Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

12 August 2015

How Can Register CCC/CCC+ ? CCC Registration

How Can Register CCC/CCC+ ?

CCC Registration 

Edit Application before  - 23/12/2014


How Can Register CCC/CCC+  ?
Read all information in Gujarati Click here....

Open this site http://ccc.gtu.ac.in/

Click on “Register & Generate Form” button at the end of Instructions.
Enter your Mobile Number and birth date and Click on Continue 
Now new page is opening.

Fill all Details in a form.



  • Exam type : BOTH
  • Name of Secretariat : Jilla Panchayat / Education ( be manthi ek lakhvu)
  • Department : Education Department
  • Name of Office :  School's Name 
  • Office Address :  School's Address 
  • Name &designation of  Head of Office , Contact Number and Email : School's Principal Name, If you are a Principal write your Pay centre Pricipal's Name
  • Name Of Employee : your Name 
  • Designation : Teacher
  • CPF Account No. : Write CPF No. ( If you are a GPF Employee put GPF No. )
  • Date of Birth, Age , Sex ( Male/Female)
  • Marital Status : Married /Unmarried
  • Weather you are Promoted Higer Scale :  Jo tame 6 mahina ma Uchchtar Pagar dhoran ma aavata ho to Applicable athva Not Applicable
  • Date of Joining : 1. In Govt. Service, 2. Department aa banne ma Khata ma dakhal tarikh lakhvi.
  • Date of Retirement : Write Retirement Date 
  • Address : Write full Address 
For Payment 
  • An applicant has to pay the fees of Rs. 200 for Theory & Practical both (or)
    Rs.100 for Theory only (or) 
    Rs.100 for Practical only in any SBI branch.
Click here for Payment Instructions 

Click here for Online Payments 


  • Before you Fill up form Please keep Passport Photographs in your Computer ( Size 16 kb)
  • Please attach photo Id proof document with the application, otherwise your application will be rejected.
  • Please verify before printing that Barcode and Photo is properly displayed or not.



    1. Your submission must have.
      • Application Printout, with proper Attestation of candidate and Head Of Department with Stamp.
      • Original Copy of Challan(Depositor Copy).
      • Photo ID proof (Voter card/Driving license/ PAN card/Passport/Adhar Card) any one.
      • Please write "CCC Exam Form" on top of the Envelope.

    ( Form bharvani suchnao mari jan mujab chhe. tame ferfar kari bhari sako chho. )


      ઉજડેલો પંખીનો માળો ….. અછાંદસ કાવ્ય ….. વિનોદ પટેલ

      ઉજડેલો પંખીનો માળો ….. અછાંદસ કાવ્ય ….. વિનોદ પટેલ

      છેલ્લે ૨૦૦૭માં હું જ્યારે ભારત- અમદાવાદ ગયો હતો ત્યારે મારા વતનના ગામ ડાંગરવાની પણ મુલાકાત મેં લીધી હતી. પહેલાં જ્યારે હું નાનપણમાં આ ગામમાં ઉછર્યો હતો ત્યારે ગામમાં વસ્તી જ વસ્તી જણાતી હતી અને ગામ હર્યું ભર્યું લાગતું હતું. આજે ગામ લગભગ ખાલી થઇ ગયેલું દેખાતું હતું કેમ કે ગામમાં જે યુવાન ધન હતું એ આજે અમેરિકામાં પહોંચી ગયું છે .

      ગામમાં ગણ્યા ગાંઠયા વૃધ્ધો જ અને થોડા જ યુવાનો રહ્યા હતા કારણ કે આ વૃધ્ધોના   દીકરા-દીકરીઓ આજે અમેરિકા કે અન્ય દેશોમાં જ્યાં તક મળી ત્યાં કમાવા માટે ગયા છે અને કોઈ પણ કારણે એમને ત્યાં જઈને એમની સાથે રહેવાનું બન્યું નથી.

      ગામની એ મુલાકાત વખતે એક પરિચિત વિધુર થયેલા વૃદ્ધ સાથે મારી મુલાકાત થઇ હતી .એમના બે દીકરા અમેરિકામાં હતા અને તેઓ એકલા અહીં ગામમાં રહેતા હતા .હું ગયો ત્યારે ઉનાળાના સમયે એમના ઘર બહારના ચોગાનમાં એક વૃક્ષની નીચે છાંયડામાં આરામ કરતા સુતા હતા.મને જોતાં જ એ બેઠા થઇ ગયા . એમની જોડે ખાટલામાં બેસી વાતચીત કરી એથી એમના દીકરાને મળ્યા હોય એટલો એમને આનંદ થયો હતો એ મેં જોયું.

      આ પ્રસંગ મને આજે યાદ આવી ગયો અને નીચેની અછાંદસ કાવ્ય રચના માટે પ્રેરણા થઇ.

      આશા છે આપને આ રચના ગમશે.

      વિનોદ પટેલ

      ઉજડેલો પંખીનો માળો !

      bird,s nest

       કોઈ એક છેવાડાના ગામમાં,

      વૃક્ષ નીચે ખાટલામાં સુતેલ,

      એકલો અટૂલો નિવૃત વૃદ્ધ જન  ,

      નીરખી રહ્યો ઉંચી નજર કરી ,

      વૃક્ષની ડાળે રચેલ પંખીના માળાને.

      માળો જોઈ વિચારે ચડ્યો કે ,

      તિનકા તિનકા ગોઠવી દિનરાત,

      કેવો મજાનો રચ્યો છે આ માળો

      બે મહેનતુ પંખી યુગલે ! 

      ચણ વીણી લાવી ચાંચમાં એમની,

      જાતે ભૂખ્યા રહીને પણ પોષ્યાં ,

      કેવાં એમનાં વ્હાલાં બચ્ચાંઓને ,

      ઠંડી, ગરમી કે વરસાદમાં પણ

      પાંખો ફેલાવી કેવું જતન કર્યું હતું એમનું હેતથી !

