મોદી ભારતના ‘રિફોર્મર-ઇન-ચીફ’ – બરાક ઓબામા/ જય જય ગરવી ગુજરાત
( 709 ) મોદી ભારતના ‘રિફોર્મર-ઇન-ચીફ’ – બરાક ઓબામા/ જય જય ગરવી ગુજરાત

ઝૂકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહિયે
અમેરિકાના પ્રમુખ અને કમાન્ડર-ઇન-ચીફ બરાક ઓબામાએ નરેન્દ્ર મોદીને ભારતના ‘રિફોર્મર-ઇન-ચીફ’ તરીકે ઓળખાવ્યા.
અમેરિકાના વિખ્યાત ‘ટાઇમ’ મેગેઝિનની આ વર્ષની વિશ્વની સૌથી વધુ વગદાર ૧૦૦ વ્યક્તિઓ ( The 100 most Influential people ) ની યાદીમાં જે ચાર મૂળ ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અગ્રેસર છે. મોદી ઉપરાંત આ યાદીમાં ૧૦૦ માંધાતાઓ, સ્થાપકો, કળાકારો, નેતાઓ, આઇકોનનો સમાવેશ થાય છે એમાં –
– આઇસીઆઇસીઆઇ બેન્કનાં મેનેજિંગ ડિરેક્ટર-સીઈઓ ચંદા કોચર,
-માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નાડેલા અને
-એનજીઓ સંગાથના કો-ફાઉન્ડર વિક્રમ પટેલનો સમાવેશ થાય છે.
મોદી સાથે વ્યક્તિગત ગાઢ મિત્રતા દર્શાવતા ઓબામાએ ‘ટાઇમ’ મેગેઝિન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવનની રૂપરેખા લખી છે. આ જીવન વૃતાંતને ‘ઇન્ડિયાઝ રિફોર્મર-ઇન-ચીફ’ એવું મથાળું આપ્યું છે .ભારતના ગતિશીલ અને તરવરાટથી ભરેલા મોદીના નેતૃત્વની અને ક્ષમતાની ઝાંખી રજૂ કરી છે અને તેમને જગતના સૌથી મોટા સુધારક લેખાવ્યા છે.
આ લેખમાં ઓબામાએ લખ્યું હતું કે મોદીએ બાળપણમાં ચા વેચીને તેમના પરિવારને મદદ કરી હતી .મોદી વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતા છે અને તેમની જીવનકથા ગરીબીમાથી વડા પ્રધાનપદ સુધીની છે, જેમાં ભારતના ઉત્થાનની ગતિશીલતા અને ક્ષમતાનાં દર્શન થાય છે. ઓબામાએ લખ્યું હતું કે તેમણે ભારતની પ્રાચીન અને આધુનિક પદ્ધતિ વચ્ચે સમન્વય ઊભો કર્યો છે, યોગની પ્રાચીન પદ્ધતિને આધુનિક રૂપ આપીને વિશ્વમાં તેનો વ્યાપ વિસ્તાર્યો છે, ટ્વિટર પર લોકસંપર્ક જાળવી રાખ્યો છે અને ડિજિટલ ઇન્ડિયાની ઇમેજ ઊભી કરી છે.
નરેન્દ્ર મોદીએ ‘ટાઇમ’ મેગેઝિનમાં લખેલા એમના લેખ બદલ ઓબામાનો ટ્વિટર દ્વારા આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આપના હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી શબ્દો માટે આપનો ખૂબ ખૂબ આભાર.
(આઈએએનએસ ન્યુઝ માંથી સાભાર )
No comments:
Post a Comment