પાણીના પોકારો આજે આપણને પાણી પાણી કરી રહ્યા છે.ત્યારે જાણો
કેટલીક વાતો પાણી વિષે ......
v આજે વિશ્વનો દર ત્રીજો તરસ્યો માનવી
ભારતીય છે.
v જગતભરના કરોડો લોકોના ગળા પાણીની તંગીને
કારણે આજે સુકાવા માંડ્યા છે.
v સુદાન નામના દેશમાં આજે પણ મહિલાઓ પાણી
લેવા ૧૦ થી ૧૨ કી.મી.ની યાત્રા કરે છે.
v વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની એક મોઝણી મુજબ
પૂર્વ આફ્રિકાની મહિલાઓ રોજની ૨૦ ટકા શક્તિ તો પાણી ભરી લાવવા ખર્ચી રહી છે.
v મેક્સિકોની ઝુંપડપટ્ટીઓથી શરૂ કરી ચીનમાં
ખેતરો સુધી પાણીના પોકારો પડે છે.
v વિશ્વ સંશોધન સંસ્થાના અહેવાલ મુજબ જગતના ૫.૫
અબજ લોકોમાંથી 3.3 અબજ લોકો લઘુત્તમ જરૂરીયાત જેટલું વ્યક્તિદીઠ રોજનું ૫૦ લીટર
પાણી મેળવી શકતા નથી.
v થોડાસમય પહેલાં અમદાવાદની સાબરમતી જેલમાં
પીવાના પાણી બાબતે એક કેદી રવિ બારોટે બીજા કેદી ઈશ્વરની ક્રૂર હત્યા કરી નાખેલી.
v આજે પાણીની પરબો નજરે જોવા મળતી નથી અને
પાણી પાઉચ અને પ્લાસ્ટિકની બોટલોમાં કેદ થઇ ગયું છે.
v કચ્છ,સૌરાષ્ટ્ર અને રાજસ્થાન તથા દેશના
ઘણાખરા ભાગોમાં પીવાના પાણીના જ નહીં પણ ન્હાવાના પાણીના પણ નાંણા ચૂકવા પડે છે.
v પાણીના પ્રશ્ને દુનિયાના દેશો દેશો વચ્ચે
તથા દેશોના રાજ્યો-રાજ્યો વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે. આપણા દેશમાં કાવેરી જળ વિવાદ
ઘણા સમયથી ચાલી રહ્યો છે.
v ભારત-બાંગ્લાદેશ વચ્ચે ગંગા નદીના પાણીની
વહેંચણી બાબતે વિવાદ ચાલી રહ્યો છે.
v ઈન્ડોનેશિયાના જાકાર્તામાં તેની વસ્તીના
૩૨ ટકા લોકો ફેરિયા પાસેથી શાકભાજીની માફક પાણી ખરીદે છે.
v વિશ્વ બેન્કના તારણ મુજબ આવનારા સમયમાં
જ્યારે વસ્તી બમણી થશે ત્યારે પીવાના પાણીની માંગમાં ૬૫૦ ટકા જેટલો વધારો થશે જે
પાણીની કટોકટીને વધુ ભયંકર બનાવશે.
v આજે જેમ “ઓઈલ” ને કારણે વિશ્વ સંગ્રામ
ખેલાય છે તેમ આવનારા સમયમાં પાણી માટે દુનિયાના દેશો લડાઈના મોરચે પહોંચે તો નવાઈ
નહિ.
v આજે સમગ્ર વિશ્વમાં એક અબજ લોકોને શુદ્ધ
પીવાનું પાણી મળતું નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા જણાવે છે કે અંદાજે બે અબજ લોકોને
સાફસફાઈ માટે પુરતું પાણી મળતું નથી જેને કારણે કરોડો લોકો અતિસાર અને કૃમિજન્ય
રોગોથી પીડાય છે.
v વિશ્વનાપ્રદુષણની સમસ્યામાં ગંદુ પાણી
સૌથી ઊંચા સ્થાને છે.
v યુનિસેફ દ્વારા પ્રગટ થયેલા અહેવાલ મુજબ
ભારત પાણીની કટોકટી તરફ આગળ વધી રહ્યું છે. ઈ.સ.૨૦૧૭ સુધીમાં ભારતમાં પાણીની તીવ્ર
તંગી જ નહીં પણ મોટું સંકટ સર્જાશે.
v માનવશરીર રચનામાં ૭૦ ટકા પાણીનો ભાગ છે
તેમ પશુ-પંખીનાં શરીર માળખામાં પાણી અગત્યનું છે.
v પાણી વિના જીવન જીવવું મુશ્કેલ નહિ અશક્ય
છે. આજે વિશ્વ એકવીસમી સદીમાં ટેકનોલોજીમાં અગ્રેસર રહી ચંદ્ર,મંગળ,ગુરૂસુધી
પહોંચ્યો છે પણ સુકાતા ગળાને પલાળવા જરૂરી પાણી માટે વલખા મારે છે ત્યારે આવનારા
સમયમાં પાણી વિના જગતભરના જીવો તરફડીને મોતના મુખમાં ધકેલાય જાય તે પહેલા આવો સાથે મળી ચિંતન કરીએ અને પાણીની સમસ્યાના
ઉકેલ માટે વિચારીએ.
AArvind k.patel
SShree Saraswati high school Debhari
Ta :Virpur
Di : Mahisagar
No comments:
Post a Comment