જ્ઞાન અંતરમાં ઉતરે પછી શું થાય?
* સાચી શાંતી અને આનંદ અવિરતપણે અનુભવાય.
* હિંમત અને આત્મવિશ્વાસ જન્મે.
* અનેક સંકટો વચ્ચે પણ હરિનામ ન છુટે. -હિરણ્યકશિપુએ પ્રહલાદ પર વિતાવવામાં બાકી નહોતું રાખ્યું,છતાં તેણે હરિરટણ ન છોડયું તે નજ છોડયું. -સુધન્વાએ ઉકળતા તેલની કડાઈમાં પણ ભગવાનનુ સ્મરણ ચાલુ રાખ્યું. -ઇશુએ વધસ્તંભ પરપ્રાણ અપ્રિત કરવામાં પાછી પાની ન કરી. -સૌક્રેટિસે સત્યનો મહિમા સમજાવવા ઝેરનો પ્યાલો ગડગડાવવામાંખચકાટ ના અનુભવ્યો.
* રાગ-દ્રેષ સમી જાય છે.
* વિશાળતાનો -વ્યાપકતાનો સંગ થઈ જાય.
* સ્વીકારનો ભાવ જળવાઈ રહે.
* વાદવિવાદ,તર્ક-વિતર્ક દોડધામની વૃતિ શમી જાય.
* સત્પુરુષોના સહવાસમાં રહેવાનિ ભાવ વધે. '
* સાક્ષાત્કારની તીવ્ર ઝંખના જાગે.

No comments:
Post a Comment