ગુરુ પૂર્ણિમા અર્થાત વ્યાસ પૂર્ણિમા
ગુરુનું
મહાત્મ્ય સમજવા માટે અને એમના પ્રત્યે પૂજ્યભાવ પ્રગટ કરવા
માટે દરવર્ષે અષાઢી પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાનું પર્વ મનાવવામાં આવે છે.
ગુરુ
પૂર્ણિમાના દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે.
મહર્ષિ
વેદવ્યાસ ભવિષ્યોત્તર પુરાણમાં ગુરુ પૂર્ણિમા વિશે એમના આ સંસ્કૃત શ્લોકોમાં આ પ્રમાણે લખ્યું છે:
मम जन्मदिने सम्यक् पूजनीय: प्रयत्नत:।आषाढ़
शुक्ल पक्षेतु पूर्णिमायां गुरौ तथा।।
पूजनीयो विशेषण वस्त्राभरणधेनुभि:। फलपुष्पादिना
सम्यगरत्नकांचन भोजनै:।।
दक्षिणाभि: सुपुष्टाभिर्मत्स्वरूप प्रपूजयेत। एवं कृते
त्वया विप्र मत्स्वरूपस्य दर्शनम्।।
અર્થ :- અષાઢ શુક્લ પૂર્ણિમાએ
મારો જન્મ દિવસ છે અને એ ગુરુ પૂર્ણિમાનો પણ દિવસ છે. આ દિવસે સુંદર વસ્ત્ર, આભૂષણ, ગાય, ફળ, પુષ્પ, રત્ન, સ્વર્ણ,ભોજન ,દક્ષિણા વગેરે સમર્પિત કરી વિવિધ રીતે
ગુરુ તેમની કરવાથી હે વિપ્ર, તારા ગુરુમાં તું મારા સ્વરૂપના દર્શન કરીશ.
ગુરુનું
ઋણ શિષ્ય ઉપર ચડેલું હોય છે.આમ ગુરુ પૂર્ણિમા આવા પૂજનીય ગુરુને યાદ કરી એમને આદરપૂર્વક વંદન કરવાનો દિવસ છે.
આ ગુરુ પૂર્ણિમાના દિને મારા જીવનના
ઉત્કર્ષમાં શરૂઆતથી આજદિન સુધી પ્રત્યક્ષ યા પરોક્ષ
રીતે અગત્યનો ભાગ ભજવનાર સૌ ગુરુજનો અને મહાનુંભાવોને યાદ કરું છું અને કોટી કોટી
હાર્દિક વંદન કરું છું.
શ્રી ગુરુ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર: |
ગુરુ: શાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ ||
ગુરુ
એ જ બ્રહ્મા છે , ગુરુ એ જ વિષ્ણુ છે , ગુરુ એ જ મહાદેવ છે . ગુરુ શાક્ષાત
સ્વરૂપ છે તેવા ગુરુદેવને હું પ્રણામ કરું છું .
ગુરુ પૂર્ણિમા