      કેવાં ખુશ થયાં હતાં જોઈ એમને મોટાં ,

      પણ આ શિશુ પંખીડાં મોટાં થઇ ગયાં ,

      એમની પાંખો મજબુત થઇ ગઈ ,

      જોત જોતામાં તો ઉડી ગયાં એક દિન,

      અને ખુબ મહેનતે રચેલો એમનો ,

      આ સુંદર પંખી માળો ઉજડી ગયો !

      વૃક્ષ નીચે સુતેલ વિચાર મગ્ન વૃદ્ધ ,

      ઊંડો નિસાસો નાખી, કહી રહ્યો  એના મનને,

      પંખીડાં મારાં પણ ઉડી ગયાં છે વિદેશે ,

      પોત પોતાનો આગવો માળો રચવાને,

      પેલાં પંખીઓની જેમ મારો પણ ,

      માળો જોત જોતામાં કેવો ઉજડી ગયો !

      રહી ગયાં માત્ર હું ને મારી વેદનાઓ,

      અને મારાં પંખીડાંની એ હરી ભરી યાદો ,

      ઓ મારાં ઉડી ગયેલ પંખીડાંઓ ,

      સુખેથી ચણજો, રહેજો ,તમારા રચેલ માળામાં,

      આશીર્વાદ આપી રહ્યો  છે તમને આજે,  

      ખાટલે સુતેલ આ એકલો અટૂલો તમારો ,

      શરીરે હવે નબળો પડેલો વૃદ્ધ બાપ 

      રે મન !

      રે મન !
      હા.. હા ..હા ….અને ધીમી ખીકીયારી નો ગણગણાટ રૂમ ની બહાર જતો સંભળાયો. એટલી તો જરૂર ખબર હતી કે બધું શું ચાલી રહ્યું છે. રૂમ માં ચારેબાજુ નજર ફેરવી જોઈ. એક ધીમો આહ્કારો નખાઈ ગયો. દીદી ..દીદી ..હું તારી જોડે આવીશ હાં કે ! નાનો ભાઈ તોફાન કરતા કરતા તેની સાથે બહાર જવાની હંમેશા જીદ કરતો.  “ દીપુ , આજે મારે કોલેજની બૂક લેવાની છે. પ્લીઝ કાલે હું તને જરૂર લઇ જઈશ. ” ને લગભગ દરેક વખતે તે માની જતો કયારેક જ જીદ પકડતો. કયારેક મને એની દયા આવતી ત્યારે તેને સાથે લઇ જતી તો રૂપા પણ દોરાઈ જતી. ને બંને સાથે હોય એટલે અચૂક તોફાન કરેજ .વાદવિવાદ કે નકલો કરીને આખો રસ્તો બંનેને સાચવી ને ઘરે લાવતી ત્યારે નિરાંત થતી. ક્યારેક સ્વત્રંતા છીનવાઈ જવાનો વસવસો થતો. જયારે રીક્ષા ન મળે ત્યારે દીપુ ની ગેર હાજરી જરૂર સાલતી. કમસેકમ દીપુ હોયતો વાતચીતમાં રસ્તો જલ્દી  કપાઇ જાય.
      “  શાલુ , એ, શાલુ આજે તારા પપ્પા વ્હેલા બહાર જવાના છે, જલ્દી આવ , બે-ચાર રોટલી વણવા  મને હેલ્પ કરજે ” વાંચવામાં માંડ ચેન પડે ત્યારે ઘણી વાર મમ્મી ડીસ્ટર્બ કરતી. ને બૂક ને લગભગ પછાડતી રસોડા માં પહોંચી જવું પડતું. રોટલી વણવા કરતા તે મમ્મી ની સાથે વાત કરવામાં વધારે ધ્યાન આપતી.
      “ આજે ઓફીસ પહોંચવામાં મોડુ થઇ જશે…શાલુ, મને જરા બસ સ્ટોપ સુધી  ડ્રોપ કરી દઈશ ? ”
      ને પપ્પા ને હું કદી ના નહોતી પાડી શકતી. ને એટલી તો સમજ પડતી કે તે કામ કરવું ખુબજ જરૂરી પણ હતું. ક્યારેક દીપુ સ્કુટી આગળ ઉભો રહી જતો , એટલે વળતા તેની સાથે વાત કરતી. જવતલ વિધિ દરમ્યાન દીપુ નો રડમસ ચહેરો એની સામે તારી આવ્યો . કેવો દયામણો થઇ ને એ જવતલ હોમતો હતો . લગ્નની વિધિ દરમ્યાન ન રડવાની પ્રોમીસે તેને આંસુઓ રોકી રાખ્યા હતા.
      પગ પ્રક્ષાલન અને કન્યા દાન વખતે મમ્મી ને પપ્પા ની સામે અપલક જોયે રાખેલું ને બધી હામ હૈયે સંઘરી રાખી. ને નાનલી રૂપા તો કોણ જાણે કેટલું રડેલી એનો અંદાજ લગાવવો ખરેખર મુશ્કેલ હતો.
      મમ્મી ની અશ્રુધારા તો જાનની વિદાય પછી પણ નહી રોકાઈ હોય તેની ખાતરી હતી . પપ્પા પણ બિચારા ગમની પોટલી દબાવી ને ફરતા, તે પણ આખરી વિદાય વેળાએ આંખોની ધારાને રોકી નહોતા શક્યા. કદાચ જીવન માં પહેલી વાર રડતા એમને જોયેલા. પોતાની હાલત કેવી હતી ? કાશ કોઈ એનો અંદાજ લગાવે ! કઈ કેટલાયે આંસુ વહી ગયા….. તેને એક ગઝલ યાદ આવી.
      બીજાનું રેલાતું મુક્ત હાસ્ય જોઈ ,    હસવાની લાખો  કોશિશ  કરી  જોઈ
      જ્યાં ગમ વિષાદ ની નથી નવાઈ,  અશ્રુઓની ધારને નથી રોકી શકાઈ,
                                 …………………તેથી જ તો રડવાની આદત પડી ગઈ છે.
      ઘરના આંગન માં પા પા પગલી પડતા થી લઈને સહિયારો સાથે ના રાસ કે ગમ્મત , ને છેલ્લી ઘડી ની વેળા ને જાણે કપડા ની કોરે બાંધી ને નીક્ળવાનો વારો આવશે તેની તૈયારી તો હતી જ. બધાની વચ્ચે થી વિદાઈ લેતા જે ભાર હૈયામાં ભારે અકળામણ રૂપ હતો. કેટલા આંસુઓ વહી ગયા !! કેટલા સરવાળા ને કેટલી બાદબાકી ! કદાચ આનેજ જીવન કહેવાતું હશે.
      ચારે બાજુ રૂમ માં નજર કરી .દિવાલ પર રહેલા પોસ્ટર પર નજર સ્થિર થઇ.  અરે કંઈ તો દેખાતું નથી. મોડર્ન આર્ટ !! દીવાલો પર નજર ફરી રહી .કેવો કલર કે પોસ્ટર ! નજર ને તે રોકી નથી શકતી . પાછી વાળવા પ્રયત્ન કર્યો પણ વાહ રે સમય ! આજ નજરથી પણ પોતે બંદી ?? નાનીમા ઘણી વાર કહેતા કે બહુ દબાવો તો સ્પ્રિંગ છટકે. નાનીમાની સલાહ માની ને તેને નજરને ખુલ્લો દોર આપી દીધો . પછી તે જાલી રહે ખરી ! તેની સામે અરીસો દેખાયો . જેવી નજર ત્યાં ગઈ કે તેને નવો ઓર્ડર મળ્યો. ધીરે પગલે તે ડ્રેસીંગ ટેબલ નજીક ગઈ. પાસે પડેલા સ્ટુલ પર બેસી ગઈ ને સામે જોવા લાગી.
      અરે !! અરીસો તો કેવળ એક નિર્જીવ ને એક સિમિત દીવાલે રાખેલી વસ્તુ છે તો પછી દીવાલ તો દેખાતી નથી .અરીસામાં તો પ્રતિબિંબ દેખાય, પણ કાં આજ નવું ? અરે અરે આ શું દેખાયશે ? ને વળી તે પાછી ઘરના આંગન માં જઈ ચડી. સખીની કીક્યારીઓ સાથે તે મહાલતી દેખાઈ. કાકાના ઘરમાં જઈને ઢબુને ખેંચી આવતી દેખાઈ. વિશાખા નામ હતું પણ કોલેજમાં આવી ગઈ પણ તે ઢબુ જ રહી. મને ખબર હતી કે કાકી જરૂર ખીજાશે. પણ છતાં તેને મજા આવતી . અન્ય સખીયો ની સાથે ઢબુ  વગર રમવાની મજાજ નહોતી આવતી. રે ! મન …..ને તેણે મનને પાછું વાળ્યું. હં હવે કઈ બરાબર લાગ્યું . પોતાનો ચહેરો અરીસામાં દેખાયો. ઓહ ! આ પોતાનોજ ચહેરો છે ?
      કેટકેટલી મેહનત કરીને પાર્લર વાળીએ પોતાને તૈયાર કરેલી. જાતજાતની વસ્તુઓથી પોતાના ચહેરાને એવોતો મેક અપ  કરેલો કે તૈયાર થયાબાદ ખુદનો ચહેરો જોઇને ખુદ શરમાઈ ગયેલી. પહેલીવાર અહેસાસ થયેલોકે પોતે ખરેખર આટલી સુંદર છે ??  અને અત્યારે ?? ચહેરા પર નું  નુર હણાઈ ગયું છે. લાલીમાં વિલીન થઇ ગઈ છે અને ચહેરો કાળાશ પડતો માલુમ પડ્યો . વધારે તે પોતાને જોઈ ના શકી. ઉઠી ને જોયું તો એક ખૂણા માં પડેલ ખુરશી દેખાઈ કે શરીરમાં થાકનો અહેસાસ થયો. પગની ગતિ ને તે રોકી ના શકી. કેમ ! જાણે આજે પોતાના શરીર પર કોઈજ અધિકાર ના હોય તેમ પોતે અંગોની આજ્ઞા માનતી હોય તેમ દોરાયે જતી હતી. ખુરસી પર શરીર લંબાવ્યું ને ગીરનાર પર થી ઉતરી ને આવી હોય તેટલો થાક મહેસુશ થયો. આંખોને બંધ રાખી ને બે પળો રીલેક્સ થવાનો પ્રયત્ન કર્યો , પણ કોણ જાણે આજે મન પોતાને ક્યાં દોર્યે જતુ હતું. બચપણમાં યુવાનીનાં વિચાર ??ખુશીની પળો વધુ સમય ના ટકે તેનો આજ પ્રત્યક્ષ અનુભવ થયો. નજર તો હજી પોતાના કાબુ બહાર જ હતી.
      આહ ! ના ઉદગાર સાથે તે ઉભી થઇ ને વળી પગ ની આજ્ઞા એ તે આગળ વધી. ફૂલો ની ખુશ્બુ થી નાક એનું ઘેરાઈ વળ્યું ને આખા શરીર માં એક મીઠી સુગંધનો ધોધ ફરી વળ્યો. સામેજ ફૂલોથી ઢંકાયેલ પલંગ તરફ તે દોરાઈ. ચપ્પલ ને ઉતારી, સાડી સંકોરી તે ઉપર બેઠી. પોતે કોઈ અબુધ બાળકી નહોતી, કે નહોતી કોઈ ચીજથી અજાણ, આશ્ચર્ય એકજ વાતનું હતુકે પોતે આજ મનને નાથી શકવામાં અસફળ રહી હતી. ફૂલથી સજાવેલ પલંગ એક જાજરમાન આવૃત્તિ સમાન દેખાતો હતો.
      વિચારો ને અટકાવી તે પોતાનું ભાન સંભાળી વર્તમાન કાળ માં અવી ગઈ. જે જરૂરી હતું ને સમજણે શાન ને મન નિરાભિમાન, એજ તો પોતાએ જાળવવાનું હતું. પણ ખરેખર પોતે હજી તુંન્દ્ર અવસ્થા માંથી બહાર આવી છે ખરી કે ? રૂમ તરફ કોઈ નો અવાજ આવતો સંભળાયો કે તેની વિચારધારા તૂટી ગઈ.


      સિલીકોન વેલી ……પરિચય …..શ્રી પી.કે.દાવડા

      સિલીકોન વેલી ……પરિચય …..શ્રી પી.કે.દાવડા

      આ પરિચય લેખના લેખક શ્રી.પી.કે. દાવડા કેલીફોર્નીયા , સાન ફ્રાંસીસ્કોના બે એરીયાના નિવાસી છે જ્યાં સીલીકોન વેલી આવેલી છે.ઈલેકટ્રોનિક્સ ઉદ્યાગના વિકાસને લીધે બેંગ્લોર આજે ભારતનું સીલીકોન વેલી બન્યું છે.

      સિલીકોન વેલી વિષે શ્રી દાવડાજીના લેખ અને એના વિશે નીચે મુકેલ વિડીયો પરથી સીલીકોન વેલીનો વાચકોને પૂરો પરિચય મળી રહેશે .

      વિનોદ પટેલ

      Silicon-Valley-Map2

      સિલીકોન વેલી ……પરિચય …..શ્રી પી.કે.દાવડા

      અમેરિકાના પશ્ચિમ કિનારે, પેસિફીક મહાસાગરને અડીને આવેલું કેલિફોર્નિયા રાજ્ય આબોહવાની દૃષ્ટિયે સૌથી વધારે આકર્ષિત રાજ્ય છે. અહીંના Bay Area ના દક્ષિણ ભાગના એક નાના હિસ્સાને સિલિકોન વેલી એવું હુલામણું નામ આપવામાં આવ્યું છે. અહીં વિશ્વની મોટામાંમોટી HIghtech કંપનીઓની વિશાળ ઓફીસો કાર્યરત છે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા હજારો નિષ્ણાતો અહીં રોજ નવીનવી શોધ કરી, ઈલેકટ્રોનિક ક્રાંતિને આગળ ઘપાવે છે.

      ૧૯૫૬માં વિલીયમ શોકલી નામના વૈજ્ઞાનિકે અહીં Shockly Semiconductor Laboratory શરૂ કરી. એણે એ સમયમાં સેમીકંડક્ટર બનાવવા માટે વપરાતા Germanium ની જગ્યાએ silicon વાપરવાની શરૂઆત કરી. ૧૯૫૭ માં એની કંપનીમાં કામ કરતા આઠ વૈજ્ઞાનિકોએ, શોકલીની વર્તણૂકથી નારાજ થઈ, Fairchild Semiconductor નામની કંપની શરૂ કરી.

      ૧૯૫૭ માં રશિયાએ સ્પુટનીકને પૃથ્વીની પરિભ્રમણ કક્ષામાં સ્થાપી, અમેરિકા ઉપર ટેકનિકલ સરસાઈ મેળવી કે તરત અમેરિકાએ કમર કસી. આ રેસમાં રશિયાથી આગળ નીકળી જવા આધુનિક Electronic સાધનોની જરૂર હતી, અને એ જરૂરત પૂરી કરવા અમેરિકાની યુનીવર્સિટીઓ અને ઉદ્યોગોએ બીડું ઝડપ્યું. ૧૯૫૮ માં અમેરિકાની સરકારે NASA ની સ્થાપના કરી, સાથે સાથે Fairchild Semiconductor કંપનીને પણ જરૂરી મદદ કરી.

      આ વિસ્તારમાં આવેલી અમેરિકાની પ્રખ્યાત Stanford University નો આ વિસ્તારના વિકાસમાં ઘણો મોટો ફાળો છે. યુનીવર્સીટીએ પોતાના વિદ્યાર્થીઓને ઉદ્યોગો શરૂ કરવા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું. આ વિસ્તારમાં સ્થપાયેલી HP જેવી અનેક જગપ્રસિધ્ધ કંપનીઓ આ યુનીવર્સીટીના વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાઈ હતી.

      Silicon Valley શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ ૧૯૭૧ માં Microelectronics News મેગેઝીનના તંત્રીએ, એ વિસ્તારમાં થતા વિકાસ વિષે લખેલી એક લેખમાળાના શિર્ષક તરીકે કરેલો. ૧૯૮૦ સુધીમાં એ વિસ્તારની ઓળખ માટે એ ચલણી શબ્દ બની ગયો.

      આજે ઈલેકટ્રોનિક્સ ઉદ્યાગની બધી વિશ્વ વિખ્યાત કંપનીઓની આ વિસ્તારમાં હાજરી છે. જો થોડાક નામ ગણાવું તો Adobe, AMD, Apple, Cisco, Face Book, Google, HP, Intel, Oracle, Sun Microsystems, Symantec, અને Yahoo.

      સિલીકોન વેલી આજે Hub of Startup Companies તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે. સૌથી વધારે Venture Capital આ વિસ્તારમાં વપરાય છે.

      આ સિલીકોન વેલીના વિકાસમાં ભારતીય એંજીનીઅરોનો પણ ગણના પાત્ર ફાળો છે. આ ક્ષેત્રમાંથી સફળ થઈ, અઢળક ધન કમાયલા ભારતીયોના થોડા નામ ગણાવું તો, વિનોદ ખોસલા, કંવલ રેખી, પદ્મશ્રી વોરીયર, વિવેક વાધવા, વિનોદ ધમ, સત્યા નાદેલા, સબીર ભાટીયા, રુચી સંઘવી અને બીજા અનેક લોકોના નામ ગણાવી શકાય.

      એક સમયે સિલીકોન વેલીમાંથી જ સ્ટીવ જોબ્સે દુનિયા બદલવાની ગર્જના કરી હતી અને અહીંથી જ બિલ ગેટે દુનિયા સર કરી હતી.

      આજથી પચાસ વર્ષ પહેલા જ્યાં ફળના વિશાળ બગીચા હતા, ત્યાં આજે આલીશાન ઓફીસોમાં ફળદાયી ઉદ્યોગોનું સંચાલન થઈ રહ્યું છે.

      એક વાત જે ખાસ ધ્યાન ખેંચે છે તે છે સિલીકોન વેલીનું કોર્પોરેટ કલ્ચર અને વર્ક કલ્ચર. અહીં કંપનીઓ વચ્ચે Best talent ને આકર્ષવાની હોડ લાગી છે, અને આને માટે અનેક પ્રકારના Perks નું પ્રલોભન આપવામાં આવે છે. કામે આવવા જવા માટે Wi-Fi સજ્જ A.C. બસ એ તો સામાન્ય વાત છે, પણ કામ પર પહોંચ્યા પછીના આકર્ષણો હેરત પમાડે એવા છે. ગુગલની જ વાત કરૂં તો ત્યાં પાંચ-સિતારા હોટેલની કક્ષાનું ખાવા-પિવાનું, જાત જાતની indoor અને outdoor રમતો માટેની સગવડ, સ્વીમીંગપૂલ, વાળ કપાવવા માટે સલૂન, કપડા ડ્રાય ક્લીન કરવાની સગવડ, કારવોશ, ઈલેક્ટ્રીક કારની બેટરી ચાર્જ કરવાની સગવડ, જીમનેશીયમ અને આવી અનેક સગવડો તદ્દ્ન મફત. કામ અંગે મોડે સુધી રોકાવું પડે તો ત્યાં રહેવા માટે પાંચ સિતારા હોટેલ જેવી સગવડ. કેટલીકવાર તો એમ લાગે કે કામપર આટલી બધી સગવડ હોય તો વગર પરણેલાઓએ ઘરે જ શા માટે જવું જોઈએ?!!

      જો તમારામાં આવડત હોય, અને તમારે ધનકુબેર થવું હોય, તો સરનામું છે સિલીકોન વેલી.

      -પી. કે. દાવડા

      Welcome to Silicon Valley

       

      10 August 2015

      આ માણસ છે મળવા જેવો

      આ માણસ છે મળવા જેવો

      આપ ભલેને હોવ ગમે તે,
      એય નથી કંઈ જેવો તેવો.
      આખાબોલો, સાચા બોલો
      આ માણસ છે મળવા જેવો

      ક્યારેક કહે, હું છું એંજીનીયર,
      થાતો ક્યારેક અખાની જેવો,
      ક્યારેક વતનનો પ્રેમી થઈને
      વતનપ્રેમના ગીતો ગાતો,
      ક્યારેક થાતો કલાપી જેવો,
      આ માણસ છે મળવા જેવો

      વાતે વાતે ફતવા કાઢે,
      કહે લોકો તું આવો કેવો ?
      પછી કહે છે એ રૂવાબથી
      હું તો છું એવો ને એવો.
      આ માણસ છે મળવા જેવો

      દર્પણ દેખાડે છે ઘડપણ
      સૌ પૂછે છે : ‘સારું છે ને ?’
      “પીકે”હસીને ઉત્તર દેતો,
      હું ય નથી હારી જાઉં તેવો
      આ માણસ છે મળવા જેવો

      -પ્રજ્ઞા દાદભાવાળા


      ધર્મસ્થાનોની હવે જરુર છે ખરી ?

      ધર્મસ્થાનોની હવે જરુર છે ખરી ?હૃદયસ્થ રમણ પાઠકને ‘પુસ્તકાંજલી’–ગોવીંદ મારુ

      (ડાબેથી સર્વશ્રી ઉત્તમ ગજ્જર, યજદી કરંજીયા,
      વલ્લ્ભ ઈટાલીયા, વીજય ભગત(કંસારા) અને ગોવીન્દ મારુ)
      2
      (ચીન્તક, લેખક અને ઉદ્યોગપતી શ્રી. વલ્લભ ઈટાલીયા)
      (સુપ્રસીદ્ધ દીગ્દર્શક અને પારસી–હાસ્ય નાટ્યલેખક શ્રી. યઝદી કરંજીયા)
      (પ્રેક્ષાગારમાં દક્ષીણ ગુજરાતના સુજ્ઞ સાહીત્યપ્રેમી તેમ જ રૅશનાલીસ્ટ મીત્રો)
      5
      (પ્રેક્ષાગારમાં દક્ષીણ ગુજરાતના સુજ્ઞ સાહીત્યપ્રેમી તેમ જ રૅશનાલીસ્ટ મીત્રો)

      ♦●♦

      લો, હવે વાંચો આજની પોસ્ટ સુશ્રી. સુધા મુર્તીનો લેખ ‘ધર્મસ્થાનોની હવે જરુર છે ખરી ?’ લેખ માણી, મમળાવી, નીચે કૉમેન્ટ મુકવાનું ચુકશો નહીં. આભાર….

      ધર્મસ્થાનોની હવે જરુર છે ખરી ?

      –સુધા મુર્તી
      –અનુવાદ : સોનલ મોદી
      એક જુની અને જાણીતી કહેવત છે, ‘પીળું એટલે સોનું નહીં ને ધોળું એટલું દુધ નહીં’ આ કહેવતમાં એક બીજું વાક્ય પણ ઉમેરવા જેવું છે– ‘ભગવાં કપડાંવાળા બધા સન્તો નહીં.’
      ખરેખર, આ વાક્ય સો ટકા યથાર્થ છે. આપણે આપણી આસપાસ વર્ષોથી ધોળાં અને ભગવાં કપડાં ધારણ કરેલા વીવીધ ધર્મોના સન્તો–ગુરુઓને જોતા આવ્યા છીએ. આપણા સમાજમાં છતાંય કેમ કોઈ બદલાવ નથી આવ્યો ? કેટલા સન્તોએ આપણને ટીલાં–ટપકાં, યજ્ઞ–નૈવેદ્ય, પુજા–અર્ચના સીવાય કંઈ શીખવ્યું ? નવાં નવાં મન્દીરો, દેરાસરો, મસ્જીદો, ગુરુદ્વારા બંધાશે તેથી કંઈ ધર્મનો ઉદ્ધાર થઈ જશે ? આજકાલ તો ગુરુઓને પોતાનાં નામ અમર કરવાની, સ્મૃતીમન્દીરો સર્જવાની તથા તેમના શીષ્યોને તેમની પાછળ કરોડો રુપીયાના આંધળા ખર્ચા કરવાની ધેલછા ઉપડી છે. ખરા સંન્યાસી (સાધુ) કોને કહેવા ? જે પોતાના શીષ્યોને, અનુયાયીઓને સાચા માર્ગે દોરે તે જ સાચો સન્ત.
      હમણાં જ થોડા વખત પહેલાં મારે મૈસુર જવાનું થયું હતું. ત્યક્તા અને વીધવા સ્ત્રીઓ માટે બંધાયેલા આશ્રમ ‘નારીગૃહ’નું ઉદ્ઘાટન હતું. જે સ્ત્રીઓને કોઈ આશરો નથી, જેમનો કોઈ સહારો નથી – ‘પોતાનું’ કહેવાય તેવું કોઈ નથી – તેવી જરુરીયાતમંદ વીધવાઓ, તથા ત્યક્તા સ્ત્રીઓ માટે આ સુન્દર નારીગૃહની રચના કરવામાં આવી હતી. શહેરની બહાર, વીશાળ જગ્યામાં, ચારે બાજુ ચોગાન, બાગ, સુન્દર ફુલ–ઝાડ અને વચમાં વીશાળ આશ્રમ. બહેનો સીવણ, ભરતકામ, અંગ્રેજી વાચન–લેખન શીખી શકે તેવી વ્યવસ્થા. મોટા ભાગની સ્ત્રીઓ સાસરીયાંના રોજબરોજના ત્રાસથી, દહેજના દુષણથી કે દારુડીયા પતીથી હારી–થાકી, કંટાળીને અહીં આવી હતી. મોટાભાગની સ્ત્રીઓના પીયર–પક્ષે પણ આવી જ કંગાળ પરીસ્થીતી હતી. ક્યાં તો મા–બાપ હયાત ન હોય અથવા તો પીયરમાં જ ખાવાનાં સાંસાં હોય.
      અમુક છોકરીઓ તો ખુબ યુવાન લાગતી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે, છેલબટાઉ યુવાન છોકરાઓ આવી નીર્દોષ – નાની, ચંચળ અને નાદાન છોકરીઓ જોડે પ્રેમનું નાટક ખેલી, ભોળવીને તદ્દન ખોટાં લગ્નો કરે, ફસાવે, યુવાનીનું જોશ ઉતરે, મધુરજની માણવાનું પતે એટલે કહેવાતો પતી છુમન્તર થઈ જાય. પેલી નાદાન, ભોળી છોકરી મા–બાપના ડરથી પોતાના ઘરે પાછી તો ન જ જઈ શકે, શરમની મારી આવા આશ્રમમાં આવે.
      આવી છોકરીઓને ખુબ જ લાગણી અને પ્રેમથી સમજાવવી પડે. તેમની માનસીક પરીસ્થીતી એટલી હદે નાજુક થઈ ગઈ હોય કે તે અન્તીમ પગલું લેતાં પણ ન અચકાય. તેમને હુંફ આપી, સાચા રસ્તે વાળી, રોજી મળે તેવી વ્યવસ્થા કરવી પડે. જીવનરુપી પડકારને ખુબ હીમ્મતથી ઝીલવાનું શીખવવું પડે. આમ કરવામાં ન આવે તો જાણતાં કે અજાણતાં આવી છોકરીઓ વેશ્યા–વ્યવસાયમાં અથવા તો ચરસ–હેરોઈન–ગાંજાની હેરાફેરીના વ્યવસાયમાં પડી જાય છે. હું આ સ્ત્રીઓનો આમાં કોઈ વાંક જોતી નથી. વાંક હોય તો તેમની ઉમ્મરનો અને સંજોગોનો. આપણી ફરજ તો તેમને આમાં મદદ કરવાની છે. કહેવત છે ને, ‘માણસ માત્ર, ભુલને પાત્ર’.
      આપણા સમાજમાં કોઈ પણ કંઈ સારું કામ કરે તો તેની ચારેકોર ‘વાહ–વાહ’ થઈ જાય. સારા કાર્યને, સફળતાને એવોર્ડોથી બીરદાવવા જ જોઈએ. પણ મારા મતે સમાજને ખરી જરુર છે આવા જરુરીયાતમંદ લોકોને થોડો સહારો, મદદ આપવાની. આપણી વસ્તીના પ્રમાણમાં આપણા દેશમાં સારી અને સસ્તી હૉસ્પીટલો કેટલી ? વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, નારીગૃહો, વ્યસનમુક્તી કેન્દ્રો કેટલાં ? ફક્ત આંગળીના વેઢે ગણાય તેટલાં જ.
      ઉપરની વાત મેં એટલા માટે કરી કે મૈસુરમાં સૌ પહેલું આ ‘નારીગૃહ’ શરુ કરનાર કોઈ મોટા શ્રેષ્ઠી કે ઉદ્યોગપતી ન હતા; પણ અહીંના ખુબ જ જાણીતા ધાર્મીક પંથ ‘સુત્તુર મઠ’ના મુખ્ય મહન્તશ્રી હતા. ‘સુત્તુર મઠ’ એટલે દક્ષીણ ભારતનો ખુબ જ જાણીતો ધાર્મીક સમ્પ્રદાય. તેના મુખીયાજી, મુખ્ય સ્વામીજીને મન, ‘જનસેવા એ જ પ્રભુસેવા’. તેમના વીચારો ખુબ જ સ્પષ્ટ છે. તેઓ માને છે કે કોઈ પણ ધાર્મીક સમ્પ્રદાય પાસે એક મહીનાની જરુરીયાત કરતાં વધારે ફંડ ભેગું થાય તો દુષણો લાવે છે. આવા પવીત્ર મઠોમાં પણ ભગવાધારી સાધુ–સન્તોમાં અન્દર–અન્દર ચડસા–સડસી હોય જ છે. જો પૈસાનો યોગ્ય સમયે, યોગ્ય ઉપયોગ ન થાય તો મન્દીરોમાં જ કુકર્મો થાય, અન્તે વીનાશ થાય.
      સ્વામીજી અત્યન્ત લાગણીશીલ. તેમણે ધાર્યું હોત તો મઠને મળેલ દાનના પૈસામાંથી નવો મઠ ઉભો કરી શક્યા હોત, પોતાનું સ્મૃતીમન્દીર કરાવ્યું હોત, યજ્ઞો કે નવાં મન્દીર પણ કરાવી શક્યા હોત. પણ, તેમણે જોયું કે મૈસુરમાં આવી તરછોડાયેલી સ્ત્રીઓ માથું ઉચું રાખીને પોતાની રીતે રહી શકે તેવું કોઈ નારીગૃહ નથી. તેમણે પોતાની સમાજ પ્રત્યેની ફરજ સમજીને એક કરોડ રુપીયાનું દાન કર્યું. દોઢ એકર જમીન કાઢી આપી અને સુન્દર નારીગૃહ રચાયું.
      મૈસુરના બીજા કહેવાતા ભગવાધારી સન્તોને અને સામાન્ય માનવીઓને સ્વામીજીએ વીચારતા કરી મુક્યા. ખરા નેતા તો આવા જ હોવા જોઈએ. ભલે તે રાજકીય હોય, સામાજીક કે ધાર્મીક નેતા હોય. ‘સાચા ગુરુ એટલે જે પોતાના શીષ્યોને પરોપકારી થવાનું શીખવે તે.’ આ બાબત સ્વામીજીએ પોતાનાં સત્કાર્યો દ્વારા સાબીત કરીને બીજા માટે આ કાર્યમાં આગળ વધારવાનો માર્ગ મોકળો કરી આપ્યો. આ નારીગૃહ જોડે તેમણે પોતાનું નામ ક્યાંય જોડ્યું નથી.
      આપણા પ્રાચીન સાહીત્યમાં ‘માતૃદેવો ભવ’, ‘પીતૃદેવો ભવ’ પછી ત્રીજા દેવ તરીકે આચાર્ય (ગુરુ)ને સ્થાન આપવામાં આવ્યું છે. આવા મહન્તને જોઈને, મળીને શીર આપોઆપ ઝુકી જાય છે.
      નવાં–નવાં મન્દીરો, દેરાસરો તથા અન્ય દેવસ્થાનોનાં બાંધકામ અને રીપેરીંગમાં લાખો–કરોડો રુપીયા આ ગરીબ દેશમાં નીયમીત રીતે ખર્ચાય છે. આજથી બીજા સો વર્ષ સુધી એક પણ નવું મન્દીર કે અન્ય દેવસ્થાન નહીં બંધાય તો પણ આ દેશને અને આપણા ધર્મોને કોઈ ઉની આંચ નથી આવવાની. શા માટે દેવને નામે ભેગા થતા પૈસા હૉસ્પીટલો, આશ્રમો, કૉલેજો, શાળાઓ, રસ્તા ને બ્રીજ બાંધવા માટે અને સમાજના સર્વાંગી ઉદ્ધાર માટે ન વપરાય ? શા માટે ?
      –સુધા મુર્તી

      ઘર એટલે ઘર …… વિનોદ પટેલ

      ઘર એટલે ઘર …… વિનોદ પટેલ

      સહિયારું સર્જન – ગદ્ય અને શબ્દોનું સર્જન બ્લોગ દર મહીને એક વિષય આપીને લેખકોને એના ઉપર નિબંધ, વાર્તા કે કાવ્ય રચનાઓ મોકલવા માટે આમંત્રે છે.

      ઓગસ્ટ મહિના માટે એમણે “ઘર એટલે ઘર ” વિષય નક્કી કરી એના પર લેખ લખી મોકલવા જણાવ્યું હતું.

      એના જવાબમાં મેં પણ આ વિષય ઉપર લેખ લખી સહિયારું સર્જન – ગદ્ય ના શ્રી વિજય શાહ અને શબ્દોનું સર્જનનાં સુ.શ્રી પ્રજ્ઞાબેન દાદભાવાલાને “ઘર એટલે ઘર ” નામે મારો લેખ મોકલ્યો હતો.

      આ લેખ જે સહિયારું સર્જન –ગદ્ય બ્લોગમાં પ્રસિદ્ધ થયો છે એને વિનોદ વિહારનાવાચકોને વાંચવા સારું આજની પોસ્ટમાં નીચે પ્રસ્તુત છે.આશા છે આપને એ વાંચવો ગમશે .

      ઘર એટલે ઘર …… વિનોદ પટેલ

      ghar-etleghar

      દરેક મનુષ્યને એના જીવનમાં મનમાં એક સ્વપ્ન રમતું હોય છે કે મારે પણ મારું પોતાનું ઘર હોય . આ સ્વપ્નને જેમ બને એમ જલ્દી સાકાર કરવા માટે એ પ્રયત્નશીલ બને છે. છેવટે જ્યારે એ પોતાના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે એને સ્વર્ગ માત્ર એક હાથ જ છેટું લાગે છે. એને મનથી એમ લાગે છે કે મારું ઘર એ જ મારા માટે મારું સ્વર્ગ છે .મિત્રો સાથે એ જ્યારે એના ઘરના ઘરની વાત કરતો હોય છે ત્યારે એના હૃદયનો ઉમળકો ઉડીને આંખે વળગે એવો સ્પષ્ટ દેખાય છે.

      આમ જોવા જઈએ તો ઘર એટલે સિમેન્ટ, લોખંડ, લાકડું ,રંગ રોગાન વિગેરેભૌતિક ચીજ વસ્તુઓથી બનાવેલું એક મકાન.દરેક ઘર એક મકાન છે પણ દરેક મકાન એ કઈ ઘર નથી.દરેક મકાનમાં એક ઘર રહેતું હોય છે.

      દરેક ઘર એમાં રહેતાં માણસોના જીવનની વાતો જાણતું હોય છે.દરેક ઘરમાં જીવન ધબકતું રહેતું હોય છે.મકાનનાં સરનામાં બદલાતાં રહે છે,એમાં અવાર નવાર રાચ રચીલું બદલાયા કરે છે, મકાનમાં તોડ ફોડ થતી રહે છે,પરંતુ એમાં વસતા માણસોના ઈતિહાસ સાથેનો ઘરનો આત્મા કદી બદલાતો નથી એનો એજ રહે છે.

      આ આખો લેખ અહીં ક્લિક કરીને વાચો.

      આ આખો લેખ અહીં ક્લિક કરીને વાચો. 


      ઘર એક મંદિર 

      જે ઘર સાથે જીવનનાં ૩૦ વરસો ની ખટ મીઠી યાદો જોડાઈ ગઈ હતી એ અમારું નારણપુરા અમદાવાદનું ઘર “શિવ કૃપા ”  હવે અમારું નથી રહ્યું, ઘણાં વરસો થયાં એ વેચાઈ ગયું છે.

      એ કોઈ મકાન ન હતું પણ જે અનેક સામાજિક પ્રસંગોનું સાક્ષી બન્યું હતું એવું એક અમારું ઘર મંદિર હતું. આ  ઘરની એક યાદગાર તસ્વીર આ રહી …..

      WP_20150401_029

      5 August 2015

      અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ …વિનોદ પટેલ

      યુ-ટ્યુબ પર પ્રકાશિત વિડીયો ….અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ …વિનોદ પટેલ

      સ્વ. મકરંદ દવે ..સાંઈ
      સ્વ. મકરંદ દવે ..સાંઈ

      મારા પુસ્તક સંગ્રહમાં સાંઈ મકરંદ દવે લિખિત મને ગમતું એક સરસ પુસ્તક ” ભજન રસ ” છે. એમાં ઘણાં જુનો ભજનો ઉપર એમણે જે ટીકા એટલે કે રસદર્શન કરાવ્યું છે એ ખુબ જ મનનીય અને પ્રેરક છે.

      આ પુસ્તક માંથી નરસિંહ મહેતાનું એક પદ ” અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ ” ને નિવૃત્તિમાંશરુ કરેલ એક નવી પ્રવૃત્તિ તરીકે તારીખ 3 ઑગ, 2015 ના રોજ મેં અપલોડ કરેલ પાંચમા યુ-ટ્યુબ વિડીયોમાં મને આવડ્યું એવું મેં ગાયું છે અને એ પછી આ ભજનના મકરંદ દવે ના રસસ્પદ રસ દર્શન નું પઠન પણ કર્યું છે.

      મને આશા છે આ વિડીયો આપને ગમશે.

      (વિડીયોમાં અવાજ કાને સાંભળવામાં ધીમો લાગે તો ઈયર ફોનની મદદથી એ સારી રીતે સાંભળી શકાશે.)

      તત્વવેત્તા નરસિંહ મહેતાના આ જાણીતા ભજનનો પૂરો પાઠ નીચે વાંચો અને મારી સાથે તમે પણ ગાવાનો આનંદ લો.

      અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,… નરસિંહ મહેતા

      અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
      જુજવે રૂપ અનંત ભાસે;
      દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
      શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે … અખિલ બ્રહ્માંડમાં …

      પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
      વૃક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;
      વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
      શિવ થકી જીવ થયો એ જ આશે … અખિલ બ્રહ્માંડમાં …

      વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ સાખ દે,
      કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
      ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
      અંતે તો હેમનું હેમ હોયે … અખિલ બ્રહ્માંડમાં …

      ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી,
      જેહને જે ગમે તેને પૂજે;
      મન-વચન-કર્મથી આપ માની લહે,
      સત્ય છે એજ મન એમ સૂઝે… અખિલ બ્રહ્માંડમાં…

      વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ્ર તું,
      જોઉં પટંતરો એ જ પાસે;
      ભણે નરસૈયો એ જ મન તણી શોધના,
      પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે … અખિલ બ્રહ્માંડમાં…

      – નરસિંહ મહેતા

      દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી