૂકેલો તે હટાવતાં ૧૬ વર્ષ નીકળી ગયાં! તે જ રીતે મોદીની પહેલી અમેરિકાની મુલાકાત તેમના માટે અંગત ગૌરવની પળ હતી પરંતુ દેશ માટે પણ હતી કેમ કે તેમના પર ૨૦૦૫માં ગુજરાત રમખાણોના કારણે પ્રતિબંધ મૂકાયેલો. અમેરિકા મોદીનું મહત્ત્વ પારખવામાં વિદેશોમાં સૌથી મોડે જાગ્યું અને જાગ્યું ત્યારે તેણે તેને ગેરમાર્ગે દોરનાર તેની રાજદૂત નેન્સી પોવેલની હકાલપટ્ટી થઈ. મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે જ તેમણે વિદેશનીતિ શરૂ કરી દીધી હતી. તેમને મળવા માટે અનેક દેશોના રાજદૂતો આવતા અને તેમણે પોતે પણ ચીન, જાપાન, દક્ષિણ કોરિયા સહિતના દેશોની મુલાકાત લીધી હતી. નેન્સી પોવેલ મોડે મોડે છેક ફેબ્રુઆરી ૨૦૧૪માં મોદીને મળવા ગાંધીનગર આવ્યાં ત્યારે મોદીએ ભારતની રાજદૂત દેવયાની ખોબ્રાગડે સાથે અમેરિકાએ કરેલા વર્તન માટે રોકડું પરખાવી દીધેલું! અમેરિકાએ મોદી ચૂંટાયા નહીં ત્યાં સુધી એવું ડીંડવાણું પકડી રાખ્યું કે મોદી જો વિઝા માટે અરજી કરશે તો અમે વિચારીશું. (એટલે એને નકારીને મોદીનું અપમાન કરી શકાય.) તો પણ મોદી બધું ભૂલીને અમેરિકાની મુલાકાતે ગયા. તેમણે તેમના અપમાનની નાની લીટીની સામે મેડિસન સ્ક્વેરમાં રોકસ્ટાર જેવા ભવ્ય કાર્યક્રમની મોટી લીટી તાણી બતાવી. મોદી-ઓબામાએ મળીને ત્યાંના વૉશિંગ્ટન પૉસ્ટમાં જોઇન્ટ એડિટોરિયલ લખ્યો. સંરક્ષણ, અફઘાનિસ્તાન, વિજ્ઞાન સહિત અનેક ક્ષેત્રે સફળ મંત્રણાઓ થઈ. સંયુક્ત રાષ્ટ્રોમાં મોદીના હિન્દી પ્રવચને પ્રશંસા મેળવી એટલું જ નહીં પહેલા ઘાએ નિશાન પાર પાડતા યોગ દિવસ શરૂ કરાવી ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો.
નવેમ્બરમાં ‘ઇસ્ટ એશિયા સમિટ’ નિમિત્તે મ્યાનમારની મુલાકાતમાં મોદીએ વાજપેયી-મનમોહનની ‘લુક ઇસ્ટ’ની વિદેશનીતિ આગળ ધપાવી. એ જ મહિને ઑસ્ટ્રેલિયામાં જી-૨૦ શિખરમાં મોદીએ કાળાં નાણાં અને કરચોરી મુદ્દે ભારપૂર્વક રજૂઆત કરી. ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સાથે મંત્રણામાં મોદીએ ભારતીય વિદ્યાર્થીઓને હેરાનગતિનો મુદ્દો જોરશોરથી ઉપાડ્યો. મોરિશિયસ ભારત માટે કાળાં નાણાંનો રૂટ છે. આથી ૨૦૧૫માં મોરેશિયસની યાત્રામાં કરવેરા અંગે માહિતી આપલેના કરાર થયા. તેના ફળસ્વરૂપે ગત મેમાં મોરિશિયસ સાથે ભારતની બેવડા કરને ટાળવાની સંધિમાં જે ફેરફાર થયા તે ભારતીય દ્વારા કાળાં નાણાંના સર્જનને રોકવામાં ખૂબ જ મહત્ત્વની મનાય છે. શ્રીલંકાની યાત્રામાં વિઝા, કસ્ટમ, યુવા વિકાસ સહિતના મુદ્દે સમજૂતીઓ થઈ. શ્રીલંકા પર છેલ્લા ઘણા સમયથી ચીનની પકડ વધતી જતી હતી ત્યારે મોદીના આવ્યા પછી ચૂંટણીમાં ભારત તરફી મૈત્રીપાલ શિરિસેના
નો વિજય મહત્ત્વનો મનાય છે.
ફ્રાન્સની મુલાકાતમાં મોદી રાફેલ સોદો કરી આવ્યા પણ સુબ્રમણિયમ સ્વામીની ચેતવણી પછી આ સોદો અટકી પડ્યો છે. જોકે લાંબા સમયથી અટકી પડેલા જૈતાપુર પ્રૉજેક્ટને આગળ વધારવા સંમતિ સાધી શકાઈ છે. કેનેડાની સરકારે જ બહાર પાડેલા આંકડા મુજબ, મોદીની કેનેડા યાત્રાએ ૧.૬ અબજ કેનેડિયન ડૉલરનો બિઝનેસ સર્જ્યો હતો. સામાન્ય રીતે જે દેશોની મુલાકાત લેવામાં આવે તેની સાથે સંરક્ષણ, વેપાર, સાંસ્કૃતિક અને વિજ્ઞાન ક્ષેત્રે કરારો થતા હોય છે. પરંતુ આ સિવાયની કેટલીક વાતો મહત્ત્વની બની જતી હોય છે જેમ કે બાંગ્લાદેશની મુલાકાતમાં બાંગ્લાદેશના જન્મ પછીથી અટકી પડેલો સરહદી વિવાદ ઉકેલાયો.
યુએઈ જેવા ચુસ્ત ઇસ્લામી દેશ યુએઇની મુલાકાતમાં બીજા બધા ઉપરાંત મંદિર માટે તે દેશ જમીન ફાળવે તે પણ મહત્ત્વની સિદ્ધિ છે. મોદી ત્રાસવાદના જનક જેવા સાઉદી અરેબિયા જાય તે પહેલાં અમેરિકા અને સાઉદી અરેબિયા લશ્કર-એ-તૈબા સહિતના ત્રાસવાદી સંગઠનો અને ત્રાસવાદીઓ પર પ્રતિબંધ મૂકે તે પણ જેવી તેવી વાત નથી.
અમેરિકી મુલાકાત વખતે ગૂગલ અને ફેસબુક સહિતની વિશાળ કંપનીઓના સીઇઓ સાથેની મુલાકાત મોદી માટે અંગત પ્રસિદ્ધિમાં વધારો કરનાર બની રહી. ઝુકરબર્ગ સાથેની વાતચીતમાં માને યાદ કરીને રડી પડવા માટે મોદીની ટીકા થઈ તો ઝુકરબર્ગને ફોટો માટે હડસેલતા મોદીનો વિડિયો પણ મજાકનું સાધન બની રહ્યો. ગૂગલ સાથે સમજૂતીના લીધે ભારતનાં દસ રેલવે મથકો પર મફત વાઇફાઇ સેવા શરૂ પણ થઈ ગઈ છે. પરંતુ ગૂગલની સર્ચ, ઇમેઇલ વગેરે સુવિધાઓ ઘણી સારી હોવા છતાં તેના પર વિશ્વસનીયતા કરવા જેવી નથી. ક્યારેક વિકિલિક્સ જેવું ગૂગલનું પણ કૌભાંડ બહાર આવે તો નવાઈ નહીં.
બ્રિટનની મુલાકાતમાં મોદીએ ગોરા બ્રિટિશરોની ધરતી પર તેના વડાની હાજરીમાં ભારત માતા કી જયના નારા અને કેમેરોન પાસે “કેમ છો?” બોલાવીને દિલ તો જીત્યાં જ સાથે, અમદાવાદ-લંડનની સીધી ફ્લાઇટ પણ શરૂ કરાવી જે વર્ષ ૨૦૦૪માં શરૂ તો થઈ હતી પણ પછીની કૉંગ્રેસ સરકારે બંધ કરી દીધી હતી.
મોદીના વ્યક્તિત્વમાં આક્રમકતા અને રોકડું પરખાવી દેવાની ઉત્તર ગુજરાતી શૈલીની છાપ ક્લાઇમેટ ચેન્જમાં પણ દેખાઈ જ્યાં તેમણે અમેરિકા સહિતના દેશોને કહી દીધું કે પ્રદૂષણ અમારા કારણે નથી. નવેમ્બર ૨૦૧૫માં ક્લાઇમેટ ચેન્જ બેઠક પહેલાં પેરિસ પર ત્રાસવાદી હુમલા, વર્ષ ૨૦૧૬ના બેલ્જિયમના પ્રવાસ પહેલાં બ્રુસેલ્સમાં બોમ્બધડાકાઓ ભયસૂચક છે. તેમની ઈરાન મુલાકાતમાં ચાબહાર બંદરના વિકાસ માટે સમજૂતી કરીને ચીન-પાકિસ્તાનની ધરીને જબરદસ્ત ફટકો મરાયો છે. આ પ્રૉજેક્ટ પણ અટલ બિહારી વાજપેયી વખતે શરૂ કરવા જાહેરાત થઈ હતી પરંતુ પછીની કૉંગ્રેસ સરકારે તેને અભેરાઈ પર ચડાવી દીધેલો. આનાથી લશ્કરી રીતે જ નહીં પણ વેપારની રીતે પણ ભારતને ઘણો ફાયદો મળશે. હમણાં ૬-૮ જૂનની અમેરિકા મુલાકાતમાં મિસાઇલ ટૅક્નૉલૉજી કંટ્રોલ રિજાઇમમાં ભારતનો પ્રવેશ તે પણ ઘણી મોટી સિદ્ધિ છે. ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપમાં ભારતનો પ્રવેશ ટૂંક સમયની વાત મનાય છે.
જોકે પાકિસ્તાનનો તેમનો ઓચિંતો પ્રવાસ – નવાઝ શરીફની દોહિત્રીના લગ્ન પહેલાં મોદીની હાજરી, શરીફ સાથે ચા-નાસ્તાના બદલામાં પઠાણકોટ હુમલો એ સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું છે. ચીનની સેનાની ઘૂસણખોરીના કિસ્સા મનમોહન સરકાર કરતાં ઘટ્યા છે પણ મસૂદ અઝહર સહિતના મુદ્દે ચીને અડંગા નાખ્યા જ છે. ઓબામા પણ આત્મીયતા ગમે તેટલી બતાવે, તેના માનવ અધિકારના રિપોર્ટ, અસહિષ્ણુતાની વાત કરીને ભારતને સમય આવ્યે ઠપકારીને નીચું દેખાડવાની તક હજુ જતી નથી કરતા.
બૉક્સ-
ગૌરવ સમી ચીજો પરત આવી રહી છે
મોદીજી વિદેશ જાય છે ત્યારે ભારતીયોનું ગૌરવ તો સ્થાપિત કરે જ છે પરંતુ જ્યારે પરત આવે છે ત્યારે ભારતની ઓળખ અને ગરીમા સમી જે દુલર્ભ ચીજો દાણચોરીથી કે ભેટ સ્વરૂપે વિદેશ ચાલી ગઈ હોય છે તે પણ લેતા આવે છે. જેમ કે તાજેતરમાં ૬-૮ જૂનની અમેરિકા યાત્રામાં મોદીજીને ગણેશજીની કાંસ્ય પ્રતિમા, જૈનોના બાહુબલિની મૂર્તિ, ચોલ કાળની તમિલ કવિ માણિકકવિચાવકર સહિત કેટલીક સાંસ્કૃતિક ચીજો પરત કરવામાં આવી. ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ટોની એબોટ્ટે ચોરાયેલી ચોલ કાળની નટરાજ અને અર્ધનારીશ્વરની મૂર્તિઓ પરત કરી. કેનેડાના વડા પ્રધાન સ્ટીફન હાર્પરે ખજૂરાહો મંદિરની ૯૦૦ વર્ષ જૂની ‘પેરોટ લેડી’ની મૂર્તિ પરત કરી હતી. જર્મનીએ જમ્મુ-કાશ્મીરમાંથી ચોરાયેલી ૧૦મી સદીની મા દુર્ગાની મૂર્તિ પરત કરી. જોકે મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેઓ ગુજરાતના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ પાછા લેતા આવેલા. આ ખૂબ આનંદની વાત છે.

પિતૃ દેવો ભવ …. ફાધર્સ ડે …ભાવાંજલિ


 પિતૃ દેવો ભવ …. ફાધર્સ ડે …ભાવાંજલિ

આજે ૧૯ મી જુન, રવિવાર એ ફાધર્સ ડે - પિતૃ દિન  છે ત્યારે મારા પુ. પિતાશ્રીને યાદ કરી એમને નમન કરી ભાવાંજલિ અર્પું છું.

દરેકના જીવનમાં પિતાનું કેટલું મહત્વ રહેલું હોય છે એ નીચેનું ચિત્ર સ્પષ્ટ કરે છે.હાથના પંજામાં જેમ અંગુઠા વિના ચાલે નહી એવું જ ઘરમાં ઘરમાં એક પિતાનું સ્થાન હોય છે.આ ચિત્ર થોડા શબ્દોમાં ઘણું કહી જાય છે. 

Father's day

મારા પુ. પિતાશ્રી ને હાર્દિક ભાવાંજલિ   

RSP

જીવન ગીત ભલે તમારું બંધ થયું તમારા જતાં,

પણ એ સંગીતના સુરો હજુ હવામાં સંભળાઈ રહ્યા.

શબ્દો બહુ ઓછા પડે ,ગણવા ઉપકારો બધા આપના,

અલ્પ શબ્દો થકી ,અંજલિ આપી રહ્યો આજે પ્રેમથી

મુજ જીવનમાં અગત્યનું અંગ તમે હતા ઓ પિતા,

આ પિતૃ દિને યાદ કરી,વંદુ તમોને હૃદયના ભાવથી

વિનોદ પટેલ


 કર્મ યોગી (સત્ય ઘટના પર આધારીત વાર્તા ).... વિનોદ પટેલ

જુન ૨૦૧૫માં ફાધર્સ ડે નિમિત્તે પ્રતિલિપિ દ્વારા એક વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લેખન સ્પર્ધાનો વિષય પિતા સંબંધિત-“માય ડેડી સ્ટ્રોન્ગેષ્ટ” રાખવામાં આવ્યો હતો.

આ લેખન સ્પર્ધામાં મારા પિતાશ્રીના જીવનની સત્ય ઘટના આધારિત વાર્તા મોકલી હતી એને થોડી મઠારી અહી પ્રસ્તુત છે . 

જાણીતા વાર્તા લેખક મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રીએ આ વાર્તા વાંચીને આપેલ પ્રતિભાવ સાભાર પ્રસ્તુત ....

જ્યારે પિતા-પુત્રના જીવનસત્યની વાત વાર્તા બને ત્યારે નયનોમાંથી અશ્રુધાર રૂપે માત્ર આદર અને અહોભાવ જ વહે. ભારત, બર્મા, અને અમેરિકાના વિશાળ ફલક પર વહેતી વાર્તા એ માત્ર એક પટેલ કુટુંબની વાર્તા નથી પણ એક સૈકાના ઈતિહાસની ગાથા પણ છે. પિતાની રોલર કોસ્ટર લાઈફ અને અપંગ પુત્રની હામ; પિતા-પુત્રના જીવન સંઘર્ષની વાસ્તવિક વાત, કાલ્પનિક વાર્તા કરતાં પણ વધુ સવેદનશીલ અને હૃદયસ્પર્શી બની છે. વહેતાં અશ્રુબિંદુ અંતમાં શબ્દ બની પુત્ર્ના કવિહૃદયમાંથી કાવ્ય રૂપે સરતાં થાય છે. વિનોદભાઈ અભિનંદન અને ધન્યવાદ. ઉત્તમ કૃતિ.

પ્રવીણ શાસ્ત્રી.

( એક કર્તવ્યનિષ્ઠ અને કાર્યનિષ્ઠ પિતાની સંઘર્ષ કથા)

કર્મયોગી ..... વાર્તા..... વિનોદ પટેલ

શ્રી પ્રવીણ શાસ્ત્રી લિખિત એક પિતાની આવી જ સત્ય કથા એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.આ વાર્તામાં પણ તેઓએ એમના પુ. પિતાશ્રીની સુંદર ભાવાંજલિ અર્પી છે. 

ફાધર્સ ડે .... વાર્તા.... પ્રવીણ શાસ્ત્રી 


જીવનમાં પિતાની મહત્તા દર્શાવતો મને ખુબ ગમતો એક

સુંદર યુ-ટ્યુબ વિડીયો .

આ વિડીયોમાં ગાયક Paul Enka પિતાને યાદ કરીને એના કર્ણ મધુર સ્વરે એના સ્વર્ગસ્થ પિતાને એક હૃદય સ્પર્શી શ્રધાંજલિ આપે છે.આ અંગ્રેજી ગીત સાંભળશો ત્યારે વાચકને લાગશે કે Paul Enka પોતાના પિતાના જીવનની જ જાણે વાત કરતો ન હોય !

MY PAPA – Paul Enka


HAPPY FATHER'S DAY
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી